શરદી અને ઉધરસનો આ રોગ સામાન્ય રોગ છે, પરંતુ આ રોગની ગંભીર અસરથી બીજ બીજા વાયરસ થાય છે અને જેના પરિણામે ઘણા બધા રોગો આવી શકે છે. માટે શરદી અને ઉધરસ તેમજ કફનો ઈલાજ વહેલી તકે કરવો જોઈએ. માટે આ રોગના ઈલાજ માટે ઘણી બધી ઔષધિઓ હોય છે જેના દ્વારા દવા કરતા પણ વહેલી તકે શરદી અને ઉધરસને મટાડે છે.
અમે આ લેખમાં આવી જ આપણી આજુબાજુ જોવા મળતી ઔષધી અને આપણા રસોડામાં રહેલી જડીબુટ્ટીઓ વિશે ચર્ચા કરી કરીશું. આ ઔષધીઓનો ઉપયોગ આપણા વડીલો કફ, શરદી જેવા રોગોમાં કરતા આવ્યા છે. શરદી,ઉધરસ, કફ સાથે જોડાયેલા રોગ છે માટે તેનો ઈલાજ એક સાથે કરી શકાય છે. આપણે પણ આ ઉપાયો વિશે જાણીએ.
શરદી અને કફની સૌપ્રથમ ઈલાજમાં આપણે હળદર અને દુધનો ઉપયોગ કરીએ છીએ. આ ઈલાજ ખુબ જ અસરકારક છે અને મોટાભાગના લોકો અપનાવે છે. આ માટે તમે એક ગ્લાસ ગરમ દુધમાં એક ચમચી હળદર નાખીને સૂતા પહેલા પી શકો છો. હળદરને પાણીમાં નાખીને પણ કરી શકો છો. દિવસમાં બે વખત એક ગ્લાસ ગરમ પાણી કરીને તેમાં એક ચમચી હળદર ભેળવીને પી શકાય છે. જેનાથી કફ, શરદી અને ઉધરસમાંથી રાહત મળે છે.
આદુ બધા જ ઔષધોમાં ખુબ જ અગત્યનું ઔષધ છે. આદુનો ઉપયોગ દરેક પ્રકારની બીમારીમાં કરી શકાય છે. જેમાં ખાસ કરીને શરદી અને ઉધરસની બીમારીમાં આદુ ખુબ જ અગત્યની ઔષધી છે. તમે આદુના તેલના બે ટીપા નાકમાં નાખી શકો છો. જેનાથી તમને ખુબ જ ફાયદો મળશે. શરદી અને ઉધરસ ઠીક કરવા માટે તમે આદુને શેકીને કે તળીને પણ ખાઈ શકો છો. આદુ અને મધને ભેળવીને સેવન કરવામાં આવે તો ખુબ જ ફાયદો મળે છે.
લીંબુ અને મધનો ઉપયોગ કરવાથી શરદી અને ઉધરસમાં ફાયદો મળે છે.બે ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ એક ગ્લાસ ગરમ પાણીમાં કે ગરમ દુધમાં ભેળવીને પીવાથી ખુબ જ લાભ મળે છે. તેનાથી શરદી અને ઉધરસ થોડા જ સમયમાં ઠીક થઇ જાય છે. મધનો ઉપયોગ તજ સાથે પણ કરી શકાય છે. આ લીંબુ અને મધનો પ્રયોગ તમે દિવસમાં ઓછામાં ઓછા બે વખત કરવાથી શરદી અને ઉધરસ મટે છે.
લસણ એક એન્ટીબેક્ટેરીયલ આહાર છે જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારીને બીમાંરી સામે લડીને રોગના જીવાણુંઓને દુર કરે છે. એમાં એન્ટીઓક્સીડેંટ પોષકતત્વ મળી આવે છે જે કફ, શરદી અને ઉધરસને ઠીક કરવામાં મદદ કરે છે. શરદી અને ઉધરસને ઠીક કરવામાં લસણની 7 કળીઓને ઘીમાં શેકીને ખાઈ શકો છો. જેનાથી કફ, શરદી અને ઉધરસ મટે છે.
