મીઠો લીમડો એક કુદરતી રીતે આપણા ઘર આંગણે જોવા મળતી વનસ્પતિ છે. આ વનસ્પતિનો ઉપયોગ આપણે ત્યાં વર્ષોથી દાળ- ભાત કઢી અને શાકભાજીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ પાંદડા ખુબ જ સ્વાદિષ્ટ અને મીઠા હોય છે. આ મીઠા લીમડાનો સ્વાદ માટે વઘારવા ઉપયોગ કરવામાં આવે છે ઉપરાંત આયુર્વેદની દ્રષ્ટિ એ પણ ઘણો ઉપયોગી છે.
પરંતુ આપણા ઋષિમુનીઓએ ખોરાકમાં તેનો પ્રયોગ તેના ઔષધીય ફાયદાઓને લીધે કર્યો હતો, જે સાથે સ્વાદીષ્ટ પણ હોવાથી લોકો આ લીમડાને પસંદ કરવા લાગ્યા અને તેનો દરેક ઘરમાં ઉપયોગ થવા લાગ્યા અને તે ખોરાકને પણ સ્વાદિષ્ટ બનાવે છે. પરંતુ તે ખોરાક સિવાય અનેક ચમત્કારિક ઔષધીય ગુણ ધરાવે છે કે જેનો લોકો તેનાથી ગંભીર રોગો અને શરીરમાં રહેલી સમસ્યાઓને દૂર કરી શકાય છે. ઘણા વિસ્તારમાં મીઠા લીમડાને કઢી લીમડો તરીકે પણ ઓળખવામાં આવે છે.
મીઠો લીમડો ભારત અને દક્ષિણ પૂર્વીય એશીયાઈ ક્ષેત્રની મહત્વ પૂર્ણ ઔષધી છે. જે સ્વાદિષ્ટ અને થોડો તીખો સ્વાદમાં હોવાની સાથે તતેના સુકા પાંદડાનો વ્યાપક રૂપથી સ્વાદ વધારનારા ખાદ્ય પદાર્થો માટે એશીયાઇ વ્યંજનોમાં ઉપયોગ કરવામાં આવે છે. આ મીઠા વધેલા કોલેસ્ત્રોલને ઘટાડવામાં ઉપયોગી થાય છે. તેમાં આવેલા એન્ટીઓક્સીડેંટ પેક કોલેસ્ટ્રોલના ઓક્સિકરણને રોકે છે. જેથી જે ખરાબકોલેસ્ટ્રોલ હોય છે તેને રોકી રાખે છે અને નવા ઉપયોગી અને શ્રેષ્ઠ કોલેસ્ટ્રોલ હોય તેની માત્રાને વધારે છે.
મીઠા લીમડામાં કાર્બોજોલ એલ્કોલોઈડસમાં ઝાડા બંધ કરવાની ક્ષમતા હોય છે. કહેવામાં આવે છે કે મીઠા લીમડાના પાનનું દરરોજ સેવન કરવાથી ઝાડાની તકલીફ દૂર કરી શકાય છે. મીઠો લીમડો આપણે ત્યાં વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તેના પાંદડાને વાટીને તેનો રસ કાઢીને તે રસને પીવાથી થોડા જ સમયમાં ઝાડાની સમસ્યા ઠીક થાય છે.
ઘણા લોકોને માનસિક અનેક પ્રકારની બીમારીઓ હોય છે. જ્યારે આવા સમયે જો મીઠા લીમડાનું સેવન કરવામાં આવે છે તો એ લીમડામાં આવેલા લિનાલૂલ તત્વ માનસિક તાણને દૂર કરે છે. તે એન્ઝાયટી અને ડીપ્રેશનને ઓછુ કરવામાં પણ ખુબ જ ઉપયોગી થાય છે. રાત્રે સુતા પહેલા તકિયા પર મીઠા લીમડાના પાંદડાના સ્પ્રે કે તેલનો છંટકાવ કરવામાં આવે તો મગજ શાંત રહે છે અને ખુબ જ સરસ ઊંઘ આવે છે.
