આપણી સ્વરપેટી ગળામાં હોય છે જેથી આપણે બોલીએ ત્યારે ગળામાંથી અવાજ આવે છે, પરંતુ ક્યારેક કોઈ વસ્તુ ખાઈ જવાથી કે વધારે બોલવાથી સ્વરપેટી ખરાબ થઈ જાય છે અને ત્યારે ગળામાંથી અવાજ આવતો સ્વરતંત્રીઓના આકાર અને ખેંચાણના લીધે નિયંત્રણમાં રહે છે, જેથી આપણે વધારે અને ધીમું બોલી શકીએ છીએ તેમજ ગાઈ શકીએ છીએ. સ્વરતંત્રમાં પહોંચનારી હવામાં કોઈ પરિવર્તન આપણા અવાજ અને ધ્વનીને અસર કરે છે.
ખાસ કરીને શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકોને ગળું બેસી જવાની સમસ્યા ખુબ જ થાય છે. જ્યારે ગરમીની ઋતુમાં અચાનક પરિવર્તન આવવાથી ગળા પર અસર થઇ શકે છે. ક્યારેક વ્યક્તિ થાકીને આવે ત્યારે સીધું જ પાણી પી લેવાથી ગળું બેસી જાય છે.
ગળું બેસી જવાની સમસ્યાનું કારણ: તાવ, શરદી અને ઉધરસ જેવી બીમારી, વાસી પાણી પીવાથી, વધારે ઠંડુ પાણી પીવાથી, ગરમ ખોરાક ખાઈ જવાથી, મસાલે દાર ખોરાક ખાવાથી, વ્યસન કરવાથી, દારુ પીવાથી, વધારે રાડો પાડવાથી, મુખ અને તાળવાનો સોજો, કાકડા થવાથી, કેન્સર જેવા રોગથી,ચીસોટીઓ વગાડવાથી, પેટમાં ગેસ થવાથી, ગળામાં ઝેરી પદાર્થ જવાથી, ખાટી વસ્તુઓ વધુ ખાવાથી, વધારે ઉધરસ, શરીરની કમજોરી, જોર જોરથી ગીત અને સતત ગીત ગાવાથી વગેરે કારણોસર ગળું બેસી જાય છે.
ગળું બેસતા જોવા મળતા લક્ષણો: ગળામાંથી ધીમો અવાજ આવે, કફ અને ઉધરસ થાય, ગળામાં દર્દ થાય, શ્વસન તંત્રમાં તકલીફ થાય, સુકી ઉધરસ આવે, ગળામાં ખરોચ પડે,કફમાં લોહી નીકળે, શ્વાસમાં દુર્ગંધ આવે, ગળામાં સોજો આવે, ખાતી વખતે દર્દ થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, નાકમાંથી પાણી નીકળે છે.
આ ગળું બેસી જવાની સમસ્યાથી પડિત વ્યક્તિઓ માટે અનેક દવાઓ મળે છે, પરંતુ આ સમસ્યામાં તે દવાઓ ફાયદા કરતા નુકશાન વધારે પહોચાડે છે. તે સિવાય તેના વધારે અસરથી ચામડીની બીજી અનેક બીમારીઓ ઉત્પન્ન થાય છે, જેથી આ સમસ્યાના ઈલાજ માટે અમે આયુર્વેદિક ઔષધિઓ વિશે જણાવી રહ્યા છીએ જે ગળાનો બેસી જવાની સમસ્યામાં ખુબ રાહત આપીને આ રોગને દુર કરશે.
મૂળાના બીજ: મૂળાના બીજને પીસીને તેને ગરમ પાણીમાં નાખીને તેને ગાળી લઈને ગળું બેસી ગયું હોય તે દર્દીને ખવરાવી દેવાથી ગળું સાફ થાય છે અને અવાજ ખુલે છે. મૂળાના 12 બીજને પીસીને ગરમ પાણીમાં સthe પી લેવાથી ગળું સાફ થઇ જાય છે. અવાજ બેસી ગયેલા વ્યક્તિને 5 ગ્રામ મુળાના બીજને ગરમ પાણીમાં વાટીને પીવાથી અવાજ ખુલે છે. અડધી ચમચી મૂળાના વાટીને ગરમ પાણી સાથે પીવાથી ગળું સાફ થઈ જાય છે.
જાંબુ: જાંબુના ઠળિયાનું ચૂર્ણ મધ મધ સાથે ભેળવીને 3 થી 4 વખત સેવન કરવાથી અવાજ ઉઘડે છે. જાંબુના ઠળિયાને વાટીને મધ સાથે ભેળવીને ગોળીઓ બનાવીને રોજ 4-4 સુચવાથી બેસી ગયેલું ગળું ઉઘડે છે. અવાજનું ભારેપણું દુર થાય છે.