તુલસી અને આદુને શરદી માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે. તેના સેવનથી શરદી અને ઉધરસથી તરત રાહત મેળવી શકાય છે. આ માટે એક કપ ગરમ પાણીમાં તુલસીનાં પાંચ થી સાત પાંદડા લો. તેમાં આદુના એક ટુકડાને પણ નાખો. તેને થોડા સમય સુધી ઉકળવા દીધા બાદ અને તેનો ઉકાળો બનાવી લો. જયારે પાણી બરાબર અડધું થઇ જાય ત્યારે ગાળીને તમે ધીરે ધીરે પી શકો છો. આ નુસ્ખો કફ, શરદી અને ઉધરસમાં રાહત અપાવવા માટે અસર ખુબ જ અસરકારક છે.
શરદી, કફ અને ઉધરસ માટે હિંગ પણ ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. હિંગનો એક ઘટ્ટ ઘોળ બનાવીને તેને વારંવાર સુંઘવાથી છાતી અને નાકમાં જામેલો કફ સરળતાથી નીકળી જાય છે. હિંગને નાકમાં ઘોળ કરીને નાક અને છાતીની આજુબાજુ તેમજ પગના તળિયા પર માલીશ કરો.તેનાથી નાક સરળતાથી ખુલી જાય છે અને કફ જમા થતો નથી અને શરદીમાં છાતીમાં દુખાવાથી આરામ મળે છે.
શરદી અને ઉધરસના ઇલાજમાં ખજુર ખુબ જ લાભદાયી છે. એક ગ્લાસ દુધમાં દૂધ ઉકાળીને સેવન કરવાથી આ રોગમાં રાહત મળે છે. શરદી અને ઉધરસ માટે આ ખજુરનો ઈલાજ ખુબ જ અગત્યનો છે અને ઘણા બધા રોગોને ઠીક કરે છે.
શરદીમાં સૌથી સરળ ઉપાય છે ડુંગળીને કાપીને સુંઘવી. ડુંગળીને સુંઘવાથી નાખ ખુલી જાય છે અને ઘણી બધી જ સમસ્યાઓને ઠીક કરી શકાય છે. આ ઈલાજ આપણે ઘણા લોકો વર્ષોથી અપનાવીને કદ, શરદી અને ઉધરસમાં ખુબ જ રાહત મેળવી ચુક્યા છે.
સૂંઠ, ગોળ અને ઘીની 10-15 ગ્રામની ગોળીઓ બનાવીને દરરોજ સવારે અને સાંજે ખાવી. આ સિવાય પીપરી મૂળ કે સુંઠ અને ગોળની રાબ બનાવીને પીવાથી શરદી અને કફ મટે છે. મીઠા-હળદર વાળા શેકેલા ચણા દરરોજ મુઠી મુઠી ખાવાથી કફ, શરદી, ઉધરસ અને સળેખમ મટે છે. કાળા મરીનું 2 ગ્રામ ચૂર્ણ 1 કપ દુધમાં ઉકાળીને દરરોજ પીવાથી ખુબ જ ફાયદો થાય છે.
સૂંઠ, મરી અને લીંડી પીપરનું ચૂર્ણ દરરોજ 3 ગ્રામ જેટલું જુના ગોળ સાથે મધમાં અકે દિવસમાં 3 વખત લેવાથી ખુબ જ ફાયદો થાય છે અને શરદી ઉધરસ મટે છે. કપાળ પર ગરમ હળદરનો પાવડર પાણીમાં નાખીને ઉકાળીને ગરમ કરીને કપાળ પર લેપ કરવાથી કફ, શરદી અને ઉધરસમાં ફાયદો રહે છે.
1 લીટર પાણીમાં સુંઠલો 10 ગ્રામનો ગાંગડો નાખીને પાણીમાં ખુબ જ ઉકાળવું. આ પછી તે પાણી ગાળીને આખો દિવસ જરૂર મુજબ પીવું. 100 ગ્રામ દહીમાં મરીની ભૂકી 2 ગ્રામ , ગોળ 15 ગ્રામ મિલાવી દરરોજ બપોરે અને સાંજે ખાવું. કાચું પાણી ન પીવું.
