આપણા શરીરમાં નાની મોટી અનેક પ્રકારની બીમારીઓ આવ્યા રાખતી હોય છે. પરંતુ આમાંથી અમુક બીમારીઓ જીવલેણ હોય છે, જયારે અમુક બીમારીઓ એવી હોય છે એ શરીરમાપોતાનું સ્થાન જમાવ્યા બાદ આજીવન રહેતી હોય છે. આ બીમારીઓમાં ધુમ્રપાન, હાઈ ફેટ ડાયટ, ડાયાબીટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડપ્રેસર અને મેદસ્વીતા જેવી ઘણા પ્રકારની સમસ્યા થાય છે.
આપણા શરીરમાં ઘણા એવા કારણો પણ હોય છે કે જેનાથી શરીરમાં હાર્ટ એટેક જેવી સમસ્યાઓ આવતી હોય છે. જેમાંથી આવા 10 કારણો વિશે અમે આ આર્ટીકલમાં જણાવી રહ્યા છીએ જે તમારા શરીરમાં હાર્ટ એટેકની સમસ્યા માટે જવાબદાર છે.
આપણા શરીરમાં સ્વાસ્થ્ય માટે સૌપ્રથમ તો ઊંઘ ખુબ જ ઉપયોગી છે. ઊંઘ એક પહેલું આરોગ્ય માટેનું ઔષધ છે. જે લોકોની ઊંઘ સંતોષકારક હોય તેને કોઈ પ્રકારના રોગ લાગતા નથી. જયારે અપૂરતી ઊંઘ અને ઉજાગરા કરનારા લોકોમાં ઘણી સમસ્યાઓ અને બીમારી જોવા મળતી હોય છે. જેમાં ઘણા લોકોને ગંભીર બીમારીઓ પણ હોય છે. આરોગ્યનાં માપદંડમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો ઓછી ઊંઘ લેતા હોય છે તે લોકોમાં હાર્ટએટેકનું જોખમ વધારે જોવા મળે છે. ઓછી ઉઘને લીધે બ્લડ પ્રેસર અને બળતરા જેવી સમસ્યાઓ થાય છે.
માઈગ્રેન એક માથાના દુખાવાની કાયમી સમસ્યા છે. જેમાં ઘણા સમય સમયના અંતર પર માથાનો દુખાવો જોવા મળે છે. માથાના દુખાવાની સમસ્યાને લીધે સ્ટ્રોક, છાતીમાં દુખાવો અને હાર્ટએટેક આવવો જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. હાર્ટ એટેક ની સમસ્યા શરીરમાં જોવા મળે છે તો તેનાથી ઊંઘનો અભાવ જોવા મળે છે. માથાના દુખાવામાં વાપરવામાં આવતી ટ્રીપ્સીન નામની દવા લીહીનું વહન કરતી નળીઓમાં સંકોચન કરે છે.
ઠંડા હવામાનની અસર પણ હાર્ટ એટેક માટે જવાબદાર છે. જેમાં તમારા શરીરમાં ઠંડા હવામાનની અસર થતાની સાથે જ તે લોહીનું વહન કરતી નળીઓમાં લોહીના પુરવઠામાં અવરોધ પેદા કરે છે. આ ઠંડા હવામાનની અસરને લીધે તે હ્રદયના સ્નાયુઓને ગરમ કરવાનાં પ્રયત્નો કરવા જોઈએ કે જેનાથી શરીરઅ હાર્ટ એટેકને આવતો રોકી શકાય છે.
વધારે પડતું ભોજન તમારા માટે હાર્ટએટેકની સમસ્યા ઉભી કરે છે. તમે જો આવી રીતે વધારે પ્રમાણમાં ભોજન કરો છો તો તેના લીધે શરીરમાં તણાવનાં હોર્મોન્સ વધી જાય છે. જે નોરેપીનેફ્રાઈન છોડે છે. જેના લીધે તે બ્લડપ્રેસર અને હાર્ટ રેટ વધારીને હાર્ટએટેકને ટ્રીગર કરવાનું કાર્ય કરે છે. વધારે પ્રમાણના ભોજનને લીધે તેનાથી ચરબીની માત્રામાં અચાનક વધારો થાય છે. જે લોહીની વાહિનઓને અસ્થાયી રૂપે નુકશાન પહોચાડે છે.
