આપણે ત્યાં ઋતુમાં આબોહવાને કારણે ફેરબદલ થતા વાયરલ ઈન્ફેકશન લાગે છે, જેના પરિણામે કફ, શરદી, ઉધરસ, ગળાની તકલીફ, ગળામાં બળવું, ગળામાં કફ જામવો વગેરે બીમારીઓ અવારનવાર થાય છે. જેના લીધે આપણે દવાઓનો આધાર લેવો પડે છે સાથે રૂપિયા પણ ખર્ચાય છે અને આડઅસર પણ કરે છે. આવી દવાઓ લીધા બાદ થોડા સમય સુધી આપણા શરીરમાં તેનું રીએક્શન આવી જાય છે માટે શરીરમાં કમજોરી પણ આવી જાય છે.
શિયાળાની શરૂઆતમાં, ઉનાળાની શરૂઆતમાં કે ચોમાંચાની શરૂઆતમાં આપણે ત્યાં નાના મોટા રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે જેમાં શ્વાસના રોગો મુખ્ય છે, જેનાથી સૌ કોઈ પરેશાન રહે છે. જો કે આજના સમયે કોરોનાના લીધે આવી તકલીફોમાં વધારે અસર થાય છે અને કફમાં ભળીને કોરોના વધે છે. માટે આવા રોગોનો વહેલી તકે ઈલાજ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. માટે અહિયાં આયુર્વેદ એ જ શ્રેષ્ઠ ઉપાય છે માટે આયુર્વેદિક ઉપચારો કરવા જોઈએ.
શરદી અને ઉધરધ, કફ તાવ બધા લોકોમાં જોવા મળતી બીમારી છે અને તેનો આપણી રોગપ્રતિકારક શક્તિ મજબુત હોય શરીરમાંથી આ રોગ આપોઆપ જતા રહે છે. માટે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે અને રોગનો નાશ થાય તેવા રોગનાશક પ્રયાસો કરવામાં આવે તો આવા વાયરસથી થતા સંક્રમણને અટકાવી શકાય છે. અમે અહિયાં આ શરદી, ઉધરસ, ખાંસી, કફ અને તાવના રોગને મટાડવાના ઉકાળા ઉપચારો બતાવીશું.
ઉકાળો એક આયુર્વેદિક પીણું છે અને તેમાં અનેક રોગોનો નાશ કરી શકે તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારી શકે તેવી ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉકાળો પીવાથી ઋતુની ફેરબદલના કારણે આવતા રોગોનો નાશ કરી શકાય છે. આવો ઉકાળો પીવાથી પાચન શક્તિમાં વધારો થાય છે અને પેટના રોગો પણ મટે છે.
આદુ અને ગોળનો ઉકાળો: આ ઉકાળો ખુબ જ ઉપયોગી છે, આદુ અને ગોળ બંને રોગ પ્રતિકારક શક્તિ વધારનારા ગુણ ધરાવે છે. ઉકાળો બનાવવા ઉકળતા પાણીમાં વાટેલી લવિંગ, કાળા મરી, ઈલાયચી, આદુ અને ગોળ તેમાં નાખો. જયારે થોડા સમય સુધી ઉકળવા દીધા બાદ તેમાં થોડા તુલસીના પાંદડા વાટીને કે આખા નાખી દો. જ્યારે આ પાણીમાંથી અડધું પાણી બળી જાય ત્યારે તેને ગાળીને પી લેવું જોઈએ. આ પાણી થોડું હુંફાળું ગરમ રહે ત્યારે પીવાથી ખુબ જ ફાયદો કરે છે.
આદુ શરદી અને ઉધરસ, કફ અને ગળાના રોગોનું ઉત્તમ ઔષધ છે. આદુના સેવન દ્વારા આવા રોગોને ખુબ જ ટૂંકા સમયમાં મટાડી શકાય છે. જયારે ઉકાળામાં સેવન કરવાથી પાણીની ગરમ અસર અને આદુના ગુણો અને કફનો નિકાલ કરવામાં સહાયતા કરે છે સાથે વાયરસ શરીર ગરમ થતા નાશ પામે છે.
