આજના સમયે કોરોના બાદ ઘણા લોકો મ્યુકોરમાઈકોસીસના રોગનો ભોગ બન્યા છે. આ રોગ કોરોનામાંથી રીકવર થયા બાદ દર્દીઓમાં જોવા મળે છે. દર્દીઓને સતત એકના એક માસ્ક લાંબો સમય પહેરી રાખવાથી અને ઓક્સીજન લેવાના મશીનોની નળીઓ દ્વારા ફૂગનું સંક્રમણ ફેલાવાથી ફંગલ ઇન્ફેકશનથી થતો આ રોગ થાય છે. આજે ગુજરાત સહીત ઘણા રાજ્યોના લોકો આ રોગથી પરેશાન થયા છે.
જો આ રોગમાં બરાબર કાળજી લેવામાં ન આવે તો દાંત, આંખ, નાક વગેરે જગ્યાઓ પર આ બ્લેક ફંગસનું સંક્રમણ થાય છે અને વધારો થતા તેની તકલીફ વધી જાય છે કે જેનાથી દર્દીને આંખો કાઢવા જેવી સ્થિતિ પણ ઉભી થાય છે. જયારે આયુર્વેદમાં આ રોગને અટકાવવાના ઉપાયો વર્ષોથી ઉપલબ્ધ છે.
આ રોગ ફુગથી થાય છે અને તે કોરોના બાદ દર્દીની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે એટલા માટે ફૂગના આ રોગ સામે શરીર પ્રતિકાર કરી શકતું નથી જેના લીધે આ રોગ ફેલાય છે, જયારે ડાયાબીટીસના દર્દીઓની ઈમ્યુનિટી ખુબ જ ઓછી હોવાથી આ લોકોમાં પણ આ રોગ વહેલા ફેલાય છે.
જ્યારે મેડીકલમાં આ સારવાર ખુબ જ ખર્ચાળ છે, જયારે આયુર્વેદ સાવ મફતમાં આ રોગ સામે લડી શકે છે તેવી આશા તળાજાના ડૉ. મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા મ્યુકોરમાઈકોસીસમાં તેમની આયુર્વેદ પદ્ધતિથી બ્લેક ફંગસ રક્ષણ મેળવાની પદ્ધતિમાં સફળતા મેળવી છે. ‘
આ પહેલા પણ કોરોના રોગ સામેની પદ્ધતિ પણ તેઓને ખુબ જ સફળ રીતે કોરોનાના દર્દીઓને આયુર્વેદ દ્વારા રીકવર કર્યા હતા. જેના લીધે ગુજરાતના આરોગ્ય સચિવ ડૉ. જયંતી રવિએ તેમની કોરોના સામેની આયુર્વેદ પદ્ધતિને સફળ ગણાવી હતી. અને ઘણા લોકોને તેઓને કોરોનામાં રીકવર કર્યા છે.
મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા ભાવનગર શહેરમાં ઘણા બધા ટન ગળોનું વિતરણ કરાવ્યું હતું કે જેથી શહેરના લોકોને લીલી ગળો સરળતાથી મળી રહે અને કોરોના સામે લોકો રક્ષણ મેળવી શકે. આયુર્વેદમાં લીલી ગળોનું મહત્વ અને અસર વધારે હોય છે.
તેઓ આ પહેલા દિહોરના મેડીકલમાં આયુર્વેદ ઓફિસર હતા અને તેની કોરોના અને વજન ઘટાડવું તેમજ બીજા અનેક રોગોમાં દર્દીઓને ખુબ જ સારી સફળતા આયુર્વેદ પદ્ધતિથી અપાવી છે, માટે ગુજરાતના મોટા મોટા શહેરમાંથી આયુર્વેદિક સારવાર લેવા માટે આવે છે.
હાલમાં કોરોના અને મ્યુકોરમાઈકોસીસના રોગ વધતા અને લોકોને તેની પદ્ધતિ પસંદ આવતા અને તેમની સફળતા જોતા લોક માંગને લીધે ભાવનગર કલેકટર દ્વારા તેમની કોરોના અને બ્લેક ફંગસની ખાસ કેર માટે દિહોર આયુર્વેદ દવાખાનામાંથી તળાજા આયુર્વેદ હોસ્પિટલમાં માં ફરજ પર મુકવામાં આવ્યા છે. તેમની બદલી અને સરાહનીય કામગીરી બદલ તળાજાના ધારા સભ્ય દ્વારા પણ તેમની બદલીના મેસેજ વાયરલ કરવામાં આવ્યા અને તેમની પ્રશંસા કરવામાં આવી છે.