તજ, લવિંગ કે મરી મોઢામાં નાખીને દરરોજ વારવાર ચાવવા. અથવા તજ, લવિંગની 2 થી 3 ગ્રામ ભૂકી મધમાં કે ગોળમાં 3 વખત લેવાથી મટે છે. વાયુ પવનની શરદીમાં સૂંઠ, પાણીમાં ગરમ કરીને કપાળે લેપ કરવો. રાત્રે સૂંઠ, તજ, ગોળના ઉકાળામાં દીવેલ 1 થી 2 ચમચી પીવું. દરરોજ લસણની 8 થી 10 કળી તેલમાં કકડાવીને ભોજન સાથે લેવી. આદું અને ફુદીનાનો રસ 1-1 ચમચી મધમાં લેવો.
જો પિત્તની ગરમીની શરદી માટે દરરોજ દેશી ગુલાબ 2 નંગ સાકર સાથે ચાવી જવાથી કે ધાણા જીરું અને અડધી ચમચી ઘી કે સાકરમાં બે વખત લેવાથી ના સાથે કોથમરીના રસમાં સાકર નાખીને પીવાથી શરદી મટે છે.
દરરોજ ગુલકંદ કે આમળાનો મુરબ્બો દિવસમાં બે વખત ખાવો. જેના લીધે શરદી મટે છે. જયારે ઘણા લોકોને શરદી બાદ ખાંસી કે ઉધરસની સમસ્યા રહેતી હોય છે. ખાંસી કે ઉધરસના ઈલાજ તરીકે આકડાના ફૂલ 1 થી 2 લઈને તેની સાથે કાળા મરી અને ચપટી સંચળ સાથે વાટીને ગરમ પાણી કે ગોળ સાથે સવારે અને સાંજે લેવાથી શરદીના કફને લીધે થયેલી ખાંસી મટે છે. બહેડાની છાલના 3 ગ્રામ ચૂર્ણમાં 1 ગ્રામ મીઠું અને તથા હળદર મેળવીને ગરમ પાણીમાં દિવસમાં 3 વખત લેવું. સાથે ઠંડો કે ગળ્યો ખોરાક બંધ કરવો.
1 કપ ગરમ થતા દુધમાં હળદર 1 ગ્રામ તથા મરી 1 ગ્રામ તથા ગોળ 10 ગ્રામ નાખી, ઉકાળીને સવારે સાંજે પીવાથી ઉધરસ મટે છે. તુલસીના પાનનો અરસ ૨ ચમચી તથા મેથીના પાનનો રસ ચમચી અને જુનો ગોળ કે મધ 10 ગ્રામ મેળવીને સવારે અને સાંજે લેવાથી ખુબ ઝડપથી ખાંસી ઉધરસ મટે છે.
ફુલાવેલ ટંકણખાર 1 ગ્રામ જેટલો લઈને તે 1 ચમચી મધમાં સવારે અને સાંજે લેવાથી મોટી ઉધરસ અને કફ માં રાહત થાય છે. દર્દીને હળદર અને મીઠાવાળા શેકેલા ચણા ખાસ ખવરાવવા. દરરોજ ગંઠોડાની રાબ ખાવા આપવી.
સુંઠ, ભોયરીંગણના ફળ, મરી અને લવિંગનો ઉકાળો કરી, મધ સાથે દિવસમાં 3 થી 4 વખત પીવાથી ઉધરસમાં લાભ થાય છે. કોફી અને ગાજરનો ઉકાળો કરી ગોળ તથા ચપટી સંચળ ભૂકી ઉમેરીને દિવસમાં 3 થી 4 વખત લેવાથી મોટી ઉધરસ કે ઊંટાટીયું મટે છે.
આમ, શરદી અને ઉધરસ અને કફ માટે ઉપરોકઉપચારો ખુબ જ ઉપયોગી છે. આ ઉપચારો આપણે રોજબરોજ જોવા મળતા રોગોમાં કરી શકીએ છીએ અને રાહત મેળવીને આ રોગને મટાડી શકીએ છીએ. આશા રાખીએ કે કફ, શરદી અને ઉધરસના રોગમાં આ ઉપચારો ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.