અહી તમને સરગવાનો પાવડર, સરગવાને સેવન કરવાની રીત, સરગવો બનાવવાની રીત, સરગવાનો સૂપ બનાવવાની રીત, સરગવાનો આયુર્વેદમાં ઉપયોગ અને સરગવાનો ઘરેલું ઉપચાર જેવા ટોપિક વિષે સમજાવામાં આવ્યું છે.
સરગવો શીંગ એક શાકભાજીમાં ઉપયોગી વૃક્ષ છે. છતાં તેનું આયુર્વેદમાં મહત્વ જણાતા તેના ફળ, ફૂલ, મૂળ, બીજ, છાલ, પાંદડા તેમજ ગુંદર વગેરેનો ઉપયોગ કરીને પાવડર, સૂપ, ચૂર્ણ, શાકભાજી, લેપ તેમજ દવાઓ બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. સરગવાનું ફળ લીલા લીલા રંગનું તથા આંગળી સમાન મોટી હોય છે. સરગવામાં સફેદ અને લાલ એમ બે પ્રકારના સરગવા હોય છે. તેમાં સફેદ ફૂલો વાળો સરગવો કડવો અને લાલ ફૂલ વાળો સરગવો મીઠો હોય છે.
સરગવામાં ઘણા ઔષધીય ગુણધર્મો હોય છે. તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ, આયર્ન અને ઝિંક જેવા તત્વો હોય છે. એટલું જ નહિ, આ શાકભાજીમાં વિટામીન એ,બે, બીટા કેરોટીન, વિટામીન બી, વિટામીન સી, ડી અને ઈ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. પુરુષો જો તેનું સેવન કરે તો તેમને આંતરિક રોગો થતા નથી.
સરગવો ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના ઉપરી અને હિમાલય પ્રદેશોનો મુખ્ય નિવાસી છે. તેના ફાયદા અને પૌષ્ટિકતાના કારણે આફ્રિકામાં પણ સરગવાની ખેતી કરવામાં આવે છે. સરગવાના ઝાડના પાંદડામાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે. એનાથી ઘણા પ્રકારના રોગો નિવારવામાં સરગવો ફાયદાકારક નીવડે છે.
સરગવાને લેટિનમાં Moringa oleifera (મોરીન્ગા ઓલીફેરા) કહે છે, તેને હિન્દીમાં સહજન કે મુનગા કહેવામાં આવે છે. જ્યારે તેને અંગ્રેજીમાં Drum stick tree, Horse radish tree કહેવામાં આવે છે. આ સરગવો ખુબ જ અગત્યના ઔષધીય ગુણ ધરાવે છે જેથી અનેક રોગના ઇલાજમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અમે અહિયાં સરગવાના ફાયદા વિશે જણાવી રહ્યા છીએ.
સરગવાનો પાવડર બનાવવાની રીત:
સરગવાની શિંગ તોડી તેને સાફ કરી તેને સુકવી દેવામાં આવે છે. આ શીંગોને સુકવીને તેને નાના નાના કટકા કરીને તેને દળીને તેનો પાવડર બનાવી શકાય છે. આ પાવડર વજન ઘટાડે છે, વાળ અને ચામડી માટે શ્રેષ્ઠ છે, શરીરમાંથી ટોક્સીન બહાર કાઢે છે, પાચનશક્તિ સુધારે છે, ઊંઘ ન આવવાની બીમારી થાય છે, કામોતેજના વધે છે, હાડકા મજબુત કરે છે અને કેન્સરનું જોખમ ઘટાડે છે.
સરગવાના પાનનો પાવડર બનાવવાની રીત:
સરગવાના પાનને સરગવા પરથી તોડીને તેને સારા પાણીથી ધોઈ લો. સારા પાણીથી ધોયા બાદ તેને તડકામાં સુકવીને બરાબર કડક થાય ત્યારે તેને ભેગા કરી ઘંટીમાં નાખીને તેને દળી નાખવા. દળતા જે પાવડર તૈયાર થાય છે તે પાવડરને કોઈ કાચના વાસણમાં ભરીને સાચવી રાખી જરૂરિયાત મુજબ ભોજનમાં, પાણી સાથે કે દૂધ સાથે ભેળવીને પીવાથી ખુબજ લાભ થાય છે. આ રીતે સરગવાના ફૂલ અને છાલનો પાવડર પણ બનાવી શકાય છે.
