ન્યુમોનીયા એક કફનો રોગ છે, જે શરદી અને કફનું વાઈરલ ઈન્ફેકશન થતા થાય છે. ન્યુમોનિયાને આયુર્વેદમાં વર્ષોથી આ તાવ સન્નિપાત તરીકે ઓળખવામાં આવે છે. શરદી થતા જ ફેફસામાં ખુબ જ કફનો ભરાવો થાય છે. જે ફેફસામાં ખુબ જ મોટા પ્રમાણમાં કફ ભરાઈ જતા શ્વાસ લેવામાં તકલીફ પડે છે પુરતો ઓક્સીજન પણ લઈ શકાતો નથી જેના લીધે ઓક્સીજન લેવલ પણ ઘટી જાય છે.
ન્યુમોનિયા તાવ ફેફસાના વધારે કફના લીધે થાય છે, તેના લીધે ફેફસામાં સોજો પણ આવે છે, નાકના નસકોરા પણ બંધ થઈ જાય છે. દર્દીને આ તકલીફથી પરસેવો પણ વધી જાય છે. માટે આ તાવનો ઈલાજ વહેલી તકે કરવો નહિતર શ્વાસ રૂંધાતા દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે તેમજ કોરોનાનું એક લક્ષણ પણ ન્યુમોનિયા તાવ છે, જેમાં કોરોનાના વાયરસ ભળી જતા ફેફસામાં કફ વધે છે અને ફેફસાને ખુબ જ મોટા પ્રમાણમાં હાની પહોચાડે છે.
ન્યુમોનિયા તાવને બીજા નામે ફેફસાનો તાવ, ફેફસાનો સોજો તરીકે ઓળખવામાં આવે છે. ન્યુમોનિયાએ વ્યક્તિના ફેફસામાં કફનો ભરાવો અને સોજો આવી થનારો તાવ છે. તેને શ્વસનજવર કે ફૂસ્ફૂસીય જ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ બધી જ ઉમરના લોકોને થાય છે પરંતુ ખાસ કરીને નાના બાળકો કે યુવાનોને વધુ થાય છે. એલોપેથીક ડોકટરો આ તાવને બ્રોકો ન્યુમોનિયા કહે છે
ન્યુમોનિયા થવાનું કારણ: ન્યુમોનિયાના પાંચ પ્રકારો છે. વાયરલ ન્યુમોનિયા, બેક્ટેરિયલ ન્યુમોનિયા, માઈક્રોપ્લાઝમા ન્યુમોનિયા, એસ્પિરેશન ન્યુમોનિયા, ફંગલ ન્યુમોનિયા જે અલગ અલગ પ્રજીવ અને અન્ય કારણોથી થાય છે.ખાસ કરીને કફ વધારે એવા ખોરાક તથા હવામાનને કારણે આ રોગ થાય છે. ફેફસામાં કફ વધી જવાથી આ રોગ થાય છે. વાયરસ, બેક્ટેરિયા, ફૂગ અને અન્ય પરોપજીવીઓના કારણે, ન્યુમોનીયાના બેક્ટેરિયાથી આ રોગ થાય છે.
ન્યુમોનીયાના લક્ષણો: ન્યુમોનિયા થવા પર ફ્લુ જેવા લક્ષણો મહેસૂસ થાય છે. આ લક્ષણો ધીરે ધીરે વધે છે, આ રોગમાં શરદી-ખાંસી થાય છે, દર્દી કમજોર અને થાક મહેસૂસ કરે, ખાંસીમાં કફ આવે, દર્દીને તાવ સાથે પરસેવો અને ધ્રુજારી આવે, શ્વાસમાં તકલીફ થાય છે, બેચેની રહે છે, સુસ્તી અનુભવાય છે, છાતીમાં દુખાવો, માથાનો દુખાવો, ઉબકા થવા, ભૂખ ન લાગે, તાવ આવે છે, તરસ લાગે છે. તાવ 101- 103 F થયા બાદ 104 F સુધી વધી શકે છે. બાદમાં તાવ ધીરે ધીરે ઘટે છે. આ તાવમાં નાડીના ધબકારા વધીને 120 થી 160 થઈ શકે છે.
આ રોગ ખુબ જ ધીમે ધીમે મટે છે. તાવ આવે ત્યારે દર્દી બકબક કરે છે. આ રોગની જો સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દીને ખેંચ, લવરી, બેહોશી અને છેવટે મૃત્યુ પણ થઈ શકે છે. ખાસ નાના બાળકોમાં આ ગંભીર સમસ્યા વધારે જોવા મળે છે. અમે આ લેખમાં આયુર્વેદિક ઉપચારો દ્વારા ન્યુમોનિયાના ઈલાજ બતાવીશું.
