આપણે ઘણા બધા ઔષધીય ફાયદાઓ લેવા માટે જ્યુસનું સેવન કરતા હોઈએ છીએ. આ જ્યુસના સેવનથી ઘણા બધા વિટામીન, ખનીજો અને ઘણા બધા પોષકતત્વો મળે છે. જેનાથી આપણે દવાના રૂપમાં આ જ્યુસનો ફાયદો લઈ શકીએ છીએ.
આ આર્ટીકલમાં અમે આવા જ એક ખુબ જ શક્તિશાળી ડીટોક્સ જ્યુસ વિશે જણાવીશું કે જે જ્યુસ શરીરની અંદર જામેલી બધી જ ગંદકીને દુર કરવાની તેમાં ક્ષમતા છે. આ એક એવું જ્યુસ છે કે તે મેગ્નેટની જેમ શરીરની અંદર રહેલા બધા ટોક્સીનને ખેંચવા લાગે છે. આ જ્યુસ શરીરની સાથે સાથે મનને પણ સાફ કરે છે. બુદ્ધિ વધારે છે.
આ જ્યુસનો માત્ર એક જ ગ્લાસ દરરોજ સવારે સેવનથી તમારું સ્વાસ્થ્ય બદલી શકે છે. આ જ્યુસનું નામ છે સફેદ પેઠાનું જ્યુસ. આ એક શાકભાજીનું જ્યુસ છે. આ એકદમ સામાન્ય સ્વાદ વગરનો ટેસ્ટ આપે છે. થોડી મહેનત કરીને આ જ્યુસ બનાવી શકાય છે અને તેને બજારમાંથી શાકભાજી વાળાની દુકાનેથી મેળવી શકાય છે.
સફેદ પેઠામાં ખુબ જ ઉપયોગી તત્વો હોય છે. જેમાં વિટામીન B-1, B-3 અને વિટામીન સી હોય છે. તેમાં કેલ્શિયમ, સોડીયમ, જસત, લોહ તત્વ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, તાંબુ, સેલેનીયમ અને પોટેશિયમ જેવા વિભિન્ન ખનિજ પણ તેમાં સામેલ છે.
આ લેખમાં અમે આ જ્યુસ બનાવતા પણ શીખવાડીશું. આ જ્યુસ અનેક ફાયદાઓ કરે છે. અમે પેકિંગમાં બંધ, ડબ્બા બંધ અને તેલથી ભરેલું ભોજન કરીએ છીએ ત્યારે કે દિવસમાં ત્રણ વખત અનાજ ખાઈએ છીએ ત્યારે આપણા આંતરડા ખરાબ થઈ જાય છે. વર્ષો સુધી આંતરડામાં ગંદકી ભરાઈ રહે છે અને આ ગંદકી મોટામાં મોટી બીમારીને ઉત્પન્ન કરે છે. જેવી કે ડાયાબીટીસ, બ્લડપ્રેસર, થાઈરોઈડ, મોટાપા, PCOD, અસ્થમા, માઈગ્રેન, કેન્સર જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરે છે.
આ સફેદ પેઠાનું જ્યુસ શરીરમાં ડીટોક્સ પ્રક્રિયા કરવાનું કાર્ય કરે છે. જયારે આ જ્યુસ શરીરમાંથી પસાર થાય છે ત્યારે જૂનામાં જુના કચરાને પોતાની સાથે લઈને નીકળે છે. આ જ્યુસને દરરોજ પીવાથી તમે જોશો તો એક અઠવાડિયામાં તમારી ચામડી ચમકવા લાગશે. એક નવો ગ્લો આવી જશે, વજન સામાન્ય થવા લાગશે. જો કોઈ બીમારી કે બીમારીનું બીજ શરીરની અંદર બેઠું છે તો તે શરીરની બહાર નીકળવા લાગશે.
આ જ્યુસનો ટેસ્ટ પાણીની જેમ ટેસ્ટ વગરનું હોય છે. તેનો કોઈ સ્વાદ હોતો નથી. તે કડવો કે મીઠો એકપણ સ્વાદમાં હોતો નથી. આ પેઠું બહારથી હળવું લીલું અને અંદરથી સફેદ હોય છે. આ કોઇપણ શાકભાજી વાળાની પાસેથી આરામથી મળી જાય છે. આપણા દેશમાં આ પેઠાને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. આ માટે જ્યુસમાં ઉપયોગમાં લેવા માટે મોટા પેઠાનો ઉપયોગ કરવો. નાના પેઠામાં બીજ વધારે હોય છે અને જ્યુસ ઓછુ નીકળે છે.
એક ગ્લાસ જ્યુસ બનાવવા માટે લગભગ અઢીસો ગ્રામ પેઠાનો ટુકડો લેવો. સૌથી પહેલા તેની છાલો કાઢી લેવી. બીજ અને છાલો કાઢી લેવી ખુબ જ જરૂરી છે. કારણ કે તે કડવા હોય છે. જો તે કાઢવામાં નહિ આવે તો તમારું જ્યુસ પણ કડવું બની જશે અને તમને પીવામાં પણ મજા પણ નહિ આવે.