સરગવાનું સેવન કરવાની રીત:
સરગવાનું સેવન દરેક પ્રકારે કરી શકાય છે. જ્યારે સિઝનમાં તેમાં સિંગ આવે છે ત્યારે તેનું શાક બનાવીને કે દાળમાં નાખીને ખાઈ શકાય છે. આ સિવાય તેની શીંગોની સીઝન ન હોય ત્યારે પણ તેના પાંદડાનો પાવડર બનાવીને ખાઈ શકાય છે. તેના તાજા પાંદડાની ચા બનાવીને પીઓ. આ સિવાય તેની છાલની રાખ બનાવીને પીવો. જો તેની છાલનો ઉપયોગ કરી રહ્યો છો તો તમે આ ઝાડને હજુ ઉગાડો. કેમ કે તેની છાલ કાઢવાથી ઝાડ વધવાનું બંધ કરી દેશે. જ્યારે પણ છાલ કાઢો ત્યારે તેની પાસે પડેલી માટીને તે જગ્યા ઉપર લેપ કરી દો.
સરગવાનું શાક બનાવવાની રીત:
સરગવાની શિંગનું શાક બનાવવા માટે 2 સરગવાની શિંગ લેવું, 1 બટાટુ લેવું, 2 ચમચી ચણાનો લોટ લેવો, અડધી ચમચી હિંગ અને અડધો કપ છાશ, 1 ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું, 1 ચમચી તેલ, 1 ચમચી રાઈ અને 1 ચમચી આદું મરચાનો પેસ્ટ તેમજ સ્વાદ પ્રમાણે મીઠું લઈને આ શાક બનાવી શકાય છે.
શાક બનાવવા માટે સરગવાની શિંગને ૩ ઇંચના ટુકડા કરી બટાકા સાથે કુકરમાં બાફી દો. એક કડાઈમાં તેલ ગરમ કરી એમાં રાઈ નાખો. રાઈ તતડે પછી તેમાં હિંગ નાખી ચણાનો લોટ નાખીને લોટ પકાવી લો. લોટ શેકાઈ જાય પછી તેમાં દહી અને છાશ તેમજ આદુના મરચાનો પેસ્ટ નાખી મિક્સ કરી દો. થોડું ઘટ્ટ થાય પછી તેમાં મીઠું, હળદર, મરચું અને અડધો કપ પાણી નાંખીને મિક્સ કરી 5 મિનીટ મધ્યમ ગેસ પર ઉકાળો. આ પછી બાફેલા બટાકાના ટુકડા કરો. બાફેલી સરગવાની શિંગમાંથી બી કાઢી, બટાકા અને શિંગને શાકમાં નાખી મિક્સ કરો. આવી રીતે બને છે સરગવાની શીંગનું શાક. જેનો તમે ખાવામાં ઉપયોગ કરી શકો છો.
સરગવાનું સૂપ બનાવવાની રીત:
સરગવાનું સૂપ બનાવવા આ પ્રમાણે સામગ્રી લેવી, જેમાં ૩ સરગવાની શિંગ, 1 નંગ ટમેટું, 1 ડુંગળી, 1 મરચું, 2 થી ૩ લસણની કળી, 2 ગ્લાસ પાણી, 2 થી ૩ લસણની કળી, 2 ગ્લાસ પાણી, 2 થી ૩ ચમચી તેલ, સ્વાદ વધારવા માટે 1 ચમચી મકાઈ લોટ, અડધી ચમચી ગરમ મસાલો, અડધું લીંબુ, 1 ચમચી મીઠું, અડધી ચમચી સંચળ, 1 ચમચી મરી પાવડર, અડધી ચમચી જીરું વગેરે સામગ્રી લઈને સૂપ બનાવી શકાય છે.