લાલ મરચું: થોડુક લાલ મરચુ અને તેમાં બદામ અને ખાંડ નાખીને તેની ગોળીઓ બનાવીએ ખાવાથી બંધ થયેલો અવાજ ખુલે છે. લાલ મરચું ગરમીને લીધે થયેલી ગળામાંથી કફ સાફ થાય છે અને જેથી બંધ થયેલો અવાજ ઉઘડે છે.
દાડમ: પાકેલું દાડમ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. જજેનાથી બંધ થયેલો અવાજ થોડાક જ દિવસોમાં ઠીક થાય છે. પાકેલું દાડમ ખાવાથી દબાયેલો અવાજ ખળે છે.
હરડે: હરડેનું ચૂર્ણ બનાવીને 6 ગ્રામ ચ્રૂર્ણને ગાયના દુધમાં 7 થી 8 દિવસ સુધી સેવન કરવાથી બંધ થયેલો અવાજ ફરી ઉઘડે છે અને વ્યવસ્થિત બોલી શકાય છે. હરડે કફ, શરદી ઉધરસ હેડકી અને તાવ જેવી બીમારીઓને દુર કરે છે.
બીજોરું: બીજોરાના છાલોના ચૂર્ણને અને તેની તેની રસ ભરેલી કળીઓને એક સાથે છુંદીને તેનું જ્યુસ બનાવીને પીવાથી અવાજ થી થાય છે. અવાજની સમસ્યામાં સ્વરપેટી અને ગળામાં થયેલા નુકશાનને બીજોરાના ગુણને લીધે ઠીક થાય છે. બીજોરું રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
સાકર: સુંઠ અને સાકરના ભુક્કાને બરાબર ભેળવીને વાટીને પછી છાળીને ચૂર્ણ બનાવીને પીવાથી અને આ ચૂર્ણમાં મધ ભેળવીને નાની નાની ગોળીઓ બનાવીને આ ગોળીઓ સુચવાથી ગળું ઉઘડે છે. 1 ચમચી સાકરનો ભુક્કો, 1 ચમચી ઘી અને 15 દાણા તીખાને ભેળવીને સવારે અને સાંજે ચાટવાથી બેસી ગયેલું ગળું ઉઘડે છે. આ મિશ્રણ ચાટ્યા બાદ થોડા દિવસો સુધી પાણી ન પીવું જોઈએ,જેથી સારો ફાયદો મળે છે.
મુલેઠી: પાનમાં મુલેઠી નાખીને રાત્રે સુતા સમયે ખાઈને સુઈ જવાથી સવારમાં અવાજ ઉઘડી જાય છે. મોઢામાં મુલેઠી રાખીને તેનો રસ સુચવાથી આરામ મળે છે. સુતી વખતે 1 ગ્રામ મુલેઠીનું ચૂર્ણ મોઢામાં રાખીને ચાવવાથી અણ પછી તેને મોઢામાં રાખીને સુઈ જવાથી સવારે જાગતા સમયે ગળું સાફ થયેલું જોવા મળશે. 3 ગ્રામ મુલેઠીના મૂળનું ચૂર્ણ 250 ml દુધમાં દિવસમાં 2 વખત લેવાથી અને તેના મૂળને દિવસમાં વારંવાર સુચતા રહેવાથી અવાજ સાફ થાય છે અને અવાજ ખુલે છે.
આદું: આદુના ટુકડા કરીને તેમાં એક ચણા જેટલું હિંગ ભરીને કપડામાં લપેટીને શેકીને ત્યારબાદ તેને નાના નાના આકારની ગોળીઓ બનાવીને આ ગોળીનું દિવસમાં 8 વખત સેવન કરવાથી ગળાનો અવાજ ખુલે છે. આદુનો રસ મધમાં ભેળવીને સુચવાથી ગળાનો અવાજ ઉઘડે છે. અડધી ચમચી આદુનો રસ અડધા અડધા કલાકે પીવાથી ખાટી ચીજ ખાવાથી બંધ થયેલું ગળું સાફ થઈને ઉઘડે છે. આદુના રસમાં ગળામાં થોડીક વાર રાખીને અને પછી થોડીવારે ગળામાં ઘુમાવીને પીવાથી ગળાનો અવાજ ખુલે છે.
