આમળાને આપણા માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. જેની અંદર ઘણા એવા તત્વો હોય છે જેના પરિણામે આજે ઘણા રોગોમાં દવા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જો દવા તરીકે તેનો ઉપયોગ કરતા હોય તો તમારી રોગ પ્રતિકારક શક્તિ ખુબ જ મજબૂત હોય છે. કારણ કે આ આમળામાં વિટામીન સી હોય છે. સાથે તેની અંદર શરીરમાં ઉપયોગી થાય તેવા ખુબ જ સારા એવા રોગપ્રતિકારક શક્તિ વધારામાં મદદરૂપ થાય તેવા ગુણ રહેલા હોય છે.
પરંતુ આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે કોઈ વસ્તુનો અતીઉપયોગ પણ નુકશાન કરતા હોય છે. જેમાં આમળાની અસરથી નુકશાન ઓછુ જોવા મળે છે. પરંતુ તેની જગ્યાએ અમુક પ્રકારનાં રોગનાં ઈલાજને દૂર કરવા માટે આ આમળા ઉપ્યોગી છે. જેમાં આ રોગથી વિપરીત રોગ તમારા શરીરમાં જોવા મળતો હોય તો તેનાથી તમારા સ્વાસ્થ્યને પણ તકલીફ થઇ શકે છે.
જેમાં અમે બતાવી રહ્યા છીએ તેવા લોકોએ આ આમળાનું સેવન ન કરવું જોઈએ. નહિતર તેની વિપરીત અસર જોવા મળી શકે છે. આમળામાં સારા પ્રમાણમાં વિટામીન સી હોય છે. જેનાથી શરીરમાં એસીડીક ક્રિયા કરે છે. જે શરીરમાં બળતરાની સમસ્યાને દૂર કરે છે. પરંતુ જયારે આ રીતે જો એસીડીટીની સમસ્યા હોય તેવા લોકોએ જો આ આમળાનું સેવન કર્યું હોય તો તેનાથી એસીડીટી વધી શકે છે. જેથી એસીડીટી ધરાવતા લોકોએ ખાલી પેટ આ આમળાનું સેવન ન કરવું જોઈએ. નહિતર વધારે પડતી તકલીફ થઇ શકે છે.
આજે ઘણા લોકો એવા છે તેમને કોઈને કોઇ લોહીની બીમારી જોવા મળતી હોય છે. આ લોહીની બીમારી જોવા મળતી હોય તો તે સમસ્યાની અંદર આ આમળાનું સેવન કરવામાં આવે તો તેનાથી આમળામાં રહેલા એન્ટીપ્લેટલેટ અને સ્ટ્રોક જેવા જોખમને ઘટાડે છે. પરંતુ તેની સાથે આ તત્વો લોહીને જામતું પણ અટકાવે છે.
જે લોકોએ શરીરમાં કોઈ કારણસર ઓપરેશન કરવામાં આવ્યું હોય તો તેવા સમયે આ આમળાના સેવનથી નુકસાન થવાની શક્યતાઓ રહે છે. કારણ કે આમળાથી તેના શરીરમાં લોહીનો સ્ત્રાવ વધારી શકે છે. શરીરમાં આ સમયે સ્ત્રાવ થયા કરે છે તો લોહી ઘટી જવાની શક્યતાઓ રહે છે જેના પરિણામ સ્વરૂપ સારું થવામાં પણ તકલીફ થાય છે.
જે લોકોના શરીરમાં ડાયાબીટીસની સમસ્યા હોય તેના માટે આમળા ઉપયોગો છે. જે શરીરમાં લોહીમાંથી સુગરના પ્રમાણને ઘટાડે છે. જયારે જે લોકોના શરીરમાં ખુબ જ ઓછા પ્રમાણમાં લોહીનું પ્રમાણ હોય તેનાં માટે આમળાનું સેવન જોખમી છે, કારણ કે લોહીમાંથી સુગરનું પ્રમાણ સાવ ઘટાડી શકે છે. જેથી આવા લોકોએ આમળાનું સેવન ન કરવું જોઈએ.
ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ આ આમળાનું સેવન જોખમી સાબિત થાય છે. તેની સાથે પ્રસુતા માતાઓ માટે પણ આ આમળા નુકશાન કરતા હોય છે. કારણ કે તેના લીધે તેનું પેટ ખરાબ થઇ શકે છે. જે ડાયેરિયા તેમજ ડીહાઈડ્રેશન એટલે કે શરીરમાંથી પાણી ઘટી જવાની સમસ્યા કરે છે. જેથી શરીરમાં દુધનો સ્ત્રાવ ઘટી જાય છે. જેમજ ગર્ભવતી સ્ત્રીઓમાં શરીર નબળું પડે છે.
જે લોકોના શરીરમાં સુકી ચામડીની સમસ્યા હોય તેમનાં માટે પણ આ રીતે આમળાનું સેવન જોખમકારક છે. કારણ કે પ્રોટીન અને ચરબીનો નાશ કરે છે. જેના લીધે તે વાળની સ્મસ્યા, વાળ ખરવા, માથામાં ખોડો, ખંજવાળ જેવી ચામડી સાથે જોડાયેલી સમસ્યાને વધારી શકે છે. જે પાણીને શરીરમાંથી ઉડાડી દેતું હોવાને લીધે તે ચામડીમાં પણ તકલીફ કરે છે.
અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય. કારણ કે તમને માત્ર આમળાનાફાયદા સાંભળીને તેનું ભરપૂર સેવન કરવા માંડો છો, પરંતુ તેના વિરોધી અને વિપરીત રોગ વિશે તમે અજાણ હો છો તો તેનાથી તકલીફ થઈ શકે છે. આવા સમયે આ માહિતી તમારા માટે ઉપયોગી છે.