આજે બદલાયેલા જીવનના કારણે જાતજાતની તકલીફો ઉભી થાય છે. આવી બધી જ તકલીફોના પરિણામે આપણે હંમેશા બધી જ જરૂરિયાતના ભાગના રૂપિયા દવાખાનામાં ખર્ચી નાખીએ છીએ અને ગરીબાઈમાં ધકેલી શકીએ છીએ. માટે જો દવા કરવાની જગ્યાએ આયુર્વેદ અપનાવીએ તો સાવ મામુલી ખર્ચે બીમારીઓને જડમૂળમાંથી મટાડી શકીએ છીએ.
અમે અહિયાં એક સૌને થતા ગોઠણના દુખાવાને મટાડવાના સાવ ઘરેલું ઉપચાર બતાવી રહ્યા છીએ. હાડકાની બીમારી મોટેભાગે કેલ્શિયમની ઉણપને કારણે થતી હોય છે. જેમાય ગોઠણનો કે સાંધાનો દુખાવો 60 વર્ષથી વધારે ઉમર ધરાવતા લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. સાથે આ બીમારી આજના રસાયણયુક્ત ખોરાકને પરિણામે નાની ઉમરના લોકોમાં પણ જોવા મળે છે.
સાંધાના દુખાવાની સમસ્યા થવાનું કારણ: ગોઠણનો કે સાંધાનો દુખાવો સાંધા વચ્ચેનું લુબરીકેન નામનું રસાયણ ઘટી જવાને કારણે થાય છે. સાથે તે સાંધાના દુખાવામ કેલ્શિયનની ઉણપ પણ જવાબદાર છે. તેમજ વધારે લાંબા સમય સુધી ઉભા રહેવાના કારણે પણ આ તકલીફ થાય છે. જેના પરિણામે આ લુબરીકેન બળી જાય છે. વાયુનું પ્રમાણ વધવાથી પણ આ સમસ્યા થાય છે.
સાંધાના દુખાવાના લક્ષણો: આ સમસ્યામાં સાંધામાં ઘસારો થાય છે, તેમજ ખુબ જ અસહ્ય દુઃખાવો થાય છે, જેના કારણે બરાબર ઊંઘ પણ આવતી નથી. યોગ્ય રીતે બેસી પણ શકાતું નથી. ઉભા થવામાં તકલીફ પડે છે,
સાંધાના દુઃખાવાનો ઈલાજ: સાંધાનો દુખાવો દુર કરવા માટે અમુક ઔષધિઓના લાડુ બનાવીને સેવન કરવાથી સાંધાનો દુખાવો મટે છે. જેમાં 500 ગ્રામ સફેદ તલ, 100 ગ્રામ સિંગ દાણા, 100 ગ્રામ કોપરાનું છીણ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ, 30 ગ્રામ સુંઠ પાવડર, 700 દેશી ગોળ, 200 ગ્રામ અખરોટ લઈને લાડુ બનાવવા અને તેનું સેવન કરવાથી ગોઠણનો દુખાવો મટે છે.
ઔષધીય લાડુ બનાવવાની રીત: લાડુ બનાવવા માટે સૌપ્રથમ ગોળ ગરમ કરવો, જેમાં ગોળ ગરમ થઈને ઓગળે ત્યારે તેમાં અખરોટ પાવડર નાખવો. આ અખરોટ પાવડર અને ગોળમાં લાપસીની માફક મિક્સ થાય અને પાકી જાય ત્યારે તેને હલાવતા રહેવાથી યોગ્ય રીતે ગોળમાં ભળી જાય છે. આ ઉપરાંત બધાનો પાવડર કરીને લાડુ બનાવવા.
આ પછી આ મિશ્રણ ચુલા પરથી ઉતારી લેવું અને તેમાં તલ નાખી દેવા. તલ નાખીને તેને બરાબર મિક્સ કરી દેવા. બાદમાં તેમાં સુંઠનો પાવડર કરીને ભભરાવી દેવો. તેમજ તે ઠરી જાય ત્યારે તેમાંથી લાડુ વાળી લેવા.
આ લાડુ આયુર્વેદિક લાડુ બને છે. જેમાં તલ, સુંઠ, અખરોટ તેમજ ગોળ જેવા અનેક ગુણોથી ભરપુર તત્વો હોવાથી સાંધાના દુખાવાને અને ગોઠણના દુખાવાને મટાડે છે. આ સાંધાના દુખાવાને દુર કરવાનો ઈલાજ લાડુ બનાવીને કરવાથી ભોજન જેવો અહેસાસ અને મીઠાઈ ખાધાનો અનુભવ થાય છે. તે સાથે સાથે તે ગોઠણના દુઃખાવાને કોઈ દવા વગર જ ગાયબ કરી મુકે છે.
આ લાડુનો ઉપયોગ કરવાની રીત: અખરોટ, તલ, ગોળ વડે બનાવેલા આ લાડુનો ઉપયોગ સવારે ભૂખ્યા પેટે કરવાથી ફાયદો થાય છે. આ પ્રયોગ 21 દિવસ સુધી કરવાથી ગોઠણનો દુખાવો મટે છે. સાથે શરીરના વિવિધ અંગોમાં થતા સાંધાના દુખાવા પણ જડમુળથી આ લાડુ ખાવાથી મટે છે.
