આજકાલના સમયમાં બદલાતી જીવનશૈલીના કારણે મોટાભાગના લોકો દેશી ઔષધિથી બનતા પીણા પીવાનું ભૂલતા જાય છે, અને તેની જગ્યાએ તે મોંઘા અને નુકશાન કરનાર ઠંડા પીણાનો ઉપયોગ કરે છે. જેના પરિણામે અનેક બીમારીઓનો ભોગ બને છે. જયારે આપણા વડીલો ઠંડા પદાર્થોમાં કુદરતી રીતે મળતા પીણાનો ઉપયોગ કરતા હતા પરિણામે આરોગ્યપ્રદ જીવન જીવતા હતા, જેથી આજે પણ આપણા વડીલોનું સ્વાસ્થ્ય આપણા કરતા પણ શ્રેષ્ઠ હોય છે, તેઓ ઠંડા પીણામાં તકમરિયા, લીંબુનું સરબત, ફુદીનાની ચા વગેરેનો પીણા તરીકે કરતા હતા.
આજે આમાંથી મોટા ભોગના લોકોને મનપસંદ એવા તકમરિયા વિશે ચર્ચા કરીશું. તકમરિયાએ જંગલ અને ગામડામાં થતી વનસ્પતિ છે. જેના બીજને પાણીમાં પલાળતા તે ફૂલી જાય છે. આ અત્યારે તેનો ઉપયોગ અનેક ઠંડા પીણામાં થાય છે. જેની પ્યાલી, જ્યુસ, ગોળા અને સરબત વગેરેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
આયુર્વેદમાં તકમરિયા વિશે ઉલ્લેખ જોવા મળે છે. તકમરિયાને તુલસીના છોડ જેવો છોડ હોય છે, સાથે તુલસીની મંજરીની જેમ ફૂલ અને તેમાં બીજ આવે છે, જેને તકમરિયા તરીકે આપણે ઓળખીએ છીએ. આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે તકમરિયા અનેક રોગોને મટાડે છે. તકમરિયાએ જંગલી તુલસી જાતિનો જ એક છોડ છે. ભારતમાં પ્રાચીન સમયથી જોવા મળતો આ છોડ છે જેનો વર્ષોથી ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તકમરિયાને એન્ગ્રેજીમાં બેસિલ સીડ્સ કહેવામાં આવે છે.
તકમરિયાનું ફૂલ રતાશ પડતું હોય છે. એના બીજ કાળા થાય છે, જે સ્વાદે તીખા, કડવા, તૂરા તથા ગરમ હોય છે કહેવામાં આવે છે કે તકમરિયા એ મૃત્યુ સિવાય બધા જ રોગોની દવા છે. તકમરિયાના બીજનો દવા તરીકે ઉપયોગ થાય છે. જેમાં તેને આખે આખા, વાટીને, પીસીને, મધ કે પાણી સાથે ભેળવીને તેમજ તેનું તેલ કાઢીને ઉપયોગ કરવામાં આવે છે.
તકમરિયા ગુણમાં શીતળ, તાવ મટાડનાર અને વાતહર છે. તકમરિયા રૂચી વધારે તથા જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે. નાના બાળકોને દાંત આવવાના સમયે થતા ઝાડા મટાડવા માટે ઉપયોગી છે. તકમરિયાના બીજમાં સેપોનીન નામનો પદાર્થ હોય છે. પેશાબ લાવવું, સ્ખલન અટકાવવું, માસિકનો દુખાવો ઘટાડવો વગેરે સમસ્યાનો ઈલાજ તકમરિયા દ્વારા થાય છે.
ઉનાળામાં તકમરિયાનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે. ઉનાળા તકમરીયાનું જ્યુસ બનાવીને પી શકાય છે. તકમરિયાના બીજને પલાળીને તેનો જ્યુસ બનાવીને પીવાથી શરીરને ઠંડક મળે છે, તેમજ લૂ પણ લાગતી નથી. તકમરિયાનું જ્યુસ પીવાથી નસકોરી ફૂટવાની સમસ્યા પણ અટકે છે.
તકમરિયાનું જ્યુસ બનાવવાની રીત: પહેલા 100 ગ્રામ તકમરિયા, 100 ગ્રામ સફરજન, 100 ગ્રામ દાડમ, 100 ગ્રામ ચીકુ, 100 ગ્રામ દ્રાક્ષ વગેરે ફળ લો. સાથે એક મિક્સર, અને જરૂરિયાત મુજબના વાસણો લો.
