અત્યારે કોરોનાનું સંક્રમણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. આ ઈન્ફેકશનનું મુખ્ય કારણ અત્યારે ચાલી રહેલી ઋતુ છે. આ ઋતુમાં તેમજ ચોમાંચાની શરૂઆતમાં તેમજ ચોમાચા બાદ ઋતુમાં મોટો ફેરફાર હોય છે. આવા સમયે વાઈરલ ઇન્ફેકશનનું પ્રમાણ મોટા પ્રમાણમાં વધેલું હોય છે. આયુર્વેદ પ્રમાણે આ રીતે ગરમીના કારણે ફેફ્સામાં રહેલો કફ ઓગળે છે. જેના પરિણામે અનેક વાયરસ નાકમાં જમા થતા કફમાં આવે છે અને તે ફેફસામાં પ્રવેશે છે જેથી સંક્રમણ આ સમયે વધારે ફેલાય છે.
અમે અહિયાં આ લેખમાં શરદી અને ઉધરસ, ખાંસીને નાબુદ કરવામાં ઈલાજ વિશે આ લેખમાં જણાવીશું. અત્યારે જ્યાં સુધી કોરોનાની વેક્સીન બધા લોકો સુધી ના પહોંચે ત્યાં સુધી શરદી અને ઉધરસ સાથે કોરોના હોવાની શક્યતાઓ ખુબ જ રહેલી છે માટે આવી શરદ-ખાંસી વહેલી મટે તે જ શ્રેષ્ઠ છે. જો લાંબા સમય સુધી કફ રહે તો તેમાં કોરોના વાયરસ ભળીને સંક્રમણ વધી જાય છે. માટે આ બધા જ શરદી, ઉધરસ, ખાંસી, કફના ઈલાજ વિશે જાણીએ.
જયારે શરદી ઉધરસ થાય છે ત્યારે વારંવાર છીક આવે, નાક બંધ થાય, નાકમાંથી પાણી નીકળે, ગળામાં ખરોશ પડે, સતત ઉધરસ રહે છે, ગળામાં કફ જામે છે, આંખમાંથી પાણી ટપકે, તાવ આવે, સુંધવામાં તકલીફ આવે છે, માથામાં દુખાવો થાય, માંસ પેશીઓમાં દુખાવો થાય, ભૂખ લાગતી નથી. આ બધી જ સમસ્યાઓ શરદી અને ઉધરસમાં રહે છે.
ઈલાયચીને વાટીને રૂમાલ પર લગાવીને સુંઘવાથી શરદી અને ઉધરસ અને ખાંસી ઠીક થાય છે. આદુ 10 ગ્રામ અને ખાંડીને લગભગ 200 મીલીલીટર ગરમ પાણીમાં નાખીને ગાળી લીધા બાદ પીવાથી પીવાથી શરદી અને ખાંસી તેમજ ગળામાંથી કફ મટે છે. જાયફળને વાટીને દુધમાં ભેળવીને શરદી અને ઉધરસ સમયે સેવન કરવામાં આવે તો શરદી અને ઉધરસ મટે છે.
મેથીના બીજ સવારે અને સાંજે ખાવાથી અને તેના બીજની 1 ચમચી માત્રામાં દૂધ સાથે સેવન કરવાથી શરદી અને ખાંસીના તમામ સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. ખજૂરને એક ગ્લાસ દુધમાં ઉકાળીને ખજૂરને ખાઈને મોઢું ઢાંકીને સુઈ જવાથી શરદી અને ઉધરસ તેમજ ખાંસી અને ક્ફ વગેરે મટે છે. ફુદીનાનું એક ટીપું નાકમાં નાખવાથી નાકની સમસ્યાઓ ઠીક થાય છે. નાકમાંથી કફ અને નાક બંધ થયું હોય તો ખુલે છે.