તેમાં પ્રથમ સરગવાની સિંગ લઇ જેને આપણે ધોઈ અને તેના નાના નાના કટકા કરી લેશું, ત્યાર બાદ ડુંગળી, ટમેટા, મરચુ અને લસણ જેને પણ છાલ કાઢી બધાં નાના નાના કટકા કરી લેવા. ત્યારબાદ કુકરમાં તેલ ગરમ મુકવું, તેલ ગરમ થયા બાદ તેમાં લસણ અને મરચું ઉમેરવું ત્યાર બાદ તેમાં ડુંગળી, ટમેટા અને લસણ ઉમેરી તેને સાંતળી લઈશું. આ બધી વસ્તુ સાંતળી લઈએ ત્યારબાદ તેમાં પાણી ઉમેરવું. જેટલી પણ લઈએ તેટલું પાણી ઉમેરી શકાય છે. ત્યારબાદ તેને ૩ સિટી વાગે ત્યાં સુધી ગરમ થવા દેવું. આ પછી સિંગ બફાઈને પોચી પડી જશે. જેથી તેનું સરસ જ્યુસ નીકળી જાય છે. ત્યારબાદ તેને ત્યારબાદ તેને મોટી ગરણી વડે ગાળી લેવું. અને ત્યારબાદ પાછું સિંગને એક બાઉલમાં કાઢી તેમાં પાણી ઉમેરી અને ગરણીથી ગાળી લેવું. એટલે કે તેમાંથી બધો કચરો નીકળી જશે.
ત્યારબાદ તેને બાઉલમાં કાઢી લેવું. ત્યારબાદ એક બાઉલમાં મકાઈના લોટ લઈને તેમાં પાણી ઉમેરી થોડીવાર રહેવા દીધા બાદ સરસ રીતે મિક્સ થઈ જશે. ત્યાર બાદ લીંબુ લઈંને ઉપરોકત માત્રામાં લીધેલા મસાલા પદાર્થો અને સીંગો લીધી હોય તેટલા પ્રમાણમાં ઉમેરી શકાય છે. જેમાં મીઠું, ગરમ મસાલો, મરી પાવડર અને સંચળ લેવા. હવે તેને એક બાઉલમાં કરી લેવું, ત્યારબાદ તેમાં થોડું જીરું મૂકી સાંતળી લઈને ત્યારબાદ સિંગનું જ્યુસ તેમાં ઉમેરી ધીમી આંચ પર ચડવા દેવુ. આ રીતે સરગવાનું સૂપ તૈયાર થાય છે તેમાં કોથમીર નાખી તમે પી શકો છો અને તેનો આયુર્વેદિક ફાયદો ઉઠાવી શકો છો.
સરગવાનો આયુર્વેદમાં ઉપયોગ:
માથાનો દુઃખાવો: સરગવાની મગજના સ્વાસ્થ્ય માટે સરગવો લાજવાબ ઔષધી છે, સરગવો ડીપ્રેશન, બેચેની, થાક, ભૂલવાની બીમારી વગેરે ઠીક થાય છે. સરગવામાં સોજો અને દર્દ દુર કરનારા ગુણ હોય છે જેના કારણે તે દર્દથી રાહત અપાવવામાં મદદ કરે છે. સરગવાના પાંદડાનો પેસ્ટ બનાવીને માથા પર લગાવવાથી કે એના પાંદડાને ગરમ કરીને માથા પર લેપ કરવાથી તેમજ સુંઘવાથી માથાનો દુખાવો મટે છે.
લોહીના દબાણને ઘટાડવા: સરગવાના પાંદડાનો રસ કાઢીને ઉકાળો બનાવી દેવાથી લાભ મળે છે. સાથે તેનો ઉકાળો પીવાથી ગભરાટ, ચક્કર આવવા, ઉલ્ટીમાં રાહત મળે છે. સરગવામાં લોહીના પ્રેસરને ઘટાડનારા ગુણ આવેલા હોય છે. સરગવાનું નિયમિત સેવન બ્લડપ્રેસરને કંટ્રોલ કરે છે. તેમાં રહેલા વિટામીન સી, બેડ કોલેસ્ટરોલને નિયંત્રિત કરે છે અને આનું નિયમિત સેવન હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવી સ્થિતિમાંથી દુર રાખે છે.
શુક્રાણુ વધારવા અને શારીરિક શક્તિ વધારવા: સરગવાનું નિયમિત રીતે સેવન કરવાથી શુક્રાણુઓની સંખ્યા વધે છે અને શુક્રાણુ સાથે તેની ગતિશીલતા પણ વધે છે. સરગવામાં જિંકની માત્રા મળી આવે છે જે મજબુત લિંગ નિર્માણ માટે ફાયદાકારક છે. સરગવો શુક્રાણુઓની સંખ્યા અને ગુણવતા સુધારે છે સાથે તે વીર્યને ઘટ્ટ કરે છે. મહિલાઓએ સેવન કરવાથી માસિક સંબંધી સમસ્યા દુર થાય છે.સાથે ગર્ભાશયની સમસ્યા પણ દુર કરે છે.
