આ વનસ્પતિ દરેક પ્રકારની વાડોમાં અને ખેતરના શેઢા પર જોવા મળે છે. આ આપણે ત્યાં સમગ્ર ભારતમાં થતી વેલ પ્રકારની વનસ્પતિ છે. આ છોડ ઝુમખામાં વેલા સ્વરૂપે થાય છે. જ્યારે તે કરોળિયાના રોગમાં ખુબ જ ઉપયોગી ઔષધી હોવાથી તેને કરોળીયાની વેલ પણ કહેવામાં આવે છે. હિન્દીમાં લટફટકરી કહેવામાં આવે છે. જયારે બંગાળીમાં તેને જ્યોતિશ્મતી કહેવામાં આવે છે. જયારે આ વનસ્પતિનું લેટીન નામ કાર્ડિયોસ્પર્મ હેલીકેકેબલ.
કાગડોળીયાના વેલા ચોમાંચે ઘણા જ ઉગી નીકળે છે. તે બેથી દશ ફૂટ જેટલા લાંબા થાય છે. જેના પાન રૂપરેખામાં ત્રિકોણ આકારના હોય છે. કાગડોળીયાના ફૂલ સફેદ રંગના હોય છે. જયારે તેના ફળ ગોળ વટાણા જેવા હોય છે. જયારે પાકી જાય છે ત્યારે કાગડાની જેવું સફેદ ટપકાવાળું બને છે. માટે જ તેનું નામ કાગડાની આંખના ડોળા પરથી કાગડોળીયા જેવું નામ પડ્યું છે. તે સાંધાના દુખાવામાં રામબાણ ઔષધી છે.
સાંધામાં દુખાવો થવાના ઘણા કારણો હોય છે. ખાસ કરીને વધતી ઉમરની પરેશાની, ખેલકૂદના સમયે લચક કે મોચ અને સૂતા સમયે માંસપેશીઓના કારણે પણ સાંધાનો દુખાવો થઈ શકે છે. સાથે જ સાંધાના દુખાવામાં દર્દ થોડી બીમારીઓને કારણે પણ થઈ શકે છે. આ સાંધાનો દુખાવો થાય તો ઘણી વખત સોજો આવી જાય, સાંધાની આસપાસ ગરમી મહેસૂસ થાય, સાંધામાં અસહજતાનો અહેસાસ થાય, લાલાશ જામી જાય, સાંધામાં ચાલતા અને હલાવવા પર દર્દ થાય.
ઘણા પ્રકારના વાને લીધે પણ સાંધાનો દુખાવો થાય, હાડકા અને માંસપેશીઓના વચ્ચે આવેલા તરલ પદાર્થથી ભરી થેલીમાં સોજો આવે, ઘૂંટણ જેવા અંગોમાં કોઈ તકલીફ આવવી, લોહીમાં યુરિક એસીડ વધી જવાથી સાંધામાં સોજો, વાયરલ ઇન્ફેકશનથી પણ સાંધામાં દુખાવો થાય છે. ક્યારેક ઠંડી કે બીજી વાતાવરણની અસર થવાથી નસોમાં ખીંચાવ આવે છે. જેના લીધે તે નાજુક થઈ જાય છે. જેની અસર સાંધા પર થાય છે અને જે સાંધામાં દુખાવો ઉત્પન્ન કરે છે.
ઘણી વખત સાંધા પર પુરતો ઓક્સીજન નહિ મળવાને કારણે પણ સાંધામાં દુખાવો થઈ શકે છે. આ સિવાય સાંધામાં યુરિક એસીડ એકઠું થાય, ક્યારેક ક્યારેક આનુવાંશિક કારણોથી પણ સાંધામાં દર્દ થાય છે, ક્યારેક કમજોરીના લીધે પણ દર્દ થાય છે. વાસી ભોજન ખાવું, અપચો, ઠંડી જગ્યાએ રહેવું તેમજ તણાવ જેવા કારણે સાંધામાં દુખાવો થાય છે. ઘણા લોકોને ખાટું ખાઈ જવાથી સાંધાનો દુખાવો થાય છે. માટે જે લોકોને સાંધાના દુખાવાનો પ્રશ્ન હોય તેને માટે આ કાગડોળીયા ખુબ જ ઉપયોગી છે.