મીઠો લીમડો હ્રદય રોગ અને ધમનીઓમાં રુકાવટ હોય તેનાથી બચાવે છે. પાચનમાં આપણે વર્ષો થીપ્રાચીન કાળથી જ મીઠા લીમડાનો આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ. આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે મીઠા લીમડાના પાંદડામાં રેચક ગુણ હોય છે. તે પેટને અવાંછિત અપશિષ્ટથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.
લીવરની દરેક પ્રકારની સમસ્યાઓને આ મીઠો લીમડો ખુબ જ સરળતાથી દૂર કરે છે. મીઠા લીમડાના પાંદડામાં આવેલા ટેનિન અને કાર્બોજોલ આલ્કોનોઈડને આવે છે. જેનાથી લીવરની સુરક્ષા મળે છે. મીઠા લીમડામાં આવેલા વિટામીન એ અને વિટામીન સી સાથે તેનો ઉપયોગ સંયુક્ત રીતે કરવામાં આવે છે અને તેમાં પ્રભાવી એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે, આ લીમડાના પાંદડા અંગોને રક્ષણ આપે છે અને વધારે કુશળતાથી કામ કરવા માટે ઉત્તેજીત કરે છે.
આંખના અનેક રોગોનો ઈલાજ પણ મીઠા લીમડાથી થાય છે. મીઠા લીમડામાં વિટામીન એ અને કેરોટોનોઈડ હોય છે. એટલા માટે તે કોર્નિયાને નુકશાન થતા જોખમથી બચાવે છે. વિટામીન એ ની ઉણપથી રતાંધળાપણું, દ્રષ્ટિમાં હાની અને આંખમાં છારી વળવી સહીત અનેક આંખોમાં વિકારથી બચાવે છે. આ પ્રકારે આંખમાં રેટીનાને સ્વસ્થ અને હાનિથી બચાવવામાં મીઠો લીમડો ખુબ જ ઉપયોગી છે.
આપણા લીવરની બહેતર કાર્ય પ્રણાલીમાં મદદ રૂપ થવાની સાથે ચામડી અને વાળને યુવાન બનાવી રાખવામાં ભરપુર લાભ આપે છે. આ મીઠો લીમડોનાં પાંદડામાં એવા ગુણ હોય છે કે તે કોલેસ્ટ્રોલના સ્તરને ઓછુ કરવામાં મદદ કરે છે. એક આ છોડમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક, કોપર, આયર્ન, ફોલિક એસીડ, ફાઈબર તેમજ વિટામીન એ, વિટામીન બી, વિટામીન સી, વિટામીન ડી, વિટામીન ઈ જેવા ઘણા બધા પદાર્થ હોય છે. જે આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે. જેના 5 થી 6 પાંદડા સવારે ખાઈ લેવામાં આવે તો વિટામીન એ ની ઉણપ રહેતી નથી. આ છોડથી ચામડીથી લઈને કેન્સર સુધીની ગંભીર બીમારીઓનો ઈલાજ કરી શકીએ છીએ.
ચામડીના ઇલાજમાં આ મીઠા લીમડાના પાંદડાનો પેસ્ટ બનાવી લેવો. આ પેસ્ટમાં થોડીક હળદર નાખવી. આ બંનેને મિક્સ કરી લેવા. મિક્સ કર્યા બાદ જ્યાં પર ખીલ નીકળ્યા હોય, જ્યાં પર ખીલની અસર હોય ત્યાં પર આ પેસ્ટને લગાવી દેવો. આ પેસ્ટને લગાવી દીધા બાદ એક કલાક જેટલા સમય સુધી ત્યાં રહેવા દેવો અને બાદમાં તેને પાણીથી ધોઈ નાખવો.
