જો તમે શાકાહારી હો અને દૂધ પણ ખુબ જ ઓછું પીતાં હોય વિટામીન-12ની ઉણપ સર્જાવાની પૂરી શક્યતાઓ છે. વિટામીન-12 શરીર માટે ખુબ જ ઉપયોગી છે. મોટા ભાગે વૃદ્ધો, મેટોફોર્મીન નામની દવા લેતા ડાયાબીટીસના દર્દીઓ અને શાકાહારી ખોરાક લેતા લોકોમાં વિટામીન બી-12 ની ઉણપ હોય છે. જે વર્ષો બાદ વિટામીન B12ના લક્ષણો દેખાવાના શરૂ થાય છે. જેના કારણે તેને ઓળખી શકવા મુશ્કેલ હોય છે. વિટામીન B-12 ઉણપને ક્યારેક ફોલેટની ઉણપ પણ માની લેવાય છે.
વિટામીન વિટામીન B12 ની ઉણપ ધરાવતા લોકોની ચામડીનો અને કીકીનો રંગ પીળો પડી જાય છે. જયારે કમળાનો રોગ થાય ત્યારે શરીરમાં બાહ્ય લક્ષણો દેખાય તેવી ચામડી દેખાય છે. આવું જયારે થાય કે શરીરમાં લાલ રક્ત કણો બનવાનું પ્રમાણ ઘટી ગયું હોય. વિટામીન રક્તકણો બનાવનાર DNAને બનાવવાનું કાર્ય કરે છે. વિટામીન B-12 વિના લાલ રક્ત કણો બનાવવા મુશ્કેલ થાય છે. આના લીધે શરીરમાં મેગાલોબ્લાસ્ટીક એનીમિયા થાય છે. જેમાં બોનમેરોમાં બનતા રકતકણો મોટા અને નાજુક હોય છે.
આ પ્રકારના રકતકણો મોટા હોવાથી બોનમેરો અને લોહી પરિભ્રમણ દરમિયાન પસાર થઇ શકતા નથી. જેના લીધે લોહીના રક્ત પરિભ્રમણ દરમિયાન લાલ રક્તકણોની સંખ્યા ઓછી હોય છે અને ચામડી પીળી દેખાવા લાગે છે. આવા પ્રકારના રક્તકણો નાજુક હોવાથી તૂટી પણ જાય છે. જેનાથી શરીરમાં બીલીરુબીનનું પ્રમાણ વધી જાય છે. બીલી રૂબીન આછા લાલ અને ભૂરા રંગનો પદાર્થ હોય છે. જે પીતાશયમાંથી ઉત્તપન્ન થાય છે. જયારે તેમાં જુના રક્તકણો તૂટે છે.
અશક્તિ અને થાક વિટામીન B-12ની ઉણપના સામાન્ય લક્ષણો છે. આમ થવાનું કારણ એ છે કે વિટામીન વિટામીન B-12ની ઉણપ હોવાથી હોવાથી શરીર રક્તકણ નથી બનાવી શકતું. જેના લીધે શરીરમાં ઓક્સીજનનું પુરતું ભ્રમણ નથી થતું. ઓક્સીજનનું પુરતું ભ્રમણ ન થતું હોવાથી આખો દિવસ થાક અને અશક્તિ લાગ્યા કરે છે. વૃદ્ધોમાં આ પ્રકારનો એનીમિયા જોવા મળે છે. જેને પેરેનેસીયસ એનીમા કહેવામાં આવે છે. જેના લીધે ઇન્ટ્રરીસ્ક નામનું મહત્વનું પ્રોટીન ઉત્પન્ન નથી થતું. આ પ્રોટીન વિટામીન B-12 ની ઉણપ થવાથી બચાવે છે. કારણ કે તે વિટામીન B-12 નો જઠરમાં સંગ્રહ કરે છે. જેથી શરીર તેને સોચી શકે.
શરીરમાં અશક્તિ આવે છે. વ્યક્તિને વધારે પ્રમાણમાં થાક લાગે છે. વ્યક્તિની ગતીશિલતામાં ફેરફાર થાય છે, મોઢું આવી જાય છે અને મોઢામાં ચાંદા પડે છે, શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવવાની સમસ્યાઓ થાય છે.