હાલ વૈધ ડૉ. મહેન્દ્રસિંહ સરવૈયા તળાજા ખાતે આયુર્વેદિક હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે અને તેમની પદ્ધતિ બ્લેક ફંગસ મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની છે તેમની આ હોસ્પીટલમાં 100 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી તેમાંથી એકપણના મોત થયા નથી અને તેમને 100ટકા રીઝલ્ટ મેળવ્યુ છે. તેમની આ પદ્ધિત આયુર્વેદની દ્રષ્ટીએ સમગ્ર વિશ્વ માટે આશા જગાડી છે.
તેમની આ પદ્ધતિની નામના એટલી બધી ફેલાયેલી છે કે ઓપરેશન કરાવ્યા બાદ પણ જે લોકોને જેને પરેશાની રહેતી હોય છે તેઓ અહીંયા સારવાર માટે આવે છે અને થોડા જ સમયમાં તેઓ રીકવર પણ થાય છે. વૈધ ડૉ મહેન્દ્રસિંહજી સરવૈયાને કોરોના અને બ્લેક ફંગસના ખાસ કેર માટે ફરજ પર મુકવામાં આવ્યા છે ત્યારથી તેમની લોકો સારવાર લઇ રહ્યા છે.
અત્યારે ખાસ આ ફંગસને લીધે માથામાં કૃમિ, અસ્થીમજ્જા જવી તકલીફને દૂર કરે છે. જેના આયુર્વેદ પદ્ધતિથી શરીરમાંથી ઝેર ઓછું કરીને રોગ પ્રતિકારક શક્તિ વધારીને દર્દીઓની સારવાર કરવામાં આવે છે.
ઘણા લોકોએ અહિયાં લાભ મેળવ્યો છે અને ફાયદો થયો છે તેમની વાત સાંભળી અન્ય લોકોપણ તળાજામાં આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર લેવા માટે વધી રહ્યા છે. ઘણા લોકો છે ક રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી પરત ફરીને તળાજામાં આયુર્વેદ હેઠળ સારવાર લેવા આવ્યા અને તેઓને માત્ર 36 કલાકમાં બ્લેક ફંગસમાં રીકવરી મળી છે.
જુનાગઢથી પણ દર્દીઓ આવેલા તેમને બ્લેક ફંગસનું ઓપરેશન કરાવ્યું હતુ અને હજુ વધારે તકલીફ જણાતા તેમને દાંત અને હાડકું કાઢવાનું અને દોઢ લાખ રૂપિયાનો ખર્ચ જણાવ્યો ત્યારે તેઓએ તળાજા આયુર્વેદ હોસ્પિટલમાં મહેન્દ્રસિંહ સરવૈયા પાસેથી સારવાર મેળવી અને ત્રણ દિવસમાં જ તેમને રસી બંધ થઇ અને બ્લેક ફંગસમાં રીકવરી મળી તેમજ તેમનો દોઢ લાખનો ખર્ચ પણ બચી ગયો.
અત્યારે મેડીકલ સારવાર પણ પૂરી સફળ થઈ શકે તેમ નથી ત્યારે આયુર્વેદ ખરેખર ખરું ઉતર્યું છે. ડૉ. મહેન્દ્રસિંહ સરવૈયા વૈધ વર્ષોથી આયુર્વેદ સાથે સંકળાયેલા છે અને આયુર્વેદ યુનિવર્સીટીમાંથી ડીગ્રી મેળવેલી છે અને તેઓને આપણી પ્રાચીન આયુર્વેદ પદ્ધિત પર પૂરો વિશ્વાસ હોવાથી તેમને ઘણા રોગને કાબુમાં કરવાથી પદ્ધતિઓ પોતાના અનુભવને આધારે સફળ થાય છે.
આમ, હવે અત્યારે કોરોના અને બ્લેક ફંગસ બંને રોગનો દુનિયામાં ખતરો રહ્યો છે અને ત્યારે આયુર્વેદ આ પદ્ધતિમાં સફળ રહ્યું છે. આયુર્વેદમાં જણાવેલ ઉકાળો અને નાસ પદ્ધતિ તેમજ બીજી પદ્ધતિઓ દ્વારા કોરોના સામે ઘણા લોકોએ રક્ષણ મેળવ્યું છે. મહેન્દ્ર સિંહ સરવૈયા દ્વારા સૂચવેલ ઉકાળો અને મગનું પાણી તથા નાસ પદ્ધતિથી ઘણા લોકોને ફાયદો થયો છે તેવી જ રીતે બ્લેક ફંગસમાં પણ તેમની આયુર્વેદ પદ્ધતિ સફળ થઇ રહી છે તે દુનિયા માટે એક આશાનું કિરણ છે. તેમની આ પદ્ધતિની ચર્ચાઓ સમાચાર પત્રો અને ટીવી સમાચારમાં તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. અમે આશા રાખીએ કે તેમની આ આયુર્વેદિક પદ્ધતિ વધુને વધુ લોકોને ફાયદો કરે અને બ્લેક ફંગસના આ રોગ સામે લોકો રાહત મેળવે.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.