અહી તમને શીળસ નો ઘરગથ્થુ ઉપચાર તેમજ ચામડીના રોગો નો આયુર્વેદિક ઉપચાર આપવામાં આવ્યો છે. શીળસએ એક પ્રકારનો શરીર પર નીકળતો રોગ છે, જેને આયુર્વેદમાં શીતપિત તરીકે ઓળખવામાં આવે છે. શીળસ ને અંગ્રેજીમાં URTICARIA કહેવામાં આવે છે. આ રોગ પિત્તનાં કારણે થાય છે. આ રોગમાં શરીર પર ચકતા નીકળે છે. ઘણી વખત સડો થઈ ગયો હોય કે ઘણી વખત શરીર પર ચકતા ઉભરી આવે છે. ઘણા લોકોને ક્રોનિક બીમારી રહેતી હોય છે, જેના લીધે તેઓને આજીવન દવાનું સેવન કરતા રહેવું પડે છે.
આ શીળસ થવાનું મુખ્ય કારણ છે હિસ્ટામીન નામનું ટોક્સીન, જયારે આ ઝેર ચામડીમાં પ્રવેશ કરી લે છે ત્યારે આ રોગ આપણા શરીરને અસર કરે છે. શીળસ એક ચામડીનો રોગ છે. શરીરની ચામડી પર જલન અને જલન વગર પણ લાલ ઊભરાયેલા, ખંજવાળ વાળા ચકતા નીકળે છે. દવાઓની આડઅસર, એલર્જી, જીવ જીવાણુંઓના ડંખ, ખાવાની ચીજોમાં રસાયણ હોવું, સૂરજનો તેજ તડકો લાગવો, સંક્રમિત પાણી, ખુબ ઠંડી હવા લાગવી વગેરે શીળસના મુખ્ય કારણો છે.
હળદર પ્રાકૃતિક એન્ટીબાયોટીક છે, એટલા માટે તે શીળસમાં પણ ખુબ જ લાભદાયક છે. આ શીળસના ઈલાજ માટે અડધી ચમચી હળદરનો પાવડર લેવો, જેમાં અડધી ચમચી મધ સરખી રીતે ભેળવી દેવું. આ મિશ્રણનું દરરોજ એક વખત સેવન કરવું. આ ઉપાય કરવાથી શીળસ ખુબ જ જલ્દી ઠીક થઇ જાય છે.
કુવાર પાઠાનો ગર્ભ એટલે જે એલોવીરા જૈલ ચામડીના દરેક પ્રકારના રોગો માટે ખુબ જ સારી ઔષધી છે. આ માટે કુવાર પાઠાનો ગર્ભ કાઢી લેવો. કુવાર પાઠાના આ ગર્ભને શીળસથી પ્રભાવિત પૂરા ભાગ પર લગાવવો જોઈએ. જેને 30 મિનીટ સુધી લગાવી રાખવો અને સુકાઈ જાય ત્યારે ફરી વખત લગાવવો. આવું દિવસમાં ઘણી વખત કરવાથી શીળસનો રોગ બિલકુલ ઠીક થઈ જાય છે.
આ સિવાય શીળસના ઈલાજ માટે એક કપ પાણી લેવું. તેમાં ફુદીનાના 10 પાંદડા નાખવા. જેમાં 1 ચમચી ખાંડ ભેળવીને તેને ઉકાળી લેવા. આ પછી તેને ગાળીને ઠંડું કરી લેવું. ફુદીનાના આ પાણીને દરરોજ દિવસમાં 1 વખત પીવાથી શીળસનો રોગ જલ્દી મટી જાય છે.
ભોજનમાં કાળા મરીનું સેવન કરવું જોઈએ. ચમચીના ચોથા ભાગનું દરરોજ ખાલી પેટ કે ઘીમાં ભેળવીને કાળા મરીને લઈ શકાય છે. મિશ્રી સાથે ભેળવીને પણ કાળા મરી ખાઈ શકાય છે. દરરોજ શરીરમાં નારીયેળના તેલમાં કપૂર ભેળવીને માલીશ કરવું જોઈએ. આ માટે કપૂરનો પાવડર બનાવી લેવો. ચમચીના ચોથા ભાગના પાવડરને મોટા ચમચા જેટલા તેલમાં ભેળવીને પૂરા શરીર પર માલીશ કરવી જોઈએ.
દરરોજ સવારે અને સાંજે માલીશ કરવી. જો તમે દરરોજ આમ કરશો તો શીળસ નીકળતા હય તો બળતરા અને ખંજવાળ નહિ આવે. જેના લીધે જે ચકતાં બને છે તે ચકતા નહિ બને. આ માટે આ રીતે દરરોજ શરીર પર માલીશ કરવી.