મીઠા લીમડાનો ઉપયોગ મગજને શાંત કરવા સાથે મગજની યાદશક્તિ વધારવામાં પણ ખુબ જ ઉપયોગી છે, જયારે વધારે પડતું યાદ ન રહેતું હોય અને ભૂલી જવાતું હોય તેવા સમયે જો મીઠા લીમડાનો ઉપયોગ કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે અને યાદશક્તિ અને નબળાઈ દૂર કરવામાં તેમજ અલ્ઝાઈમર જેવી બીમારીઓમાં પણ લાભ થાય છે.
જ્યારે માથા પરના વાળ ખરી રહ્યા હોય, વધારે પ્રમાણમાં માથા પર ટાલ પડી રહી હોય તો તેમાં મુલતાની માટી ભેળવી દેવી. તેમજ ત્રણથી ચાર ટીપા કોઇપણ તેલ, નારિયેળ તેલ, સરસવનું તેલ વગેરે નાખવું. આ તેલ નાખવાથી તેની ખુસકી દુર થઈ જાય છે. તેલ નાખીને મિક્સ કર્યા બાદ તેને માથા પર લગાવી દેવું. આ પછી બે કલાક બાદ નહાઈ લેવું. જેનાથી વાળ ખરવાના બંધ થઈ જશે.
વાળને લાંબા કરવા માટે, વાળને મજબૂતી આપવા માટે, તેના પેસ્ટમાં થોડું નારિયેળનું તેલ નાખવું.થોડા આમળા નાખવા, થોડી બ્રાહ્મી નાખવી, ચાંદન નાખવું, શિકાકાઈ નાખવું, જેનાથી એક લેપ બની જશે. આ લેપને માથા પર લગાવી દેવો. અને બાદમાં અડધા કલાક બાદ કોઇપણ શેમ્પુથી નહાઈ લેવું. આ ઈલાજ કરવાથી વાળ લાંબા થાય છે.
ખોડો દુર કરવા માટે આ પેસ્ટ લગાવી શકાય છે. જ્યાં જ્યાં ખોડો હોય ત્યાં આ પેસ્ટને લગાવી દેવો. જેનાથી ખોડો ઠીક થઈ જાય છે. ચામડી પર ડાઘ પડી ગયા હોય તો આ પાંદડાને દુધમાં ઉકાળી લેવા. સારી રીતે ઉકાળી લીધા બાદ જે દૂધનું પાણી હોય છે તે ઉડી જાય છે. આ પછી અસરકારક વિસ્તાર પર આ દુધને ઠંડું કરીન ત્યાં પર લગાવી દેવું. લગાવ્યા બાદ થોડા સમય બાદ મોઢું ધોઈ નાખવું. જેનાથી ચહેરા પરના ડાઘ દુર થઇ જાય છે.
આ પેસ્ટથી નહાઈ લેવાથી, એમાં મુલતાની માટી નાખીને, આમળા નાખીને, પેસ્ટ બનાવીને આખા શરીર પર લગાવી દેવાથી શરીરના પિત્ત સંબંધી રોગ ઠીક થાય છે. મુલતાની માટી શરીરમાંથી ઈન્ટોકસીકેંટસને ચૂસે છે. જ્યારે મીઠા લીમડાના પાંદડા પણ ઇન્ટોકસીકેંટસને બહાર કાઢે છે. માટે ચામડી માટે ખુબ જ ઉપયોગી છે.
ઘણા લોકોને પાચન સંબંધી ગેસ બને છે. આ ગેસમાં સવારે મોર્નિંગ વોકમાં જાઓ કે આવો ત્યારે તેના પાંચથી છ પાંદડા સારી રીતે ચાવી નાખો. ચાવી નાખ્યા બાદ ખાઈ જાઓ તેમજ ઈચ્છા અનુસાર પાણી પી લો. જેનાથી શરીરની ડાયજેશન ઠીક થઇ જાય છે.