મજબુત લાગણીઓ ગુસ્સો, દુખ અને તણાવ જેવી લાગણીઓ હ્રદય સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. જયારે વધારેપડતી ઉદાસી અથવા સુખની લાગણીને પોતાના વધારે લાવવી જોઈએ નહી.
વ્યાયામ કસરત વગેરે હ્રદય માટે ખુબ જ ઉપયોગી છે. પરંતુ વધારે પડતી કસરત કરવાથી પણ હાર્ટએટેક આવી શકે છે. ઘણા લોકોને વધારે ભારે કાર્ય કરવાથી અને શારીરિક કસરત કરવાથી પણ ઘણા લોકોને આ રીતે હાર્ટ એટેક આવે છે.
સેક્સ પણ હાર્ટએટેકને લાવવા માટે જવાબદાર છે. આવી જાતીય પ્રવૃત્તિ વધારે કરવાથી પણ ઘણા લોકોને હાર્ટ એટેક આવે છે. શરીર માટે આ શારીરિક સંભોગ ખુબ જ ઉપયોગી છે. પરંતુ જેમાં તમને જો કોઈ તકલીફ આવી રહી હોય તો તમારે આ રીતે શારીરિક ક્રિયાઓમાં સાવચેતી રાખવી જોઈએ અને ડોક્ટરની સલાહ લેવી અને પછી જ સંભોગ કરવાનો આગ્રહ રાખવો.
કોલ્ડ ફ્લુ પણ હાર્ટ એટેક માટે જ્વાબદાર છે. જેમાં હાર્ટએટેક આવવાની સસંભાવના ઘણા લોકોને આ રીતે રહેલી હોય છે.માટે ફ્લુ થવાના અઠવાડિયા બાદ ઘણા લોકોને હાર્ટ એટેક આવે છે. ઘણી વખત ચેપ સામે લડતી વખતે ફ્હ્ના લોકોનું લોહી પાતળું પડી જાય છે. જેના લીધે તે ગંઠાવાનું ચાલુ થાય છે. અને જેના લીધે હાર્ટ એટેક આવે છે.
કોફી એક કેફી પીણું છે. જેના પીવાથી મગજમા તેની અસર થાય છે. કોફીની અંદર કેફીન રહેલું છે. જેના લીધે તે શરીરમાં વ્યક્તિને હાર્ટએટેક કરી શકે છે. માટે જે લોકોનેદિવસમાં વધારે પ્રમાણમાં કોફી પીવાની આદત હોય તેવા લોકોએ કોફીની આદત સુધારી લેવી જોઈએ.
મોટાભાગે ઘણા વ્યક્તિને સવારના સમયે વધારે પ્રમાણમાં આ હાર્ટએટેક આવતા હોય છે.આપણા મગજમાં ઘણા હોર્મોન્સ રહેલા છે જેમાંથી ઘણા હોર્મોન્સ શરીરને ઊંઘમાંથી જગાડવામાં મદદરૂપ થાય છે. આના લીધે તે હ્રદય પર વધારાનો તણાવ ઉભો કરે છે. રાત્રે ઊંઘી ગયા પછી પાણીનું પીવાનું પ્રમાણ શરીરમાં ઘટી જાય છે જેના શરીરમાં આ ડીહાઈડ્રેશન પ્રકિયા થાય છે અને આ રીતે પાણીના ઘટાડાને લીધે હાર્ટએટેકની સંભાવના વધી જાય છે.
આમ, જો તમારે વધારે પડતા હાર્ટ એટેકનાં કારણોમાં આ બધા જ કારણો જવાબદાર છે, માટે તમારે આ બધા જ કારણોથી બચવાનાં ઉપાયો શરુ કરી દેવા જોઈએ. અમે આશા રાખીએ આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.