મિત્રો આજના આ હેલ્થ વિશેના આર્ટીકલ અમે તમને ચહેરા ઉપર થતી સમસ્યા નો કઈ રીતે દેશી ઉપાયો દ્વારા સાવ જડમૂળમાંથી કઈ રીતે મટાડી શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ . તમને ખબર હશે કે અત્યારે ખાવાપીવાની ખાસ અનીયમિતતા તથા બહારનું ફાસ્ટફૂડ વાળા ખોરાકો ખાવાથી તેમજ વધુ પડતું તેલવાળું અને ગરમ પદાર્થો વાળું ખાવાથી ચહેરાને લગતી ઘણીબધી સમસ્યા થતી હોય છે . તથા બહારના વધુ પડતા સુરજના તડકાથી પણ તમારો ચહેરો કાળો પડી જતો હોય છે .
વધુ પડતા બહારના ધુમાડા અને વાહનને લીધે ઉડતા રજકણો તેમજ ધૂળ ને લીધે પણ તે તમારા ચેહરા ઉપર ચોટી જતા હોય છે તેથી તમારો ચહેરો પણ કાળો પડી જતો હોય છે . તો આજના આ આર્ટીકલ માં અમે તમને તમારા ચહેરા ઉપર કઈ કઈ મુખ્ય સમસ્યાઓ થતી હોય છે તથા તે મુખ્ય સમસ્યા થવા પાછળનું મુખ્ય કારણ શું હોય છે તથા તમારા ચહેરાને લગતી આ તમામ સમસ્યાનો ઉકેલ લાવવા કેવા કેવા ઉપાયો અજમાવવાથી મટી શકે છે તો અમે તેવા કેટલાક દેશી ઉપાયો તમને જણાવી દઈએ .
ચેહરા ઉપર થતી મુખ્ય સમસ્યાઓ : અત્યારે ખાસ કરીને સૌથી વધુ યુવાન ભાઈઓ અને બહેનો ને સૌથી વધુ ચહેરાને લગતી સમસ્યા થતી હોય છે જેવી કે ચહેરા ઉપર ખીલ નીકળવા , તથા ચહેરા ઉપર નાની નાની ફોડલી નીકળવી , તથા તમારા ચેહરા ઉપર ખાડા પડી જવા , તથા ચેહરા ઉપર કાળા ડાઘ પડી જવા , તથા ચહેરા ઉપર કરચલીઓ પડી જવી , તથા તમારા ચેહરા ઉપર તૈલી ચામડી થવાથી ચહેરો કાળો પડી જાય . તથા તમારા ચહેરાના બંને બાજુ ખાડા પડી જવાને લીધે તમારો ચેહરો અંદર જતો રહે આવી ચહેરાને લગતી અનેક સમસ્યાઓ જોવા મળતી હોય છે .
આ તમામ ચહેરા ને લગતી સમસ્યાને મટાડવા માટેના દેશી ઉપાયો :
ચહેરા માટે ઉત્તમ ગુલાબજળ : મિત્રો જો તમને ઉપર જણાવેલ પૈકી કોઈપણ સમસ્યા હોય તો તેના દેશી ઈલાજ માટે તમારે ગુલાબજળ નો ઉપયોગ કરવાથી ખુબજ ફાયદો થાય છે . આ ગુલાબજળ તમારા ચહેરા ઉપર લગાડવારથી તમારા ચહેરાને એકદમ લગો આવે છે તથા ચહેરા ઉપરના પડેલા ખાડા પણ મટી જાય છે અને તમરો ચહેરો એકદમ ચમકીલો બને છે .
દેશી મધ : જો મિત્રો તમારા ચહેરા ઉપર નાના છિદ્રો પડી ગયા હોય અને તે કોઈપણ દવાનો ઉપયોગ કરવાથી પણ સારું ના થતું હોય તો તેના સૌથી બેસ્ટ ઈલાજ માટે થોડું દેશી મધ લેવું અને એક કોટન રૂનું પોતું લઈને પસી તેમાં પલાળી લેવું ત્યારબાદ તેને તમારા ચહેરા ઉપર જ્યાં નાના નાના છીદ્રો પડી ગયા તે જગ્યા ઉપર લગાડવાથી ટુક સમયમાં જ આ તમામ છિદ્રો મટી જાય છે અને તમારો ચહેરામાં ચમક આવશે .