વિટામીન B-12 ની ઉણપથી પણ હાથ પગમાં ખાલી ચડે છે. હાલના સમયે ઘણા લોકોને આ વિટામીન બી-12 ની કમી જોવા મળતી હોય છે. જેના લીધે ઘણા લોકોને વારંવાર હાથ પગમાં ખાલી ચડે છે. વિટામીન બી 12 ઓછું હોય તો ખાલી ચડે છે. બી 12 નો રીપોર્ટ મોટી હોસ્પીટલમાં કે લેબોરેટરીમાં થતો હોય છે. જયારે આ રીપોર્ટમાં વિટામીન B-12 જયારે 200 પોઈન્ટથી ઓછું હોય ત્યારે તેની ઉણપ સર્જાય છે.
વિટામીન B-12ની સારવાર ન કરવામાં આવે તો ચાલવામાં અને હલનચલનમાં ફેરફાર થાય છે. જેના કારણે સંતુલન બગડી જાય છે. જેનાથી પડી જવાનો ભય રહે છે. 60 વર્ષથી વધારે ઉમરના લોકોમાં આ પ્રકારના લક્ષણો વધારે ઓવા મળે છે.
મોઢામાં ચાંદા પણ આ વિટામીન B-12ની ઉણપથી થાય છે. જીભ આવી ગઈ હોય તો જીભનો આકાર અને રંગ બદલાય જાય છે. જીભ સોજીને લાલ થઇ જાય છે અને જીભ લીસી લાગે છે અને તેમાં ચીરા પડી જાય છે. જેના કારણે યોગ્ય ખોરાક લઈ શકાતો નથી અને બોલવામાં પણ તકલીફ પડે છે.
વિટામીન B-12 ની ઉણપથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને ચક્કર પણ આવે છે. ખાસ કરીને કામ કરીએ ત્યારે આવી તકલીફ થાય છે. આવું થવાનું કારણ છે શરીરમાં રક્તકણોની ઉણપના કારણે ઓક્સીજન પૂરતા પ્રમાણમાં ભ્રમણ નથી કરી શકતો.
વિટામીન B-12 ની ઉણપથી જોવામાં પણ તકલીફ થાય છે. જેનાથી દ્રષ્ટિ નબળી પડે છે અને ધૂંધળું દેખાય છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો જ્ઞાન તંતુઓ જે આંખ સાથે જોવાયેલા છે તેને નુકશાન થાય છે. જેનાથી આંખોથી સિગ્નલ મગજ સુધી પહોંચે છે તે નબળા હોય છે.
વારંવાર મૂડ પણ વિટામીન B-12ની ઉણપથી બદલાય છે. આનાથી મગજમાં ચિતભ્રમ અને ડીપ્રેશન થઈ શકે છે. વિટામીન B-12 ની શરીરનું તાપમાન પણ ઊંચું જાય છે જેના લીધે તાવ પણ આવે છે.
વિટામીન B-12માંથી છુટકારો મેળવવા માટે આયુર્વેદિક રીતે ઘરે જ ઉત્તમ દવા બનાવીને આ ઉણપ પૂરી કરી શકાય છે અને ઘણા રોગોમાંથી બચી શકાય છે. આ માટેના ઈલાજ માટે 100 ગ્રામ દેશી ગોળ લેવો. વાપરવા માટે શુદ્ધ અને દેશી ગોળ હોવો જોઈએ. આ પછી 20 ગ્રામ ધાણા લેવા. આ ધાણાને તડકે સુકાવી લેવા. બરાબર સુકાઈ જાય એટલે તેને ખાંડીને કે દળીને પાવડર કરી લેવો. આ પાવડર બની જાય ત્યારે તેને છાલણી વડે છાળી લેવો.
આ પછી તેમાં 2 ચમચી દેશી ગાયનું શુદ્ધ ઘી નાખવું. આ મિશ્રણને ગરમ કરીને તળી શકાય તેવા વાસણમાં નાખીને બરાબર મિક્સ કરી લેવું. આ બાદ તેને થોડું ગરમ કરી લેવું. ગરમ થઈ ગયા બાદ તેને ગેસ કે ચૂલો બંધ કરીને નીચે ઉતારી લેવું અને ઠંડું પડવા દેવું.
