ઘણા લોકોમાં હાલના ખોરાકને લીધે વા ની તકલીફ જોવા મળે છે. વા એક વાયુના અને પિત્તના વિકારને કારણે થાય છે. વા એ આખા શરીરમાં સાંધાઓમાં દુખાવો ઉત્તપન્ન કરતો રોગ છે. જે ગાંઠના વા સ્વરૂપે, સંધિવા સ્વરૂપે વગેરે અલગ અલગ રીતે થાય છે. આ વાના પરિણામે કેડનો દુખાવો, ગોઠણનો દુઃખાવો, કાંડાનો દુઃખાવો, ઘુટણનો કે કોઇપણ સાંધાના દુખાવા થાય છે.
વાના દુખાવાને દુર કરવા માટે આયુર્વેદમાં અનેક ઉપચારો શક્ય છે. વા ને મટાડવા માટે ઔષધીઓ દ્વારા ઈલાજ કરીને વાને મટાડી શકાય છે. આપણા આયુર્વેદના ગ્રંથોમાં વાના ઈલાજો વિશે ખુબ જ માહિતી આપવામાં આવી છે.
ઉપચારની શરૂઆતમાં સૌપ્રથમ તો બે દિવસ સુધી માત્ર મગનું પાણી પીને પેટ સાફ કરવું જેથી કોઇપણ ઉપચાર સારું પરિણામ આપે. મગનું પાણી શરીરમાં ઉર્જા આપે છે અને તાકાત પણ આપે છે. મગનું પાણી પીવાથી ભોજન લેવાની જરૂરિયાત રહેતી નથી.
વાના દુખાવાના ઈલાજ માટે સૌપ્રથમ અશેળીયો લાવવો. આ 10 ગ્રામ અશેળીયાની ખીર બનાવી લેવી. આ ખીર બનાવવા માટે જરૂર પ્રમાણે પાણીમાં સૌપ્રથમ અશેળીયો નાખવો. તે બરાબર બફાઈ જાય પછી તેમાં જરૂરી પ્રમાણમાં દૂધ નાખવું. દૂધ બરાબર ગરમ થઈ જાય પછી તેમાં ખાંડ નાખવી. આ રીતે અશેળિયાની ખીર બનાવી શકાય છે. આ અશેળીયાની ખીર નિયમિત દરરોજ બનાવીને 8 દિવસ સુધી ખાવી. આ ખીર દરરોજ સવારે બનાવવી અને સવારે જ સેવન કરવું. આ ખીર ખાધા પછી કછુ ખાવાનું કે પીવાનું નથી.
સાંધાના દુખાવામાં ઔષધીય તેલ બનાવીને માલીશ કરીને પણ વાને મટાડી શકાય છે. આ માટે એરંડિયું તેલ અથવા સરસવનું તેલ કે તલનું તેલ વાપરી શકાય છે. આ ત્રણેય તેલમાંથી અનુકુળ કોઇપણ તેલ લઈને તેને વાપરી શકાય છે. બધા જ તેલમાં એરંડીયુ વધારે ઉત્તમ ગણાય છે એટલે બની શકે તો તે લેવું વધારે હિતાવહ ગણાય છે.
આ માટે 200 ગ્રામ એરંડીયુ તેલ લેવું. તેમાં 10 આકડાના મોટા પાંદડા નાખવા. આ પાંદડાના ટુકડા કરી નાખવા. આ પાંદડાને જેમ પાપડ તળીયે તે રીતે જ આ પાંદડા તળી નાખવા. તળાય ગયા બાદ આ પાંદડાને તેલમાંથી કાઢી લેવા. આ પછી 10 લસણની કળી આ તેલમાં નાખવી. આ કળી અડધી બદામી જેવી ત થઈ જાય પછી તેમાં લીમડાના પાંદડા નાખવા. બાદમાં સુંઠને ખાંડીને તેમાં નાખવી. આ સહેજ ગરમ થાય પછી જ તરત ઉતારી લેવું.
આ તેલ ઠંડું પડી જાય પછી તેને ગાળી લેવું. ગાળી લીધા બાદ આ તેલને બોટલમાં ભરી લેવું. હવે આ બોટલમાંથી તેલ દરરોજ દુઃખતા ભાગ ઉપર લગાવવું. આ તેલને ધીમા હાથે માલીશ કરવું. આ પ્રમાણે બનાવેલા ભાગ પર તેલ લગાવવામાં આવશે તો ફાયદો થશે. આ તેલથી સાંધાનો દુખાવો મટે છે. આ તેલ વા ની તકલીફનો ખુબ જ અસરકારક ઈલાજ છે.