કાળા મરી અને લીંબુનો ઉકાળો: કાળા મરી અને લીંબુ એન્ટીઓક્સીડેન્ટ ધરાવતી ઔષધિઓ છે. જેના પરિણામે રોગ પ્રતિકારક શક્તિ વધારીને રોગોનો નાશ કરી શકાય છે. લીંબુમાં વિટામીન સી હોવાથી ખુબ જ ઉપયોગી અને એસીડીક સ્વભાવ અને કાળા મરીનો ગરમ સ્વભાવ આવા રોગોના વાયરસનો નાશ કરે છે.
એક ચમચી કાળા મરી લઈને તેને એક કપ પાણીમાં નાખો. આ પાણીમાં લીંબુમાંથી રસ કાઢીને આ પાણીમાં નાખીને પાણીને ગરમ કરો. આ ઉકાળો દરરોજ પીવો જોઈએ. આ ઉકાળો ગરમ થઈ ગયા બાદ ઉકાળીને એક કપ પાણીમાં નાખીને ઠંડું પડવા દીધા બાદ તેમાં મધ નાખીને પી શકાય છે. આ ઉકાળો પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. સાથે આ ઉકાળો શરીરમાં વધારાની ચરબીને પણ દૂર કરે છે. આ ઉકાળો પીવાથી શરીર ઉર્જા અનુભવે છે.
અજમા અને ગોળનો ઉકાળો: અજમા ને ગોળનો ઉકાળો પણ, શરદી, ઉધરસ, કફ માટે પ્રભાવશાળી છે. આ ઉકાળો પીવાથી છાતીમાંથી કફ ઓછો થાય છે અને શરીરમાંથી શરદી અને ઉધરસ જેવા રોગોનો નાશ થાય છે. આ માટે એક કપ પાણીને યોગ્ય રીતે ઉકાળો. જયારે પાણી બરાબર ઉકળી જાય ત્યારે તેમાં થોડોક ગોળ અને અડધી ચમચી અજમા ભેળવી દો. જયારે ઉકળતા ઉકળતા પાણી અડધું બળી જાય ત્યારે આ પાણીને ગાળીને પીવો. આ અજમા પાણી પીવાથી કફ અને શરદીના વાયરસનો નાશ થાય છે. જેથી તાવ પણ ઉતરે છે અને ખાંસીની સમસ્યા ઠીક થાય છે. અજમા પાચન ક્રિયા ઠીક કરવા માટે ખુબ જ ઉપયોગી છે. તેમજ ગેસ અને અપચોની સમસ્યાને ઠીક કરે છે.
અજમા અનેક ઓક્સીડેંટ તત્વો ધરાવે છે જેનો આપણે ત્યાં વર્ષોથી શ્વાસની તકલીફોમાં ઉપયોગ થતો આવ્યો છે. શ્વાસની ઉધરસ, શરદી જેવી સમસ્યાઓમાં આ અજમો લેવાથી શરીરમાંથી રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે આવા વાયરસનો નાશ કરવામ સક્ષમ હોય છે.
તજનો ઉકાળો: તજનો ઉકાળો ખુબ જ ઉપયોગી ઔષધી છે. તજનો ઉકાળો બનાવી શકાય છે. એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી તજ નાખીને ધીમી ગતિથી આંચ પર 10 મિનીટ સુધી ગરમ કરો. પાણીને ગરમ કર્યા બાદ તેને ઉતારીને ઠંડું પડવા દો. પીવાલાયક હુંફાળું રહે ત્યારે મધ ભેળવીને પીવાથી શરદી,ખાંસી, ઉધરસ વગેરેથી લાભ મળે છે. સાથે તે હ્રદયરોગના દર્દીઓ માટે ઉપયોગી છે. તે કોલેસ્ટ્રોલના લેવલને પણ ઘટાડે છે.