પ્રસુતિ સમસ્યા: દૂધ પિવરાવનારી માતાઓ માટે સરગવો ખુબ જ ઉપયોગી ઔષધી છે. સરગવાના પાંદડા ઘીમ ગરમ કરીને પ્રસુતા સ્ત્રીઓને આપવા માટેની પ્રથા છે. તેનાથી દુધની ઉણપ જણાતી નથી. સાથે તેના લીધે જન્મ બાદની બાળકની કમજોરીઓ દુર થાય છે. બાળકના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. તેમાં લોહ તત્વ, મેગ્નેશિયમ, ફોસ્ફરસની માત્રા પણ ઉચ્ચ પ્રમાણમાં મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
રોગ પ્રતિકારક શક્તિ: જાતજાતના બેટકેરિયલ અને વાઈરલ ઈન્ફેકશન સામે એ રક્ષણ પણ આપે છે. જેને કારણે ડેન્ગ્યું, મલેરિયા, ચિકનગુનિયા કે સ્વાઈન ફ્લુ જેવા રોગોથી બચી શકાય છે. સરગવામાં રહેલા પોષક તત્વો વ્યક્તિનો રેઝિસ્ટન્સ પાવર વધારે છે, જેથી તેની જેથી તેની રોગ પ્રતિકારક શક્તિ પ્રબળ બને છે અને રોગો સામે લડી શકવા તે વધુ સક્ષમ બને છે.
પથરી: સરગવાના પાંદડાનો 1 ચમચી રસ લો, તેમાં 1 ચમચી મધ અને નારિયેળ પાણી ઉમેરીને પી શકાય છે. આ પ્રમાણે ઉપયોગ કરવાથી પાચન તંત્ર સાથે જોડાયેલ સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. આ ઉપરાંત તેનું શાક ખાવાથી કબજિયાત જેવા રોગોમાં આરામ મળે છે. આ સાથે તેનું શાક કીડની તેમજ મૂત્રાશયમાં જામેલી પથરી ઓગળીને કાઢવામાં મદદ કરે છે.
કાનના રોગ: 20 મિલી સરગવાના મૂળના રસમાં 1 ચમચી મધ અને 50 મિલી તેલ ભેળવીને તેને ગરમ કરી ચાલીને કાનમાં 2-2 ટીપા નાખવાથી કાનનો દુખાવો મટે છે. સરગવાના ગુંદરને તલના તેલમાં ગરમ કરીને ગાળી લો. તેના 2-2 ટીપા ટપકાવવાથી કાનનો દુખાવો મટે છે. સરગવાની છાલ અને રાઈને વાટીને લેપ તૈયાર કરો. આ કાનના મૂળમાં માં સોજાની પરેશાની આ ઈલાજથી ઠીક થાય છે.
પેટના રોગ: પેટનો ગેસ અથવા પેટનો દુખાવાની સ્થિતિમાં સરગવાના મૂળની 100 ગ્રામ છાલમાં 5 ગ્રામ હિંગ અને 20 ગ્રામ સુંઠ ભેળવીને તેને પાણી સાથે વાટીને 1-1 ગ્રામની ગોળીઓ બનાવી લઈને આ ગોળીઓ દિવસમાં 2 થી ૩ વખત ખાવાથી પેટનો દુખાવો મટે છે. સરગવાના પાંદડાને પાણી સાથે વાટીને ગરમ ગરમ કરીને તેનો પેટ પર લેપ કરવાથી પેટનો દુખાવો મટે છે. સરગવાના શીંગની શાકભાજી બનાવીને ખાવાથી પેટના આંતરડાના કીડા નાશ પામે છે. સરગવાના 50 ગ્રામ મૂળને 200 મિલી પાણીમાં ભેળવીને તેની ચટણી બનાવી થોડી થોડી માત્રામાં પીવડાવવાથી જળોદર (પેટ ફૂલી જવાનો રોગ) મટે છે.
