આપણે કોઈને કોઈ દાળ કે કઢીમાં તમાલ પત્ર નાખીએ છીએ. આ તમાલ પત્રના લીધે આપણે સ્વાદ આવે છે. જેના લીધે આપણે ઉપયોગ કરીએ છીએ તેમ માનીએ છીએ. પરંતુ આ સ્વાદ કરતા પણ આયુર્વેદમાં ખુબ જ મહત્વ ધરાવે છે. તેની અંદર રહેલા ઔષધીય ગુણોના લીધે તે ઘણી બધી બીમારીઓને દૂર કરી દે છે.
આ પાન દરેક કરીયાણા વાળાની દુકાને મળી રહે છે. આ પાન ઘણી બધી શારીરિક બીમારીઓને દૂર કરવા માટે કામ કરે છે. જેના ફાયદાઓ અનેક છે. તમાલ પત્રને હિન્દીમાં તેજપત્તા તરીકે ઓળખવામાં આવે છે.
આ પાન જો નિયમિત દાળમાં નાખીને ખાવામાં આવે તો તે ડાયાબીટીસનાં દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે. જો ડાયાબીટીસમાં ગંભીર સમસ્યાથી પીડાઈ રહેલા લોકો આ તમાલ પત્રનું સેવન કરીને શરીરમાં ઇન્સુલીનમાં સુધારો કરી શકે છે. તેનાથી વ્યક્તિના લોહીમાં ગ્લુકોઝની માત્રા ઘટી શકે છે.
શ્વાસ સાથે જોડાયેલી બીમારીઓમાં પણ તમાલપત્ર ખુબ જ ઉપયોગી થાય છે. જેમાં ખાંસી, ફ્લુ, બ્રોકાઈટીસ, અસ્થમા અને ઈન્ફ્લુએન્જા જેવી શ્વાસો સાથે જોડાયેલી સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમાલ પત્ર ઉપયોગી છે. તમાલપત્ર અર્કમાં એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. એટલે તે સોજો ઓછો કરવામાં મદદ કરે છે. આ તમાલ પત્રમાં એન્થોલિક એક્સટ્રેકટ અને બીજા અન્ય તત્વ મળી આવે છે. જેમાં એન્ટીઇન્ફલેમેટરી અને દર્દ નિવારક પ્રભાવ હોય છે. જેના કારણે તે શ્વાસ માર્ગ આવેલા સોજો અને લાગુ પડેલી બીમારીઓથી બચાવી શકે છે.
દાંતની સમસ્યા માટે પણ તમાલ પત્ર ઉપયોગી છે. તમાલ પત્રની કુમળી કુંપળોમાં થોડા બાષ્પશીલ તેલ હોય છે. જે લોહીના વહાવાને શ્રેષ્ઠ કરી શકે છે. સાથે તેમાં વિટામીન સી જેવા ટેનિન પણ મળી આવે છે. જે પેઢામાં રહેલા કોષોમાં દબાવ લાવીને સ્વસ્થ બનાવે છે. આ સાથે તમાલ પત્રથી બનેલી રાખનું મંજન કરવાથી પેઢા મજબુત થાય છે. તમાલ પત્ર મોઢામાં ઉછરી રહેલા બેકટેરિયાનો વિકાસ પણ રોકે છે. તમાલ પત્રનું એસેન્શીયલ ઓઈલ હોય છે જે મોઢામાં મળી આવતી સ્ટેફિલોકોકસ ઓરીયસ નામના બેક્ટેરિયા વિરુદ્ધ લડી શકે છે.