સરસવના ગરમ તેલમાં હળદર નાખીને ભેળવી દો. તેનાથી છાતી પર મસાજ કરવાથી છાતીમાં ફેફસામા રહેલો કફ ઓગળીને બહાર નીકળે છે તેથી ફેફસા ચોખ્ખા થાય છે, અને શ્વાસ લેવામાં તકલીફ મટે છે, શ્વાસ નળી ચોખ્ખી થાય છે. આ ઈલાજ વારંવાર કરવાથી ન્યુમોનિયા મટે છે.
ગળો ન્યુમોનીયાના ઈલાજ માટે શ્રેષ્ઠ છે. ગળોના પાંદડા અને વેલાને પાણીમાં નાખીને તેમાં આદુ અને હળદર નાંખીને ખુબ જ ઉકળવા દેવું. આ ઉકાળો સવારે અને સાંજે પીવાથી ફેફસામાં રહેલો કફ નાશ પામે છે અને શરીરની બહર નીકળી જાય છે જેના પરિણામે ન્યુમોનિયા મટે છે.
ફુલાવેલ ટંકણખાર 100 મિલી ગ્રામ, ફટકડીની રાખ 100 મિલીગ્રામ, લીંડી પીપર ચૂર્ણ 100 મીલીગ્રામ મિશ્ર કરી, મધ સાથે સવારે અને સાંજે ચાટવાથી ન્યુમોનિયા મટે છે. દિવસમાં બે વખત હળદરનું ગરમ દુધમાં સેવન કરવાથી કફની તકલીફ મટે છે. શ્વાસની તકલીફમાં આ ખુબ જ અસરકારક ઈલાજ કરે છે. અડધી ચમચીની હળદરમાં બે ચપટી કાળા મરી નાખીને પાણીમાં નાખીને સેવન કરવાથી કફ છૂટો પડે છે. જેનાથી ન્યુમોનિયા મટે છે.
નાસ પદ્ધતિથી પણ ન્યુમોનિયાનો ઈલાજ કરી શકાય છે. નાસમાં બામ કે ફુદીનો, આદું અને તુલસીના પાંદડા વગેરે નાખીને ગરમ કરીને ઉકળ્યા દીધા બાદ તેની વરાળ નાક અને મો વડે લેવાથી નાકમાંથી અને શ્વાસ નળીમાંથી કફ બહાર નીકળવા લાગશે જેનાથી કફ બહાર અને ફેફસામાં ગરમ હવા જતા ન્યુમોનિયાના વાઈરસ પણ નાશ પામે છે અને ન્યુમોનિયા મટે છે.
છાતીમાં કફ વધુ જામી જાય ત્યારે, શ્વાસ તકલીફ થતી હોય છે ત્યારે- ખાવાનો સોડા 2 થી ૩ ગ્રામ અને ફુલાવેલ ટંકણખાર અડધી ચમચી અને લીંડી પીપર 1 ગ્રામ ને આદુના રસ ચમચી તથા મધ 1 થી 1.5 ચમચી સાથે સવારે અને સાંજે આપવાથી ન્યુમોનિયા મટે છે.
ફુદીનો, નીલગીરી અને મેથીની ચા અને મીઠું નાખીને કોગળા કરવાથી કફ નીકળે છે અને ગળામાંથી કફ ઓછો થાય છે. આ સિવાય આદુ અને હળદરની ચા પીવાથી કફને શરીરમાંથી દુર કરવામાં ખુબ જ ઉપયોગી થાય છે. આ ઈલાજથી ફેફસામા રહેલા કફને ઓગાળવામાં સહાયતા મળશે અને કફ નીકળી જતા ન્યુમોનિયા મટશે.
ફુલાવેલ ટંકણખાર 10 ગ્રામ અને ફુલાવેલ મોરથુથું 1 ગ્રામ, ખરલમાં લઈ, બારીક ઘૂંટી, તેમાં થોડું પાણી મેળવીને મગ જેવડી ગોળી બનાવીને લેવી. 1-1 ગોળી ગરમ પાણી સાથે સવારે અને સાંજે દરરોજ લેવાથી ન્યુમોનિયા મટે છે.
બોરડીના પાન વાટીને દહીંમાં મિલાવી છાતી પર લેપ કરવાથી પેટમાં થતી દાહ અને બળતરા તેમજ કફ છુટો પડીને બહાર નીકળે છે, જેથી દર્દીને ફાયદો થાય છે. દાડમના ફૂલના રસના ટીપા નાકમાં નાખવાથી નાકમાં પીડા મટે છે. આ રોગમાં કફ સાથે નીકળતું લોહી દાડમનો રસ નાખવાથી બંધ થાય છે.