ગાંઠીયો વા: સરગવાના ગુંદરનો લેપ કરવાથી ગાઠીયો વા મટે છે. સરગવાના પાંદડાને તેલ સાથે વાટીને તેને ગરમ કરીને લેપ કરવાથી ઘૂંટણનો જુનો વા અને દુખાવો મટે છે. સરગવાના તાજા મૂળ, સરસવ અને આદુને સરખી માત્રામાં લઈને તેને વાટીને 1-1 ગ્રામની ગોળીઓ બનાવીને તેઆથી 2-2 ગોળીઓ સવારે અને સાંજે સેવન કરવાથી ગાઠીયો વા મટે છે. સરગવાના બીજના તેલની માલીશ કરવાથી સાંધાનો દુખાવો મટે છે . સરગવાના પાંદડાને તેલ સાથે વાટીને લેપ કરવાથી અને તડકામાં બેસવાથી ઈજા અને મોચની પીડા ઠીક થાય છે.
વજન ઘટાડવા માટે: પાતળું થવા માટે સરગવાનું ખુબ જ મહત્વ છે. શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને દુર કરવા માટે સરગવો સર્વોત્તમ ઔષધી ગણી શકાય છે. તેમાં ફોસ્ફરસનું પ્રમાણ હોય છે. જે શરીરની વધારાની કેલરી ઓછી કરે છે. તેમજ ચરબી ઘટાડી પાતળા બનાવવામાં મદદ કરે છે. સરગવાના પાંદડાના રસનું સેવન કરવાથી વજન ધીમે ધીમે ઓછી થવા લાગે છે. અને આપણે સરગવાની જેમ પાતળા થઇ શકીએ છીએ. સરગવાના સૂપમાં રહેલું ફોસ્ફરસનું પ્રમાણ શરીરમાંથી વધારાની ચરબીને દુર કરવામાં ઉપયોગી છે. નિયમિત રીતે સરગવાનું સૂપ પીવાથી શરીરની ચરબી ઓગળીને બહાર નીકળી જાય છે. અને સાથે વજનમાં પણ ઘટાડો થાય છે. મેદસ્વિતા ધરાવતા લોકો માટે સરગવાનું સૂપ અતિ ઉપયોગી છે. સરગવાનો સૂપ પીવાથી પણ વજનમાં ઘટાડો થઈ શકે છે.
કેન્સર: સરગવાના આવેલા ઔષધીય ગુણ કેન્સર જેવી બીમારીના જોખમને ઓછુ કરવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને સરગવાનીછાલમાં અને સરગવાના પાંદડામાં એન્ટી કેન્સર અને એન્ટી ટ્યુમર ગુણ હોય છે. આ સિવાય સરગવાના પાંદડા પોલીફેનોલ અને પોલીફ્લોનોઈડસથી સમૃદ્ધ હોય છે, જે એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી કેન્સર તત્વ છે, જે ઘાતક બીમારીને જોખમને ઘટાડે છે.
ડાયાબીટીસ: સરગવાને ડાયાબીટીસમાં ખુબ જ ફાયદાકારક માવામાં આવે છે. સરગવાના ફળ, છાલ અને પાંદડામાં એન્ટી ડાયબેટીક ગુણ મળી આવે છે. સરગવાના સેવનથી ડાયાબીટીસ કન્ટ્રોલમાં કરી શકાય છે.
ફોડલા-ગુમડા: સરગવાના મૂળની છાલ અને વત્સનાભને વાટીને તેનો લેપ ફોડલા પર લગાવવાથી ફોડલા ફૂટી જાય છે અને પરું નીકળી જાય છે. સરગવાના પાંદડાનો રસ અને સર્જરસને વાટીને આખા શરીરમાં લેપ કરવાથી ફોડલા અને ફોડલીઓ દુર થાય છે. સરગવાના પાંદડા અને તલને સમાન માત્રામાં ભેળવીને તેને વાટીને થોડાક ઘી ભેળવીને લેપ કરવાથી ઘાવ જલ્દી ભરાઈ જાય છે.
હાર્ટ માટે: સરગવાના પાંદડામાં ઉચ્ચ માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. જે શરીરમાં ઇન્ફ્લેમેશનના કારણે થનારી સમસ્યામાં રાહત અપાવે છે. તેમજ હ્રદયને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. સરગવાના પાંદડાના સેવનથી હ્રદય સ્વસ્થ રહે છે.
