હવામાં વાયરસનું પ્રમાણ વધતા જ શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ શરદી અને ઉધરસ સામાન્ય લાગતી બીમારી છે, પરંતુ જયારે આ શરદી ઉધરસ સાથે ન્યુમોનિયા કે કોરોના જેવા વાયરસ ભળી જાય છે ત્યારે શરીરમાં રહેલા કફમાં ભળીને પોતાનું સંક્રમણ ફેલાવે છે.
અત્યારે ઉનાળાની ઋતુની શરૂઆતમાં ફેફસામાં રહેલો કફ ઓગળીને નાક વાટે બહાર આવે છે અને જેથી જેથી આ કફમાં વાઇરસના જીવાણુઓ બળી જાય છે. જેના પરિણામે ઉનાળાની આ શરૂઆતમાં શરદી, ઉધરસ જેવી વાયરલ બીમારીઓનું પ્રમાણ વધારે હોય છે. જેના પરિણામે આપણે જાતજાતની દવાઓ લેતા હોય છીએ. પરંતુ આ દવાઓ આપણને આડઅસર પણ વધારે પ્રમાણમાં કરતી હોય છે.
જયારે જો આયુર્વેદિક જડીબુટ્ટીઓનો સહારો લેવામાં આવે તો શરદી ઉધરસના આવા રોગથી બચી શકાય છે અને કફને બહાર કાઢી શકાય છે. આ બીમારીનો ઈલાજ આપણા રસોડામાં જ હોય છે. આપણા રસોડામાં આવી ઘણી બધી ચીજો હોય છે જેના લીધે આવા વાયરલ રોગોનો ઈલાજ કરી શકાય છે.
જેમાં સૌપ્રથમ જોઈએ તો આદુએ શરદી અને ઉધરસ સાથે કફનો મોટી ઔષધી છે. આદુમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે આપણા શરીરમાં રોગ સામે લડવાની શક્તિ ઉત્પન્ન કરે છે. સાથે જ તેની ગરમ પ્રકૃતિ પણ શરદી અને ઉધરસને મટાડે છે. એક તપેલીમાં ગરમ પાણીમાં આદુ, તુલસી વગેરેને મિક્સ કરીને પીવાથી તેમજ તેની નાસ લેવાથી વાઈરસ નાશ પામે છે. તેમજ શરીરમાંથી કફ બહાર નીકળી જાય છે.
એક ચમચી મધ પાણીમાં ભેળવીને રાત્રે સુતા પહેલા પીવાથી કફનો નાશ પામે છે. મધમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો હોય છે સાથે કફનાશક ગુણ હોય છે જે શરીરમાંથી કફને દુર કરે છે. સવારે ખાલી પેટ બે ચમચી મધ પીવાથી શરીરમાંથી કફ બહાર નીકળી જાય છે. મેથીની ભાજી બનાવીને ખાવાથી કફ મટે છે.
મધ ખુબ જ ઉપયોગી ઔષધીઓના રસમાંથી બનાવવામાં આવ્યું હોય છે. આ માટે તેના ગુણ અનેક રોગોના ઈલાજ માટે ઉપયોગી છે. મધ શરદી અને ઉધરસની અત્તિ ઉત્તમ દવા છે. સવારે અને સાંજે ખાલી પેટ બે ચમચી મધ પાણી સાથે પી લેવામાં આવે તો ફેફ્સામાંથી નાક સુધીનો કફ નીકળી જાય છે જેના પરિણામે તેના લીધે ચાલતી શરદી અને ઉધરસની બીમારીઓ ગાયબ થઈ જાય છે.
મધમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટીઈન્ફ્લામેટ્રી જેવા ગુણ રોગ પ્રતિકારક શક્તિ વધારીને વાયરસનો નાશ કરે છે. આ ઉપાય આપણે ત્યાં ખુબ જ પ્રાચીન સમસ્યથી થાય છે. તુલસીના પાંદડાનો રસ અને મધ મિક્સ કરીને પીવાથી પણ શરદી અને ઉધરસ મટે છે.