જો વધારે પ્રમાણમાં ગેસ બને છે તો મીઠા લીમડાના પાંદડાની પાંચ થી છ દાંડલીઓ લઈ લો. તેમાંથી પાંદડા કાઢીને મીકસરમાં નાખો. સ્વાદ અનુસાર પાંચથી છ ટીપા લીંબુના નાખવા. ધાણા પણ નાખી શકાય. બે ચાર પાંદડા તુલસીના પણ નાખી શકાય. જેનાથી જ્યુસ બને છે. આ જ્યુસ ગેસ માટે રામબાણ ઔષધી છે. આ જ્યુસને સવારે ખાલી પેટ લઇ શકાય છે. ખાલી પેટ લેવાથી ગેસ્ટ્રીક પ્રોબલેમ ઠીક થઈ જાય છે.
ડાયેરિયાના ઈલાજ તરીકે પણ ઉપયોગી છે. જે મરડો કે ઝાડામાં પણ ઉપયોગી છે. આ માટે મીઠા લીમડાના પાંચથી છ પાંદડા લઈને સારી રીતે સાફ કરી લેવા. સાફ કરી લીધા બાદ તેને ચાવીને ખાઈ લેવા. આ સિવાય જેટલી ઉમર હોય તેટલા મેથીદાણા લઈને રાત્રે પાણીમાં પલાળી દેવા. લીમડાને ખાધા બાદ આ દાણાને ચાવી જવા અને મેથીદાણાનું જે પાણી હોય તેને પી લેવું. જેનાથી ડાયાબીટીસ કંટ્રોલમાં આવી જાય છે.
એનીમિયાના ઇલાજમાં પણ આ લીમડો ઉપયોગી છે. એનીમિયામાં શરીરમાં લોહી ઓછું થઇ જાય છે. હિમોગ્લોબીન ઓછું થઇ જાય છે. જેના માટે ખુબ જ સારી દવા છે. કારણ કે લીમડામાં આયર્ન છે. એટલે કે લોહ તત્વ હોય છે એના લીધે લોહી બને છે, જેના પરિણામે લીહીની ઉણપ દુર થાય છે.
મીઠા લીમડામાં ફોલિક એસીડ પણ હોય છે, કેન્સર સુધીના રોગ પણ આ લીમડાથી ઠીક થાય છે. જેમાં વધારે પ્રમાણમાં પાંદડા લેવા. આ પાંદડા નિયમિત લેતા રહેવાથી કેન્સર ઠીક થાય છે. આ પાંદડાને ચાવીને કે પેસ્ટ બનાવીને કે તેનો રસ પી શકાય છે.
વધારે શરીર અને મેદસ્વીતા પણ આ મીઠા લીમડાથી દુર કરી શકાય છે. આ લીમડાના પાંદડામાં એવી શક્તિઓ અને તત્વો હોય છે જે ઇંટોકસીકેંટસ હોય તેને ફાયદો કરે છે. આ લીમડાના પાંચથી દશ પાંદડા લઈને તેને સૂચી લેવા જેના લીધે શરીર હળવું થઈ જાય છે.
આ પાંદડા એન્ટીસ્ટ્રેસનું પણ કાર્ય કરે છે. જયારે શરીરમાં ડીપ્રેશન થઇ રહ્યું હોય ત્યારે, સ્ટ્રેસ વધી રહ્યું હોય ત્યારે પાંચથી છ પાંદડા તોડીને તેને પાણીથી યોગ્ય રીતે સાફ કરવા. તેને પાણીમાં ડુબાડીને સાફ કરી લેવા. તેને હળવે હળવે ચાવી લેવા. તેને ચાવવા માત્રથી ટેન્શન દુર થઇ જાય છે.
જે મહિલાઓ ગર્ભવતી હોય તેના માટે પણ આ પાંદડા ઉપયોગી છે. તેમાં ફોલિક એસીડ હોય છે જેના લીધે તે સ્ત્રી અને બાળક બન્ને માટે ખુબ જ ઉપયોગી છે. મીઠા લીમડામાં એન્ટીસેપ્ટિક, એન્ટી ફંગલ, એન્ટી ઓક્સીડેન્ટ ગુણો હોય છે જેના લીધે તે બાળક અને બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે અનેક કાર્યો કરે છે.
