લોકોને જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમાં તો શરીર સંબંધી બીમારીઓથી મુશ્કેલીઓ લોકોને અવાર નવાર આવે છે. આ આ સમસ્યાઓમાં વિટામીન B12 ની ઉણપ બધા તંદુરસ્ત વ્યક્તિઓને થતી સમસ્યા છે. આ સમસ્યાને લીધે આ સમસ્યાને લીધે બીજી અનેક બીમારીઓ આવવાની શક્યતાઓ રહેલી છે.
વિટામીન B12 ની ખામી હોય તો શરીરમાં કોઇપણ કારણ વગર હાથ અને પગમાં ખાલી ચડે છે. આ ખામીથી શરીર ફિક્કુ પડી જાય છે. આ લક્ષણોમાં નખમાં લાલાશ ન હોય, પગની પાછળની એડીમાં પણ લાલાશ ન હોય, શરીરમાં પીળાશ વધી જાય છે.
વિટામીન B12ની ખામી હોય તો શરીરમાં નબળાઈ અનુભવાય છે. જેના લીધે થોડું ચાલવાથી થાકી જવાય છે. કોઈ ઉંચી જગ્યાએ કે દાદરા ચડતા પણ થાક લાગે છે. સામાન્ય કામ કરવાનું થયા તો પણ થાક લાગે છે. આં સમસ્યાથી શરીરમાં માથામાં રહેલા વાળ બરછટ થઈ જાય છે. વાળ વધારે પ્રમાણમાં ખરવા લાગે છે.
આ સમસ્યાથી પરેશાન વ્યક્તિની દ્રષ્ટિમાં ખામી સર્જાય છે. આ વિટામીન B12ની ઉણપથી દર્દીની આંખોમાં અંધારા આવી જાય છે. ક્યારેક બેઠા હોય ત્યારે એકસાથે ઉભું થવામાં આવે ત્યારે આંખોમાં અંધારા આવે છે, ચક્કર આવવા લાગે છે.
ઘણી વખત આ સમસ્યાને લીધે મોઢાની અંદર વારંવાર ચાંદીઓ પડે છે. આ ચાંદીઓ પડવાને લીધે વ્યક્તિને મોઢામાં ખાવામાં વારંવાર તકલીફ પડે છે, જેથી આ વિટામીન B12ની સમસ્યાઓ હોય શકે છે. આ પછી ઘણી વખત પાચનની ક્રિયામાં પણ સમસ્યા આવે છે. ખોરાકનું પાચન બરાબર થતું નથી. પાચન તંત્રમાં વિટામીન વિટામીન B12નું પણ ઘણું મહત્વ છે. જેના લીધે ઘણી વખત એસીડીટી, કબજીયાત, ગેસ થવો જેવી સમસ્યા થાય છે આ પણ એક વિટામીન B12 ની સમસ્યાનું એક લક્ષણ છે.
પેશાબ સંબંધી સમસ્યાઓમાં પેશાબ ગરમ આવે છે. પીળા કલરનો પેશાબ આવે છે. આ પણ વિટામીન બીનું ખામીનું લક્ષણ છે. આ સિવાય પગના તળિયામાં બળતરા જોવા મળે છે. ઘણી આ સમસ્યામાં રાત્રે સુતી વખતે પગના તળિયામાં બળતરા જોવા મળે છે. આ બધા જ લક્ષણો વિટામીન બી 12ની ખામી હોય તો જોવા મળે છે.
આપણા શરીરને દરરોજનું 200 માઈક્રોગ્રામ જેટલા વિટામીન B12ની જરૂર પડે છે. આ સમસ્યાના ઈલાજ માટે ડોકટરો વિટામીન B12ની ખામી માટે ઇન્જેકશનો આપતા હોય છે. આ ઈન્જેકશનનો કોર્ષ કરવાથી વિટામીન B12 ની ઉણપ દૂર થાય છે. વિટામીન બી 12 ની ટેબ્લેટથી પણ આ સમસ્યાને ઠીક કરે છે. આ બધી જ દવાઓ માત્ર થોડા સમય પૂરતું પરિણામ આપતી હોય છે અને વિટામીન B12ની ઉણપ દૂર કરે છે. આ ઈલાજ કાયમી નથી.
જયારે આપણા આયુર્વેદમાં આ સમસ્યાને ઠીક કરવા માટે ખુબ જ ઉપયોગી થાય અને ખોરાક દ્વારા જ અને ઔષધિઓ દ્વારા જ વિટામીન B12ની ઉણપને દૂર કરી શકાય છે. અમે આ આર્ટીકલમાં વિટામીન B12ને કાયમી રીતે ઠીક કરવા માટેના ઉપાયો જણાવી રહ્યા છીએ.
ઘણા લોકો આ વિટામીન B12ની ઉણપને દૂર કરવા માટે માંસાહાર કરતા હોય છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે વિટામીન B12 માત્ર નોનવેજમાં જ મળે છે. માંસ કે મટન ખાવાથી તેની અંદર ભરપુર માત્રામાં વિટામીન B12 હોય છે. આ બધું ખાનારા લોકો માનતા હોય છે કે આવું ખાનારને વિટામીન B12ની ખામી ન થાય તેવું લોકો માનતા હોય છે. પરંતુ આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે આવા માંસ કે માંસાહારમાંથી વિટામીન B12 મળતું નથી.
