આ એક થોર જાતિમાં જોવા મળતો છોડ છે, જેનો ઉપયોગ ઘણી જગ્યાએ વાડમાં સુશોભન માટે પણ કરવામાં આવે છે. જે એક પ્રકારે વેલ જેવા હોય છે. જેના પર ગુંદા જેવા લીલા અને પછી લાલ ફળ આવે છે. આ છોડ લગભગ ભારતના બધા જ વિસ્તારોમાં જોવા મળે છે. જેને ગુજરાતીમાં ડીંડલીયો થોર કહેવામાં આવે છે તેમજ ગુજરાતના અમુક સ્થાનિક પ્રદેશમાં તેને ચૌધરી તેમજ હારસાંકળ પણ કહે છે. આ છોડ હાકડાને જોડવા માટે ખુબ જ ઉપયોગી હોવાથી તેને આપણા દેશમાં અસ્થિસંહાર અને હડજોડ તરીકે ઓળખવામાં આવે છે.
આ અસ્થીસંહારના છોડમાં ખુબ જ પ્રમાણમાં ઔષધીય ગુણ મળી આવે છે જે ભાંગેલા હાડકાને મજબુત કરે છે અને તૂટેલા હાડકાની પ્રક્રિયાને વધારી દે છે જેનાથી ખુબ જ ઓછા દિવસમાં હાડકા જોડાઈ જાય છે. તેમાં ખુબ જ શ્રેષ્ઠ પોષકતત્વો હોય છે જે હાડકાઓને મજબૂત કરે છે. આપણા હાડકા સ્ટીલથી દશ ગણા મજબૂત હોય છે.
જેના લીધે આપણા શરીરથી ઘણો વધારે ભાર આપણે ઉઠાવી શકીએ છીએ. પરંતુ જ્યારે આપણા શરીરમાં કેલ્શિયમ વગેરે તત્વોની ઉણપ થવા લાગે છે ત્યારે આપણા હાડકા કમજોર થઈ જાય છે અને નાની મોટી ઈજાથી પણ તૂટી જાય છે. આ માટે અસ્થીસંહારનો પ્રયોગ કરવામાં આવે છે કે જેથી આપણા હાડકા મજબુત બને.
આ છોડની અંદર પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, પેક્ટીન, મ્યુસીલેશ, કેલ્શિયમ, ઓક્ઝેલેટ, વિટામીન એ, વિટામીન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ તથા ફોસ્ફેટ મળી આવે છે. અસ્થીસંહાર આયુર્વેદ અનુસાર તીખ્ત, કટુ, મધુર, ઉષ્ણ, લઘુ, ગુરુ, રૂક્ષ, કફ-વાત શામક, પાચક, બલકારક, દીપન તથા દસ્તાવર ગુણ ધરાવે છે. આ અસ્થીસંહાર બવાસીર, નેત્ર રોગ, શ્વાસ રોગ, કૃમિ, વૃદ્ધિ રોગ, ઘાવ, વાત રોગ, સુજન, હાડકાના રોગ વગેરેમાં ખુબ જ ઉપયોગી છે.
પાચન સંબંધી વિકારોને દૂર કરવા માટે અસ્થીસંહારના પાંદડાનો પ્રયોગ કરવામાં આવે છે. અસ્થીસંહારના પાંદડાનો રસ પાંચથી દશ મિલીની માત્રામાં લઈને મધમાં ભેળવીને પીવરાવવાથી પાચન ક્રિયા ઠીક થઈ જાય છે અને પેટ દર્દની સમસ્યા પણ દૂર થાય છે.
અસ્થીસંહારની ડાળીનો પ્રયોગ વધારે કરવામાં આવે છે. કોઈ કારણસર ફ્રેકચર થઈ જાય અને હાડકા તૂટી જાય છે તેવા સમયે અસ્થીસંહારનો પ્રયોગ કરવો ખુબ જ લાભકારી છે. જો અસ્થીસંહાર ન મળી શકે તો તેનાથી બનતી કેપ્સુલ અને દવાઓ આયુર્વેદિક સ્ટોર પર મળી રહે છે તેમજ ઓનલાઈન પણ મળે છે, જેમાં પતંજલિ, હિમાલયા, ધનવંતરી કંપનીની તૈયાર દવાઓ ઉપલબ્ધ છે.
અસ્થીસંહાર દેશી ઓસડીયા વાળાની દુકાનેથી પણ મળી રહે છે તેને સુકાવીને વાટીને તેનું ચૂર્ણ બનાવીને પ્રયોગ કરી શકો છો. તેની સુકાયેલી ડાળીઓ ઓનલાઇન પણ મળે છે. જેને તમે મંગાવી શકો છો. તેને ઘરે પીસીને કે ખાંડીને પાવડર બનાવી શકાય છે. 2 થી 3 ગ્રામની માત્રામાં આ પાવડરનું દુધની સાથે સવારે અને સાંજે સેવન કરવાથી તૂટેલા હાડકા ખુબ જ ઝડપથી જોડાવા લાગે છે. આ સૌથી આસાન અને સરળ ઉપયોગ છે.