સૌ પ્રથમ તો એક ગ્લાસમાં પાણીમાં તકમરિયા પલળવા મૂકી દો. બાદમાં પલળીને ફૂલી જાય ત્યારે આ બધી જ વસ્તુને લીધા બાદ તેને કાપીને મીકસરમાં નાખીને રસ બનાવી નાખો. દરેક વસ્તુના જ્યુસને મિક્સ કરી દો અને તેમાં તકમરિયા નાખીને બરાબર હલાવો. બાદમાં તેમાં ઠંડા બરફના ટુકડા નાખો એટલે તકમરીયાનું જ્યુસ તૈયાર થઇ જાય છે.
આ જ્યુસનું સેવન કરવાથી ઉનાળામાં શરીરને રાહત મળે છે. લૂ લાગતી નથી અને ગરમી તેમજ ઉનાળામાં પરસેવાની સમસ્યા પણ મટે છે. આ સિવાય તકમરિયા શરીરમાં ખુબ જ ફાયદો કરે છે. તકમરિયાનું સરબત પણ બનાવીને પી શકાય છે.
તકમરીયાનું સરબત બનાવવાની રીત: સરબત બનાવવા માટે સૌ પ્રથમ જરૂરી વાસણો લો. બાદમાં જરૂરી ફિલ્ટર પાણી અથવા તો નારિયેળ પાણી લો. સાથે 200 ગ્રામ જેટલા તકમરિયાના બીજ લો.
આ બધી જ વસ્તુ એકઠી કર્યા બાદ એક કપમાં તાજું નારિયેળનું પાણી લો. તેમાં તકમરિયાના બીજ નાખો. આ પછી તેને સારી રીતે ભેળવી દો. અને ૩ કલાક માટે મૂકી દો. તમે જોશો કે બીજ ફૂલીને ડબલ થઈ જશે. આ બાદમાં યોગ્ય રીતે ઠીક બન્યા બાદ તેમાં થોડું મધ નાખો. આ મધ નાખેલા આ સરબતનું સેવન કરવાથી ફાયદો થાય છે. આ રીતે તેને ગોળામાં પલાળીને નાખીં શકાય છે. તેમજ મિલ્ક શેકમાં પણ ઉપયોગ કરી શકાય છે.
તકમરિયાનો મિલ્ક શેક બનાવવાની રીત: સૌ પ્રથમ એક ચમચી જેટલા તકમરિયા લેવા. તેમજ તેને મધમાં મિક્સ કરી દો. તકમરિયાના દાણાને લઈને તેને પાણીમાં નાખીને ઉકાળો. આ રીતે ઉકાળેલા બીજ ગાળીને કાઢી લો. તેમજ તેને દુધમાં નાખીને ફરી વખત ઉકાળો. આ રીતે તે દુધમાં ગરમ થઇ જશે. દુધમાં મિક્સ થઈ ગયા બાદ તેને ઠંડુ પડવા દો. અને મધ વાળા તકમરિયાને આ દુધમાં નાખો. તેને આ રીતે થોડા સમય સુધી પલળવા દો અને તેને ફ્રીજમાં ઠંડુ પડવા મૂકી દો. સાથે ૩ ચમચી જેટલા તકમરિયા લઈને તેને પાણીમાં પલાળો. 4 કલાક જેટલા સમય સુધી પલળવા દીધા બાદ તેને બરાબર ગાળી લો. જેથી વધારાનું પાણી બહાર નીકળી જાય. આ પછી ફ્રિજમાંથી દૂધ વાળા મિશ્રણને કાઢીને તેમાં આ ફૂલાવેલા તકમરિયા નાખીને તેનું સેવન કરો. આ રીતે મિલ્ક શેક બની જશે.
આ રીતે તકમરિયાના વિવિધ પદાર્થો અને પીણા બનાવીને સેવન કરવાથી ફાયદો થાય છે અને આરોગ્ય લાભ મળે છે, જેમાં તે લોહીમાં રહેલા બિન જરૂરી પદાર્થોનો નિકાલ કરે છે. વાઈ વાળા વ્યક્તિને તકમરિયાના અર્કનું સેવન કરવાથી આંચકી ઓછી થઇ શકે છે.
નાક-કાનની સમસ્યા: તકમરિયાનું તેલ કાનમાં નાખવાથી કાનનો સોજો મટે છે. તેમજ બહેરાશ પણ દુર થાય છે. કાનમાં તેના પાનના ટીપા નાખતા દર્દ મટે છે. તેના પાણીને સરકા તેમજ કપૂર સાથે મેળવીને આંખમાં નાખવાથી નસકોરી બંધ થાય છે.
