ચામડીનો રંગ જેનાથી બગડે છે તેને કોઢનો રોગ કહે છે. આયુર્વેદમાં ચામડીના અઢાર પ્રકારના કોઢના રોગ દર્શાવવામાં આવ્યા છે. જેવા કે મહાકુષ્ઠ, લઘુકુષ્ઠ, ક્ષુદ્ર રોગ વગેરે. આ બધા જ રોગોમાં સૌથી પીડાદાયક આ સોરાયસીસ નામનો રોગ છે. આયુર્વેદમાં આ રોગનો મંડળ કુષ્ઠ તરીકે ઉલ્લેખ જોવા મળે છે. આ રોગ પ્રથમ અવસ્થામાં હોય તો કિટીભ, જેનાથી બીજી સ્થિતિમાં લઘુ કુષ્ઠ અને ના મટી શકે તેવી સ્થિતિમાં મંડલ કુષ્ઠ તરીકે આ સોરાયસીસ છે.
સોરાયસીસ ચામડી સાથે જોડાયેલી એક ઓટો ઈમ્યુન રોગ છે. જેમાં ચામડી પર કોશિકાઓ તેજીથી જમા થવા લાગે છે. આ બીમારી વધી જતા લાલ નિશાનો જોવા મળે છે અને જેમાંથી લોહી નીકળે છે. ક્યારેક ક્યારેક તેમાં સોજા પણ થાય છે. તે એક માનસિક વિકાર પણ છે.
આ એક પ્રકારે પિત્તનો રોગ છે. જે રોગના બગડેલા તત્વોમાં જોવા મળે છે. તે ચામડીના નીચેના સ્તરમાં કફ અને વાયુની મદદથી માંસ અને ધાતુમાં ફેલાય જાય છે અને વાયુ કફને સુકવીને તેને પોપડી સ્વરૂપે ચામડી પર લાવે છે. આ સોરાયસીસ રોગ જેટલો શરીરમાં છે એટલો જ માનસિક પણ છે તેથી તેને મટાડવાની યોગ્ય સમજણ આવે તો સાવ સહેલો થઈ જાય છે.
આ રોગમાં પિત્ત ઓછો હોય છે પરંતુ કફનો મધ્યમ અને વાયુનો મોટો પ્રભાવ હોય છે. સામાન્ય રીતે આપણા શરીરની ચામડી 30 થી 40 દિવસમાં બદલાતી રહે છે. પરંતુ જયારે સોરાયસીસ થાય છે ત્યારે આ ક્રિયા બે થી ત્રણ દિવસમાં થાય છે. આ રોગમાં ધાતુ (વાયુ, પિત્ત, કફ) દુષિત થવાના કારણે કષ્ટ સાધ્ય માનવામાં આવે છે.
જ્યાં પણ હવા સુકી હોય, વાતાવરણ વધારે ઠંડું રહેતું હોય, વાતાવરણ વધારે પ્રદુષિત હોય ત્યાં આ વધારે પ્રમાણમાં સોરાયસીસ જોવા મળે છે. ખોરાકમાં દૂધ, પનીર, ચીઝ, માખણ અને જાનવરોનું માંસ વધુ ઉપયોગમાં લેવામાં આવે, ફ્રીઝમાં મુકેલા ઠંડા પીણા, ઠંડું પાણી, ફ્રીજમાં સંગ્રહ કરીને રાખેલી ચીજવસ્તુઓનું સેવન વધુ કરવામાં આવે કે જેનાથી કફ અને વાયુનો પ્રકોપ વધે છે, જેનાથી સોરાયસીસ નામનો આ રોગ થાય છે. ઉપવાસ, ઉજાગરા, અશાંતિ-ટેન્શન વગેરેથી વાયુની વૃદ્ધિ થાય છે. એટલે આ રોગથી બચવું જરૂરી છે.
ચણાની ચીજો, અથાણા, પાપડ તથા દ્રાક્ષ આહાર દ્રવ્યોથી વાયુની અને માવાની મીઠાઈઓ, ઠંડાપીણાં, આઈસ્ક્રીમ, કેળા જેવા આહાર દ્રવ્યોથી કફની વૃદ્ધિ થાય છે. માટે ખાવામાં આવા દ્રવ્યોનો ઉપયોગ કરવો નહિ.
કોઈપણ ચામડીનો રોગ મટે નહી એટલે તે સોરાયસિસમાં પરીણમે છે. મીઠું અને ગળ્યું, ખાટું વધુ ખાવાની ટેવ, જંકફૂડ, દહી, ડુંગળીને રાત્રે ખાવાની ટેવ, દૂધની સાથે દહીં, ખટાશ કે ફળ ખાવાથી સામાન્ય રીતે આ ચામડીનો રોગ થાય છે. ઘણી વખત માસિક ચિંતા, વિચારોને કારણે પણ લોહી બગડે છે.
આ સિવાય સોરાયસીસ રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાથી, આનુવાંશિક રૂપથી, ઇન્ફેકશનથી, કોઈ ઘાવ, મધમાખીનું કરડવું, તણાવ, ધુમ્રપાન અને વધારે શરાબનું સેવન કરવાથી, શરીરમાં વિટામીન ડીની ઉણપ થવાથી કે બ્લડપ્રેસર સંબંધિત કોઈ દવાનું સેવન કરવાથી પણ આ રોગ થઇ શકે છે.
