જરૂરી વસ્તુઓ:
4 નંગ સરગવાની શીંગ, 1 નંગ આદુનો કટકો, 1 નંગ લીલું મરચું, અડધી નંગ તીખા મરી પાવડર, 5 -6 નંગ લીલું લસણ અને સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ઘી, 1 નાની ડુંગળી, ચમચીના ચોથા ભાગનું જીરું, 1 ચમચી કોથમીર.
આ તમામ વસ્તુઓ માંથી સરગવાની શીંગ છોલીને નાના કટકા કરો. આ બાદ સરગવાની શીંગને બાફી લો. બાફી લીધા બાદ સરગવાની શીંગને અલગ તારવી લો અને તેના પાણીને એક બાજુ વાસણમાં રાખી લો. બાફેલી શીંગમાંથી ગર કાઢી લો. હવે આ ગર અને સરગવો બાફેલું પાણી મિક્સ કરીને મિક્સરમાં પીસી લો. હવે કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થઇ જાય એટલે તેમાં લસણ અને ડુંગળી નાખીને 2 મિનીટ સાંતળો. ડુંગળી બરાબર સંતળાઈ જાય એટલે તેમાં પીસેલો સરગવાનો ગર્ભ ઉમેરો અને બરાબર મિક્સ કરી દો. જો સૂપ વધારે ઘટ્ટ હોય તો તેમાં જરૂરી પાણી ઉમેરવું. હવે તેમાં મરી પાવડર, જીરું પાવડર અને મીઠું મિક્સ કરો. આ સરગવાના સૂપને ૩-4 મિનીટ ઉકળવા દો અને પછી ગેસ બંધ કરી દો. આ રીતે સૂપ તૈયાર થશે અને તેમાં કોથમીર મિક્સ કરો અને ગરમ ગરમ પીવાથી ફાયદો થાય છે. આ સૂપમાં લીલા મરચા, આદું બધી વસ્તુઓના કટકા કરી મિક્સરમાં મિક્સ કરીને નાખી શકાય છે. તેમાં જરૂરિયાત મુજબ લીંબુ પણ નાખી શકાય છે.
સરગવાના સૂપના ફાયદા:
ઠંડા ઉધરસ અને ગળાને દુર કરવા માટે ખાસ પ્રકારની વનસ્પતિ સૂપનો ઉપયોગ સારો છે. પરંતુ તે શરીરને અન્ય ઘણા રીતે પણ લાભો આપે છે. જો તમે ઉકળતા પાણીમાં સરગવો સારી રીતે પીતા હો, તો તે શ્વસનની સમસ્યાને સુધારી શકે છે. સરગવામાં વિટામીન સી, બીટા કેરોટીન, પ્રોટીન, મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફાઈબરનો પુષ્કળ સમાવેશ થાય છે. તેથી, શરીરના સૂપ પીવાથી શરીરને વિવિધ લાભ મળે છે.
સરગવાનું સૂપ પીવાથી કુમારિકા શક્તિ વધે છે, જેથી વૈવાહિક સંબંધ સારો રહે. એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટી તેના કારણે ચેપને અટકાવે છે. અને તેના વિટામીન સી રોગપ્રતિકારક શક્તિને મજબુત કરે છે.આ સૂપ પીવાથી પાચનતંત્ર મજબુત થાય છે. કારણ કે મજબુત ફાઈબર તેમાં કબજિયાતને દૂર કરે છે. અસ્થમા અને ઠંડા ઉધરસ પણ સરગવામાં ફાયદાકારક છે. આ સૂપ લોહીને સાફ કરે છે અને ચહેરો તેજસ્વી બનાવે છે. તે લોહીમાં સુગરનું નિયંત્રણ કરે છે જેથી ડાયાબીટીસમાં પણ ફાયદો રહે છે.
સરગવાના સુપથી બાળકોના હાડકા અને દાંત મજબુત બને છે. પ્રેગ્નેટ સ્ત્રીઓને, મેનોપોઝ દરમ્યાન કે એ પછી હાડકા નબળા પડવાની ઓસ્ટીયોપોરોસિસની બીમારીમાં સરગવાની સિંગનો સૂપ કેલ્શિયમની ઉણપને પણ પૂરી કરી શકે છે અને વાયુહર ગુણના કારણે દુખાવાને પણ નાબુદ કરી શકે છે.
