કોઈ પણ ઋતુની શરૂઆત પવનની દિશા બદલવાથી અને આબોહવામાં ફેરબદલ થવાથી આપણે કફ અને તેને લીધે થતી શરદી, ઉધરસ, ખાંસી જેવી બીમારીઓનો ભોગ બનીએ છીએ. સાથે શરદી ઉધરસ સાથે જોડાયેલી બીમારીઓ માથામાં દુખાવો, તાવ અને વાઈરસનું સંક્રમણ જેવી ઘણી બીમારીઓ લાગે છે.
આવી બીમારીઓમાં મુખ્ય કફનો આધાર રહે છે. કફમાં આ રોગના વાયરસ ભળી જાય છે અને બીમારીઓને ફેલાવામાં મદદ મળે છે. માટે જો કફનો ઈલાજ કરીને કફને કાઢી નાખવામાં આવે તો અન્ય બીમારીઓ પણ અટકી શકે છે. કફ ફેફસામાં હોય છે માટે અમે આ લેખમાં કફને દુર કરવાના ઉપચારો જણાવી રહ્યા છીએ.
ગોળનું સેવન ખુબ જ ફાયદાકારક હોય છે, ગોળ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે પરંતુ તે ગરમ સ્વભાવ ધરાવે છે. માટે શિયાળાની ઋતુમાં જો કફ થયો હોય તો ગોળનું સેવન કરવામાં આવે તો કફ શરીરમાંથી બહાર નીકળી જાય છે.
મધ કફનાશક ગુણ ધરાવે છે. મધમાં અનેક ઔષધીઓના ફૂલોનો રસ હોય છે માટે તે એન્ટીઓક્સીડેંટ અને એન્ટીબાયોટીક સહીત અનેક ગુણો ધરાવે છે. જો કફનો નાશ કરવામાં આવમાં મધ ખુબ જ ઉપયોગી છે. સવારે ખાલી પેટ બે ચમચી મધનું સેવન અને સાંજે ખાલી પેટ મધનું સેવન કરવાથી કફ શરીરમાંથી બહાર નીકળી જાય છે અને ફેફસા શુદ્ધ થઈ જાય છે.
કાળા મરી કફ નાશક છે. કાળા મરીના થોડા દાણાને સારી રીતે વાટી લો. બે કપ પાણી ગરમ કરીને તેમાં આ કાળા મરીનો પાવડર નાખીને મિક્સ કરી લો. જયારે આ પાણી ઉકળીને અડધું થઇ જાય ત્યારે તેને ઉતારીને ગાળી લો. તેમાં એક ચમચી મધ ભેળવીને સારી રીતે મિક્સ કરીને સવારે અને સાંજે સેવન કરવાથી ફેફસામાંથી કફ નીકળી જાય છે.
આદુ અને તુલસી કફનું સેવન કરવાથી કફ ઓછો થાય છે. આદુને પીસીને તેને પાણીમાં નાખીને તેમાં તુલસીના પાંદડા નાખીને ગરમ કરીને પીવાથી કફ ઓગળીને બહાર નીકળી જાય છે. આ કફના ઇલાજનો સાવ સરળ ઉપાય છે. તુલસી અને આદુ એન્ટીઓક્સીડેંટ અને કફ નાશક ગુણ ધરાવે છે.
આદુ અને લસણ ગળામાં જામેલા કફને ખુબ જ સરળતાથી બહાર કાઢે છે. આદુ અને લસણનું સેવન ગરમ કરીને પાણીમાં ઉકાળીને આ પાણી પીવાથી કફ નીકળી જાય છે. આ સાથે વધેલા પાણીમાં બાફેલા લસણ અને આદુને મિક્સ કરીને તેમાં ફુદીના પાંદડા નાખીને સેવન કરી લેવાથી કફ નીકળી જાય છે.
લીંબુ અને મધ બંને ઔષધીઓ કફ નાશ કરવાના ગુણ ધરાવે છે. સાથે તે વિવિધ પ્રકારે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. એક ચમચી મધ અને બે ચમચી લીંબુનો ગરમ રસ પાણીમાં ભેળવીને પી શકાય છે. તેનાથી ખુબ જ રાહત મળે છે અને કફ ફેફસામાંથી બહાર નીકળે છે અને શરદી અને ઉધરસ જેવા રોગોથી બચી શકાય છે. આ ઉપાય કરવાથી ગળામાંથી કફ નીકળી જતા નસકોરા બંધ થઈ જવા, નાકમાંથી પાણી પડવું, ગળામાં સોજો, ગળામાં બળવું જેવી બીમારી પણ ઠીક થાય છે.