યૌન શક્તિ: સરગવાનું સૂપ પીવાથી કુમારિકા શક્તિ વધે છે, જેથી વૈવાહિક સંબંધ સારો રહે. એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટી તેના કારણે ચેપને અટકાવે છે. અને તેના વિટામીન સી રોગપ્રતિકારક શક્તિને મજબુત કરે છે.આ સૂપ પીવાથી પાચનતંત્ર મજબુત થાય છે. કારણ કે મજબુત ફાઈબર તેમાં કબજિયાતને દૂર કરે છે. અસ્થમા અને ઠંડા ઉધરસ પણ સરગવામાં ફાયદાકારક છે. આ સૂપ લોહીને સાફ કરે છે અને ચહેરો તેજસ્વી બનાવે છે. તે લોહીમાં સુગરનું નિયંત્રણ કરે છે જેથી ડાયાબીટીસમાં પણ ફાયદો રહે છે.
ખીલ: સરગવાનું ચૂર્ણ લોહીની સફાઈ કરવામાં પણ મદદ કરી શકે છે. લોહી સાફ થવાથી ચહેરા પર નીખાર આવે છે. ચહેરા પર ડાઘ ધબ્બા, ખીલમાં રાહત થશે. જે ચહેરા પરના તમામ ડાઘને દુર કરે છે. તે ચહેરાની સુંદરતા માટે પેસ્ટ, સૂપ કે ચૂર્ણનો ઉપયોગ કરી શકાય છે. આ માટે નિયમિત રીતે સેવન કરવાથી ફાયદો રહે છે.
ટાઈફોડ: સરગવાની ચાલને પાણીમાં ઘસીને તેના 1 થી 2 ટીપા નાકમાં નાખવાથી તથા સેવન કરવાથી મગજનો તાવ અથવા ટાઈફોડ ઉતરે છે. સરગવાના 20 ગ્રામ તાજા મુળિયાને 100 મિલી પાણીમાં ઉકાળી તેને ગાળીને પીવડાવવાથી ટાઈફોડ નાબુદ થાય છે.
આંખના રોગ: જે લોકોને આંખોની તકલીફ છે જેઓએ સરગવાનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ. સરગવાનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે. આ માટે તેના ફળ, પાંદડા અને ફૂલનો પ્રયોગ કરવાથી આંખની તકલીફો દુર થાય છે.
લીવર સમસ્યા: સરગવાનું ચૂર્ણ જે લીવરના કોઇપણ પ્રકારના નુકશાનથી સુરક્ષિત રાખે છે. સરગવાના પાંદડા, ફૂલ સનર શીંગો ખાવામાં ઉપયોગમાં લેવાથી લીવરની ઘાતક બીમારીઓથી બચી શકાય છે. જો લીવર ખરાબ થઈ ગયું હોય તો સરગવાના ચૂર્ણ તેને સુધારે છે. જે લીવરના સોજાને ઓછો કરે છે. જેનાથી લીવર સારું કાર્ય કરવા લાગે છે.
એનીમિયા: સરગવાની છાલ થવા તેના પાંદડાના સેવન દ્વારા એનીમિયા એટલે કે લાલ રક્ત કોશિકાઓની ઉણપથી બચાવવા માટે ખુબ જ ઉપયોગી છે. સરગવાના પાંદડાનો એથનોલીક એક્સટ્રેકસમાં એનીમિયા વિરોધી ગુણ હોય છે એટલા માટે તેના સેવનથી હિમોગ્લીબીનના સ્તરમાં સુધારો આવે છે. જેથી સરગવાથી લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં મદદ મળે છે.
મગજ માટે: સરગવો મગજને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. વધતી ઉમરની અસર મગજ પર થાય છે અને મગજ સંબંધી બીમારી જેવી કે અલ્ઝાઈમર-ભૂલી જવાની બીમારી, પાર્કીસન્સ- મધ્યસ્થ નર્વસ સિસ્ટમની સમસ્યા એવી ઘણી બધી બીમારીઓ થઇ શકે છે. આ સમસ્યાથી બચવા માટે સરગવો ખુબ જ ફાયદાકારક છે. અલ્ઝાઈમરમાં દર્દીને ભૂલી જવાની બીમારી થાય છે તેની યાદદાસ્ત તેજ તથા સુધારવા માટે પણ તે સહાયક થાય છે.
શ્વાસના રોગ: સરગવો અને આદુંના રસને બરાબર માત્રામાં ભેળવીને. તેને 10 થી 15 મિલી માત્રામાં દરરોજ સવારે અને સાંજે સેવન કરવાથી શ્વાસના રોગમાં લાભ થાય છે અને શ્વાસના રોગ મટે છે. સરગવામાં વિટામીન સીનું પ્રમાણ પણ હોય છે, જેનાથી ઈમ્યુનીટી વધે છે. જ્યારે વિટામીન કેટલાક રોગો સામે રક્ષણ આપે છે, જેના લીધે શરદી અને ઉધરસમાં પણ રાહત મળે છે. શરદીના લીધે નાક બંધ થઈ ગયું હોય તો સરગવાના પાનનો ઉકાળો કરી તેની વરાળ લેવાથી નાક અને કાન ખુલા થઇ જાય છે.