હાથ-પગ-કમરનો દુખાવો, રાંઝણ, નબળાં હાડકાં, દાંતનો દુખાવો જેવી કોઈ પણ શૂળની તકલીફમાં બાફેલી શિંગનું સૂપ ખાવાથી ફાયદો થાય કે. આ શિંગના બી ઉષ્ણ હોવાથી દમમાં પણ ફાયદો કરે છે. સરગવાનું સૂપ ગર્ભવતી સ્ત્રીઓ માટે ખુબ જ ઉપયોગી છે. તેના સેવનથી ડીલીવરીની સમસ્યાઓથી રાહત મળે છે અને ડીલીવરી પછી પણ માતાની તકલીફ ઓછી કરે છે. સરગવાની શિંગમાં અનેક વિટામીન હોય છે તેનો સૌન્દર્યવર્ધકના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે અને આખો માટે પણ લાભદાયી છે.
સરગવાની શિંગનું સૂપ પીવાથી પીમ્પલ્સની સમસ્યા દૂર થાય છે. આ સુપના સેવન કરવાથી લોહી પણ સાફ થઇ જાય છે અને ચહેરા પર લાલીમાં આવે છે અને પિમ્પલ દુર થઇ જાય છે. સરગવામાં રહેલું વિટામીન એ ચહેરાની સુંદરતા બરકરાર રાખવામાં ઉપયોગી છે. સરગવામાં રહેલું લોહતત્વ લોહીને શુદ્ધ રાખે છે અને ચહેરા પર થતા ખીલને નષ્ટ કરે છે.
સરગવાના પાનનો સૂપ ક્ષય, અસ્થમા અને બ્રોન્કાઈટીસ વગેરે રોગોમાં પણ દવાનું કામ કરે છે. અસ્થમાની ફરિયાદ હોય તો સરગવાનું સૂપ પીવાથી ફાયદો થાય છે. શરદી અને ઉધરસ તથા કફથી છુટકારો મેળવવા માટે સરગવાનું સૂપ ખુબ જ ફાયદાકારક છે. તે સિવાય તેમાં આયરન, મેગ્નેશિયમ અને સીલીયમ છે. તેથી મહિલાઓ અને બાળકો માટે તે ફાયદાકારક છે. જેમાં ઝિંકનું પ્રમાણ પણ હોય છે જે પુરુષોની નબળાઈને દૂર કરવામાં અચૂક દવાનું કામ કરે છે.
સરગવાનું સૂપ પીવાથું ભૂખ લાગે છે, આહારનું પાચન થાય છે, હ્રદય રોગનું જોખમ પણ ઘટે છે. મોઢામાં પડતા ચાંદા, આંતરડાના કૃમિ, ચામડીના રોગ, મેદસ્વિતા જેવા અનેક રોગોમાં ફાયદાકારક છે. સરગવામાં એમીનો એસિડ, પ્રોટીન, બીટા કેરોટીન અને વિવિધ પ્રકારના ફેનોલિક જેવા ઘટક તત્વો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
સરગવાના સૂપમાં રહેલું ફોસ્ફરસનું પ્રમાણ શરીરમાંથી વધારાની ચરબીને દુર કરવામાં ઉપયોગી છે. નિયમિત રીતે સરગવાનું સૂપ પીવાથી શરીરની ચરબી ઓગળીને બહાર નીકળી જાય છે. અને સાથે વજનમાં પણ ઘટાડો થાય છે. મેદસ્વિતા ધરાવતા લોકો માટે સરગવાનું સૂપ અતિ ઉપયોગી છે. સરગવાનો સૂપ પીવાથી પણ વજનમાં ઘટાડો થઈ શકે છે.
આમ, સરગવાનું સૂપ ખુબ જ ઉપયોગી છે, જેમાં ઉપરોકત રીતો પ્રમાણે સરગવાની શિંગ, પાન અને ફૂલનું સૂપ બનાવી શકાય છે અને તેના ફાયદાઓનો લાભ લઇ શકાય છે. આશા રાખીએ કે તમારી સમસ્યાના ઇલાજમાં તમે પણ સરગવાની શીંગનું અમે બતાવેલી રિત પ્રમાણે સૂપ બનાવશો અને તમારી બીમારીમાંથી છુટકારો મેળવી શકશો.