શું તમારા સાંધાના દુખાવામાં બળતરા થાય છે?, ગુમડા જલ્દી પાકી જાય અને સંપૂર્ણ મટાડવા માંગો છો?, કોઈને પેશાબમાં બળતરા થાય છે?, ઉધરસ કાયમી થઇ ગઈ છે અને મટતી જ નથી?. શું આવી બધી જ સમસ્યાઓથી તમે પીડાઈ રહ્યા છો?. તો આ આવી ઘણી બધી જ સમસ્યાઓમાં એક ઉપયોગી ઔષધિય વનસ્પતિ છે ઉંધાફૂલી છે, જે એક અમૃત જેવું કાર્ય કરે છે.
આ લેખમાં આવી અદ્ભુત ઔષધી વિશે જણાવી રહ્યા છીએ કે તે તમારા માટે ખુબ જ ઉપયોગી છે. સૌપ્રથમ આ વનસ્પતિ વિશે જોઈએ તો તમામ વેરાન જગ્યામાં કે વગડામાં બધે જ જોવા મળે છે. આ વનસ્પતિ તેનાં નામ પ્રમાણે તેના ફૂલ ડાળી ઉપર ઉંધા આવેલા હોય છે. જેના પરથી ગુજરાતીમાં તેને ઊંધાફૂલી કહે છે.
આ વનસ્પતિને સંસ્કૃતમાં રોમાલું તરીકે ઓળખવામાં આવે છે. આ વનસ્પતિના પાંદડા તેમજ બધી જ જગ્યાઓ પર રુંવાટી જોવા મળે છે. તેનીડાળીઓ, ફૂલ પર, કુંપળો પર બધે જે રુવાંટીઓ જોવા મળે છે. હિન્દીમાં આ વનસ્પતિને ઉંધાફુલી કહે છે જ્યારે લેટિનમાં તેનું નામ trichodesma indicum. છે.
આ છોડને ઓળખવા માટે અ છોડ ખાસ કરીને ચોમાંચામાં ઘણા જ ઉગી નીકળે છે. તેના આખા છોડ ઉપર રુવાંટી હોય છે. જેમાં જીણી જીણી લાળો જેવી રુવાંટી હોય છે. તેના પાન પણ બરછટ હોય છે. આ છોડ ચોમાચા સિવાય ઉનાળામાં પણ ખેતરના શેઢા જેવા વિસ્તારમાં જીવિત રહી શકે છે. તેને ઓળખવી પણ ખુબ જ સહેલી છે. તેના પાન ઊંધા હોય છે. જેના પરથી તેને ઓળખી શકાય છે.
આ વનસ્પતિના છોડના ફૂલના કલર ફિક્કા ગુલાબી રંગના હોય છે. આ પરથી પણ આ વનસ્પતિને ઓળખી શકાય છે. આ વનસ્પતિ અમે જણાવી રહ્યા છીએ તેમ આયુર્વેદની દ્રષ્ટીએ ખુબ જ ઉપયોગી છે. આ વનસ્પતિનો સૌથી મોટો ગુણ હોય તો તે મૂત્રલ ગુણ છે. આ વનસ્પતિનું પ્રાચીન આયુર્વેદિક બુકોમાં ખુબ જ વર્ણન કરવામાં આવ્યું છે.
આ વનસ્પતિનો ઉપયોગ જો કોઈને સાંધાના દુખાવા હોય, સાંધાના દુખાવા સાથે બળતરા થતી હોય, ત્યારે આ ઉંધાફૂલીના છોડના મૂળ લેવા. આ મૂળને એક પથ્થર સાથે ઘસીને તેને પેસ્ટ જેવું બનાવી લેવું. આ મૂળની જે પેસ્ટ બને તેને બળતરા ઉપર ચોપડવામાં આવે તો તે ખુબ જ સારુ અને અદભુત પરિણામ આપે છે. આ એક તેના મૂળનો પ્રયોગ છે.
જો કોઈ વ્યક્તિને ગુમડા થયા હોય અને ઘણી દવાઓએ કે ઉપચાર કરવા છતાય મટતાં ન હોય, ત્યારે ઊંધાફૂલીના પાન લેવા. આ પાનને વાટીને તેને છુંદીને તેની પોટીસ બનાવવી. આ પેસ્ટનું એકદમ ચટણી જેવું બનાવી લેવું. આ પેસ્ટને જ્યાં ગુમડા હોય ત્યાં ચોપડવું. આ ઉપાય કરવાથી ગુમડું જલ્દી પાકી જાય છે અને રૂઝ પણ આવે છે. આ એક ખુબ જ ઉપયોગી ઉપચાર છે.
જો તમારે મોઢા પરની કરચલીઓ દૂર કરવી હોય તો, આ કરચલીઓ ઉમરના પરિણામે ચહેરા પર દેખાતી હોય છે. ઘણી વખત આ કરચલીઓ ઉમર મોટી ન થઇ હોવા છતાંપણ દેખાતી હોય છે.આ કરચલી પડે ત્યારે ચહેરા પર ઊંધા ફૂલીના પાન લઈને પેસ્ટ બનાવીને તેનો રસ ચહેરા પર લગાવવાથી ચહેરાની સુંદરતા આવે છે.
ઊંધાફૂલી ઉધરસનાં ઇલાજમાં પણ ઉપયોગી છે. આ માટે ઊંધા ફૂલીના બીજ લેવા. આ બીજ લઈને તેનો ભૂકો કરી લેવો. આ ભૂકો કરીને આ ભૂકામાં મધ નાખવું. આ ભૂકામાં મધ નાખીને તેની ચણા જેવડી ગોળીઓ બનાવી લેવી. આ ગોળીનું ઉધરસ ઉપર સવાર અને સાંજ ઉપયોગ કરવામાં આવે તો ખુબ જ સારું પરિણામ મળે છે.
જો કોઈને પેશાબમાં બળતરા થતી હોય, તો તેવા લોકોએ આ ઉંધાફૂલીનો સંપૂર્ણ છોડ લેવો. આમ, આ સંપૂર્ણ છોડ લઈને તેનો મૂળ સાથે, પાન સાથે, ડાળી સાથે, ફૂલ સાથે, ફળ સાથે લઈને તેના પંચાંગને લઈને આ સંપૂર્ણ છોડ તેને આખો પાંખો ખાંડી એક ગ્લાસ પાણી નાખી, આ આખો પાંખો ખાંડેલો છોડ તેમાં નાખી તેને ઉકાળવો. આ ઉકાળ્યા પછી અડધો ગ્લાસ પાણી રહી જાય પછી તેને ઉતારી લેવું. આ પાણી ઠંડું પડી જાય પછી આ પાણીમાંથી 10 થી 15 મિલી જેટલું પીવું. આ મિશ્રણ સવારે અને સાંજે તેને ભૂખ્યા પેટે પીવું. આ રીતે તમે પ્રયોગ કરશો તો એટલે તમારા પેશાબમાં જે બળતરા થતી હોય તે એકદમ શાંત થઇ જાય છે.
આમ, આ એક પ્રાચીન આયુર્વેદિક જડીબુટ્ટી છે. જેનો ખુબ જ સારો ઉપયોગ થાય છે. જે ઉપરોક્ત ઘણા બધા જ રોગોની સારવારમાં થાય છે. આ એક ખુબ જ ઉપયોગી અને ખુબ જ સારું એવું અસરકારક પરિણામ આપતી ઔષધિ છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.