આજના સમયે ખાવા પીવાની અને દૈનિક આદતમાં લોકો ચરબી વાળા ખોરાક તેમજ સ્વાદિષ્ટ ખોરાક ભોજનમાં વધારતા જાય છે. જેના પરિણામે તેના શરીરમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. વજનમાં વધારો થવો એક ખુબ જ ભારે સમસ્યા છે. આ સમસ્યાથી લોકો સતત પરેશાન રહેતા હોય છે. કારણ કે આ સમસ્યામાં લોકોને હાલવા ચાલવામાં તો મુશ્કેલી પડે છે.
આજના સમયે આવી સમસ્યાથી લોકો સતત પરેશાન રહે છે. કારણ કે જેના લીધે લોકોને બીજી અન્ય બીમારીઓ પણ લાગી શકે છે. મેદસ્વિતાનાં પરિણામે ઉઠવામાં કે બેસવામાં પણ તકલીફ પડતી હોય છે. વધારે શરીર હોવાથી વજનનો અનુભવ પણ થાય છે. આં વજનને ઘટાડવા લોકો અન્ય દવાઓનો સહારો લેતા હોય છે. પરંતુ તેનાથી ધાર્યું પરિણામ આવતું નથી. જે બીજી અન્ય સમસ્યા ઉભી કરે છે, જેના લીધે જાહેર જીવન જીવવું મુશ્કેલ પડી જાય છે. જેના વ્યક્તિ આવા વધારે પડતા વજનથી શરમ અનુભવે છે.
વધારે વજનને લીધે લોકો મુશ્કેલી અનુભવતા હોય છે. આમપણ વજન પણ શિયાળામાં વધારે પડતું વધતું હોય છે. કારણ કે શિયાળામાં વધારે પડતું લોકો ખાતા હોય છે. ખોરાક ખાવામાં પણ આ સમયે વધારે મન થયા કરે છે. જેના પરિણામે સતત પેટ ભરાયેલુ રહે છે. જે વજન વધારે છે. તમારું વજન સતત વધી રહ્યું હોય તો તમારે આ થોડી કાળજી રાખવી જોઈએ.
આ વજનની સમસ્યા ઘટાડવા માટે તમારે જીરાનું પાણી હુંફાળું પાણી ખુબ જ ઉપયોગી હથાય છે. તમારે દરરોજ સવારે આ માટે ખાલી પેટ જીરાનું નવશેકું પાણી પીવું જોઈએ. તે તમારા શરીરનો નવશેકું પાણી પીવાથી પાચન શક્તિમાં સુધારો થાય છે. જેનાં લીધે ખોરાક સમ્પૂર્ણ રીતે પચી જાય છે જેના લીધે તમારું આરોગ્ય પણ સારું રહે છે અને વજન પણ વધતું નથી.
વજન ઘટાડવા માટે તાજા ક્વીનોઆ ખોરાકમાં લેવા જોઈએ. આ એક પ્રકારનું ખુબ જ ઉપયોગી થાય એવું અનાજ વર્ગનું ધાન્ય છે. જે ચરબીમાં વધારો કરતા ગ્લુટેન ધરાવતા નથી. જેના લીધે તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ એક એવું અનાજ છે કે જેનો ઉપયોગ તમે ખાંડ તેમજ શાકભાજી સાથે ઉપયોગ કરી શકો છો. અમુક સમયાંતરે તમે આ અનાજનું સેવન કરતા હોય તો તેના લીધે તમને ખુબ જ ફાયદો થઇ શકે છે અને વજન ઘટાડવામાં ઉપયોગી થઇ શકે છે.
તમે ભોજનમાં દાળ, શાકભાજી, બાજરી, રાગી, જુવાર વગેરેનોવજન ઘટાડવાના અનાજ તરીકે ઉપયોગ કરી શકો છો. આં ખોરાકમાં લેવા ખોરાક હોય છે. જેમાં કેલોરીની માત્રા ખુબ જ ઓછી હોય છે. જેના પરિણામે તે વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે શિયાળાની ઠંડી સામે પણ રક્ષણ આપે છે. આ બધા જ પદાર્થોમાં શરીરમાં જરૂરી પોષકતત્વો પણ મળી રહેતા હોય છે. તેમજ તેમાંથી આયુર્વેદિક ગગુણ પણ મળે છે.
ગ્રીન ટી તેમજ સુકા ફળનો પણ વજન ઘટાડવાના ખોરાક તરીકે ઉપયોગ કરી શકો છો. તમારા માટે આ પદાર્થો ખુબ જ ઉપયોગી થશે. તમે બદામ તેમજ અન્ય ડ્રાઈફ્રુટનું સેવન કરો છો તો તેના લીધે તમને ખુબ જ ફાયદો થઇ શકે છે. તમારા શરીરમાં ફાઈબરયુક્ત અને પ્રોટીન યુક્ત ખોરાક લેવાથી વજન ઘટાડવામાં આ ફળનો ફાયદો મળી શકે છે. આ ગ્રીન ટી શરીરને શુદ્ધ કરવામાં ખુબ જ મદદ કરે છે. શરીરમાં લોહીના શુદ્ધીકરણ માટે પણ તે ઉપયોગી થાય છે.
તમારા શરીરમાં વજન ઘટાડવામાં હળદરવાળું દૂધ અને પનીર પણ ખુબ જ ઉપયોગી છે. શરીરમાં જરૂરી હોય તેવા બધા જ તત્ત્વો આ પનીરમાંથી મળે છે. જયારે હળદરમાં એવા ગુણ રહેલા હોય છે, કે જે તમારા શરીરને લાંબા સમયે ભરેલું ભરેલું રાખે છે, જેના લીધે તમારા શરીરમાં વજન વધતું નથી અને તમારું શરીર કાબુમાં રહે છે. પનીર શરીરમાં પ્રોટીન અને કેલ્શિયમની માત્રા ધરાવે છે, જે શરીરને ભરેલું ભરેલું રાખે છે તેમજ ભૂખ મટાડે છે.
આમ, આટલા પદાર્થોને તમે સેવન કરવામાં ઉપયોગ કરીને વજન ઘટાડી શકો છો. આ પદાર્થો તમે જો સેવન કરતા હોય તો તમારા શરીરનું આરોગ્ય પણ સારું જળવાઈ રહે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
Disclaimer: કોઈ પણ ઔષધિ કે આયુર્વેદ સારવાર (પ્રયોગ) વ્યક્તિની તાસીર અને વાતાવરણ આધારિત હોય છે કોઈ પણ આયુર્વેદ ઔષધ તમારા આયુર્વેદ તબીબનાં માર્ગદર્શન લઈને પ્રયોજવું
GOOD INFORMATION