સાંધામાં દુખાવો હોવાના ઘણા લક્ષણો જોવા મળે છે. જયારે સાંધામાં દુખાવો હોય તો ગંભીર કે મધ્યમ દર્દ, સાંધા જકડાય જાય, સંયુક્ત ગતિહીનતા જોવા મળે, જે ભાગ પર લાલાશ આવી જાય, સાંધા પર સોજો આવે, સાંધામાં કોમળતા આવે, સાંધામાં ગરમી જામે, સાંધામાં વિકૃતિ થાય. આ બધા જ લક્ષણો સાંધાના દુખાવા વખતે જોવા મળે છે.
જયારે આ પ્રકારે સાંધાના દુખાવાની સમસ્યા થાય ત્યારે જ્યાં પણ આ છોડ ઉગ્યો હોય ત્યાંથી આ કાગડોળીયાનો આખો છોડ ખેંચીને ઉખાડીને લઈ આવવો.
આ છોડને સપાટ પથ્થર પર ઘસીને પછી વાટીને લેપ બનાવી લેવો. આ લેપ બનાવીને જ્યાં તમને સાંધાના દુખાવા હોય ત્યાં આ લેપ કરવો. લેપ કરીને ધીરે ધીરે માલીશ કરતી રહેવી. આ માલીશ કરતી વખતે બરાબર ઘસીને માલીશ કરવી જેથી આ છોડનો રસ અંદર ઉતરતો જાય. આ રીતે માલીશ કર્યા બાદ જે લેપ કરવાનો રગડો વધે તે સાંધા ઉપર બાંધી દેવો. આ છોડનું પ્રાચીન પુસ્તકોમાં સાંધાના દુખાવાના ઈલાજ તરીકે ઘણું જ વર્ણન જોવા મળે છે. આ કાગ ડોળીયા કોઇપણ જગ્યાએ સોજો આવી ગયો હોય તો પણ ખુબ જ ઉપયોગી છે. આ માટે પણ કાગ ડોળીયાનો આખો છોડ લઈને દૂધ સાથે વાટીને મલમ કરી લેવો. આ રીતે મલમનો લેપ સોજા ઉપર કરવાથી પણ સોજો ઉતરી જાય છે. આમ સાંધાના દુખાવા અને સોજા બંને માટે આ કાગડોળીયાનો છોડ ઉપયોગી છે.
આ વનસ્પતિનો બીજો પણ ખુબ જ ઉપયોગી ઈલાજ છે જે કરોળિયાના રોગમાં સફેદ ટપકા નીકળે છે જેને પણ મટાડે છે. આ રોગમાં શરીરના કોઈ ભાગમાં સફેદ ટીલા જોવા મળે છે. જ્યાં ટપકા જો મોઢા પર થયા હોય તો ચહેરાની સુંદરતાને દૂર કરે છે. જ્યાં સફેદ ડાઘ દેખાય છે. આ રીતે થતા કરોળિયાના રોગને મટાડવા માટે આ છોડનાં બીજ ઉપયોગી છે. આ માટે આ છોડ ઉપરથી તેના પાકી ગયેલા બીજને લઈ આવવા.
આ પછી આ બીજનો ભૂકો કરી નાખવો. આ બીજનો સંપૂર્ણ ભૂકો થઇ જાય પછી તેને પાણી થોડું નાખીને તેને મલમ જેવું કરી નાખવું. આ મલમ જેવું આછું આછું બની જાય તેને દરરોજ કરોળિયા ઉપર ચોપડવું. આવી રીતે આ પ્રયોગ થોડા દિવસો સુધી કરવામાં આવશે એટલે આ ચામડીનો રોગ મટી જશે અને તમને રાહત થશે. આયુર્વેવેદમાં આ ઔષધિની અસર લાંબા ગાળે થાય છે પરંતુ રોગને જડમુળથી મટાડી શકે છે અને 100 ટકા સફળતા મળી શકશે. માટે ઘણા લોકો આ છોડને કરોળિયાનો વેલો પણ કહે છે.
આમ, આ કાગડોળીયા શરીરમાં ખુબ જ લાંબા સમયથી ઉપયોગી આયુર્વેદિકમાં ઔષધીય જડીબુટ્ટીના સ્વરૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ છોડનો ઉપયોગ લાંબા સમય સુધી કરવામાં આવે તો થોડા સમયમાં ખુબ જ ફાયદો કરે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.