હળદરને દુધમાં ગરમ કરીને પીવાથી ગળું ચોખ્ખું થાય છે અને ગળામાંથી અને નાકમાંથી કફનો નાશ થાય છે. ફુદીનાની ચા બનાવીને તેની અંદર મીઠું નાખીને પીવાથી શરીરમાં રહેલો કફ ઓગળીને બહાર નીકળી જાય છે.
આદુના ટુકડા કરીને તેમાં લીલી હળદરના ટુકડા પણ ભેળવી દો. આ ટુકડામાં કાળા ફુદીનો અને તુલસીના પાન નાખી થોડું ગરમ કરીને પી જવાથી કફ મટે છે. હિંગને સુંઘવાથી નાકમાં જમા કફ નાકમાં જમા કફ બહાર આવે છે અને ગંદકી દુર થઈ જાય છે.
એક કપ ગરમ પાણીમાં સાકર નાખો. તેમાં ધાણા, જીરું અને વરીયાળી, મેથીને વગેરેને શેકીને ખાંડી નાખો. તેમાં દૂધ નાખો. બાદમાં આ મિશ્રણ ગાળીને પી લો. જેના લીધે કફ બહાર નીકળી જશે. એક આદુનો ટુકડો ખાંડીને એક કપ પાણીમાં નાખીને ઉકાળીને તેમાં બે ચમચી મધ નાખીને પીવાથી કફ શરીરમાંથી ઓગળીને નીકળે છે.
એક ગ્લાસ ગરમ પાણીમાં મીઠું નાખીને ગડગડીયા કોગળા કરવાથી ગળામાં રહેલો કફ બહાર નીકળે છે. એલચીને ખાંડીને રૂમાલમાં નાખીને સુંઘવાથી કફ નીકળી શરીરમાંથી કફ નીકળી જાય છે અને શરદી અને ખાંસી ઠીક થાય છે. જાયફળને ખાંડીને તેની એક ચપટીની માત્રાને દુધમાં નાખીને પીવાથી કફનો નિકાલ થાય છે.
જયારે શરીરમાં કફ વધે છે ત્યારે તે નાક અને શ્વાસનળીમાં ભરાઈ જાય છે અને શ્વાસ લેવામાં સમસ્યા ઉભી કરે છે ત્યારે મેથીના પાંદડાની શાકભાજી સવારે અને સાંજે અને મેથીના બીજને એક ચમચીની માત્રામાં દૂધ સાથે સેવન કરવાથી કફની બધી જ સમસ્યા દૂર થાય છે.
કપૂરની એક ગોળી લઈને તેને રૂમાલમાં લઈને પોટલી વાળીને સુંધવાથી આરામ મળે છે અને બંધ નાક ખુલી જાય છે. કેસરને દુધમાં ઘૂંટીને 3 વખત નિયમિત રૂપથી થોડા દિવસો સુધી પીવાથી કફ અને ખાંસીથી આરામ મળે છે.
ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી કફ ઠીક થાય છે. કાળા મરીનો પાવડર લઈને તેમાં સાકરને ખાંડીને પીવાથી કફમાં લાભ થાય છે. 6 ગ્રામ કાળા મરીને વાટીને તેમાં 30 ગ્રામ ગોળ અને 60 ગ્રામ સાકર ભેલીને સવારે અને સાંજે 5 દિવસ સેવન કરવાથી બગાડ થયેલો કફ ઠીક થાય છે અને બહાર નીકળી જાય છે અને ફરી આ કફ થતો નથી.