મીઠા લીમડાના પાંદડા તોડીને, તેને સરખી રીતે ધોઈ લેવા. બાદમાં 10 મિનીટ જેટલા સમય સુધી તડકે રાખી લેવા. જેના લીધે ધોવાથી જે પાણી લાગ્યું હશે તે ઉડી જશે. બાદમાં તેને છાયડે સુકાવી દેવા જેના લીધે તે લીલા કલરના જ રહે છે. તે સુકાઈ ગયા બાદ તેનું જ્યુસ અને પેસ્ટ બનાવી લેવો. તેને ચટણી સંભાર વગેરેમાં નાખીને ઉપયોગમાં લઈ શકાય છે. જેનો ઉપયોગ કરવાથી લીવરમાં ફાયદો કરે છે. હિપેટાઈટીસ આનાથી ઠીક થાય છે.
મીઠા લીમડાના પાંદડાનું તેલ પણ બનાવી શકાય છે. આ તેલને નારીયેળ, સરસવ તેલ, તલનું તેલ વગેરે તેલમાં ભેળવી શકાય છે. મીઠા લીમડાના પાંદડાને નારિયેળ તેલ, સરસવનું તેલ, તલનું તેલમાંથી કોઇપણ તેલને કડાઈમાં નાખી, ઠંડા તેલમાં આ મીઠા લીમડાના પાંદડાને નાખી દો. સાથે કડવા લીમડાના પાંદડાને પણ સાથે નાખી દો.
આ તેલ અને પાંદડાને હળવી આંચમાં ગરમ રાખો. સાવ હળવી આંચ રાખવી નહિતર લીમડાના પાંદડા બળી જાય છે. જેમ જેમ હળવે હળવે તેલ ગરમ થાય છે તેમ તેમ મીઠા લીમડાના પાંદડાનો રસ તેલમાં નીકળતો જાય છે. જ્યારે પાંદડા કાળા પડી જાય ત્યારે કપડાથી ગાળીને રાખી લો. આ તેલથી ચામડીનું કોઇપણ ઇન્ફેકશન મટે છે. ધાધર, ખસ, ખરજવું, ગુપ્તાંગ રોગ વગેરે મટે છે.
મીઠા લીમડાનો ઉપયોગ કરીને વજન પણ ઘટાડી શકાય છે. આયુર્વેદ અનુસાર મીઠા લીમડાના ભરપુર માત્રામાં ફાઈબર હોય છે. તેની અંદર ભરપુર માત્રામાં હોવાથી શરીરમાં ખોરાકમાં સંપૂર્ણ પાચન થાય છે. જ્યારે તેના ઉપયોગથી શરીરમાં રહેલીં વધારાની ચરબીને દૂર કરી શકાય છે. આ રીતે પાચન થવાથી દરેક અંગો સુધી ખોરાક પહોંચે છે અને બધા જ અંગોને પોષણ મળતું રહેવાથી અંગો પણ મજબૂત રહે છે. આ સિવાય વધારાની ચરબીનું યોગ્ય માત્રામા રૂપાંતર થઈને શરીર ઘટે છે.
આમ, મીઠો લીમડો એક અદ્ભુત ઔષધી છે. જેનો આ રીતે ઉપરોક્ત બતાવ્યા પ્રમાણે ઉપયોગ કરશો તો 100 ટકા તમારા રોગને મટાડી શકશે. આ એક ખુબ જ અદભુત ઔષધી છે. આ ઔષધીનો ઉપયોગ કરવાથી શરીરમાં કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી અને રોગને સરળતાથી મટાડે છે, અમે આશા રાખીએ આ માહિતી તમને ખુબ જ ઉપયોગી થાય.