ઠંડું પાણી : જો તમારા ચહેરા ઉપર ખુબજ ચીકાશ જોવા મળતી હોય તો તેને મટાડવા માટે તમારે તેને ઠંડા પાણીથી ધોવાથી તમારા ચહેરા ઉપરની ચીકાશ સાવ દુર થઇ જશે . તથા તમારે સાંજે સુતા પહેલા પણ તમારો ચહેરો ઠંડા પાણી થી એક વખત ધોઈને જ પસી સુવું જોઈએ . આ પ્રયોગ કરવાથી તમારા ચહેરા ઉપર ચોટેલા ધૂળ કે કોમેસ્તિક નો સાવ નાશ થાય છે , તથા તમારા ચહેરા ઉપર નો તમામ ચિકાસ અને પડેલા છિદ્રોનો પણ સાવ નાશ કરશે .
એલોવીરા (કુવારપાઠું) : જો તમને ચહેરા ઉપર ખીલ ની સમસ્યા સતત સતાવતી હોય તો તે મટાડવા માટે એલોવીરા બેસ્ટ ઔષધી તરીકે ગણવામાં આવે છે . તમે સવારે , બપોરે અને સાંજે એમ દિવસમાં કુલ ત્રણ વખત એલોવીરા માંથી નીકળતો જેલ લગાડવાથી ખુબજ ફાયદો થાય છે . તથા તમારો ચેહરો પણ એકદમ સફેદ અને ગોરીલો બને છે .
એલોવીરા માંથી જેલ કઈ રીતે કાઢવી : તમારે સૌ પ્રથમ એક એલીવીરાનું પાન લેવું અને પસી તેને એક ચપ્પુ ની મદદથી કાપી લેવું ત્યારબાદ તેમાંથી ચપ્પુ વડે જેટલું જેલ નીકળે તેટલું જેલ કાઢી લેવું અને પસી તેને તમારા ચહેરા ઉપર દિવસ માં કુલ ત્રણ વખત લગાડી દેવું .
આદુ : જો તમને તમારા ચહેરા ઉપર ખીલ ખુબજ વધુ પ્રમાણ વધી ગયા હોય તો તેના ઈલાજ માટે આદુ ને પણ એક ઔષધી તરીકે ગણવામાં આવી છે , તમારે એક આદુ નો ટુકડો લેવો ત્યારબાદ તે તે આદુના ટુકડા ને છુંદી નાખવો અને પસી તમારા ચહેરા ઉપર તે છુંદેલો આદુનો પેસ્ટ લગાડવાથી તમારા ચહેરાના ખીલ ઉપર લગાડો ત્યારબાદ તેને અડધી કલાક સુધી રેવા દયો . અડધી કલાક થઈ ગયા બાદ તેને ગરમ પાણીની મદદથી તમારો ચહેરો ગરમ કરેલા પાણીની મદદથી ધોઈ નાખો . આ પ્રયોગ સતત તમારે એક થી બે અઠવાડિયા સુધી સતત કરવાથી તમારા ચહેરા ઉપરના તમામ ખીલ સાવ જડમૂળ માંથી મટી જાય છે .
કાચા બટેટા : એવું કહેવાય છે કે કાચા બટેટા ને ખીલ મટાડવા માટે સૌથી ઉત્તમ ગણવામાં આવે છે તે ચહેરા માટે ખુબજ સુંદરતા લાવવાનું કામ કરે છે .બટેટા ઉપરની છાલ તમારા ચહેરા ઉપર લગાડવાથી ખીલ મટી જાય છે તેમજ તમારા ચહેરા ઉપર ગ્લો લાવે છે . ચેહરા ઉપર કાળા રંગના ડાઘ હોય તો તે પણ બટેટા ની છાલ અથવા બટેટાનો પેસ્ટ લગાડવાથી ઠીક થઇ જાય છે .
આમ , અમે તમને આ આર્ટીકલ તમારા ચેહરા ને લગતી કોઈપણ સમસ્યા ને કઈ રીતે મટાડી શકાય તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાની કોશીશ કરી છે તથા ચેહરા ને લગતી કઈ કઈ મુખ્ય સમસ્યા હોય છે તેના વિશે પણ અમે તમને માહિતી આપી છે .