રજકો એટલે કે આલ્ફાલ્ફા એક એક ઘાસ પ્રકારનો છોડ થાય છે અને તેની ખેતી મોટાભાગે પશુઓના ચારા માટે કરવામાં આવે છે. તેને યુકે, ઓસ્ટ્રેલીયા, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડમાં લુસર્નના રૂપમાં જાણવામાં આવે છે. તેના પર રીંગણ કલરના જાંબલી ફૂલ તેના પર લાગે છે.
રજકાનું વાનસ્પતિક નામ Medicagos Sativa છે. જે એક ઠંડી ઋતુનો છોડ બારમાસી છોડ છે. જે તેની વિવિધતા અને જળવાયુના આધાર પર 20 વર્ષથી પણ વધારે સમય સુધી જીવિત રહી શકે છે. તે છોડ 1 મીટર સુધીની ઉંચાઈ સુધી વધી શકે છે અને તેની મૂળની વ્યવસ્થા વધારે ઘેરાવદાર હોય છે જે ક્યારેક 15 મિત્ર સુધીની પણ થઇ શકે છે. જેના કારણે દુકાળની સ્થિતિમાં તેની જીવિત રહેવાની ક્ષમતા વધી જાય છે. રજકાને વારંવાર વાઢીને તેનો ઘાસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ રજકો અનેક આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે. જેમાં મહત્વપૂર્ણ પોષકતત્વો હોય છે જેથી દરેક ખાદ્ય પદાર્થોના પિતા તરીકે ઓળખવામાં આવે છે. રજકો અલગ અલગ જાતોનો હોય છે.
રજકાનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે કરવામાં આવે છે. તેના નરમ સ્વાદ સિવાય તેમાં પોષકતત્વો, વિટામીનો અને ખાન્જીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. 100 ગ્રામ રજકામાં 30.5 ગ્રામ વિટામીન કે, 0.157 મીલીગ્રામ કોપર, 0.96 મીલીગ્રામ આયરન, 0.563 મીલીગ્રામ વિટામીન બી, 70 mg ફોસ્ફરસ, 0.126 mg વિટામીન બી 2 અને 8.2 ml વિટામીન સી હોય છે. તે સિવાય તેમાં ઘણા એમીનો એસિડ પણ મળી આવે છે.
હ્રદયના સ્વાસ્થ્ય માટે: વિજ્ઞાનીક સંસોધન અનુસાર હ્રદય સંબંધી સમસ્યાઓ માટે રાજકો ખુબ જ ઉપયોગી છે. દૈનિક આહારમાં રજકાનો ઉપયોગ કરવાથી ઉચ્ચ ઘનત્વ ધરાવતા લિપોપ્રોટીન સારો કોલેસ્ટરોલના સ્તરને વધારે છે અને જેનાથી ધમનીઓમાં ચરબીના નિર્માણને ઘટાડે છે. રજકામાં ફાઈબર હોય છે જે હ્રદયરોગના હુમલાનું જોખમ ઘટાડે છે.
ડાયાબીટીસના ઈલાજમાં: ડાયાબીતીસના રોગીઓ પર રજકાના પાંદડાનો અર્કના 16 અઠવાડિયા સુધી સતત 1 ગ્રામ રજકાનું દિવસમાં 2 વખત લેવાથી લોહીમાં કોલેસ્ટરોલના સ્તરમાં 24 ટકા ઘટાડે છે. રજકાનું નિયમિત સેવન કરવાથી કોલેસ્ટરોલના સ્તરમાં ઘટાડો કરી શકાય છે. રજકાના પાંદડાના પાવડરનું સેવન પ્લાઝમા ગ્લુકોઝના સ્તરને ઓછું કરે છે. સાથે જ શરીરમાં ઇન્સુલિનના સ્ત્રાવને વધારે છે, જેનાથી ડાયાબીટીસ જેવી બીમારીઓથી છુટકારો મળી શકે છે.
માંસપેશીઓના દુખાવામાં રાહત આપવા: ગાઠીયો વાથી પીડિત લોકો માટે રજકો ખુબ જ લાભકારી છે. રજકો આપણા શરીરમાં આવેલા યુરિક એસિડને બેઅસર કરવામાં મદદ કરે છે. જેનાથી દર્દમાં રાહત મળે છે. રજકામાં આવેલા ખનીજ શરીરમાં સ્નાયુ અને સાંધાના રીપેર અને પુન:નિર્માણ કરવામાં સહાયતા કરે છે. રજકો માંસ પેશીઓમાં દુખાવો અને બસ્ટાઈટીસના ઉપચારમાં ખુબ જ પ્રભાવી છે.