ગરમ પાણીમાં લીંબુને નીચોવીને તેમાં કાળા મરીનું ચૂર્ણ ભેળવીને એક કપ દૂધ સાથે દિવસમાં ત્રણ વખત સેવન કરવાથી શરદી અને ખાંસી મટે છે. રાત્રે કાળા મરી અને ચાવીને ઉપર અજમાનું ચૂર્ણ પાણી સાથે પી લેવાથી ખાંસી મટે છે.
સુંઠ અને તજ સાથે વરીયાળી ચૂર્ણ મિક્ષ કરીને તેનું પાણી સાથે સેવન કરવાથી ગળું સાફ થાય છે, કફ દુર થાય છે જેના લીધે ખાંસીની સમસ્યા દુર થાય છે. હળદરમાં મીઠું નાખીને પાણી સાથે પીવાથી ખાંસી મટે છે. હળદરનું સેવન બકરીના દૂધ સાથે કરવાથી ખાંસી મટે છે.
ટમેટાના ટુકડા લોખંડના વાસણમાં શેકીને તેની રાખ સુંઘવાથી કફ અને ખાંસી મટે છે. મધમાં થોડા લીંબુના ટીપા નાખીને તેનું સેવન કરવાથી ખાંસી અને કફ દુર થાય છે. વાંસનો રસ આદુના રસ અને મધ સાથે સેવન કરવાથી થોડા જ દિવસોમાં ખાંસી, દમ અને અસ્થમા જેવા રોગો મટે છે. આકડાના ફૂલની પાંખડીઓ કાઢીને તેમાં સિંધાલુ મીઠું અને પીપલ મેળવીને નાની નાની ગોળીઓ બનાવીને છાયડે સુકવીને શીશીમાં ભરીને મોઢામાં સુચવાથી ખાંસી મટે છે.
હરડેનું ચૂર્ણ સવારે અને સાંજે કાળા મીઠા સાથે લેવાથી કફ મટે છે અને જેનાથી શરદી અને ઉધરસ પણ દુર થાય છે. 1 થી 4 ગ્રામ કપૂર કચરી મોઢામાં સુચવાથી ખાંસી મટે છે.
અજમાનો ઉકાળો અને અજમાનો પાવડર દિવસમાં 5 વખત સેવન કરવું જેથી ગળાનો સોજો મટે છે. ગળું બેસી જવાની તકલીફમાં આદુની ઘરે જ બનાવેલી હળદરનું ચૂર્ણ કરી ગળામાં મૂકી દીધા બાદ 15 મિનીટ રહેવા દીધા બાદ તેને સૂચી લેવાથી ખાંસી મટે છે. આ સિવાય દુધમાં હળદર મિક્સ કરીને પી જવાથી ખાંસી અને છાતીના દુખાવો મટે છે.
ગળોનો પાંદડા અને વેલામાંથી રસ કાઢીને મધ સાથે સેવન કરવાથી કફનો નાશ થાય છે. ગોખરુ અને અશ્વગંધાનું ચૂર્ણ દરરોજ દરરોજ મધ સાથે લેવાથી અને ઉપરથી દૂધ પીવાથી ઉધરસ અને ગળાનો સોજો મટે છે. તુલસીનો રસ મધ સાથે લેવાથી કફ અને ઉધરસ મટે છે.
ડમરાના છોડ બાળીને તૈયાર કરેલો ક્ષાર ચણાના દાણા જેટલો ઘી સાથે લેવાથી કફ નીકળી જાય છે અને ઉધરસ મટે છે. તુલસીના પાનના રસમાં થોડી સુંઠ મેળવીને પીવાથી શરદી, ઉધરસ અને કફ મટે છે.
એક મહિના સુધી હમેશા ઇસબગુલ ફાકતા રહેવાથી શ્વાસ રોગમાં સારો ફાયદો થાય છે. ચાર પાંચ માસમાં શ્વાસરોગ તદ્દન મટી જાય છે, બે વર્ષ સુધી સેવન કરવાથી 20 વર્ષ જુનો દમ- અસ્થમા રોગ મટે છે.