શ્વસન તંત્રની બીમારી: શરદીની બીમારીમાં તકમરિયાના દાણાને શેકીને તેને કપડામાં લપેટીને સુંઘવાથી અને ઓલીવ તેલના ટીપા નાકમાં નાખવાથી શરદી મટી જાય છે. તકમરિયાના દાણા પાણીમાં ઉકાળીને તેનો રસ પીવાથી અસ્થમામાં ઘણી સારી અસર પડે છે.
પાચન તંત્ર: તકમરિયા રૂચી લાવે છે તેમજ જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે. તકમરિયા પૌષ્ટિક હોવાથી તે યકૃતની મંદતા, પ્લીહા તથા મૂત્રાશયની વ્યાધિમાં તકમરિયા ગુણકારી છે. તકમરિયાના બીજને વાટીને ખાંડીને બાવળના ગુંદર સાથે તેનો ઉપયોગ કરવાથી મરડો મટે છે. તકમરિયાના મુળિયા નાના બાળકોને કબજિયાત મટાડવા માટે ઉપયોગી છે. ગ્લાસ પાણીમાં તકમરિયાના બીજ પલાળી તેમાં સાકર નાખીને પીવાથી એસીડીટી મટે છે.
મૂત્રાશયના રોગ: તકમરિયાના બીજને પાણીમાં ભીંજવી રાખ્યા પછી તેમાં ખાંડ નાખીને પીવાથી મૂત્રમાર્ગની પીડા મટે છે. તેમજ પેશાબ સરળતાથી આવે છે. ઉનવા તેમજ બળતરા પણ તકમરિયાથી મટે છે. તકમરિયાનો ઉપયોગ કરવાથી પેશાબની બળતરા, દાહ, પિત્ત અને ચકરી તેમજ ફેર મટે છે.
ઉનાળાની સમસ્યા: તકમરિયાને ગુલાબના સરબતમાં મિક્સ કરીને પીવાથી તરસ મટે છ. સાથે મોઢું સુકાઈ જવું અને લૂ લાગવાની સમસ્યા દુર થાય છે. તકમરિયાનું પીણું ઠંડુ હોવાથી ખુબ જ ફાયદો કરે છે. શરીરની મોટા ભાગની ગરમીની સમસ્યાને તે દુર કરે છે.
ચામડીના રોગો: તકમરિયાના પાંદડાને વાટીને ધાધર પર લગાડતા ધાધર મટે છે. શરીરમાંના લોહીને તકમરિયાના બીજ શુદ્ધ કરે છે જેના લીધે તે શરીરમાં ચામડીના રોગો થતા નથી. સાથે તે શારીરિક ક્ષમતામાં પણ વધારો કરે છે. તેનાથી શરીર સ્વસ્થ રહે છે. તકમરિયાને પીસીને રાત્રે સુતા પહેલા આખા ચહેરા પર લગાવવાથી અને બાદમાં થોડા સમય સુધી રહેવા લીધા બાદ તેને ધોઈ લેવાથી ખીલ મટે છે.
બ્લડ પ્રેસર: 100 થી 200 મીલીગ્રામ તકમરિયાના દાણા દરરોજ લેવાથી બ્લડપ્રેસર ઓછું થાય છે. એક કપ પાણીમાં અડધી ચમચી તકમરિયાનું તેલ દિવસમાં બે વખત લેવાથી બ્લડપ્રેસર ઓછું રહે છે. તકમરિયામાં બ્લડપ્રેસર ઘટાડનાર ગુણ હોય છે. જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. જેમાં તે ઓમેગા-૩ ફેટી એસિડના લીધે ફાયદો કરે છે.
વાળની સમસ્યા: વાળમાં તેલમાં તકમરિયાનું મિશ્રણ કરી તેને નિયમિતપણે લેવાથી માથા પરની ટાલ ઓછી થાય છે. તકમરિયામાં વિટામીન-કે, પ્રોટીન અને આયર્ન જેવા મિનરલ્સ હોય છે. જે વાળને લાંબા અને મજબુત બનાવે છે. વાળ ખરવાની સમસ્યામાં અને ખોડો અને ઊંદરી જેવી બીમારીઓ પણ તકમરિયાના સેવન દ્વારા મટે છે.