કેન્સરથી બચવામાં પણ તમાલ પત્ર ઉપયોગી છે. આપણે બધા જાણીએ છીએ કે કેન્સર એક પ્રકારે જીવલેણ બીમારી છે. આજના સમયે પણ કેન્સરનો કોઈ ચોક્કસ ઈલાજ તો સંભવ નથી. ખાન-પાનમાં ધ્યાન રાખીને અને નિયમિત રૂપથી વ્યાયામ કરીને આ રોગથી બચાવ કરી શકાય છે. આવા સમયે ખોરાકમાં તમાલ પત્ર એક એવી ચીજ છે, જે તમને બચાવી શકાય છે. તમાલ પત્ર કેન્સર કોશિકાઓના વિકાસને અટકાવી દે છે. ખાસ કરીને તમાલ પત્રનું સેવન કરીને પેટના કેન્સરથી બચાવ કરી શકાય છે. તમાલ પત્રમાંથી બનાવેલા અર્કમાં પણ કેન્સર પ્રતિરોધી ગુણ હોય છે. જે સ્તનના કેન્સરના વિકાસને રોકે છે. તમાલ પત્રમાં આવેલા ગુણના લીધે જ તે કેન્સરથી બચાવે છે.
સોજો મટાડવાના ગુણ તમાલ પત્ર ધરાવે છે. જેથી તે શરીરમાં ફૂગના લીધે થતા સંક્રમણ અને તેના વિરુદ્ધ થઇ રહેલી અનેક ચામડીની બીમારીઓ અને સોજા ઠીક કરવામાં ઉપયોગી થાય છે. જેથી જયારે શરીરમાં કોઈ ચામડીનો રોગ થાય છે તેમાં તમાલ પત્રમાંથી રસ કાઢીને લગાડવાથી ઠીક થાય છે. ખાસ કરીને આ તમાલ પત્રમાં એન્ટી ફંગલ ગુણ હોય છે. જેનાથી તે ધાધર, ખસ, ખરજવું, જેવી બીમારીઓથી રક્ષણ કરે છે.
વજન ઓછું કરનારી જડીબુટ્ટીઓમાં પણ તમાલ પત્રનો સમાવેશ થાય છે. ખોરાકમાં તમાલ પત્રનું સેવન કરવાથી તે શરીરમાં વધારાની ચરબી જમા થવા દેતું નથી અને શરીરમાંથી વધારાની કેલરીને દુર રાખે છે. સાથે તમાલ પત્ર વાળા ખોરાક ખાવાથી લાંબા સમય સુધી ભૂખ પણ લાગતી નથી. જેના પરિણામે વજન વધતું અટકે છે.
શરીરમાં જયારે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે ત્યારે તે શરીરમાં ખાસ કરીને હ્રદયમાં બ્લોકેજ સર્જે છે. તે હ્રદયની નળીઓમાં બ્લોકેજ ઉભું કરે છે. આ બ્લોકેજથી બચવા અને કોલેસ્ટ્રોલથી રક્ષણ માટે તમાલ પત્રનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમાલ પત્રમાંથી બનતા ઇથેનોલ અર્ક કોલેસ્ટ્રોલ સીરમ સ્તરને ઓછુ કરવામાં મદદ કરે છે. જેનાથી કોલેસ્ટ્રોલ ઘટે છે.
ખાસ કરીને તમાલ પત્રનું સેવન કરવા માટે તેને ભોજનમાં નાખીને ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી એક તો ભોજનનો સ્વાદ વધે છે સાથે તેમાં રહેલા પોષકતત્વોને લીધે આખા શરીરમાં ફાયદો થાય છે. જયારે ડાયાબીટીસના દર્દીઓ પણ ભોજનમાં નાંખીને તમાલ પત્રનું સેવન કરે તો ફાયદો કરે છે. આ સિવાય તે રાત્રે એક પાંદડાને કટોરીમાં પલાળી દે અને સવારે તેનું ખાલી પેટ સેવન કરે. આ પ્રયોગ નિયમિત કરવાથી ડાયાબીટીસ કન્ટ્રોલમાં આવી જાય છે.
આમ, તમાલ પત્ર શરીરમાં ઔષધીના રૂપમાં ખુબ જ ઉપયોગી છે. તમે તેનું નિયમિત સેવન કરી શકો છો. જેનાથી તમને ખુબ જ ફાયદો રહે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.