ભાંગરાનો રસ અડધો કપમાં 200 ગ્રામ દુધમાં મેળવી, એક પખવાડિયું સવારે અને સાંજે પીવાથી કફ અને શરદી મટે છે. ભાંગરાના રસમ મરીની ભૂકી નાખીને ગળા નીચે ચોળવાથી ગળાનો સોજો મટે છે. ભાંગરાનો રસ અને ઘી એકત્ર કરીને કરી સહેજ ગરમ કરીને પીવાથી ગળું બેસી ગયું હોય તો ગળું ખુલે છે.
મામેજવાના તાજા પાનમાં થોડું મીઠું ભેળવીને, ચટણીની માફક પીસીને કંઠમાળ અને બદની ગાંઠ પર ચોપડાય છે. જેના લીધે આ રોગના લીધે ગળામાં આવેલો સોજો મટે છે. કુવાર પાઠાના પાનને આગમાં શેકીને તેનો રસ કાઢીને તેમાં મધ અને પીપર તેમજ લવિંગની ભૂકી નાખીને પીવાથી ખાંસી મટે છે.
સાટોડીનાના મૂળ ને પાનને તેલમાં ઉકાળી, ગાળી, તે તેલ ગળા નીચે ચોપડવાથી ગળાનો સોજો અને ગળાના ચાંદા મટે છે. અઘેડાના પાનનું અને મરીનું ચૂર્ણ 5 ગ્રામ લઈને મધમાં ચાટવાથી ઉધરસ મટે છે.
અશ્વગંધા 10 ગ્રામ અને સુંઠ 5 ગ્રામ લઇ ચૂર્ણ કરી, ઘીમાં શેકી, તેમાં 200 ગ્રામ દૂધ અને 10 ગ્રામ સાકર મેળવીને, ઉકાળો, રાબડી બનાવીને ચાટવાથી શરદી, સળેખમ વગેરે મટે છે. અરડૂસીનો રસ કાઢીને તેમાં મધ ભેળવીને ખાવાથી ઉધરસ મટે છે. અરડૂસીના રસમાં મધ અને સિંધવ ભેળવીને તેમજ સિંધવ ભેળવીને પીવાથી ખાંસી મટે છે.
અરણીના પાનનો રસ પીવાથી ઉધરસ અને કફ મટે છે. અરણીના પાનને પીસીને ગળા નીચે બાંધવાથી ગળાનો સોજો મટે છે. શતાવરીનું ચૂર્ણ ગોમૂત્ર સાથે લેવાથી કફના લીધે થયેલો ટીબી રોગ મટે છે. નગોડના રસમાં ઘી નાખીને પીવાથી ખાંસી મટે છે.
નગોડના પાનને ગરમ કરીને ગળા નીચે બાફ આપવાથી ગળાનો સોજો દુર થાય છે. એરંડિયું તેલ 25 ગ્રામ અને બમણું મધ એકત્ર કરીન તેમાંથી સવારે અને સાંજે એક-એક ચમચી અને બમણું મધ એકત્ર કરી તેમાંથી સવારે અને સાંજે એક-એક ચમચો પીવાથી દમમાં ખુબ ફાયદો થાય છે.
દારુડીના દુધના ત્રણથી ચાર ટીપા પતાસામાં લઈને ખાઈ જવાથી અને ઉપર થોડું ગરમ કરીને પીવાથી કફ વાળી ખાંસી મટે છે. આકડો, લીમડો અને સાટોડી ત્રણેયનો પેસ્ટ બનાવીને પીવાથી અને પાણી વડે ગળાને ધોવાથી ગળાનો સોજો મટે છે.