મેથી અને અળસીને 3 થી 4 ગ્રામની માત્રામાં લઈને 1 ગ્લાસ પાણીમાં ઉકાળો અને 1 ગ્લાસ પાણીમાં ઉકળી જાય ત્યારે 3 થી 4 ટીપા નાકમાં નાખતા નાકમાંથી કફ બહાર નીકળે છે. ગાયના શુદ્ધ દેશી ઘી ઓગાળીને 2 ટીપા નાકમાં નાખવાનો પ્રયોગ ત્રણ મહિના સુધી કરવાથી જૂનામાં જુનો કફ પણ મટી જાય છે.
સૂંઠ 50 ગ્રામ, કાળા મરી 20 ગ્રામ, હળદર પાવડર 50 ગ્રામ, દવા વગરનો ગોળ 250 ગ્રામ. લઈને દેશી ગોળને કડાઈમાં ગરમ કરીને ઓગળે એટલે તેમાં બધી ઔષધીઓ નાખીને બરોબર મિક્સ કરીને ગોળીઓ બનાવીને શરદી, ઉધરસ, તાવ વખતે લેવાથી 2 દિવસમાં મટે છે.
ગરમ પાણીમાં લીંબુને નીચોવીને તેમાં કાળા મરીનું ચૂર્ણ ભેળવીને એક કપ દૂધ સાથે દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી શરદી અને ખાંસી મટે છે. રાત્રે કાળા મરી અને ચાવીને ઉપર અજમાનું ચૂર્ણ પાણી સાથે પી લેવાથી ખાંસી મટે છે.
એક કપ નવશેકા ગરમ પાણીમાં થોડું મીઠું અને હળદર નાખીને દિવસમાં બે ત્રણ વખત નાખીને કોગળા કરવા તેમજ દુધમાં એક ચમચી જેટલી હળદર નાખીને પીવાથી ગળામાંથી, નાકમાંથી અને શ્વાસનળીમાં રહેલો કફ ઓગળીને બહાર નીકળી જાય છે. હળદર અને મધ પીવાથી પણ શરદી અને ઉધરસ મટે છે.
હળદર પણ એન્ટીઓક્સીડેન્ટ ગુણો ધરાવે છે, સાથે હળદરમાં એન્ટીફંગલ ગુણો પણ હોય છે. જે ચામડીના રોગોનો નાશ કરવા માટે સક્રિય હોય છે. શરદી- ઉદરસ અને ફ્લુ જેવા વાઈરલ ઇન્ફેકશનને દુર કરવા માટે પણ તે ઉપયોગી છે. હળદર એન્ટી બાયોટીક અને એન્ટી સેપ્ટિક ગુણ શરદી, ઉધરસ અને કફને મટાડે છે.
કફમાં મોમાં લોહી આવે છે તો હળદરના છાડીયા છાંયડામાં સુકાવીને બારીક કરીને બરાબર જ મિશ્રીમાં મિલાવી લો 5 ગ્રામ તાજા પાણીની સાથે દિવસમાં બે વાર ખાઓ. ખાંસીની સાથે લોહી આવવાનું બંધ થશે.
કાજુ અને તુલસીના પાંદડા સાથે વાટીને તેની મોઢામાં 7 મિનીટ રાખી મુક્યા બાદ તેને થોડા થોડા ચાવતા હોઈએ એ રીતે ખાઈ જવાથી ગળાનું શરદી, કફ, ઉધરસનું અને મોઢાના ચાંદાનું સંક્રમણ અટકે છે. ખાંસીની તકલીફમાં લવિંગને આગ પર શેકીઈને ફૂલી ગયા બાદ સાકરના ટુકડા સાથે મોઢામાં રાખવાથી ખાંસી બંધ થઈ જાય છે.
વરીયાળી અને અજમાને પાણીમાં ઉકાળીને તેમાં મધ ભેળવીને ત્રણ કલાકે પીવાથી શરદી અને ખાંસી ઠીક થાય છે, નાકમાંથી પાણી પડવાની સમસ્યા ઠીક થાય છે તેમજ ગળામાં બળવાની તેમજ સોજો આવી જવાની સમસ્યા ઠીક થાય છે.
