મીઠું આપણા માટે ખુબ જ ઉપયોગી છે. જેનો ઉપયોગ આપણા સ્વાદમાં વધારો કરવામાં થાય છે. મીઠું નાખ્યા વગરનો ખોરાંક ખાવાથી જેમાં કોઈ સ્વાદ હોતો નથી. અને આપણને ભાવતું પણ નથી. મીઠું સ્વાદમાં ખારાશ ધરાવે છે. પરંતુ ખોરાકમાં મીઠાશ મીઠાને લીધે હોય છે. જેના લીધે તેને મીઠું કહેવામાં આવે છે.
આ મીઠું આયુર્વેદની દ્રષ્ટીએ પણ ખુબ જ ઉપયોગી છે, જે ક્લોરીંન અને સોડીયમના મિશ્રણથી બને છે. જેમાંથી ક્લોરીંગ ઝેરી તત્વ છે. જયારે સોડીયમ સળગે છે. પરંતુ આ બંને તત્વો મળે છે. ત્યારે તેનાથી એક અમૃત જેવી ઔષધી બને છે. આ મીઠાના પાણીનો ઉપયોગ સ્નાન કરવાથી ઘણા ફાયદા થાય છે.
આ મીઠામાં આ તત્વો ઉપરાંત મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા ખનીજો હોય છે. જે સ્નાન કરવામાં ફાયાદાકારક છે. મીઠાનો ઉપયોગ સ્નાનમાં કરવાથી ચહેરા પર ગ્લો આવે છે. જે ચહેરા પર આવેલી અશુદ્ધિઓને દૂર કરે છે. જે તમારા ચહેરા પર ચમક વધારવામાં ઉપયોગી છે. મીઠાના પાણીથી ન્હાવાથી તેની અંદર મરેલા કોષો બહાર નીકળી જાય છે, અને જેના લીધે ચામડી કોમળ બની જાય છે.
હાડકાનાં દુખાવાની સમસ્યાને ઠીક કરવા માટે પણ મીઠાના પાણીથી નાહવાથી હાડકાનો દુખાવો મટાડી શકાય છે. જે લોકોને હાડકાના સાંધામાં દુખાવો હોય, સ્નાયુમાં તકલીફ આવી હોય, આવી સ્થિતિમાં આ લોકોને મીઠાનું પાણી કરીને ન્હાઈ લેવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. અને દુખાવો મટી જાય છે.
જે લોકોના શરીરમાં લોહીના વહનમાં અનિયમીતતા રહતી હોય, જેના લીધે આં લોકોને મગજની તકલીફ પણ રહે છે. કારણ કે મગજના સ્નાયુ અને કોષોને તંદુરસ્ત રાખવા માટે તેના કેન્દ્રો સુધી શુદ્ધ લોહી પહોંચવું જરૂરી છે. જે લાંબા સમય સુધી સમયઅસર લોહી ના પહોંચે તો તેના લીધે મગજમાં નબળાઈ આવે અને મગજ બરાબર કામ કરતું નથી.
સ્નાયુઓમાં તકલીફને માટે પણ મીઠાના પાણીથી નાહવાથી ફાયદો થાય છે. જે લોકોમાં શરીરમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી, તો તમારે મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ. જે લોહીના પરિભ્રમણને યોગ્ય કરે છે. જે સ્નાયુમાં થાકને કારણે કારણે સ્નાયુઓમાં તકલીફ થઇ રહી હોય તો તેવા સમયે મીઠાના પાણીથી સ્નાન કરવાથી સ્નાયુમાં દુખાવામાં રાહત થાય છે.
ચામડીની સમસ્યા માટે પણ મીઠું ઉપયોગી છે. જેનો ઉપયોગ નહાવામાં કરવાથી ચામડી નરમ અન કોંમળ બને છે. જે કોષોના વિકાસને સુધારે છે અને સ્વસ્થ રાખે છે. જયારે વધારે પડતી ચામડી ખરાબ થઇ ગઈ હોય, ચામડીમાં તકલીફ હોય, ચામડીમાં ફોલ્લીઓ પડી ગઈ હોય, કરચલીઓ હોય તેવા સમયે આ ઉપાય થી ખુબ જ ફાયદો થાય છે. ‘
જયારે ચામડીના રોગો થયા હોય ત્યારે પણ આ ઉપાય ખુબ જ ઉપયોગી છે, જે ત્વચાની તકલીફને ઠીક કરવામાં સાથે ફૂગને પણ દૂર કરે છે. ખોડાની સમસ્યા તેમજ વાળની સમસ્યામાં પણ આ ઉપાય ઉપયોગી છે, આ રીતે નાહવાથી ધાધર પણ થતી નથી.
જે લોકોને વધારે તણાવ રહેતો હોય, તેવા લોકો માટે આ ઉપાય ખુબ જ ઉપયોગી છે. કારણ કે આ ઉપાય કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. જે કોષોના થાક અને કામના બોજને લીધે આવતી તકલીફને લીધે થતી બેચેની થીઈક કરે છે. આ ઉપાય કરવાથી સારી ઊંઘ આવે છે અને મગજને શાંતિ મળે છે.
આ ઉપાય કરવાને લીધે તે વાળમાં રહેલી સમસ્યાને દૂર કરે છે. વાળમાં રહેલી તકલીફોમાં ખોડો, બેક્ટેરિયા, જૂ, લીખ જોવા મળે છે. જે બેકટેરિયાનો નાશ કરવામાં આ મીઠાનું પાણી ખુબ જ ઉપયોગી થાય છે. આ ઉપાયથી વાળને ચમક પણ મળે તેમજ સ્વસ્થ પણ રહે છે. જે માટે આ પાણીથી નિયમિત સ્નાન કરવું.
શરીરમાં તેલના નિયંત્રણ માટે મીઠાનું પાણી ઉપયોગી છે. કારણ કે શરીરમાં રહેલી ચામડીમાં રહેલા નાના નાના છિદ્રો સતત તેલનો સ્ત્રાવ કરે છે. જેના લીધે સતત પરસેવો રહે છે. આ લીધે હંમેશા આપણા શરીરમાં બેક્ટેરિયા વધે છે અને જેના લીધે શરીર દુર્ગંધ મારે છે. આ સમયે આ પાણીથી નહાવાથી એસીડીટી અને તેલના નિયંત્રણમાં આ ઉપાય ખુબ જ ઉપયોગી થાય છે.
આમ, શરીરમાં આવી 10 પ્રકારની સમસ્યા રહેતી હોય તો તેના ઈલાજ તરીકે આપણે આ રીતે મીઠાના પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. જેના લીધે આપણને આ સિવાય પણ ઘણા ફાયદાઓ મળે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.