વજન ઘટાડવા: તકમરિયાને પાણીમાં પલાળી રાખ્યા બાદ તે ફૂલીને ૩ ગણા થઇ જશે, જેમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. જેના કારણે તે ઘણા લાંબા સમય સુધી પેટને ભર્યું ભર્યું રાખે છે. આ સિવાય તેમાં પ્રોટીન પણ હોય છે. જે ધીમી ગતિથી પચે છે. આ માટે ઘણા લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ થતો નથી અને જેના લીધે શરીર ઘટે છે. આ સિવાય તેમાં ખાસ કરીને અલ્ફા- લીનોલેનીક એસિડ ઉચ્ચ પ્રમાણમાં હોય છે. જે વજન ઘટાડવા માટે ઉપયોગી છે. જે શરીરમાંથી વધારાની ચરબીને બાળે છે.
ડાયાબીટીસ: તકમરિયા ડાયાબીટીસના દરદીઓને પણ ઉપયોગી છે. તેમાં આવેલા ફાઈબર લોહીમાં સુગરને કન્ટ્રોલમાં રાખે છે. સાથે તે ઇન્સુલિનની સંતુલિત માત્રા જાળવી રાખે છે. સાથે તે કર્બોહાઈડ્રેટને સુગરમાં બદલવાની ગતિને ધીમી કરે છે. જેના લીધે લોહીમાં સુગરની માત્રા ઓછી થઇ જાય છે.
તણાવ ઘટાડે: આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે તણાવ ઘટાડવા માટે પણ તકમરિયા ઉપયોગી છે. તે મૂડ એલીવેટરના રૂપમાં કાર્ય કરે છે. તકમરિયામાં ચિંતા અને તણાવ વિરોધી ગુણ હોય છે. જે શરીરમાં તણાવના હોર્મોન્સને ઘટાડે છે. જેના લીધે તકમરિયાથી મનો વિજ્ઞાનિક લાભ મળે છે. સાથે તે યાદ શક્તિ વધારે છે અને ડીપ્રેશન પણ ઘટાડે છે, માનસિક રોગોથી શરીરને તંદુરસ્ત રાખે છે.
હાડકા માટે: શરીરમાં હાડકા નબળા પડવાનું કારણ કોપર, કેલ્શિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, આયર્ન અને પોટેશિયમ જેવા મિનરલની ઉણપથી હોય છે. જયારે તકમરિયામાં આ બધા જ તત્વો હોય છે. તેના લીધે હાડકા સંબંધિત રોગોથી બચી શકાય છે. તકમરિયાનું સેવન કરવાથી વા, ગાંઠોનો વા અને સંધિવા જેવી બીમારીઓ પણ દુર થાય છે.
અનિંદ્રાની સમસ્યા: તકમરિયામાં એલ-ટ્રીફટોફેન નામનો એમીનો એસીડ હોય છે. તે આપણા શરીરમાં ઉત્પન્ન થઇ શકતો ન હોવાથી ઊંઘની સમસ્યા રહે છે. આ એસિડ સેરોટોનીન અને મેલાટોનીન હોર્મોન્સ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. આ હોર્મોન્સના લીધે ઊંઘ ન આવવાની સમસ્યા મટે છે.
આંખો માટે: આંખોની સમસ્યામાં તકમરિયા ઉપયોગી છે. તકમરિયા વિટામીન એ અને બીટા કેરોટીનથી ભરપુર હોય છે. વિટામીન એ રેટીનામાં એન્ટીઓક્સીડેન્ટના રૂપમાં કાર્ય કરે છે. જેના લીધે મોતિયો અને આંખની દ્રષ્ટિમાં ખામી જેવી સમસ્યાને ઠીક કરે છે. આ સિવાય વિટામીન- કે જે લોકોને ઓછું દેખાય તેને ફાયદો કરે છે.
દાંત માટે: તકમરિયા દાંત અને પેઢાની બીમારીને પણ ઠીક કરે છે. તે દાંતની સમસ્યામાં દાંતમાં રહેતા જીવાણું અને કચરાને પણ તેઓ ઠીક કરે છે. તકમરિયામાં એન્ટીફંગલ, એન્ટી બેક્ટેરીયલ, એન્ટીવાયરલ અને એન્ટીમાઈક્રોબીયલ ગુણ હોય છે. એટલા માટે જે દાંત અને મોઢાની સમસ્યા માટે ઉપયોગી છે.
આમ, તકમરિયા શરીરમાં ખુબ જ ઉપયોગી છે. શરીરમાં ઠંડક આપવાની સાથે તે અનેક બીમારીઓને પણ દુર કરે છે. ખાસ કરીને ઉનાળામાં આ છોડના બીજ વધારે ફાયદો કરે છે. જેથી તડકો લાગવાને લીધે થતી સમસ્યાઓ દુર થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગ થાય અને તમારી બીમારીઓ અને તકલીફોથી બચાવે.
નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું 👍 બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.