આપણા શરીરમાં આંખ એક ખુબ જ મહત્વનું અંગ છે. આંખ વિના દુનિયા અંધકારમય છે. આપણા જન્મ બાદ આપણે આંખો દ્વારા જ સૃષ્ટિના દર્શન કરીએ છીએ. માટે જો આંખને કોઈ સમસ્યા થાય તો તેનાથી ખુબ મોટું નુકશાન થઇ શકે છે. આંખ એક નાજુક અંગ છે. જયા પર કોઈ વસ્તુ વાગી જવાથી કે તેમાં કોઈ તકલીફ આવવાથી ખુબ જ બળતરા થાય છે. જ્યારે કોઈઓ ગંભીર સમસ્યા થાય ત્યારે સારવાર પણ કરાવવી જરૂરી છે. નહિતર તેનાથી આંખને નુકશાન થવાની સંભાવના રહેલી છે.
આજના સમયે આંખની તકલીફ જેવી નંબર આવવા, મોતિયો આવવો, આંખમાં ફૂલુ પડવું, આંજણી થવી જેવી ઘણી બધી જ સમસ્યાઓ થવા પામે છે. આ બધી જ સમસ્યાઓ થવા પાછળ આપણા આહારનો આધાર રહેલો છે. જયારે તમે ચશ્માના નંબરથી બચવા માંગો છો તો તમારે કેટલીક અમે જે રીત બતાવીએ છીએ ત એ અનુસરવાથી આંખના નંબર આવવાની આ સમસ્યાથી બચી શકાય છે.
આખોંના નંબરની સમસ્યાથી બચવા માટે અને આંખોમાં તેજ વધારવા માટે વરીયાળી, બદામ જેવા ડ્રાઈફ્રુડ પણ ખુબ જ ઉપયોગી છે. આ માટે તમે 1 ચમચી વરીયાળી, 2 બદામ અને અડધી ચમચી ખાંડ મિક્સ કરીને તેને વાટી નાખો. આ રીતે મિશ્રણને દરરોજ રાત્રે દૂધની સાથે લો. આ રીતે તેનો ઉપયોગ કરવાથી આંખોમાં તેજ પણ વધે છે.
આંખના નંબર સામે રક્ષણ આપવા માટે આમળા ખુબ જ ઉપયોગી છે. જે સ્વાદે ખાટા હોય છે. આ આમળા ખટાશ પડતા તુરા પણ હોય છે. પરંતુ ઘણા લોકો ખાટા હોવાને લીધે પુરતી માત્રામાં સેવન કરતા નથી. માટે આવા લોકો માટે આમળાનું સેવન ખુબ જ ઉપયોગી છે.
આ સિવાય આંખના નંબરની સમસ્યા ઠીક કરવા માટે તાંબાના વાસણમાં રાખેલું પાણી પણ ખુબ જ ઉપયોગી છે. આ રીતે દરરોજ રાત્રે તાંબાના વાસણમાં પાણી રાખી મુકો અને સવારે જાગીને આ પાણીનું સેવન કરો તો તમને ખુબ જ ફાયદો કરશે. જેનાથી તમને આંખોમાં નંબર નહી આવે.
ત્રિફળાનો પાવડર પણ આંખોમાં રક્ષણ માટે ઉપયોગી છે. જેમાં આમલા, બહેડા અને હરડેનો ઉપયોગ થાય છે. આંખની સમસ્યાના રક્ષણ માટે 100 ગ્રામ ત્રિફળા પાવડર અને 100 ગ્રામ ખાંડ મિક્સ કરીને તેને મિક્સ કરી લેવી. આ આ રીતે ત્રિફલા પાવડરને દૂધ કે મધની સાથે પણ કઈ શકાય છે. જેનું યોગ્ય માત્રામાં આ રીતે સેવન કરવાથી આંખોની સમસ્યા અને આંખોના નંબર થી બચી શકાય છે.
જીરૂ અને ખાંડમાં પણ આંખને રક્ષણ અપાવનાર ગુણ અને તત્વો રહે છે. માટે તેનું દવા તરીકે યોગ્ય માત્રામાં સેવન ખુબ જ ઉપયોગી થાય છે. જેમાં તમારે જીરું અને ખાંડને લઈને વાટી લેવી. આ રીતે વાટી લીધા બાદ તેનું ઘીની સાથે સેવન કરવું જોઈએ.
આમ, જો આ રીતે ઉપરોક્ત પદાર્થો લઈને તેનું સેવન કરવામાં આવે તો તે આંખોમાં આવતા નંબર અને બીજા રોગો સામે રક્ષણ આપે છે. આંખો સુરક્ષિત રહે છે. લાંબા સમય સુધી કોઈ સમસ્યા થતી નથી અને આપણે બરાબર જોઈ શકીએ છીએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.