લસણ: ગરમ પાણીમાં લસણનો રસ નાખીને કોગળા કરવાથી ગળામાં ફાયદો થાય છે. એક કળી લસણનો રસ અને ફૂલી ગયેલી ફટકડી પાણીમાં નાખીને કોગળા કરવાથી બેસી ગયેલા ગળાના અવાજમાં રાહત મળે છે. ગરમ પાણીમાં લસણને ભેળવીને વારંવાર કોગળા કરવાથી 2 થી ૩ વખતમાં જ ગળાનો અવાજ વ્યવસ્થિત થાય છે. આ ઉપાય સતત 10 મીનીટ સુધી કરવો જોઈએ.
તીખા: તીખા અને સાકરનો ભુક્કો એક સાથે ચાવીને ખાવાથી અને બંનેને મેળવીને ચૂર્ણ બનાવીને એક ચપટી ચૂર્ણ દરરોજ 3 થી 4 વખત મોઢામાં રાખીને ચૂસવાથી ગળું જલ્દીથી ઠીક થઇ જાય છે. ગળું બેસી જવાથી તીખા અને ઘી પાણીમાં ભેળવીને પાનીમે ન્નાખીને ભોજન કરતી વખતે લેવાથી ગળામાં અવાજ ખુલે છે. તીખા 10 ગ્રામ અને 10 ગ્રામ મુલેઠી તથા 20 ગ્રામ સાકરનો ભુક્કો આ ત્રણેય મિશ્રણને સાથે ખાંડીને એક ચપટી લઈને તેમાં મધ ભેળવીને ખાવાથી અવાજ ખુલે છે અને અવાજ સુરીલો બને છે.
મધ: મધને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદેમંદ માનવામાં આવે છે અને તેમાં અનેક ઔષધીય ગુણ છે. ઔષધીય ગુણના કારણે મધને આયુર્વેદમાં પણ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. તેને અન્ય સામગ્રી સાથે ભેળવીને ખાવાથી ગળાનો અવાજ ખુલે છે અને ગળું સાફ થાય છે. મધ ગળાના કોઇપણ રોગ સામે રાહત આપે છે. દરરોજ નવશેકા પાણીમાં એક મોટી ચમચી મધ નાખીને પીવાથી ગળું તેમજ કફ તેમજ શ્વસન તંત્ર સંબંધી કોઇપણ બીમારી દુર થાય છે.
હળદર: હળદરના કટકા કરીને તવા પર શેકીને તેમાં મધ ભેળવીને ખાવાથી ગળું ઉઘડે છે. ગળું બેસી જાય ત્યારે 10 ગ્રામ હળદર, તીખા ૩ ગ્રામ, સુંઠ 5 ગ્રામ, આ બધાને મિક્ષ કરીને ચૂર્ણ બનાવી લીધા બાદ આ ચૂર્ણનું 2 – 2 ગ્રામ દિવસમાં ત્રણ વખત ગરમ પાણી સાથે સેવન કરવાથી અવાજ ખુલે છે. હળદરના બારીક ટુકડાને પાણીમાં ઉકાળીને ગાળ્યા બાદ બાદ તેના કોગળા કરવાથી ગળાની અવાજ બંધ થવાની સમસ્યા દુર થાય છે.
ફુદીનો: ફુદીનાનો રસ આપણા શરીરમાંથી અનેક જીવાણુંનો નાશ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ફુદીનો સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. દરરોજ ફૂદીનાનો રસ ગળામાં દુખાવો અને સોજો મટાડે છે. દરરોજ ફુદીનાના પાંદડા લઈને તેને પાણીમાં ગરમ કરીને કોગળા કરવાથી ગળામાંથી અવાજ ખુલે છે. ફુદીનો શ્વાસને લેવામાં આવતી તકલીફો દુર કરે છે. ફુદીનાના તેલના સ્પ્રેનો ઉપયોગ કરવાથી ગળામાંથી અવાજ બેસી જવાની સમસ્યા દુર થાય છે.
આમ, ગળાની બેસી જવાની સમસ્યામાં આ તમામ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવાથી ગળું ઉઘડે છે, શ્વાસ લેવામાં પડતી તકલીફો દુર થાય છે અને શ્વસન તંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે. આ ઔષધીઓમાંથી તમને જે ઔષધિઓ અનુકુળ આવે અને મળી રહે તેનો ઉપયોગ કરીને ગળામાંથીઅવાજ બેસી જવાની સમસ્યા માંથી છુટકારો મેળવી શકો છો. આ માહિતી વારંવાર ગળું બેસી જાય, ગળામાંથી અવાજ નીકળતો ના હોય ત્યારે આ ઉપાય કરવાથી જરૂરથી અવાજ ઉઘડે છે.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.