કોઢ: કોઢના રોગ પર સરગવો અને કેરીની ગોઠલીનું તેલ લગાવવાથી લાભ થાય છે. સરગવાની છાલનો પેસ્ટને ગરમ કરીને લેપ કરવાથી ગ્રંથીઓમાં લાભ થાય છે, જેથી કોઢ મટે છે. સરગવાનો પાકો રસ 5 થી 10 મિલી મધમાં ભેળવીને સેવન કરવાથી લકવો, માસિક સમસ્યા વગેરે મટે છે. સરગવાના મુળની છાલનો ઉકાળો સિંધવ અને હિંગ સાથે લેવાથી ગુમડું, સોજો અને પથરી મટે છે. ગુમડા ઉપર છાલનો લેપ કરવાથી વેરાઈ જાય છે અને ફૂટી જાય છે.
હાડકાની મજબૂતાઈ: સરગવાના સુપથી બાળકોના હાડકા અને દાંત મજબુત બને છે. પ્રેગ્નેટ સ્ત્રીઓને, મેનોપોઝ દરમ્યાન કે એ પછી હાડકા નબળા પડવાની ઓસ્ટીયોપોરોસિસની બીમારીમાં સરગવાની સિંગનો સૂપ કેલ્શિયમની ઉણપને પણ પૂરી કરી શકે છે અને વાયુહર ગુણના કારણે દુખાવાને પણ નાબુદ કરી શકે છે.
સોજો: હાથ-પગ-કમરનો દુખાવો, રાંઝણ, નબળાં હાડકાં, દાંતનો દુખાવો જેવી કોઈ પણ શૂળની તકલીફમાં બાફેલી શિંગનું સૂપ ખાવાથી ફાયદો થાય કે. આ શિંગના બી ઉષ્ણ હોવાથી દમમાં પણ ફાયદો કરે છે. સરગવાનું સૂપ ગર્ભવતી સ્ત્રીઓ માટે ખુબ જ ઉપયોગી છે. તેના સેવનથી ડીલીવરીની સમસ્યાઓથી રાહત મળે છે અને ડીલીવરી પછી પણ માતાની તકલીફ ઓછી કરે છે. સરગવાની શિંગમાં અનેક વિટામીન હોય છે તેનો સૌન્દર્યવર્ધકના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે અને આખો માટે પણ લાભદાયી છે.
શ્વાસ રોગ: સરગવાના પાનનો સૂપ ક્ષય, અસ્થમા અને બ્રોન્કાઈટીસ વગેરે રોગોમાં પણ દવાનું કામ કરે છે. અસ્થમાની ફરિયાદ હોય તો સરગવાનું સૂપ પીવાથી ફાયદો થાય છે. શરદી અને ઉધરસ તથા કફથી છુટકારો મેળવવા માટે સરગવાનું સૂપ ખુબ જ ફાયદાકારક છે. તે સિવાય તેમાં આયરન, મેગ્નેશિયમ અને સીલીયમ છે. તેથી મહિલાઓ અને બાળકો માટે તે ફાયદાકારક છે. જેમાં ઝિંકનું પ્રમાણ પણ હોય છે જે પુરુષોની નબળાઈને દૂર કરવામાં અચૂક દવાનું કામ કરે છે.
આમ, સરગવો ખુબ જ ઉપયોગી છે, જેમાં ઉપરોકત રોગોમાં સરગવાનો ઉપયોગ કરીને તે રોગોને મટાડી શકાય છે. આમ લગભગ આયુર્વેદના 300 રોગોના ઈલાજ માટે સરગવાનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે. આશા રાખીએ એ આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આવી બીજી 🥑 આયુર્વેદિક માહિતી અને ટીપ્સ 👌 માટે 🍎 “દેશી ઓસડીયા” ફેસબુક પેજ ને લાઈક કરો. દરરોજ ઘરેલું ઉપચાર તમારા ફોનમાં મેળવવા 👉 અહી ક્લિક કરી પેજ લાઈક કરો.
Toylet blood problem