મનુષ્યમાં કોઈને કોઈ આદતો તો રહેલી હોય છે. જેમાં ઘણી આદત એવી હોય છે કે જેના દ્બારા વ્યક્તિન વ્યક્તિતવ પર પણ તેનીં અસર પડે છે. જયારે સારી આદત વ્યક્તિને ઊંચાઈ પર પહોચાડે છે. જયારે ઘણી આદતો એવી હોય છે તેનાથી શરીરમાં રોગો થતા હોય છે કે બીમારી લાગે છે. વ્યક્તિ ઘણા આદત પણ તેની ઘણી બધી અસરો રહેલી હોય છે.
ઘણી ખરાબ આદતોમાં ખાવા પીવાની આદતો અને સ્વાસ્થ્યને લગતી આદતો હોય છે. જેમાં આવી આદતો રોગ પ્રતિકારક શક્તિ પર અસર કરે છે. અમે આવી જ શરીર સાથે જોડાયેલી આવી આદતો વિશે જણાવી રહ્યા છીએ કે જે તમારા શરીરમાં ધુમ્રપાન કરતા પણ વધારે અસર કરે છે.
આ આદતોમાં જોઈએ તેમાં ઊંઘ મુખ્ય સામેલ છે. બરાબર ઊંઘતા હોતા નથી તેવા લોકો નિષ્ઠુર અને ચીડીયા રહે છે. માટે ઊંઘવામાં બેદકારી રાખવી કે અપૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે નક્શાન કારક છે. માટે નિષ્ણાતો જણાવ્યા પ્રમાણે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ.
બરાબર પ્રમાણમાં ઊંઘ ન લેવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ, શ્વસન અને પાચન જેવી સમસ્યામાં ખુબ જ અસર કરે છે. જેના લીધે શરીરમાં રોગો થવાની જે બીમારી થવાની શક્યતાઓ રહે છે અને માનસિક અને પાચન પર અસર થાય છે.
યોગ્ય પોષ્ટિક આહારનું પણ શરીરમાં ખુબ જ મહત્વ રહેલું છે. જો તમે પૂરતા પ્રમાણમાં પ્રોટીન યુક્ત ખોરાક નથી લેતા તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાન કારક છે. જેમાં તમારે તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે તમારે ઉચ્ચ પ્રોટીન યુક્ત ખોરાક લેવો જોઈએ.
જયારે પ્રોટીન યુક્ત ખોરાક ન લેવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધી રોગો થાય છે. જયારે શરીરમાં વધારે પડતો પ્રોટીન એટલે કે ભારે પ્રોટીન યુક્ત ખોરાક થી શરીરમાં કેન્સર થાય છે. જેમાં આ ખોરાકમાં IGF1 નામના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે કે જેનાથી કેન્સર થાય છે. માટે આ રીતે ઉચ્ચ પ્રકારના પ્રોટીનનો ઉપયોગ ટાળવો જોઈએ.
લાંબા સમય સુધી બેસી રહેવાની આદત પણ શરીર માટે ખરાબ છે. જેમાં ઘણા લોકોને કામના લીધે તેમજ કોઈ કારણસર લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહેવું પડે છે. પરંતુ આ આદત ધુમ્રપાન કરતા પણ ખતરનાક છે.
પરંતુ લાંબા સમય સુધી બેસી રહેવા પર શરીરનો આધાર રહેલો છે, જેમાં તમારા શરીર પર ફેફસાં, સ્તન અને આંતરડા જેવી વિવિધ કેન્સરની સમસ્યાઓ જોડાયેલી હોય છે. જે તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે, જેથી તે લોહીના પરિભ્રમણને અટકાવે છે. જયારે આ રીતે જો તમારા શરીરના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માંગતા હોય તો તમારે વધુમાં વધુ બે કલાકે ઉભું થઇ જવું જોઈએ. નહિતર તમારા કોઈ અંગમાં પણ તેની અસર થઇ શકે છે.
ઘણા લોકો એવા હોય છે કે જે કોઈને કોઈ રીતે લોકોથી દૂર ભાગતા હોય છે. જેના જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ આવે છે કે જેનાં લીધે તેઓ વ્યક્તિ બીજા વ્યક્તિથી દૂર જાય છે. હાલમાં ઘણા લોકો લેણામાં ઉતરી જવાથી કે સ્વજનના કોઈના મૃત્યુથી તેના જીવનમાં ઘણી અસર જોવા મળે છે.જો તમે એકાંતમાં રહો તે ઠીક છે પરંતુ સામાન્ય માણસથી દૂર થઇ જવું એ એક ખરાબ આદત છે. આમ કરવાથી માનસિક અને બીજા રોગથી પીડિત થવાની શક્યતાઓ રહે છે છે. જે ક્યારે ડીપ્રેશન અને આત્મહત્યા જેવી ઘટનાઓ સુધી પણ લઇ જાય છે. માટે આ આદત છોડી દેવી જોઈએ.
સતત લાંબા સમય સુધી ઘરમાં પૂરાઈ રહેવાની સ્થિતિ પણ તમારા માટે ખુબ જ ખરાબ છે.ઘણા સમય સુધી સૂર્યના સમ્પર્કમાં ન આવવાને લીધે તેનાથી શરીરમાં વિટામીન ડી જેવા તત્વો શરીરને મળતા નથી અને શરીરને ઘણી અસર પહોચાડે છે. શરીરમાં મોટાભાગની ઉર્જા પણ આ સૂર્યના લીધે મળે છે. જેથી તમારામાં આ આદત હોય તો તમારે તે સુધારી લેવી જોઈએ.
આમ, આ ઉપરોકત આદતો તમારા માટે ખુબ જ નુકશાન કરતા છે. આવી આદતો જે લોકોધુમ્રપાન કરે છે જેનાથી પણ વધારે ખતરનાક છે. માટે આવી આદતોને છોડી દેવીં જોઈએ કે સુધારી લેવી જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.