ગઠીયો વા ના દર્દમાં દર્દીને ખુબ જ તકલીફ થાય છે. શરીર જકડાય જાય છે. આ ઈલાજ માટે ગળો અને શિલાજીત લેવું. 25 ગ્રામ ગળો લેવો. આ ગળોની અંદર 4 કપ પાણી નાખવું. આ પછી આ મિશ્રણને ધીમા ધીમા તાપે ગરમ કરવું. આ ઉકળતા ઉકળતા 1 કપ જેટલું પાણી વધે ત્યારે તેને ઉકાળવાનું બંધ કરી દેવું. આ બાદ મિશ્રણને ગાળી લેવું. આ ગાળી લીધા આ મિશ્રણની અંદર પા ગ્રામ જેટલો શિલાજીત ઉમેરવું અને મિશ્રણને બરાબર હલાવી નાખવું. આ પછી જે ઠંડું પડે ત્યારે આ મિશ્રણને પી જવું. આ મિશ્રણ સવારે નરણા કોઠે અને સાંજે સૂતી વખતે પીવું. આ મિશ્રણ લીધા બાદ અડધો કલાક પહેલા કે અડધો કલાક પછી કાઈ ન પીવું.
વા ની તકલીફમાં અરડુસી ખુબ જ ઉપયોગી છે. ઘણી જગ્યાએ કે બાગ બગીચાઓમાં અરડૂસી જોવા મળે છે. ગળો પણ લીમડાના ઝાડ પર ઉગે છે અને ગામડાઓમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ સિવાય કડુ કરિયાતું પણ દેશી ઓસડીયા વાળાની દુકાનેથી મળી રહેશે ત્યાંથી લાવવું. આ બધી જ વસ્તુઓ 10-10 ગ્રામની માત્રામાં લેવું. જેને થોડું થોડું ખાંડી નાખવું. આ બધી જ વસ્તુઓ ચાર કપ પાણીમાં નાખીને તેને ઉકાળી લેવું. આ પાણીમાંથી જ્યારે એક કપ જેટલુ પાણી વધે ત્યારે તેને નીચે ઉતારી લેવું. જે ઠંડું થઈ જાય ત્યારે તેને ગાળી અને પી જવું. આ મિશ્રણને સવારે નરણા કોઠે પીવું. આ પીવાથી ગઠીયા પ્રકારનો વા મટે છે.
ખજુર અને દિવેલના પ્રયોગથી પણ વાના રોગમાં લાભ થાય છે. ખજુરની 10 થી 15 પેશી લેવી. આ ખજુરમાંથી ઠળિયા કાઢી નાખવા. આ ખજૂરને બરાબર ચટણી જેવો વાટી નાખવો. આ વાટેલા ખજૂરને એક વાસણમાં લઈ લેવો. આ ખજૂરના રસમાં એક ચમચી દીવેલ નાખવું. આ બંનેને બરાબર મિશ્ર કરીને તેને આ મિશ્રણને ખાઈ જવું. આ મિશ્રણ થી ગઠીયો વા મટે છે અને બીજા પ્રકારના વાના રોગ પણ દૂર થાય છે. આ મિશ્રણનું સેવન સવારે નરણા કોઠે કરવું. સાંજે કોઇપણ દવા લેવાની હોય તો અડધો કલાક બાદ એક ચમચી હિમેજનું ચૂર્ણ પી જવું.
સાંધાનો વા, સંધિવાના ઉપાય માટે માલ કાંગણીના બીજ દેશી ઓસડીયા વાળાની દુકાનેથી લાવવા. આ માલ કાંગણીના બીજ લાવીને તેનું ચૂર્ણ બનાવી લેવું. આ બાદ થોડું દૂધ લેવું અને તેને ગરમ કરવું તેમાં સાકર નાખવી. તે બરાબર સાકર મિક્સ થઈ જાય પછી આ દુધને નીચે ઉતારી લેવું અને તેમાં એક ચમચી જેટલું ઘી નાખી દેવું. આ ચૂર્ણ 2 થી 3 ગ્રામ જેટલું ફાકી જવું અને ઉપર આ મિશ્રણ વાળું દૂધ પીવું. આ પ્રયોગ દરરોજ સવારે કરવો. આ ચૂર્ણ લીધા બાદ એક કલાક સુધી કાઈ જ ખાવું કે પીવું નહિ.
આમ, વા ની તકલીફમાં આ ઉપચારો ખુબ જ ઉપયોગી થાય છે. આ ઉપચાર કરવાથી વાની તકલીફો મટે છે. વા નો રોગ ઠીક થાય છે. આ ઈલાજ ઔષધીઓ ઉપર આધારિત હોવાથી વા ની તકલીફને દુર કરવા માટે ખુબ જ ઉપયોગી છે.આ રીતે અમે આશા રાખીએ કે વા ની તકલીફને દુર કરવા માટે અમારા આ ઉપચારો ખુબ જ ઉપયોગી થાય.
નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.