આપણે બધા વર્ષોથી જાણીએ છીએ કે હળદર વાળું દૂધ પીવાથી ફાયદો થાય છે. ખાસ કરીને શરદી, ઉધરસ અને કફની તકલીફ ધરાવતા લોકો માટે હળદર વાળું દૂધ ખુબ જ ઉપયોગી છે. આ સિવાય રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ હળદરવાળું દૂધ ઉપયોગી છે.
આ ઉપાય અવાનવાર આવતી આવી મુશ્કેલીઓમાં ઘણા લોકો કરતા હોય છે. જે લોકોને નિયમિત નાની મોટી બીમારીની તકલીફ રહેતી હોય, અનેક મુશ્કેલીઓ આવતી હોય તે લોકો હળદર વાળા દુધનો ઉપયોગ કરે તો જેનાથી ફાયદો રહે છે.
દુધમાં કેલ્શિયમ જેવા ગુણ હાડકાને મજબુત કરે છે, જયારે શરીરમાં હળદર ચામડી શરીર લોહીના શુદ્ધીકરણ તેમજ ચામડીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ચામડીમાં થનારી તકલીફને નિયંત્રણમાં કરવાનું કાર્ય કરે છે. જેથી આ મિશ્રણ ઘણા લોકો માટે ખુબ જ ઉત્તમ છે.
જો કે અમુક લોકોની તાસીર સાવ અલગ હોય છે. જેની તાસીરના લીધે તેને અમુક વસ્તુઓ ખાવી કે પીવી હિતાવહ નથી હોતી, જેમાં અમુક લોકોને અમુક વસ્તુથી એલેર્જી હોય છે. કે જે વસ્તુનું સેવન કરે તો તેને ઘણી તકલીફ અને એલર્જીનાં લક્ષણો જોવા મળતા હોય છે. આવી રીતે હળદર વાળા દૂધથી પણ તકલીફ થઇ શકે છે.
આમાં જે લોકોને લીવરની સમસ્યા છે. તે લોકોએ હળદર વાળું દૂધ ન પીવું જોઈએ. નહીતર જેનાથી સમસ્યામાં વધારો થઇ શકે છે. આ સિવાય જે લોકોને લોહીની ઉણપ છે, જે લોકો એનીમિયાની બીમારી ધરાવે છે. તેવા લોકોએ પણ હળદર વાળા દૂધનું સેવન ન કરવું જોઈએ. હળદર વાળા દુધને લીધે શરીરમાં આયર્નની ઉણપ સર્જાય છે.
જે મહિલાઓ ગર્ભવતી છે, તેવી મહિલાઓએ હળદર વાળું દૂધ પીવું ન જોઈએ. આ હળદર વાળું દૂધ પેટમાં ગરમી વધારે છે. આવી સ્થિતિમાંમ ગર્ભાશયના સંકોચન, રક્તસ્ત્રાવ અથવા ગર્ભાશયમાં ખેચાણની સમસ્યા થઈ શકે છે. હળદર વાલા દુધના સેવનથી આવી માતાઓમાં ગર્ભપાત કે કસુવાવડ થવાની સંભાવના પણ વધી જાય છે.
ઘણા લોકોનું શરીર એલર્જી ધરાવતું હોય છે. જેમાં અમુક લોકોને ગરમ વસ્તુથી એલર્જી હોય છે. આ હળદર વાળું દૂધ એક પ્રકાર હળદરના ગરમ સ્વભાવને લીધે ગરમ પડે છે. આ રીતે હળદર વાળા દૂધનું સેવન કરવાથી ગરમી, બેચેની, ગભરાટ, ખીલ, ખંજવાળ, એલર્જી વગેરે જેવી સમસ્યાઓ થવા લાગે છે.
જે લોકોને પિત્તાશય સંબંધી સમસ્યા હોય અથવા પિત્તાશયમાં પથ્થરીની તકલીફ હોય તેવા લોકોએ હળદર વાળું દૂધ પીવું ન જોઈએ. નહિતર જેની ખરાબ અસર આ પિત્તાશય પર પડીં શકે છે. જે લોકોએ ઘણી આવી ઘણી બધી સમસ્યાઓ હોય છે. જે સમસ્યાઓના કે મુશ્કેલી પડતી હોય તોઆવા સમયે એ લોકોએ આ રીતે હળદર વવાળા દૂધનું સેવન ન કરવું જોઈએ. નહિતર જે લોકોની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.