ડુંગળીમાં એવા ગુણો હોય છે જેનાથી છાતીમાં જામેલા કફમાં તરત આરામ આપે છે. 1 નાની ડુંગળી, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી પાણી અને અડધી ચમચી મધ ભેળવીને થોડું ગરમ કરીને આ મિશ્રણને પીવાથી કફ સરળતાથી છાતીમાંથી બહાર નીકળી જાય છે.
અનાનાસનો રસ એન્ટીઇન્ફલેમેટ્રી અને એન્ટી ડીટોક્સીફાઈ ગુણ ધરાવે છે જેના કારણે અનાનસનો રસ કફથી રાહત અપાવે છે. એક ગ્લાસ તાજો અનાનાસનો રસ ભોજન સાથે કે ભોજન બાદ દિવસમાં 1 થી 2 ગ્લાસ અનાનાસના રસનું સેવન કરવાથી કફ નીકળી જાય છે.
નીલગીરીનુ તેલ કફ નાશક ગુણ ધરાવે છે. 1 વાસણમાં ગરમ પાણી કરી અને તેમાં નીલગીરીના તેલના થોડા ટીપા નાખો. આ પછી વરાળ બહાર ન નીકળે તે રીતે અંદરથી આ તેલની નાસ લો. આ રીતે 10 વખત નાસ લેવાથી આ પ્રયોગ સવારે અને રાત્રે સુતા પહેલા કરવાથી કફ છાતી અને ફેફસામાંથી બહાર નીકળી જશે.
અજમાના ફૂલ કફ નાશક એન્ટી માઈક્રોબીયલ પદાર્થ છે જ કફ સાથે શરદી અને ઉધરસને પણ ઠીક કરે છે. 2 ચમચી સુકાયેલા અજમાને 1 કપ પાણીમાં ગરમ કરો અને આ પછી મિશ્રણને ગાળીને ચાને ગાળીને આ ચા દિવસમાં 2 થી 3 વખત પીવાથી છાતીમાંથી કફને દુર કરી શકાય છે.
સિંધવ મીઠું શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે અને માંસપેશીઓ અને સાંધાના દુખાવાથી આરામ આપે છે. આ ગરમી શરીરમાં કફને બહાર કાઢવામાં સહાયક થાય છે. 1 થી 2 સિંધવ મીઠું નહાવાના પાણીમાં નાખી દો. તેમાં 20 મિનીટ બેસી રહેવાથી અને બાદમાં સાદા પાણીથી નહાઈ લેવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થશે જેના લીધે કફ દૂર થાય છે.
સરસવ ખુબ જ સારું કફનાશ છે, અને તે સરસવ લોહીના સંચાલનને ઉત્તેજિત કરે છે અને પરસેવો વધારે છે. જેનાથી શ્વસન તંત્ર સાફ થાય છે અને કફથી રાહત મળે છે. આ ઉપાય માટે સરસવનું ચૂર્ણ કફના ચોથા ભાગનું લો અને તેમાં પાણી નાખીને પેસ્ટ બનાવી લો. છાતી પર નીલગીરીનું તેલ તે નારીયેલ તેલ લગાવી દો. એના પર કપડાને ગરમ પાણીમાં નાખો અને તેને છાતી પર રાખી દો. આની ઉપર બનાવેલો પેસ્ટ લગાવીને બધી જ જગ્યા પર ફેલાવી દો. બીજા કપડાને ગરમ પાણીમાં બોલીને એની ઉપર રાખી દો. 15 મિનીટ સુધી આવી રીતે જ રહેવા દો. બાદમાં સાફ પાણીની આ ધોઈ લો. આમ આ ઉપાય કરવાથી છાતીમાં ફેફસામાં રહેલો કફ ઓગળીને બહાર નીકળી જશે.
મેથી બેક્ટેરિયાના નાશ માટેના અને સોજે દુર કરવાના ગુણ ધરાવે છે. 1 ચમચી મેથીના દાણા લઈને તેને 1 પાણીમાં પલાળી દો. આખી રાત્રી પલળવા દીધા બાદ તેને સવારે ગાળીને ગરમ કરી લો અને તેમાં મધ નાખીને હર્બલ ચા બનાવીને પીવો. આ ઉપાય કરવાથી શરીરમાંથી કફ સરળતાથી નીકળી જશે.