દૂધનું સેવન કરવાથી વિટામીન B12ની શરીરમાં ઉણપ ઓછી થાય છે. પરંતુ જે લોકોને શરીરમાં ચરબી વધારે પ્રમાણમાં હોય, શરીર વધારે હોય તેવા લોકોને દૂધનો ઉપયોગ કરતા પહેલા તેમાથી મળી કાઢી લેવી જોઈએ. જેથી શરીરની વધવાની સમસ્યા રહેતી નથી. માટે વિટામીન 12 ની સમસ્યાના ભરપૂર સ્ત્રોત માટે ગાયનું દુધ તો અતિ ઉત્તમ છે. ગાયના દૂધમાં B12 વધારે પ્રમાણમાં હોય છે.
કઠોળ પણ શરીરમાં અનેક પોષક તત્વો અને પ્રોટીન શરીરમાં પૂરા પાડે છે. ફણગાવેલા કઠોળમાં વિટામીન વિટામીન B12 હોય છે. ફણગાવેલા કઠોળમાં મગ, મઠ અને ચણા ખુબ ઉપયોગી છે. જેમાં પણ મગ તો અતિ ઉત્તમ છે. મગને પલાળીને એક બે દિવસ રહેવા દેવાથી તેમાંથી અંકુર થાય છે. જે અંકુરીત મગને બાફીને ખાવાથી શરીરમાં વિટામીન B12 પૂરું પાડે છે. વિટામીન B12 માટે કાચા મગ ખુબ જ ઉપયોગી છે. આ કાચા ફણગાવેલા મગમાં ચાટમસાલા, સિંધવ મીઠું, ઝીરું પાવડર નાખો. તેને બરાબર ચાવી ચાવીને ખાઈ લેવાથી તેમાંથી ભરપૂર માત્રામાં વિટામીન B12 મળે છે.
સોયાબીનનું દૂધ ભરપૂર માત્રામાં વિટામીન B12 ધરાવે છે. સોયાબીનથી બનેલી વસ્તુઓને વાપરવાથી શરીરમાં ભરપૂર માત્રામાં વિટામીન B12 મળે છે અને શરીરમાં આ તત્વની ઉણપ પૂરી થાય છે. આ રીતે સોયાબીનનું દૂધ પણ વસ્તુઓમાં વાપરી શકાય છે.
આથા વાળા ખોરાક લેવાથી શરીરમાં વિટામીન B12ની ઉણપ દૂર થાય છે. જેમાં આથાવાળા ખોરાક તરીકે ખમણ, ઢોકળા, ઈડલી વગેરે આથો નાખીને બનાવવામાં આવે છે. જે આથાની તેમાં એક પ્રકારની ફૂગ ઉત્પન્ન થાય છે. આ ફૂગ વિટામીન B12 નો ભરપૂર સ્ત્રોત ધરાવે છે.
બ્રાઉન ચોખા શરીરમાં વિટામીન B12ની ઉણપ પૂરી કરે છે. આ ચોખામાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન B12 હોય છે. આજના સમયે લોકો એકદમ સ્વચ્છ સફેદ કલરના ચોખા ખાવાના શોખીન થઈ ગયા છે. જેના લીધે શરીરમાં આ બધી ઉણપ જોવા મળે છે. જેના લીધે એકદમ વ્હાઈટ રાઈસ અને પુલાવ લોકો ખાય છે. પરંતુ તેમાં આ બ્રાઉન ચોખા જેવા વિટામીન B12 પૂરતા પ્રમાણમાં હોતું નથી. ચોખામાં ઉપર રહેલું બ્રાઉન કલરનું પડ વિટામીન B12નો ભરપૂર ભંડાર છે. માટે આ બ્રાઉન કલરના ચોખા લાવીને તેની ખીચડી બનાવીને તે ખીચડી મોળા દહીં સાથે એટલે કે તેમાં એકથી બે ચમચી જેટલું મોળું દહીં નાખીને ખાવાથી ફાયદો થાય છે. દહીંમાં રહેલા લેકટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા આપના નાના આંતરડામાં રહે છે અને તે વિટામીન B1નું પાચન કરવાનું કાર્ય કરે છે.
જેથી આ ચોખામાં બે ચમચી જેટલું દહીં નાખીને સેવન કરવું જોઈએ. ઘણી વખત આપણે વિટામીન બી 12 વાળા અનેક ખોરાક લઈએ છીએ પરંતુ પાચન કરનાર બેક્ટેરિયાના અભાવે તે શરીરમાં વિટામીન બી 12 પૂરતું મળતું નથી. માટે આ રીતે વિટામીનની ઉણપ દૂર કરે તેવા આ પાંચ સ્ત્રોત લેવા જોઈએ.
આમ, વિટામીન 12ની ઉણપ દૂર કરવામાં આ ઉપરોક્ત ખોરાક ખુબ જ ઉપયોગી છે. આ ખોરાકનું સેવન કરવાથી શરીરમાં થતી વિટામીન બી૧૨ની ઉણપ પૂરી થાય છે. આ ખોરાક આપણે રોજબરોજ લેતા હોઈએ તેવા ખોરાક લેવાથી શરીરમાં કોઈ વધારાની આડઅસર થતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.