છાતીમાં કફ જામેલો હોય તો તે અનેક રીતે નુકશાન કરે છે. જેના લીધે શરદી અને ઉધરસના વાયરસ શરીરમાં પ્રવેશીને સંક્રમણ ફેલાવે છે. કફને લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સાથે નાક વહેવું, તાવ આવવો, માથું દુખવું તેવી સમસ્યાઓ સર્જાય છે. માટે શ્વાસ સંબંધી કે વાયરલ બીમારીના ઈલાજ માટે કફને દુર કરવો જરૂરી છે.
આદુ અને મધ શરદી અને ઉધરસ અને કફ માટે ખુબ જ ઉપયોગી છે. આ માટે 100 ગ્રામ આદુ પીસી અને તેમાં મધ ઉમેરવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે. શરદી અને ઉધરસને મટાડવા માટે મધ અને આદુના એન્ટી ઓક્સીડેંટ તત્વો આ રીતે ખુબ જ રીતે મળ તેમજ નાક વાટે શરીરમાંથી કફને દુર કરે છે. આ માટે આ આદુના રસને પી જવાથી વાયરસ પણ મટી જાય છે.
જીદ્દી કફ કે હઠીલા કફના ઈલાજ માટે 400 થી 500 ગ્રામ જેટલું આંખુ મીઠું લેવું. આ મીઠાને તવા પર શેકી લેવું કે ગરમ કરી લેવું. આ મીઠાની હાથ રૂમાલમાં કે કપડામાં એક પોટલી બનાવી દેવી. જેમાં પોટલીની ગાંઠ ફીટ રાખવી પરંતુ પોટલી ઢીલી રાખવી. જેમાં પોટલીમાં રહેલું મીઠું બધી બાજુ ફરી શકવું જોઈએ.
હવે એક રૂમાલ છાતી પર મુકવો અને તેના પર આ ગરમ પોટલી વાળા મીઠાથી શેક આપવો. ગળા પર શેક આપવો. કાનની પાછળના ભાગમાં શેક આપવો અને કાનની આગળના ભાગમાં શેક આપવો. કપાળ પર શેક આપવો. નાકના નસકોરા પર પણ શેક આપી શકાય. દર્દીને ઉલટો કરીને પણ શેક આપી શકાય. આ મીઠાના અસરકારક પરિણામો માટે નીલગીરીનું તેલ છાતી પર લગાવીને આ પ્રયોગ કરવાથી શ્રેષ્ઠ પરિણામ આવે છે. મીઠામાં એટલી તાકાત હોય છે જે જમીનમાં દાટેલા મડદાને પણ ઓગાળી નાખે છે. ધાતુઓને પણ તે ઓગાળી શકે છે.
જે લોકોને બ્લડપ્રેસરની હાઈ બીપીની સમસ્યા ન હોય તે લોકોને મીઠાની ગાંગડી મોઢામાં મુકવાથી પણ કફ ઓગળીને નીકળે છે. લો બીપીની સમસ્યા વાળા લોકો માટે મીઠું ફાયદાકારક છે. માટે હાઈ બીપીની સમસ્યા વાળા સિવાય બધા લોકો મીઠાનો પ્રયોગ કરી શકાય છે.
જ્યારે વધારે પ્રમાણમાં ઉધરસ થઈ રહી હોય તો અને શાંતિ ન થતી હોય તો દાડમના ફળની છાલનો ટુકડો મોઢામાં રાખીને ધીરે ધીરે ચાવવાથી ઉધરસમાં રાહત થાય છે. આ રીતે ઉધરસ શાંત થાય છે. આ ઈલાજ ખુબ જ ઘરેલું અને સરળ છે તે કફ જન્ય રોગને શાંત કરે છે.
શરદી અને ઉધરસના ઈલાજ માટે લવિંગ, કાળામરી, આદુ, સિંધવ મીઠું, થોડોક હળદર પાવડર અને મધ લઈને ઉધરસને મટાડી શકાય છે. જરૂર મુજબ તજ પણ લઇ શકાય છે. આ ઉધરસનો પેસ્ટ બનાવવા માટે 20 દાણા કાળા મરી લેવા, તેમાં 10 લવિંગ નાખવા, આ બંનેને ધીમી આંચ પર શેકી નાખવા. આ પછી તેને એક ખારણીમાં નાખીને ખાંડી નાખવા.
આ પછી આ શેકવાના વાસણમાં આદુનો ટુકડો નાખીને તાપ કર્યા વગર જ આ ગરમ વાસણમાં શેકવા માટે મૂકી દો. આદુ હળવું શેકાઈ જાયપછી તેને પીસી લો. આ પછી તેને જીણા કાપડને વાટકામાં મુકીને તેમાં આદુનો પેસ્ટ નાખો. હવે કપડાને વળ ચડાવીને આદુના પેસ્ટમાથી રસ કાઢી લો.
