આપણે બધા જ વર્ષો પહેલા સામૂહિક ભોજન વૃક્ષનાં પાંદડામાં લેતા હતા. જયારે કોઈ સામાજિક પ્રસંગ હોય ત્યારે વૃક્ષનાં પાંદડામાંથી બનાવેલી ડીશોનો ઉપયોગ ભોજન કરવા માટે હજુ થોડા વર્ષ પહેલા જ થતો હતો. જો કે આજે અનેક લોકો ડીશ અને વાટકાના વ્યવસ્થા સાથેજોડાયેલા હોવાથી ભાડે મળી રહે છે. જેથી હવે પાંદડાની ડીશોનો ઉપયોગ ઘટ્યો છે.
આજે અમે આ પાંદડામાં ભોજન લેવાથી શું ફાયદો થાય છે તે જણાવી રહ્યા છીએ. ખાસ કરીને આપણે ત્યાં અમુક પ્રસંગોએ પ્રસાદી કેળનાં પાંદડામાં આપવામાં આવે છે. જેવી રીતે પુજાના કામ પણ કેળનાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તેને પવિત્ર તેમજ શુદ્ધ માનવામાં આવે આવે છે.
હાલના સમયે પણ દેશના અમુક પ્રદેશમાં ભોજન લેવા માટે કેળાના પાંદડાનો ઉપયોગ થઇ રહ્યો છે. ખાસ કરીને સાઉથ ઇન્ડીયામાં રેસ્ટોરન્ટમાં આજે પણ આ પદ્ધતિ અનુસરવામાં આવે છે. કારણ કે કેળાના પાંદડામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે.
કેળનાં પાંદડામાં પોલીફેનોલ્સ નામનું તત્વ રહેલું હોય છે. જે શરીરને ફ્રી રેસીક્લ્સ સાતે રક્ષણ આપવામાં મદદ કરે છે. જેમાં રહેલા ઉપયોગી તત્વો આપણા શરીરને માટે ખુબ જ ઉપયોગી છે. જેમાં બેક્ટેરિયા વિરોધી ગુણ હોય છે. જે ખોરાકમાંથી બેક્ટેરિયાને દૂર કરવામાં ઉપયોગી છે.
આ સિવાય કેળના પાંદડા ઉપર રહેલું જબારીક પડ કે જે મીણનું બનેલું હોય છે કે જે ભોજનમા સ્વાદ વધારે છે અને જ્યારે જેમાં ભોજનમાં નાખવામાં આવે છે જ્યારે આ પડ પીગળે છે અને ખોરાકમાં ભળી જાય છે અને સ્વાદને વધારે છે.
જયારે પર્યાવરણમાં પણ આ કેળના પાંદડા ઉપયોગી થાય છે. આજે મોટા ભાગે ભોજનમાં પ્લાસ્ટિક ડીશો વાપરવામાં આવે છે. આવી પ્લાસ્ટિકનાં કાગળની ડીશો પર્યાવરણમાં પ્રદુષણ ફેલાવે છે. જયારે આવી જયારે કેળાના પાંદડાની ડીશો બનાવીને વાપરવામાં આવે તો તેનું કચરા સ્વરૂપે વિઘટન થઇ જાય છે. જે ખાતર બની જાય છે. જેંથી પર્યાવરણને કોઈ નુકશાન થતું નથી.
અમુક એવા વાસણોમાં કેમિકલ ખોરાક લેવાથી તેની બનાવટમાં વપરાયેલ કેમિકલ સાથે ખોરાકની રાસાયણિક પ્રક્રિયા થાય છે. જે શરીરને માટે નુકશાનકારક છે. જયારે શરીરમાં આ પ્રક્રિયા દરમિયાન નાના મોટા રોગો ઉત્પન્ન કરનારા કણો ઉત્પન્ન થાય છે. જે કેન્સર જેવા જોખમને ઉભું કરે છે. જયારે કેળના પાંદડામાં આવા કોઈ તત્વો હોતા નથી. જે શરીરને ખુબ જ ફાયદાકારક છે.
આમ, કેળના પાંદડામાં ખોરાકનું સેવન કરવું શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. જે શરીરમાં નાની મોટી આવી ઘણી સમસ્યાઓને આવતીં દૂર રાખી શકે છે. માટે તમે આ રીતે કેળના પાંદડાનો ઉપયોગ ભોજન કરવા માટે કરી શકો છો. અમે આશા રાખી કે માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.