લોહીની ગાંઠ: રજકામાં આવેલા વિટામીન કે લોહીના ગાંઠને વિનીયમિત કરવા માટે જરૂરી છે. લોહીના ગાંઠમાં અણુઓનો એક સમૂહ સામેલ હોય છે જે લોહીના લોહીના પ્રવાહના માધ્યમથી નિરંતર સંચાર કરે છે,જેમાં આવેલા વિટામીન કે શરીરના ક્ષારો અને કેલ્શિયમને લઇ જાવામાં મદદ કરે છે. એક કપ અંકુરિત રજકામાં 30.5 ગ્રામ વિટામીન કે હોય છે જે દૈનિક રૂપથી 25.42 ટકા છે. વિટામીન કે મૈલોડીયાપ્લાસ્ટિક સિન્ડ્રોમ રક્ત વિકારમાં સુધારો કરવામાં મદદ કરે છે.
ગાંઠોના વા: રજકામાં સોજો ઘટાડનારા ગુણોના લીધે તે ગાંઠોના લક્ષણોને ઓછા કરવામાં સહાયતા કરે છે. રજકામ આવેલા કોપર ગાંઠિયો વાના ઘરેલું ઇલાજના રૂપમાં કામ કરે છે. કોપર મસ્કુલર સિસ્ટમને મજબુત કરવામાં સહાયક હોય છે. એટલા માટે સવારે દરરોજ રજકાના પાન અને ફૂલ મસળીને કોપરના ગ્લાસમાં પાણી પીવાથી ફાયદો થાય છે.
લોહ તત્વની ઉણપ: લોહ ચયાપચય માટે માટે એક પ્રોટીન ઘટક છે અને તે માનવ શરીરને લાલ લોહીની કોશિકાઓનું ઉત્પાદન કરવામાં લોહ તત્વની જરૂરિયાત હોય છે. તે એક માંસપેશીઓના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું તત્વ પણ છે. તે માસ પેશીઓમાં મળી આવે છે અને તે માંસ પેશીઓના સંકોચન માટે આવશ્યક ઓક્સીજનનો સ્ત્રોતને પ્રદાન કરવામાં સહાયતા કરે છે. લોહ વગર માંસપેશીઓના ટોન અને લોચ નાશ પામે છે. શરીરમાં લોહની આવશ્યકતાને પુરી કરવા માટે રજકાનું સેવન કરવ જરૂરી છે. કારણ કે રજકા માં 0.96 mg લોહ તત્વ સામેલ છે જે દૈનિક રૂપનું 12 ટકા છે.
થાક ઓછો કરવા: રજકાનું સેવન કરવાથી થાક ઓછો કરવામાં મદદ કરે છે. જે શરીરના ચયાપચય કાર્યોને યોગ્ય રીતે વ્યવસ્થિત કરવામાં મદદ કરે છે. રજકામાં આવેલું વિટામીન કે શરીરમાં સહનશક્તિ વધવાની ક્ષમતા વધી જાય છે જે કુશળ અને સ્વસ્થ રીતે ઘણા કાર્યો કરે છે.
વજન ઓછો કરવા: રજકાનો ઉપયોગ વજન ઓછો કરવા માટે થાય છે. તે ફાઈબરથી ભરપુર છે. તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું મહેસુસ થાય છે, જેથી આપણને જલ્દી ભૂખ નથી લાગતી અને ઓછું ખાઈએ છીએ. આ પ્રકારે ફાઈબરથી આપણને વજન ઓછું કરવામાં મદદ મળે છે. ફાઈબર સાથે તેમાં વિટામીન-સી પણ હોય છે. વિટામીન-સી આપણને વજન અને તેની સાથે જોડાયેલી બીમારીઓ જેવી કે ટાઈપ-2 ડાયાબીટીસ અને હ્રદયરોગનું જોખમ ઘટે છે.
કેન્સર: રજકાનું સેવન કેન્સર થવાનું જોખમ ઘટાડે છે. તેમાં કૈનાવાઈન નામનું એન્ટી કેન્સર તત્વ હોય છે. તે ખાસ કરીને અંકુરિત રજકામાં મળી આવે છે. તે કાર્સીનોમાં અને બીજા કેન્સરના કોષોને રોકવાનું કામ કરે છે અને કેન્સરના ખતરાથી બચાવે છે.
યુરીન સંક્રમણ: રજકામાં વિટામીન-સી નો સારો સ્ત્રોત હોય છે. વિટામીન-સી યુરીન સંક્રમણના કીટાણુંઓથી લડે છે. સંક્રમણ પૂરી રીતે ઠીક ન થાય ત્યાં સુધી દર કલાકે વિટામીન-સી ની 2 ગ્રામ માત્રા લેવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે માનવામાં આવે છે કે રજકામાં ડાયુરેટીક મતલબ કે મૂત્રવર્ધક ગુણ પણ છે. એટલા માટે કહેવામાં આવે છે કે તે પેશાબના રસ્તે યુરીન સંક્રમણના કીટાણુંઓને કાઢવામાં મદદ કરે છે.