તજ દરેક રસોડામાં મળતી મસાલાની સાથે ઔષધી છે. આ ઔષધી શરીરમાં રોગના નિયંત્રણમાં ઉપયોગી છે. તજનો ઉપયોગ કરવાથી એક પ્રકારે ગળાના અને છાતીમાં રહેલા કફને દુર કરવામાં સહાયતા મળે છે માટે ગળાનો રોગ અને કફની સાથે શરદી અને ઉધરસ જેવી તકલીફો પણ મટે છે. જે સમસ્યાનો દુર થતા તાવ અને બીજા ઇન્ફેકશન પણ મટે છે.
લવિંગ, તુલસી અને કાળા મીઠાનો ઉકાળો: આ ઉકાળો શરદી, ઉધરસ, ખાંસી, કફ, વગેરેના દર્દીઓ માટે ઉપયોગી છે. આ ઉકાળો પીવાથી દર્દમાં ખુબ જ આરામ મળે છે. આ ઉકાળો બનાવવા માટે ધીમી આંચ પર બે ગ્લાસ પાણીમાં 10 થી 15 તુલસી તુલસીના પાંદડા નાખીને ઉકાળો. સાથે તેમાં 4 થી 5 લવિંગ વાટીને નાખો. જ્યારે પાણી ઉકળીને રહી જાય ત્યારે તેને ઉતારીને ગાળી લો. જ્યારે આ પીવાલાયક ગરમ હુંફાળું રહે ત્યારે ગાળીને પી લો. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબુત બને છે.
તુળસી વર્ષોથી આયુર્વેદમાં અગત્યનું સ્થાન ધરાવે છે, તુલસીના છોડ ઘરમાં રાખવાથી ઘરમાં પુષ્કળ ઓક્સીજન છોડે છે અને હવાને શુદ્ધ બનાવી શકે છે. તુલસીમાં ઓક્સીડેન્ટ ગુણો હોય છે જે ઘણા બધા વાયરસનો નાશ કરી શકે છે તેમજ બીમારીઓને પણ ઠીક કરે છે.
ઈલાયચી અને મધનો ઉકાળો: શરદ, ઉધરસમાં ગરમ પદાર્થોનું સેવન ખુબ જ ઉપયોગી છે. ખાસ કરીને શરદી અને ઉધરસ, કફમાં ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. શ્વાસની પરેશાનીમાં ઈલાયચી અને મધ મેળવીને ઉકાળો તૈયાર કરી શકાય છે, આ ઉકાળામાં થોડી માત્રામાં વાટેલી કાળા મરી પણ ભેળવી શકાય છે. આ ઉકાળો એક પ્રકારે એન્ટીઓક્સીડેન્ટ ગુણો ધરાવે છે.
ઉકાળો બનાવવા માટે તેને ધીમી આંચ પર એક વાસણમાં બે કપ પાણી ગરમ કરો અને તેમાં અડધી ચમચી એલચીનો પાવડર ભેળવીને 10 મિનીટ સુધી ઉકાળો. આ પછી તેમાં મધ ભેળવીને સેવન કરવાથી શરીરમાંથી કફ નીકળી જાય છે સાથે શરદીના વાયરસ પણ નાશ પામે છે. માટે શરીરમાંથી કફ પણ નાશ પામે છે.
આમ, ઉપરોક્ત ઉકાળાઓ શરીરમાં ખુબ જ ઉપયોગી છે. આ ઉપરોક્ત રીતો પ્રમાણે ઉકાળો બનાવીને સેવન કરવાથી શરદી, ઉધરસ, કફ અને સાથે તાવ, નાકમાં અને ગળામાં બળવું, ગળામાંથી કફ, નાકમાંથી પાણી નીકળવું, શરદી, ઉધરસને લીધે માથાનો દુખાવો જેવી બધી જ સમસ્યાઓમાં ખુબ જ લાભ મળે છે અને ઉપરોક્ત રોગો મટે છે. અમે આશા રાખીએ કે આ ઉકાળા બનાવવાની રીત અને ઉકાળા વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે રોગ મુક્ત બની શકો.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.