બાળકનાં કફ વિકાર પર સમુદ્રફળ ઠંડા પાણી સાથે ઘસારો કરી પીવાથી ઉલ્ટીથી કફ નીકળી જાય છે. ગળાના સોજામાં શેતુરના રસમાં મધ નાખી પીવાથી અવાજમાં ભારેપણું મટી મધુર સ્વર બને છે. શિકાકાઈની પાણી કરીને પીવાથી કફ પાતળો થઈને નીકળી જાય છે. હેડકી વારંવાર પરેશાન કરે છે તો શરૂ નો ક્વાથ પીવાથી હેડકી મટે છે.
બાળકોને ઉધરસ, દમ થાય ત્યારે વાંસ, કપૂર, અતિવિષ કળી, લીંડી પીપર, કાકડાશિંગી, નાગરમોથનું ચૂર્ણ કરીને મધ સાથે લેવાથી આ ઉધરસ અને દમ મટે છે. બાળકોને ઉધરસ, દમ ઉપર વાવડીંગ, અતિવિષ, કળી, કડકડી શીગી, લીંડી પીપર, સમપ્રમાણ લઈ ખાંડી, વસ્ત્ર ગાળ કરી, ચારથી પાંચ ચણાભાર મધ સાથે ચાટવાથી ઉધરસ અને આ શ્વાસના રોગો મટે છે.
ગળાના સોજા અને ગળાના ગોઈટર રોગમાં વચ્છનાગ ઝેરી વનસ્પતિ હોઈ શુદ્ધ કરીને કંઠમાળ, ગલકંદ પર લીમડાના રસમાં ઘસીને લેપ કરીને લગાવવી. જેનાથી આ ગોઇટર જેવા ગળાના રોગ મટે છે. મોરપીછની ભસ્મ 150 થી 250 મીલીગ્રામ લઈને, લીંડી પીપરનું ચૂર્ણ અડધો ગ્રામ લઈ ભેગું કરી, મધ સાથે ચાટવાથી ઉલટી, ખાંસી, શ્વાસને હેડકી મટે છે.
બીલીની ચમચી સુંઠ, તજ, ગળાનો ઉકાળો બનાવીને આઠમો ભાગ રહે ત્યારે પી જવું અને બાદમાં ધાબળો ઓઢીને સુઈ જવાથી શરદી જડમૂળમથી મટી જશે. કફ અને ખાંસીમાં રેણુકા બીજ અને લીંડી પીપર અઅને જેઠીમધ, ઘી અને ભાત સાથે લેવાથી હળવો જુલાબ થશે તથા રેણુક બીજ અને લીંડી પીપરને કાઢો કરી તેમાં શેકેલી હિંગ નાખીને પીવાથી પાંચ પ્રકારની હેડકી મટે છે.
ગળાનો સોજો અને ગળાનો રોગ થાય ત્યારે રીસામણીનો રસ 20 થી 50 મિલી પીવાથી સોજો ઉતરે છે અને રોગ ગળાનો રોગ મટે છે. નસકોરી ફૂટવી કે નાકમાંથી, લોહી નીકળવાની સમસ્યામાં રતવેલીઓના પાન વાટી માથામાં થેપલી કરીને બાંધવાથી નાકમાંથી લોહી બંધ થાય છે, શ્વાસના રોગમાં રતવેલીયાના તાજા પાન 10 ગ્રામના ઉકાળામાં મરીનું ચૂર્ણ નાખીને પીવું.
ગળામાં સોજો આવ્યો હોય તો રજકાને પીસીને તેનો ગરમ લેઓ કરીને બાંધવાથી કે લગાડવાથી સોજો ઉતરે છે. મહુડાના ફૂલોનો ઉકાળો પીવાથી કફનો રોગ મટે છે. જીભ તોતડાતી હોય અને બરાબર બોલીન શકાતું હોય તો બ્રાહ્મીના તાજા પાન ખાવાથી અવાજ બરાબર થાય છે. કફના રોગમાં બહેડાના દળ, બમણી સાકરનો કાઢો કરી પીવો.