ખેર કફ સાથે જોડાયેલી બીમારીમાં પણ ઉપયોગી છે. ખેર તીખો અને સકોચન ગુણ ધરાવે છે. ખેરમાં કફ નાશક ગુણ હોય છે જેથી તેનો પયોગ કોગળા કરવાથી ગળામાં રહેલો કફ બહાર નીકળે છે. ગળામાં સોજો, ગળામાં સંક્રમણ અને ગળામાં દર્દથી રાહત અપાવે છે. સાથે તે કફ, ખાંસી અને ઉધરસ જેવી સમસ્યામાં પણ ખુબ જ ઉપયોગી છે.
અરડૂસી કફના ઈલાજ તરીકે વર્ષોથી ઉપયોગ કરવામાં આવે છે. અરડૂસીના પાંદડાનું સેવન, રસ, ઉકાળો વગેરે બનાવીને સેવન કરવાથી ફેફસા અને છાતીમાં રહેલો કફ નીકળે છે. આ ઈલાજ કરવાથી કફની સાથે જોડાયેલા રોગ પણ મટે છે. જેમાં અસ્થમા, ટીબી, ખાંસી, દમ જેવા રોગો એન શરદી પણ ઠીક થાય છે.
જજેઠીમધ એક કફનાશક ગુણ ધરાવતી ઔષધી છે. જેનો અન્ય રોગોની સાથે કફ બહાર કાઢવામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. જેઠીમધ ફેફસામાં વધેલા કફને બહાર કાઢે છે અને શ્વાસ નળી અને નાકને પણ ચોખ્ખા કરે છે. આ ઈલાજ તરીકે 2 ગ્લાસ પાણી ગરમ કરીને તેમાં અજમા નાખીને તે પાણીનું સેવન કરવાથી ફેફસા અને છાતીમાંથી કફ બહાર નીકળે છે. આ સિવાય જેઠીમધથી ગળામાં બળવું, ગળું બેસી જવું, ગળાનો સોજો, અલ્સર તેમજ વાયરસનો પણ નાશ કરે છે. જેઠીમધ પાવડર ઘી સાથે, ઉકાળામાં કે દુધમાં ઉકાળાના રૂપમાં પણ લઇ શકે છે.
સફરજનનો સરકો કફ નાશક કરવામાં ખુબ જ ઉપયોગી છે. આ એક પ્રકારે કફ ઉત્પન્ન કરે છે અને તેની સાથે જુના કફને પણ બહાર કાઢી નાખે છે એવી રીતે તે ફેફસાની સફાઈ કરે છે. 1 મોટી ચમચી સફરજનનો વિનેગાર 1 કપ ગરમ પાણીમાં ભેળવી દો. અને પછી તેનાથી કોગળા કરો. આ ઉપાય કરવાથી ગળામાં અને શ્વાસનળીમાં ફસાયેલો કફ બહાર નીકળી જશે.
કસરતો અને યોગ પણ કફ કાઢવા માટે ઉપયોગી છે. શ્વાસ સાથે જોડાયેલી કસરતોથી શ્વસન ક્રિયા તેજ બને છે અને શરીરમાં ગરમી આવે છે જેના લીધે કફને છાતીમાંથી બહાર નીકળવામાં સરળતા રહે છે. ઊંડા શ્વાસ લેવાથી પણ કફ બહાર નીકળે છે. તેમજ ઉધરસ અને ખાંસી પણ કફને બહાર કાઢે છે માટે ખાંસીને રોકવાના પ્રયાસ ન કરવા જોઈએ.
આમ, ઉપરોક્ત ઈલાજ નાક, ગળા, શ્વાસ નળી, ફેફસા- છાતીમાંથી કફને બહાર કાઢવામાં ઉપયોગી છે. આ ઉપાયો કરવાથી કફ સાથે જોડાયેલા રોગ વાયરસ, શરદી, ઉધરસ,ખાંસી, અસ્થમા, દમ, ગળામાં બળવું, ગળામાં ખરાશ પડવી, નાકમાંથી પાણી પડવું અને નાકના નસકોરા બંધ થવા જેવી સમસ્યા પણ મટી શકે છે. આ ઉપાય કફ કાઢવાનો હોવાથી કફની તમામ પ્રકારની બીમારીઓ મટે છે તેમજ ફેફસા ચોખ્ખા થાય છે જેથી ઓક્સીજન લેવલ પણ વધે છે અને શરીર યોગ્ય રીતે કાર્ય કરે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.