સોરાયસીસ રોગનો પ્રારંભ પગ, ઘૂંટીઓ, આંગળા, માથું, ગરદન, પીઠ અને પેટ પર થાય છે. શરૂઆતમાં ચાંદા લાલ હોય છે અને તે ધીમે ધીમે સુકાયા બાદ અબરખ જેવી ફોતરીમા ફેરવાય છે. સુકાવું અને ફોતરીઓ ઉખડવી તથા તેની રુક્ષતા અને ખંજવાળ આ બધા લક્ષણો વાયુ અને કફનો વધારો સુચવે છે. આ રોગ તીવ્ર રૂપે ઉભરાય છે ત્યારે તિવ્ર કષ્ટ આપે છે.
ચામડીના મોટા ભાગના રોગો લોહીના વિકારને કારણે થતા હોય છે, સોરાયસીસ પણ રક્તમાં આવેલા કફ વિકૃત થવાના કારણે થાય છે. જેનાથી આ રોગથી બચવા માટે કફમાં વધારો કરે તેવો ખોરાક ખાવો ન જોઈએ.
શરીરની સાત ધાતુઓમાં રોગ જેટલી વધુ ધાતુ બગાડે તેટલો તેને મટાડવો મુશ્કેલ બને છે. સામાન્ય ખંજવાળ હોય તો રસ ધાતુ બગડે છે. ચામડીના રંગ બદલાય અને લાલાશ આવે એટલે રક્તધાતુ બગડે છે, ચામડી ઉપસી જાય, સોજો આવે, ભીંગડા વળે એટલે માંસ ધાતુ બગડે છે, ચામડી ઉખાડે છે, સફેદ ફોતરી ઉખડે, લોહી કે પરુનો સ્ત્રાવ પણ થાય. ક્યારેક ગોળ-ગોળ ચકામાં દેખાય અને ચકામાં એકબીજા સાથે ભળી જાય એટલે મેદ ધાતુ બગડે છે. આ ધાતુઓનો બગાડથી શરીરની સાથે મન ઉપર તેની એટલી જ અસર થાય છે.
કુંવાડિયાનો છોડ લીલો મળે તો તેનો રસ કાઢવો. આ રસથી ચામડી પર પડેલા ચકામા પર માલશિ કરવી. લીલા છોડનો રસ વધારે અસરકારક છે. લીલો છોડ ન મળે તો કુંવાડિયાના બીજનો પાઉડર બનાવી એલોવેરા જયૂસ કે જેલી સાથે મેળવી પેસ્ટ બનાવી સોરાયસીસના ચકામા પર લગાડી શકાય.
આયુર્વેદિક રીતે દવા બનાવીને સોરાયસીસને મટાડી શકાય છે. આ આયુર્વેદિક દવા બનાવવા માટે 2 હળદર અને અડધી ગુલાબજળનો લેપ બનાવવો. આ પછી તેમાં થોડી તેમાં ફટકડીનો પાવડર કરીને અડધી ચમચી આ પાવડર નાખવો. આ આ બધા જ મિશ્રણને યોગ્ય રીતે મિક્સ કરી દેવું. આ મિશ્રણ મિક્સ થઈ ગયા બાદ એલોવીરા એટલે કે કુવારપાઠું લાવીને તેના પાંદડાની અંદર રહેલો ગર્ભ કાઢી લેવો. આ ગર્ભને આ બનાવેલા મિશ્રણમાં એક ચમચી જેટલો નાખવો. આ બધું હલાવીને મિક્સ કરીને તેને સોરાયસીસના રોગ પર લગાવવું. આ રીતે લગાવવાથી સોરાયસીસની સમસ્યા ઠીક થઈ જશે.
આ સીવાય બાવચીના બીજ આ પ્રકારના રોગમાં ઉપયોગી છે, આ બીજને દુધમાં વાટી લેવા. જેમાંથી 3 ચમચી જેટલો આ વાટેલો પેસ્ટ લેવો. આ પછી લીમડાના તાજા પાંદડા લેવા. આ તાજા પાંદડાને પીસીને તેનો 2 ચમચી જેટલો પેસ્ટ બનાવી લેવો અને સફેદ માખણ ભેળવીને બરાબર મિક્સ કરી લેવું. આ પછી તેમાં પીપળાનની છાલ લાવીને તેને ખાંડીને તેનો પેસ્ટ બનાવી લેવો આ પેસ્ટમાંથી 1 ચમચી જેટલો પેસ્ટ મિશ્રણમાં ભેળવી દેવો. આ પેસ્ટમાં અડધી ચમચી જેટલું નારિયેળનું તેલ નાખવું. આ તેલ નાખીને તેલ એકરસ થઈ જાય પછી આ પેસ્ટ સોરાયસીસના પ્રભાવિત સ્થાન પર દિવસમાં 2-3 વખત લગાવવું. આ રીતે પ્રયોગ કરવાથી ચામડીના આ સોરાયસીસ રોગની સમસ્યા ઠીક થઈ જાય છે.
આમ, આ ઉપરોક્ત બંને ઉપચારો કરવાથી સોરાયસિસની ચામડીની સમસ્યા ઠીક થઈ જશે. સાથે માનસિક રીતે પણ સ્વસ્થ રહેવું. આ ઈલાજ કુદરતી રીતે જડીબુટ્ટીઓ પર આધારિત છે. આ પેસ્ટને જડીબુટ્ટીઓ ઉપર આધારિત હોવાથી તે વધારાની કોઈ આડઅસર કરતું નથી. અમે આશા રાખીએ કે આ માહિતી સોરાયસીસના ઈલાજ માટે ખુબ જ ઉપયોગી થાય.
નોંધ: મિત્રો આ બધી માહિતી આયુર્વેદિક પુસ્તકો અને આયુર્વેદિક ડોકરો ની સલાહ અને જાણકારી મુજબ લખેલા છે. દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે એટલે ડોક્ટરની સલાહ પ્રમાણે પ્રયોગ કરવો