આ સાંધાના દુખાવા સિવાય આ લાડુ ખાવાથી બીજી ઘણી બીમારી અને સમસ્યાનો ઈલાજ કરી શકાય. જેમાં વાળ ની સમસ્યા, તણાવ, ડાયાબીટીસ, પાચનક્રિયા, એન્જીંગ પ્રક્રિયા ધીમી પાડવી, કેન્સર, ગર્ભાવસ્થા સમસ્યા, લાંબુ આયુષ્ય, સોજો, હ્રદય સ્વાસ્થ્ય જેવી ઘણી સમસ્યામાં સમસ્યાઓમાં ઉપયોગી છે. તો જાણીએ આ લાડુથી થતા ફાયદાઓ વિશે.
બળતરા: આ લાડુ શરીરમાં સ્ટેમિના વધારવા માટે ઉપયોગી છે. આ લાડુમાં ઔષધિઓ ઉમેરવાથી અનેક તત્વો ભળે છે અને તેની ગુણવત્તા વધે છે. તેમાં વિટામીન ઈ, ઓમેગા 3 ફેટી એસીડ, એન્ટી ઓક્સીડેન્ટ જેવા તત્વો હોવાથી શરીરમાં બળતરા મટાડે છે, મગજને શાંતિ આપે છે.
અનિન્દ્રાની સમસ્યા: આ રીતે બનાવેલા લાડુમાં મેલાટોનીન નામનું હોર્મોન અખરોટના કારણે મળી આવે છે. જેના લીધે વધારે ચિંતાને કારણે ઊંઘ ન આવવાની સમસ્યા ઘણા લોકોને થતી હોય છે. આ લાડુની સેવન કરવાથી મગજને શાંતિ મળે છે. મગજને યોગ્ય લોહી પહોંચે છે. જેના કારણે ચિંતા દુર થાય છે અને શાંત ઊંઘ આવે છે.
હ્રદયને સ્વસ્થ રાખે: આ લાડુ હ્રદય રોગના દર્દીઓ માટે ઉપયોગી છે. આ લાડુમાં હ્રદય, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેસર જેવી સમસ્યાથી પરેશાન લોકો માટે ખુબ જ ઉપયોગી છી. હ્રદયમાં ચરબી અને જરૂરી કોલેસ્ટ્રોલની જાળવણી આ લાડુ ખાવાથી થાય છે. માટે આ લાડુ ખાવાથી હાર્ટએટેક જેવી સમસ્યા દુર થાય છે.
કોલેસ્ટ્રોલ ઓછું કરે: આ આ લાડુ સેવન કરતા શરીરમાં જરૂરી હોય તેવા શ્રેષ્ઠ કોલેસ્ટ્રોલ જળવાઈ રહે છે. જયારે નુકશાન કારક કોલેસ્ટ્રોલ સ્તરને ઓછું કરે છે. આ લાડુમાં ઓમેગા ૩ ની હાજરી હોય છે. જેથી કોલેસ્ટ્રોલ ઘટે છે. તે સિવાય પીતાશય પણ યોગ્ય રીતે રહીને કાર્ય કરે છે.
કબજીયાત મટે: આ લાડુમાં ફાઈબર આવે છે. જેના લીધે પાચન શક્તિ જળવાઈ રહે છે. જો પેટ સાફ રાખવું હોય તો આ લાડુનું સેવન કરવું. લાડુમાં રહેલું ફાઈબર તત્વ પેટને ચોખ્ખું કરીને કબજીયાતથી છુટકારો અપાવે છે. કબજિયાત અનેક રોગોનું મૂળ છે. કબજિયાતથી વાસી મળ શરીર રહે છે અને તેને લીધે અનેક રોગ થાય છે. માટે આ લાડુ ખાવાથી મળ દ્વારા કચરો બહાર નીકળી જાય છે.
ગર્ભાવસ્થા: સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન અનેક રોગ આવે છે. આવા રોગોમાં આ લાડુ ઉપયોગી થાય છે. આં લાડુનું કાયમી સેવન ગર્ભમાં રહેલા બાળકના માનસિક વિકાસ માટે ખુબ જ ઉપયોગી છે. તેમજ બાળકના હાડકા અને કરોડરજ્જુ યોપ્ગ્ય કરવામાં પણ આ લાડુ ઉપયોગી છે. માટે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ આ લાડુનું સેવન કરવું જોઈએ.
વાળની સમસ્યા: આ રીતે બનાવેલા લાડુ વાળને મજબુત કરે છે. તે વાળ ખરી પડવાની સમસ્યા, વાળ સફેદ થવા, વાળમાં ખોડો, ઊંદરી જેવી સમસ્યા લોહીને શુદ્ધ કરવાના આ લાડુના ગુણને કારણે દુર રહે છે. લાડુનું જો નિયમિત સેવન થાય તો વાળની તમામ પ્રકારની સમસ્યાઓ દુર રહે છે. માથામાં ટાલ પડવાની સમસ્યા પણ આ લાડુ આરોગવાથી દુર થાય છે.