લીમડાના પાંદડાને વાટીને પાણીમાં પલાળીને કરીને પીવામાં આવે તો શરદી અને ઉધરસ મટે છે. એક ચમચી મધમાં કાળા મરી ચૂર્ણ ભેળવીને ખાવાથી ખાંસી અને ઉધરસ મટે છે. કપૂરની કચરી મોઢામાં ચાવવાથી અને કપૂરને સરસીયા તેલમાં ભેળવીને છાતી અને પીઠ પર માલીશ કરવાથી ખાંસી અને કફનો ઈલાજ ઠીક થાય છે.
અર્જુન અને અરડૂસી ચૂર્ણ મધ સાથે સવારે અને સાંજે લેવાથી ઉધરસ મટે છે. ખજૂરને એક ગ્લાસ દુધમાં સારી રીતે ઉકાળીને પછી ખજુર ખાઈને ઉપરથી દૂધ પીવાથી શરદી અને ઉધરસ તેમજ ખાંસીની તકલીફ મટે છે. ગરમ પાણીમાં લીંબુનો રસ નીચોવીને પીવાથી નાક અને ગળું ખુલે છે અને શ્વાસ લેવાની તકલીફ મટે છે.
એલચીને વાટીને તેને રૂમાલમાં બાંધીને સુંઘવાથી શરદી અને ઉધરસ ખાંસીની સમસ્યા ઠીક થાય છે. 10 ગ્રામને આદુમાં ઉકાળીને લગભગ 200 મિલીલીટર ગરમ પાણીમાં ઉકાળીને તેને ગાળીને ખાંડ ભેળવીને એક કપ ગરમ દુધમાં ભેળવીને સવારે અને સાંજે સેવન કરવાથી ખાંસી અને નાક વહેવાની તકલીફ તેમજ શરદી અને જુકામ મટીને ખાંસી- ઉધરસની તકલીફ મટે છે.
મરી શરદી, ઉધરસ અને ખાંસીનો સારો ઈલાજ છે. કાળા મરી અકે સફેદનો પાવડર મધ સાથે ચાટવાથી કફ ઓગળીને બહાર નીકળે છે. આપણે રસોડામાં મસાલા તરીકે ઉપયોગ કરતા તીખા તરીકે પણ ઓળખાતું આ મરી ખુબ જ સારું એન્ટીઓક્સીડેન્ટ છે. સાથે તે એન્ટીબાયોટીક પણ છે જે બેક્ટેરિયાનો સફાયો કરે છે તેમજ લોહીનું પરિભ્રમણમાં નિયંત્રિત કરે છે, કાળા મરીને ગરમ પાણીના ઉકાલમ નાખીને પણ પી શકાય છે.
લસણને આપણે ભોજનમાં નાખીને વાપરીએ છીએ. જયારે આ લસણને વાટીને તેને તુલસીના પાંદડાના રસમાં નાખીને પાણીમાં ગરમ કરીને પીવાથી શરદી અને ઉધરસ સાથે કફનો પણ નાશ થાય છે. લસણમાં રહેલા તેના ગુણો શરદી અને તેના વાયરસ સામે લડવાની શક્તિ આપે છે અને સાથે વાયરસનો પણ નાશ કરે છે. માટે આ ઈલાજ થી શરદી અને ઉધરસ તેમજ કફ મટે છે.
આમ, આ ઉપરોક્ત આપણને રોજ બરોજ જોવા મળતી શરદી, ઉધરસ, કફ, નાકમાંથી પાણી, નસકોરા બંધ થઈ જવા અને ગળામાં બળવું તેવી તમામ સમસ્યાઓમાં આ ઉપાયો ખુબ જ ઉપયોગી છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે આવા વાયરલ ઈન્ફેકશનના રોગને ઘર માં જ રહેલી આવી વસ્તુઓનો ઉપયોગ કરીને મટાડી શકો. આયુર્વેદ અપનાવો રોગથી બચો.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.
Good but I How to remove water insid lunges? Please send me recipi..