આયુર્વેદમાં શીળસના ઉપચાર માટે ગળો એક ખુબ જ ઉપયોગી ઔષધિ આપવામાં આવી છે. જેને આપણે ખુબ જ સારી રીતે જાણીએ છીએ. આ માટે ગળોનો પાવડર કરીને દરરોજ એક ચમચી પાવડર પાણી સાથે ખાલી પેટ લેવો જોઈએ.
આ સિવાય શીળસ ગરમી અને ઠંડીના કારણે પણ શીળસ થઈ શકે છે, જો તમે ગરમીના દિવસોમાં ક્યાય બહારથી આવી રહ્યા હોય અને તમારું શરીર ખુબ જ ગરમ થઈ ચુક્યું હોય, જ્યાંથી તમને પરસેવો આવી રહ્યો હોય, આ સમયે કોલ્ડ્રીંક, ઠંડા પાણી કે આઈસ્ક્રીમ ખાવાથી તમને આ રોગ થઇ શકે છે.
અસ્વસ્થ ખોરાકથી પણ શીળસ થાય છે. બજારમાં મળતા તળેલા કે શેકેલા અને વધારે મસાલા વાળા ખાટા રસોથી બનાવવામાં આવેલા ભોજન કે જેને ફાસ્ટફૂડ તરીકે ઓળખવામાં આવે છે, અને ચાયનીઝ ભોજન તરીકે ખાવામાં આવે છે. આ બધો જ ખોરાક શરીર માટે હાનીકારક હોય છે અને જાતજાતના રોગોને ઉત્પન્ન કરે છે. જેના લીધે શીળસ પણ નીકળે છે.
જ્યારે શરીરમાં પિત્ત મંદ પડી જાય છે ત્યારે તમને આ બીમારી થઈ શકે છે, પિત્ત આપણા શરીરની અગ્નિ છે. પિત્ત શરીરમાં પાચન કરવાનું કાર્ય કરે છે. જયારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે જે પાચન થતું નથી અને અગ્નિઓ મંદ પડી જાય છે, ત્યારે તે ટોક્સીન બને છે.
તમને કોઈ પદાર્થની એલેર્જી હોય, ઘણા લોકોને કાજુ અને બદામની એલેર્જી હોય, ઘણા લોકોને શીંગદાણાની એલેર્જી હોય, ઘણા લોકોને દરિયાઈ ખોરાકથી એલેરજી જેવા કે જિંગા અને માછલીથી એલેર્જી હોય, ઘણા લોકોને ગ્લુટોનની એલેરજી હોય, ઘણા લોકોને દુધની એલેરજી હોય, આ પ્રકારની તમને એલેર્જી હોય અને આ વસ્તુ ખાઈ લીધી હોય તો શીળસ થઈ શકે છે.
ઘણા લોકોને સ્ટ્રેસ વધી ગયો હોય, વધારે પ્રમાણમાં કામ કરી લીધું હોય, તો એટ્રીનાલીન નામની એક ગ્રંથી હોય છે, તે તરત ઉતિજીક થઈ જાય છે. જેના લીધે શીળસના લક્ષણો દેખાય છે. આ શીળસના કારણો ઘણા હોય શકે છે. ઘણા લોકોને થોડા સમય માટે આ રોગ થાય છે અને પોતાની મેળે જ ઠીક થઈ જાય છે.
ઘણા લોકો ન્હાઈને નીકળે ત્યારે તરત તેના શરીર પર આવા ચકતાં પડેલા જોવા મળે છે. ઘણા લોકોને તો આ સમસ્યા કાયમ રહેતી હોય છે. આ રોગમાં ખંજવાળ ખુબ નીકળે છે. આ સમસ્યાને આપણે જડમૂળમાંથી દૂર કરી શકીએ છીએ.
આ રોગને અટકાવવા માટે આપણને ખબર હોય કે આ ખોરાકથી શીળસ નીકળે છે તો તેનાથી દૂર રહેવું જોઈએ. તેનું સેવન ન કરવું જોઈએ. ભારે ખોરક ખાવો ન જોઈએ. દૂધ અને દૂધથી બનેલી ચીજો ન ખાવી જોઈએ. મીટ ખાતા હોય તો મીટ બંધ કરી દેવું જોઈએ. હલકું ભોજન કરવું જોઈએ. પાણી વધારે પ્રમાણમાં પીવું જોઈએ. ઉષ્ણ જળનું સેવન કરવું જોઈએ.
આમ, આ રીતે ઉપચાર કરી લેવાથી શીળસ મટી જાય છે. આ ઉપાય કરતા સાથે થોડી કાળજી રાખી લેવી. આ કાળજી રાખવાને લીધે શીળસ મટાડવામાં ખુબ જ સરળતા રહે છે. આ ઉપચાર શીળસને ખુબ જ જલ્દી મટાડી શકે છે. અમે આશા રાખી કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.