મેનોપોઝમાં લાભદાયક: મહિલાઓમાં એસ્ટ્રોજન હોર્મોન જેવી જ રાસાયણિક સંરચના ધરાવતું એક તત્વ રજકામાં મળી આવે છે. તે તત્વનું નામ છે ફાઈટોએસ્ટ્રોજન અને તે ત્રણ પ્રકારના હોય છે. આઈસોફ્લેવોંસ, લીગનેન અને કુમેસ્ટન્સ. અંકુરિત રજકામાં કુમેસ્ટન્સ પર્યાપ્ત માત્રામાં હોય છે, જે મેનોપોઝના લક્ષણોમાં આરામ અપાવે છે. એક શોધ અનુસાર રજકાના ઉપયોગથી 30 માંથી 20 મહિલાઓને મેનોપોઝના લક્ષણો જેવા કે હોટ ફલસ, અનિંદ્રા, ઊંઘમાં પરસેવો આવવો, ચક્કર આવવા, માથાનો દુખાવો અને વધારે ધબકારાથી આરામ મળે છે.
ટાલીયાપણું દુર કરે: રજકાનો રસ અને બરાબર માત્રામાં ગાજર અને સલાડના પાંદડાને ભેળવીને નિયમિત રૂપે વાળમાં લગાવવાથી વાળના વિકાસમાં મદદ મળે છે. પોષકતત્વોથી સમૃદ્ધ તે રસ વાળના વિકાસમાં અને વાળને ખરવાની સમસ્યાને રોકવા માટે વિશેષ રૂપે ઉપયોગી છે.
પથરી: કીડનીથી પથરીને દુર કરવા માટે રજકાનો ઉપયોગ કરવામાં આવે છે. કિડનીની પથરીને ગાળીને કાઢવામાં વિટામીન એ, સી, ઈ અને જિંક મદદગાર સાબિત થાય છે. આ બધાં વિટામીન અને મિનરલને આપણે રજકાના પાવડર અને રજકાના જ્યુસમાં મળી શકે છે.
રોગ પ્રતિકારક શક્તિ વધારવા: રજકાના સેવન દ્રારા રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે. તેને લુસર્ન કહેવામાં આવે છે.તે પ્રોટીન, વિટામીન એ, બી, સી, ડી, ઈ, કેઅને યુ અને મિનરલ જેવા કે જિંક, આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમ વગેરેથી ભરપુર હોય છે. તે બધાં પોષકતત્વો આપણને ઘણા રોગોથી બચાવી શકે છે. તે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે શરીરમાં લોહીના પરિભ્રમણને પણ બહેતર કરે છે.
પાચન શક્તિ સુધારે: પાચનશક્તિ વધારવું પણ રજકાનું કાર્ય છે. રજકામાં એમાઈલેજ, ઈન્વર્ટેજ અને પેક્ટીનેજ જેવા ઘણા એન્જાઈમ હોય છે. તે એન્જાઈમ આપણને આસાનીથી ભોજન પચાવવામાં મદદ કરે છે. સાથે તેમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર પણ છે. તે ફાઈબર આપણી પાચનક્રિયાને બહેતર કરે છે અને કબજીયાતની સમસ્યાથી આરામ અપાવે છે.
સાથે જ રજકાના સેવન દ્વારા લોહીને શુદ્ધ કરી શકાય છે, લોહીના પ્રેસરને નિયંત્રિત કરી શકાય છે. સાથે શરીરમાં રહેલા ઝેરી તત્વોને પણ તે દુર કરે છે. તે સિવાય તે ચામડી માટે પણ ખુબ જ ઉપયોગી છે. તે ચામડીને સાફ કરે છે, તે ચામડીની સુંદરતા બનાવી રાખે છે અને ઘડપણના લક્ષણોને દેખાવા દેતા નથી. ચામડીને એ સ્વસ્થ બનાવે છે જેમાં વિટામીન અને મિનરલ હોય છે, સાથે જ તેમાં વિટામીન એ, સી, ઈ અને ઝિંક સિવાય પણ તે એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ ધરાવે છે. વિટામીન સી આપણને ફ્રી- રેડિકલ્સના પ્રભાવથી બચાવે છે અને ચામડીને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. સફેદ ડાઘનો કોઢ થયો હોય તો 100 ગ્રામ રજકો અને 100 ગ્રામ કાકડીનો રસ ભેળવીને પીવાથી સફેદ ડાઘ મટે છે, આ રસ સવારે અને સાંજે થોડા મહિના સુધી પીવાથી ફાયદો થાય છે.
આમ, રજકો એક ઉતમ ઔષધી છે અને અનેક ગુણોથી ભરપુર છે, જેમાં રહેલા ઔષધીય તત્વો દ્વારા અનેક રોગોને મટાડી શકાય છે, રજકો પોષકતત્વોથી ભરપુર છે અને રોગોના ઇલાજમાં પણ તે ફાયદો કરે છે, જેને ધ્યાનમાં રાખીનેઅમે તમારા માટે રજકા વિશેની માહિતી અહિયાં રજૂ કરી રહ્યા છીએ. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારા રોગની સમસ્યાનું નિરાકરણ કરે તેમજ તમને થનારા અનેક રોગોથી બચાવે.
Goog Artical se
ok ok ok