ઠંડું પડી ગયા બાદ તેની નાની નાની ગોળીઓ બનાવી લેવી. આ ગોળીઓને ભેજ વિહીન કોઈ કાચના વાસણમાં કે બરણીમાં ભરી લેવી. જયારે શરીરમાં વિટામીન B-12 ની ઉણપના લક્ષણો જણાય ત્યારે આ ગોળીઓનું સવારે અને સાંજે સેવન કરવું. જેમાં આ ગોળીઓ સવારે નરણા કોઠે લઇ લેવી. અને આ ગોળી સુચાઈ ગયા બાદ તરત જ જમી લેવું. જયારે સાંજે જમ્યા પહેલા આ ગોળી લેવી અને ગોળી સુચાઈ જાય પછી તરત જ જમી લેવું.
આ ગોળી મોઢામાં નાખીને ઓગળી જાય ત્યાં સુધી ધીરે ધીરે સગળવી. આમ કરવાથી મોઢામાં લાળ બનવાનું શરુ થશે. આ લાળ સાથે ગોળી ભળ્યા બાદ ગળામાં ઉતારી જવાથી આપણું શરીર કુદરતી રીતે વિટામીન B12 બનાવશે. જેના લીધે શરીરમાં વિટામીનની ઉણપ પૂરી થશે. આ રીતે ઉપાય કરવાથી વિટામીન વિટામીન B-12 ની ઉણપ દુર થશે તેમજ નર્વસ સીસ્ટમ અને રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો થશે.
આ સિવાય વિટામીન બી-12 ની ઉણપ દુર કરવા માટે આથાવાળા ખોરાક જેવા કે ઢોકળા, ખમણ, ઈડલી, ઇદડા, આ બધા આથા વાળા ખોરાકમાં ભરપુર માત્રામાં B12 હોય છે. એટલે તેનું વધારે પ્રમાણમાં સેવન કરવું. ફણગાવેલ કઠોળ ખાવાથી પણ વિટામીન બી-12 ની ઉણપ દુર થાય છે. માટે જો B-12 જો 150 થી ઓછું હશે તો પણ કાબુમાં આવી જશે.
બી-12 જો 25, 30 કે 50 જેટલું નીચું જાય તો એલોપથી સારવાર કરાવવી, જેમાં ન્યુરોલીઓન નામનું ઈન્જેકશન આવે છે, જે 5 ઈન્જેકશનનો કોર્ષ કરવો જે B-12 ના ઈન્જેકશન આવે છે જે એકાંતરા દિવસે લઈ શકાય છે અને સાથે આ ઉપરોક્ત આથાવાળા ખોરાક અને ફણગાવેલા કઠોળ ચાલુ રાખવા. આ ઈન્જેક્શન લેવાથી બી 12 વધી જશે.
આમ, ઉપરોક્ત ઉપચારો દ્વારા શરીરમાંથી વિટામીન B-12ની ઉણપને દુર કરી શકાય છે. આ ઉપાય એકદમ સરળ અને સાવ સાદા તેમજ ખુબ જ અસરકારક પણ છે. અમે આશા રાખીએ કે ઉપરોક્ત બંને ઉપચારો વિટામીન B12ની ઉણપ દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી થશે.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.
મારે વારંવાર જમણા પગ માં શું થાય છે તેની ખબર નથી ક્યાં કોઈક અવાજ થાય ત્યારે મારો પગ અને માથા થી માડી ને જમણા પગ અંદર એક થી દોઢ સેકન્ડ માટે મને ભાણ તો હોય પણ મારો પગ એક દમ ઉપદી શકતો નથી થોડીક વાર પછી હું નોર્મલ થી જવું છે હવે મારે શું કરવું જોઈએ કોઈ યોગ્ય ઉપાય બતાવો તમારી મહેરબાની મારી થોડીક સમસ્યા દૂર મારી મદદ કરો તમારી મહેરબાની