ઉધરસમાં બહેડાનાની છાલ મોઢામાં રાખી તેનો રસ ગળે ઉતારવો. શ્વાસના રોગમાં બકરીના મૂત્રમાં બહેડાની ગોળી મધમાં ખાવાથી શ્વાસના રોગની તમામ તકલીફ મટે છે. નાગરવેલના પાન ખાવાથી નાક, કાન, ગળાનો કફ અને ઉધરસ તેમજ મોઢાની દુર્ગંધ મટે છે.
ખાખરાના ફૂલ ઉકાળી શરીર પર લેપ કરવાથી ખાંસી મટે છે. ખસ ખસની પોટલી બનાવીને ગરમ કરી છાતી ઉપર બનવાથી અને તેનાથી શેક કરવાથી કફ અને ઉધરસ તેમજ જુકામ દુર થાય છે. તલ તેમજ ખસખસ વાટી તેમાં દૂધ અને સાકર મેળવીને શરદીને કારણે બેસી ગયેલો અવાજ અને ગળું બળવાની સમસ્યા મટે છે. તુલસી અને અજમા તેમજ વરીયાળી ચાવવાથી મોઢામાં પડેલા ચાંદા મટે છે.
અજમો અને હળદરનું ચૂર્ણ કરી પાણીમાં નાખીને તેને ઉકાળી લીધા બાદ તેમાં મીઠું નાખીને કોગળા કરવાથી અન મધનું સેવન કરવાથી ગળાનો સોજો અને ગળાનો દુખાવો મટે છે. આ રીતે આ ઉપાય દિવસમાં ત્રણ થી ચાર વખત સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે.
આ સિવાય પાણીમાં મુલેઠી નાખીને ગરમ કર્યા બાદ તેને કોગળા કરવાથી ખાંસી અને શરદી મટે છે અને ગળું સાફ થાય છે અને કફ પણ મટે છે. લસણ પાણીમાં નાખીને કોગળા કરવાથી ગળાની સફાઈ થાય છે. સાથે ગળામાં રહેતી અને શ્વાસનળીમાં રહેતી સમસ્યામાં ઉપયોગી થાય છે. ધાણા અને વરીયાળીનું સેવન કરવાથી અને તેને પાણીમાં નાખીને તેમાં જામફળના પાંદડા ઉમેરીને તે રસનું સેવન કરવાથી ગળાની તકલીફમાં રાહત થાય છે.
આ સિવાય આ અજમો અને અરડૂસી નાખીને તેમાં ગળોની પાંદડા અને મૂળનો રસ કાઢીને સેવન કરવાથી ગળું, શ્વાસનળી અને નાકની તકલીફ દુર કરવામાં ઉપયોગી થાય છે. આ ઉપાય કરવાથી કફ પણ બહાર નીકળી જાય છે. આ ઉપાય દર્દીને કફ અને ખાંસી, ઉધરસ, શરદી અને ગળાની સફાઈ માટે ઉપયોગી થાય છે.
ઉપરોક્ત તમામ ઉપચારો દર્દીની તકલીફમાં અને કોરોના સહીત શરદી અને ઉધરસ વગેરેના સંક્રમણ અટકાવવા ઉપયોગી છે. જે શરીરમાં વિવિધ જગ્યાએ રહેતા કફને દુર કરે છે અને વાયરસનો નાશ કરે છે માટે આ ઉપાયો શરદી અને ખાંસી માટે રામબાણ સમાન છે.
આમ, ઉપાયો શરદી, કફ, ગળાનો સોજો, ગળાના ચાંદા, અવાજ બેસી જવો જેવી અનેક સમસ્યા માટે ખુબ જ ઉપયોગી છે. આ ઉપાય આયુર્વેદિક જડીબુટ્ટીઓ પર જ આધારિત હોવાથી શરીરમાં કોઈ આડ અસર કરતા નથી, જેનો સતત થોડા સમય સુધી પ્રયોગ કરતા રહેવાથી 100 ટકા અસરકારક પરિણામ મળે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી નીવડે અને તમે બીમારીથી બચો.