આ પછી તેના નાના નાના ટુકડા કાપી લેવા. ધીરે ધીરે કાપીને તેને જ્યુસરમાં નાખવા. આમાંથી ખુબ જ સારું જ્યુસ નીકળે છે. કારણ કે પ્રાકૃતિક રીતે તે સૌથી આલ્કેલાઈડ શાકભાજીઓમાંથી એક છે. તે દુનિયાનું સૌથી ઉચ્ચ પ્રાનીક શાકભાજીમાંથી એક છે. મતલબ કે તેના દરેજ ઘૂંટમાં ઉર્જા ભરેલી હોય છે.
આ ફળને સસ્કૃતમાં કુષ્માંડ કહેવામાં આવે છે. જેનામાં ઈંડા કરતા પણ અનેક ગણી શક્તિ હોય છે. જો તમારી પાસે જુસર ન હોય તો આ ટુકડાનેમિક્સર નાખી દો. જયારે મિક્સર માંથી પેસ્ટને કાઢીને કોઈ વાટકા પર કપડું રાખીને તેમાં આ પેસ્ટને નાખો. આ પછી આ કપડાને વળ ચડાવીને તેમાંથી રસ કાઢી લો. આ બંને વસ્તુ ન હય તો કોઈ શાકભાજી શીણવાના કોઈ વસ્તુ દ્વારા તેને જીણી જીણી પથરી પાડીને તેને કપડામાં નાખીને કપડાને વળ ચડાવીને પણ રસ કાઢી શકાય છે.
આ રીતે રસ કાઢીને તેને 15 મીનીટની અંદર અંદર પી લેવો. ખુબ લાંબા સમયે બહાર રાખીને તેને ન પીવો જોઈએ. આમ, કરવાથી તેમાં જે ગુણ હોય છે તે ઓછો થઈ જાય છે. આ જ્યુસનો ફાયદો ત્યારે મળે છે જયારે તમે તેને ધીમે ધીમે પીવો. જો તમે આ જ્યુસ બાળકને પીવરાવવા માંગો છો અને તેને મીઠું કરવા માંગો છો તો તેમાં 50 ટકા નારીયેળનું પાણી નાખો. આ રીતે બનાવેલા જ્યુસને આશ કોકો જ્યુસ કહેવામાં આવે છે.
આ જ્યુસને દરરોજ સવારે ખાલી પેટ પીવું અને પીવાના 1-2 કલાક સુધી કંઈપણ ન ખાવું. કારણ કે આ સમયે એ શરીરમાં ખુબ જ સફાઈનું કામ કરે છે. જો આ સમયે જો બીજી વસ્તુ ખાઈ લેવામાં આવે તો શરીરમ સફાઈ અટકી જશે. આ માટે આ જ્યુસ લેવાના એક-બે કલાક બાદ જ નાસ્તો કરવો.
જો તમારા વિસ્તારમાં સફેદ પેઠા મળતા હોય તો તમે તેને લાવીને ઘણા દિવસો સુધી રાખી શકો છો. જો તેને કાપ્યા વગર રાખવામાં આવે તો ઘણા દિવસો સુધી તેને રાખી શકો છો. જો તમે કાપી નાખ્યું છે તો તેને ફ્રીજમાં રાખીને 4 થી 5 દિવસ સુધી રાખી શકો છો અને તેમાંથી જ્યુસ બનાવી શકો છો.
આ જ્યુસને ગમે તે સમયમાં પી શકાય છે, આ જ્યુસ શિયાળો, ઉનાળો અને ચોમાંચું ત્રણેય ઋતુમાં વાપરી શકો છો. પરંતુ ઠંડીની ઋતુમાં આ જ્યુસ સામાન્ય રૂમ તાપમાને રાખવું જોઈએ. આ જ્યુસને સાયનસ અને અસ્થમાની સમસ્યામાં પણ લઈ શકાય છે. આ રીતે આ જ્યુસ શરીરમાં રહેલી ગંદકી દૂર કરવાનું કાર્ય કરે છે.
જે પણ અંદર મ્યુકર જામેલું છે, જે સાયનસ અને અસ્થમાની સમસ્યા બનાવી રહ્યું છે. જેને પણ આ જ્યુસ શરીરની બહાર કાઢે છે. આ રીતે આ આ ફળ માંથી બનાવેલું જ્યુસ પ્રાકૃતિક રીતે મળેલ અજુબો છે. તમે પણ આ જ્યુસને એકવાર પી ને અખતરો કરી જુઓ ચોક્કસ અદભૂત ફાયદો મળશે અને ચમત્કારિક ફાયદો મળશે.
આમ, આ રીતે સફેદ પેઠામાંથી બનાવેલું જ્યુસ શરીરમાં ખુબ જ ફાયદો કરે છે. આ જ્યુસથી અનેક તત્વો મળે છે અને શરીરના દરેક અંગોને ફાયદો કરે છે. આ રીતે બનાવેલું જ્યુસ શરીરને કોઇપણ પ્રકારની આડઅસર કરતું નથી. અમે આશા રાખીએ કે આ જ્યુસ તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.
મારી પત્ની ની ઉંમર 38 વર્ષની છે. એને 15 -20 વર્ષથી ગેસ , એસિડિટી અને કબજિયાત નો પ્રોબ્લેમ છે. અને પેટ જમ્યા પછી ફૂલી જાય છે. ઘણી દવા કરી. પણ કંઈ ફેર પડતો નથી . મેહરબાની કરીને કોઈ ઘરેલું ઉપચાર બતાવશો.
મારી પત્ની ના L 1&L 2 એમ બે કમર ના મણકા ટુટી ગયા છે .દેશી ઈલાજ જણાવવા વિનંતી