અસ્થીસંહારના પાંદડા અને ડાળીઓને બારીક વાટીને લેપ તૈયાર કરીને આ લેપને લગાવવાથી પણ તૂટેલા હાડકાનું દર્દ, સોજો ધીરે ધીરે નાબુદ થાય છે. અસ્થીસંહારનો કાચો ઉપયોગ નહિ કરવો કારણ કે તે મોઢાને તતડાવી મુકે છે અને મોઢું આવી જાય છે. એટલા માટે અસ્થીસંહારનું ઘીમાં તળીને સેવન કરવામાં આવે છે. ઓછામાં ઓછા 15 દિવસ સુધી નિયમિત રીતે અસ્થિસંહારનું સેવન કરતા રહેવાથી હાડકાના બધા જ પ્રકારના રોગ ઠીક થઈ જાય છે. જેમાં સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુઃખાવો, કમરનો દુઃખાવો, પીઠનો દુઃખાવો વગેરે મટે છે તથા તે વાત, વાયુ એટલે કે વાની સમસ્યાઓને દૂર કરે છે.
જે લોકોને હંમેશા કમરની ઉપરના ભાગે મણકા અને રીઢના હાડકામાં દર્દ રહ્યા કરે છે તેઓએ અસ્થિસંહારના પાંદડાને વાટીને તેમાં થોડીક હળદર ભેળવીને ગરમ કરીને તેનો રિઢના હાડકા પર લેપ કરી દેવાથી રીઢના હાડકાની સમસ્યા ઠીક થાય છે. એટલે કે શરીરના પાછળના મણકાનો દુખાવો ઠીક થાય છે. આ લેપ કર્યા બાદ ઉપર થોડો થોડો શેક પણ કરવો જોઈએ કે જેથી વધારે લાભ મળે છે. આ પ્રયોગ સતત થોડા જ દિવસો કરવાથી આ દર્દ સાવ નાબુદ થઈ જાય છે.
ચાલવા ફરવાથી અને ખોટી જગ્યાએ પગ રાખવાથી પગમાં મચકોડ ઘણા લોકોને આવી જાય છે. જેમાં ખુબ જ દર્દ થાય છે. આ મોચ- મચકોડને ઠીક કરવા માટે, મચકોડના દર્દને ઠીક કરવા માટે તેમજ સોજાને ઉતારવા માટે અસ્થિસંહારનો પ્રયોગ ખુબ જ લાભકારી છે. અસ્થિસંહારની ડાળીઓને વાટીને લુગદી બનાવી લેવી અને તેમાં તલનું તેલ નાંખીને પકાવવું. પકાવ્યા બાદ તેને ગાળીને રાખી લેવું. આ તેલને કોઈ કાચની બોટલમાં ભરી લેવું અને આ તેલ જરૂર પડે ત્યારે આ તેલની માલીશ કરવાથી મચકોડનો દુઃખાવો, સોજો વગેરે ઠીક થઈ જાય છે. આ તેલને સામાન્ય દર્દ પર પણ લગાવી શકાય છે જેનાથી લાભ થાય છે.
અસ્થિસંહાર ચામડીના રોગોમાં પણ ખુબ જ લાભકારી છે. તેના મૂળને સપાટ પથ્થર પર વાટીને દાદ, દાદર, ધાધર, ખાંજ, ખુજલી, ખસ, ખરજવું અને ઘાવ પર લગાવવાથી ઘાવ જલ્દી ભરાવા લાગે છે અને ચામડીના રોગ ઠીક થઈ જાય છે.
જ્યારે શરીરનું કોઈ અંગ સોલાય જાય કે ઘસાય જાય તેમજ ઈજા થાય કે કોઈ ભાગ કપાય તો ત્યાંથી લોહી નીકળવા લાગે છે. આ જગ્યા પર હડજોડને વાટીને કે પીસીને લગાવવાથી લોહી નીકળવાનું રોકાઈ જાય છે અને કપાયેલ ભાગ જોડાવા લાગે છે.
જે લોકો વાના રોગોથી પરેશાન છે તેઓ અડદની દાળ, તલનું તેલ તથા અસ્થિસંહારનો પાવડર આ બધાને લોટમાં ભેળવીને રોટલી બનાવીને ખાવાથી વાના રોગમાં નિશ્વિંત આરામ મળી જાય છે.
આમ, આ અસ્થિસંહાર, હડજોડ વાસ્તવમાં હાડકા સંબંધીત સમસ્યાઓમાં રામબાણ ઔષધી છે. આ છોડથી ઈલાજ કરવાથી ખુબ જ ઝડપથી હાડકા જોડાય કે અને હાડકાના રોગો અને દુખાવાઓ તેમજ સોજા મટાડે છે. અસ્થિ સંહાર આયુર્વેદમાં આ છોડનું મહત્વ ખુબ જ રહેલુ છે. અમે આશા રાખીએ કે આ અસ્થી સંહાર માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમને થયેલી હાડકાની તમામ પ્રકારની સમસ્યાઓને મટાડે.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.