આ આદુના રસમાં એક ચમચી મધ નાખો, અડધી ચમચી હળદર, એક ચપટી સિંધાલૂણ મીઠું નાખો. આ પછી તેમાં મરી અને લવિંગનું ચૂર્ણ એક ચમચી નાખી દો. આ રીતે બનેલા પેસ્ટને બરાબર હલાવીને મિક્સ કરી નાખો, બધી જ વસ્તુ એકરસ થઇ જાય પછી તેને હળવે હળવે પી જાઓ.
આ રીતે ઉપાય કરવાથી શરદી, ઉધરસ અને કફ મટે છે. શરીરમાં ખુબ જ રાહત થાય છે. આ પ્રયોગ એકથી બે દિવસ સવારે ખાલી પેટ અને સાંજે કરવાથી શરદી અને ઉધરસ મટી જાય છે. આ ખુબ જ સરળ અને અસરકારક ઈલાજ છે.
લવિંગને મોઢામાં રાખીને સુચવાથી ઉધરસ મટે છે. આ સિવાય ગરમ કરેલા દુધમાં હળદર મેળવીને પીવાથી ઉધરસ મટે છે અને કફ તૂટી જાય છે. નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટી જાય છે.
તુળસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ મટે છે અને કફ તૂટે છે. દ્રાક્ષ અને સાકર મોમાં રાખીને સુચવાથી ઉધરસ મટી જાય છે. રાત્રે મીઠાની કાંકરી મોઢામાં રાખીને સુચવાથી ઉધરસ ઓછી આવે છે. ખજુર ખાધા પછી ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈ નીકળી જાય છે.
આવુંની શરદી હોય તો સુંઠ પાણીમાં ગરમ કરી કપાળે લેપ કરવો. રાત્રે સુંઠ તજ ગોળ સાથેના ઉકાળામાં દીવેલ 1 થી 2 ચમચી પીવું. દરરોજ લસણની 8 થી 10 કલી તેલમાં કકડાવી જવી. ભોજન સાથે ખાવી અથવા અફૂદીનાનો રસ 1-1 ચમચી મધમાં લેવો.
પિત્ત ગરમીની શરદી માટે દરોજ દેશી ગુલાબ 2 નંદ સાકર સાથે ચાવી જવા કે ધાણા જીરું 1 ચમચી ઘી- સાકરમાં બે વાર ચાટવા કે કોથમરીના રસ સાકર નાખીને પીવો. દરરોજ ગુલકંદ કે આમળાનો મુરબ્બો 2 વખત ખાવો.
સુકી ખાંસી ઉધરસ હોય તો જેઠીમધનું ચૂર્ણ ઘી- સાકરમાં 3 થી 5 ગ્રામ દવા 2 થી 3 વખત ચાટવું. ઘઉંનો લોટ, ગોળ, ઘીની રાબ કરીને પીવી. જેથીમધનું સરબત કે તેનો ઉકાળો કરી પીવો. રાત્રે ગરમ દુધમાં દીવેલ 1 ચમચી લેવું. આ પ્રયોગથી સુકી ઉધરસ ન મટે તો ગરમ દુધમાં ઘી 1 થી 2 ચમચી નાખી પીવાથી ખાંસી મટે છે.
ભીની કફ વાળી ખાંસીમાં આકડાના ફૂલ 1 થી 2 નંગ સાથે 2 દાણા કાળા મરી અને ચપટી સંચળ સાથે વાટી ગરમ પાણી સાથે કે ગોળ સાથે સવારે અને સાંજે પીવા. બહેડાની છાલના 3 ગ્રામ ચૂર્ણમાં 1 ગ્રામ મીઠું તથા હળદર મેળવીને ગરમ પાણીમાં દિવસમાં 3 વખત લેવી. સાથે ઠંડો ગળ્યો ખોરાક બંધ કરવો.
આમ, શરદી, ઉધરસ, ખાંસી જેવી કફ સાથે જોડાયેલી સમસ્યાઓમાં આ ઉપાયો ખુબ જ ઉપયોગી અને અસરકારક છે. આ ઈલાજો કરવાથી કફ તો ચોક્કસ દુર થાય છે જેના લીધે ફેફસાં હળવા રહે છે, માથામાં દુખાવો દૂર હાય છે અને તાવ પણ જતો રહે છે. આ કફ બધી સમસ્યાઓ કફ સાથે સંકલાયેળી હોય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી શરદી, કફ અને ઉધરસ દૂર થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.