રોગપ્રતિકારક શક્તિ: આ લાડુનું સેવન કરવાથી શરીરમાં એન્ટીઓક્સીડેંટ તત્વો ઉમેરાય છે. જેના લીધે તે રોગ પ્રતિકારક શક્તિ છે. માટે આપણું શરીર અનેક રોગો સામે લડી શકે છે. તે રોગો સામે તાકાત શરીરમાં ઉત્પન્ન કરે છે માટે શરીરમાં રોગો આવતા નથી અને હોય તો મટે છે. જેમાં તાવ, ઉધરસ, કફ જેવા રોગો મટી જાય છે.
પ્રજનન શક્તિ વધારે: પુરુષો માટે આ લાડુ ખુબ જ ઉપયોગી થાય છે. તે શુક્રાણુઓની ગુણવત્તા, માત્રા, જીવનકાળ અને તેની ગતિવિધિમાં વધારો કરીને યોગ્ય શક્તિ વધારે છે. પુરુષોની વીર્ય નબળાઈ, નપુસંકતા, શીઘ્રપતન, જેવી સમસ્યાને દુર કરવામાં સહાયતા મળે છે. જેથી સંભોગ શક્તિ પણ વધે છે. પુરુષોની શારીરિક નબળાઈ દુર કરવામાં આ લાડુ ખુબ જ ઉપયોગી છે.
કેન્સર: આ લાડુનું સેવન કેન્સરના દર્દીઓ માટે પણ ઉપયોગી છે. તેમાં રહેલા અખરોટના પાવડર અને તલના કારણે તે આ કેન્સરના કોષોને મારવામાં ઉપયોગી થાય છે. જે કેન્સરના સામે લડી શકે તેવા કેન્સર વિરોધી કોષોને એટલે કે એન્ટી કેન્સરના કોષોના નિર્માણમાં જરૂરી તત્વો પુરા પાડે છે. જેમાં સ્વાદુપીંડ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, સ્તન કેન્સર જેવા કેન્સર સામે આ લાડુથી ફાયદો મળે છે.
ડાયાબીટીસ: ડાયાબીટીસ 2ની સમસ્યા વાળા લોકોને માટે આ લાડુ રામબાણ ઔષધી છે. આ લાડુના ગુણોને લીધે લોહીમાં યોગ્ય સુગરનું પ્રમાણ જળવાઈ રહે છે. આ લાડુના સેવનથી વજન ઘટે છે, શરીરનું સ્વાસ્થ્ય જાળવી રહે છે. લોહીમાંથી સુગર દુર કરનારા આ લાડુથી તત્વો શરીરમાં નિર્માણ પપામે છે. જેથી ડાયાબીટીસ કાબુમાં રહે છે.
સોજા મટાડે: આ લાડુમાં ઓમેગા 3 ફેટી એસીડ હોય છે. જે સોજાને મટાડે છે. આ સિવાય આ લાડુના લીધે પોજીટીવ ફેટ નિર્માણ થાય છે. જે શરીરમાં સોજામાં મટાડવામાં લાભદાયી છે. આ સિવાય તેમાં એન્ટીસેપ્ટિક, એન્ટીઇન્ફલેમેટ્રી ગુણ હોય છે. જે શરીરમાં વિવિધ સમસ્યાને લીધે આવેલા સોજા મટાડે છે. જો તમને મુંઢ ઘા, એકસીડન્ટ, વા કે ચામડીના રોગના લીધે કે રીએક્શનના કારણે આવેલા સોજામાં ખુબ જ રાહત આપીને મટાડે છે.
વાનો રોગ: આ રીતે બનાવેલા લાડુ શરીરમાં તમામ પ્રકારના વાને પણ મટાડે છે. જેમાં સાંધાનો વા સંધિવા, આમવાત, ગઠીયો વા, વાત રક્ત જેવા તમામ પ્રકારના હાડકામાં થતા વાના રોગને મટાડવા માટે ઉપયોગી છે. જેમાં ખાસ કરીને સંધિવા અને ગઠીયો વા બધી જ ઉમરના લોકોમાં આજે જોવા મળે છે જયારે તેમાં આ લાડુ ખુબ જ ઉપયોગી થાય છે.
આમ, આ તમામ સાંધાના દુખાવા સાથે અખરોટથી બનાવેલા લાડુ ગોઠણનો દુખાવો મટાડે છે. ગોઠણનો દુખાવો દુર કરવા માટે ઉપયોગી આ લાડુ આરોગ્યની દ્રષ્ટીએ ઉત્તમ છે. આ લાડુ આયુર્વેદિક હોવાથી તે શરીરમાં કોઇપણ પ્રકારની આડઅસર કરતા નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને સાંધાના દુખાવાનો બેસ્ટ ઈલાજ એવા લાડુ આ માહિતી દ્વારા બનાવો અને સાંધાના દુખાવામાંથી રાહત મેળવો.