ઘણા લોકોને આવી ઉધરસની સમસ્યા થયા કરતી હોય છે. જેમાં પણ ખાસ કરીને આ સમસ્યા રાત્રે ઘણા લોકોને વધી જાય છે, રાત્રે ઠંડું વાતાવરણ અને હવામાં ભેજ વધવાને લીધે આવી તકલીફ રહ્યા કરે છે. ઘણા લોકો આ સમસ્યા સામાન્ય માનીને તેનો કોઈ ઈલાજ કરતા નથી. આપણા આયુર્વેદમાં આ સમસ્યાનો ઈલાજ આપવામાં આવેલ છે.
જેમાં પણ દિવસમાં બે ઋતુપ અનુભવાય કે બે ઋતુ ભેગી થાય તો આવી સમસ્યાઓ થયા કરે છે. જેના લીધે આ તકલીફ સતત થયા કરતી હોય છે. જેમાં લોકોને શરદી, કફ, ખાંસી તેમજ ગળામાં ખારાશ અનુભવવાની સમસ્યા થાય છે.
ઘણા લોકો આ રીતે આ સમસ્યામાં વધારે કફ અસર કરતો હોય છે. જેમાં કફ વાળી કે સુકી ઉધરસ આવે તો રાત્રે ઊંઘ લેવામાં પણ તકલીફ પડે છે, જેમાં રોજીંદી જીવન પ્રણાલીને લીધે ઘણા લોકોને આ અસર થવા પામે છે.
ઘણા લોકોને નાકમાં ડ્રાયનેસને લીધે પણ ઘણી વખત ઉધરસ આવતી હોય છે. જેથી રાતે ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ. અથવાતો વરાળ કે નાસ લેવી જોઈએ જે આ સમસ્યાને ઠીક કરવામાં ઉપયોગી થાય છે. આ રીતે કરવાથી ગળામાં, નાકમાં કે શ્વાસનળીમાં ફસાયેલો કફ દોર થઇ જાય છે. જેના લીધે ઉધરસની સમસ્યામાં રાહત મળે છે.
આ સિવાય વધારે પડતી ઉધરસથી બચવા માટે તમે તકીયાનો પણ ઉપયોગ કરી શકો છો. રાત્રે સુતી વખતે નાકમાંથી શ્વાસ લેવાથી નાક અને ગળામાં રહેલો મ્યુકસ વધુ એક્ટીવ થાય છે. જેના લીધે ઉધરસ આવે છે. જેથી બે થી ત્રણ તકિયા મુકીને થોડી ઊંચાઈ પર માથું રાખીને સૂવાથી આ સમસ્યા દૂર થાય છે.
મધનો ઉપયોગ કરીને પણ આ સમસ્યાને ઠીક કરી શકાય છે. મધમાં એન્ટીબેકટેરીયલ ગુણ હોય છે. જે ઉધરસની સમસ્યા સામે રાહત આપે છે. આ માટે દરરોજ સૂતી વખતે અડધી ચમચી જેટલુ મધ અને તેમાં આદુનો રસ મિક્સ કરીને પીવાથી આ રીતે રાત્રે ઉધરસ આવવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.
ઉધરસને મટાડી રાખવા માટે શરીરને હાઈડ્રેટ રાખવું જરૂરી છે. આ માટે વધારે પ્રમાણમાં પ્રવાહીનો સહારો લઇ શકાય છે. આ ઉપાય કરવાથી કફ પાતળો રહે છે અને તેનાથી ઉધરસ આવવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.
ગ્રીન ટીને ઉધરસની સમસ્યાનો રામબાણ ઈલાજ માનવામાં આવે છે. આ ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેંટ ગુણ હોય છે જે બેકટેરીયલ ઇન્ફેકશને દૂર કરવામાં મદદ કરે છે. રાત્રે સુતા પહેલા ગ્રીન તી પીવાથી ગળું હાઈડ્રેટ રહે છે, જેના પરિણામ સ્વરૂપ ઉધરસ આવવાની સમસ્યા મટી જાય છે.
આ સાથે જ ઉદરસથી બચવા માટે અમુક બાબતોની કાળજી રાખવી જોઈએ કે જેનાથી ઉધરસની સમસ્યાથી બચી શકાય છે. અમુક લોકોને ઉધરસની એવી સમસ્યા હોય છે કે જે જેને વધારે પડતા ધુમ્રપાનને લીધે થાય છે. વધારે ધુમ્રપાન ફેફસા પર અસર કરે છે, જેના લીધે ફેફસામાં તકલીફ સર્જાય છે. જે વ્યકિતને ખુબ જ ગંભીર અસર કરે છે. જે સતત ઉધરસ લાવે છે. જે લોકોને સતત ઉધરસ આવ્યા કરતી હોય તેવા લોકો આ સમસ્યાથી પરેશાન છે, તે કોગળા કરી શકે છે.
રાત્રે સુતા પહેલા હુંફાળા કોગળા કરવાથી ગળામાં રહેલા કફથી રાહત મળે છે. જેનાથી ગળામાં રહેલી ખરાશ દૂર થાય છે. જેના પરિણામે ખાંસી પણ ઠીક થઇ જાય છે. ઘણા લોકો ઉધરસની સમસ્યા સમયે આ ઉપાય કરતા હોય છે.
રાત્રે ઉધરસ આવતાની સાથે જ ઘણા બધા ઉપાયો કરવા જરૂરી છે. જેનાથી આ ઉધરસની સમસ્યા મટી શકે છે. આ સિવાય ઉધરસના ઈલાજ તરીકે કફને દૂર કરવા માટે રાત્રે ક્યારેય પણ દહીં ન ખાવાની કાળજી રાખવી જોઈએ. આ દહીંના લીધે પણ ગળામાં કફ રહેતો હોય છે. જે તમને કફની સમસ્યા સાથે ઉધરસની સમસ્યા કરે છે.