લીંડીપીપર 1 ગ્રામ, ખાવાનો સોડા 2 થી ૩ ગ્રામ અને ફૂલાવેલ ટંકણખાર, આદુનો રસ 1 ચમચી તથા મધ 1 થી 1.5 ચમચી દરરોજ સવારે અને સાંજે છાતીમાં કફ વધી જાય ત્યારે અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ત્યારે લેવાથી તેમાં રાહત થાય છે.
તુલસીના પાંદડાના રસમાં તાજા વાટેલા કાળા મરી-તીખાને ભેળવીને દર 6 કલાકે સેવન કરો. જેનાથી ન્યુમોનિયાથી રાહત મળે છે. તુળસી અને કાળા મરીમાં રહેલા કફને દુર કરવાના ગુણથી ન્યુમોનિયા રોગમાં કફની તકલીફ મટે છે અને ન્યુમોનિયા દૂર થાય છે.
ફુદીનો કફ અને બળતરાને ઓછી માટે ખુબ જ ઉપયોગી છે. ફુદીનાના તાજા પાંદડા લઈને તેની ચા બનાવીને દવાના રૂપમાં સેવન કરવાથી કફ, શરદી અને ઉધરસ વગેરે માટે ખુબ જ અતિ ઉત્તમ ઔષધી છે. માટે તે ન્યુમોનિયામાં દવા તરીકે ખુબ જ ઉપયોગી છે.
250 મીલીગ્રામ હિંગને એક દ્રાક્ષમાં ભરીને ન્યુમોનિયાના દર્દીને થોડા દિવસ ખવરાવતા રહેવાથી ન્યુમોનિયા ઠીક થાય છે. લવિંગને શેકીને વાટી લીધા બાદ દરરોજ 3 થી 4 વખત 1 ગ્રામને મધ સાથે ચાટવાથી ચમત્કારિક લાભ થાય છે. તે ઈલાજ કરવાથી ન્યુમોનિયા મટે છે.
એક કપ પાણીમાં એક ચમચી તેલ ઉકાળો અને તેના ગાળીને એક ચમચી મધ અમે થોડું મીઠું ભેળવી લો. આ મિશ્રણનું દરરોજ સેવન કરવાથી ન્યુમોનિયામાં રાહત થાય છે. એક કપ પાણીમાં મેથીના દાણા, એક ચમચી આદુનો પેસ્ટ, એક લસણની કળી અને થોડાક કાળામરી નાખીને તેને પાંચ મિનીટ સુધી ઉકાળો. તેમ અડધી ચમચી મધ ભેળવીને સેવન કરવાથી ન્યુમોનિયા મટે છે.
ગાજરના જ્યુસમાં થોડા લાલ મરચાને વાટીને પી શકો છો. તમે બંને ન્યુમોનિયાના ઈલાજ માટે મદદગાર સાબિત થઈ શકે છે. ન્યુમોનીયાના દર્દીએ લસણનો ઉકાળો કરીને પીવો જોઈએ. જીરું અને અરુડુસીના ચૂર્ણ સાથે ત્રિફળા ચૂર્ણ પાણી સાથે પીવાથી ન્યુમોનિયા મટે છે.
એરંડાના બીજનો 7 ગ્રામનો અધકચરો ભૂકો કરી, અને સુંઠ ૩ ગ્રામ લઈને 250 મિલી પાણીમાં ઉકાળીને 100 મિલી બાકી રાખી, તેને ગાળીને તેમાં મધ ભેળવીને સવારે અને સાંજે આપવાથી ન્યુમોનિયા મટે છે.
ન્યુમોનિયાથી રાહત મેળવવા માટે બીટનો રસ ખુબ જ લાભદાયક છે. બીટમાં આવેલા એન્ટીમાઈક્રોબીયલ ગુણ ન્યુમોનિયા ઉત્પન્ન કરનારા બેકટેરીયાનો નાશ કરવામાં મદદગાર છે. બીટનો રસ બ્લડપ્રેસરના નિયંત્રણમાં ઉપયોગી છે. જેના લીધે ફેફસાને અને શરીરમાં યોગ્ય લોહીનું પરિભ્રમણ થાય છે અને કફને દુર કરવામાં ઉપોગી થાય છે જેથી ન્યુમોનીયાની સારવારમાં ઉપયોગી છે.
અળસીનો 100 ગ્રામ પાવડર કરી, રાઈ પાવડર 20 ગ્રામ તે વાટકીમાં લઈ પાણી મેળવી, વાટકી ગરમ કરી, તેમાં 5-6 ગ્રામ મીઠું ભેળવી, ગરમ લેપ દર્દીની છાતી તથા પીઠ પર કરો. આવા લેપથી ફેફસામા જામેલો કફ છૂટો પડી જાય છે અને દરરોજ સળંગ ૩-5 દિન આ લેપ કરવો. સુંઠના ચૂર્ણનો લેપ કરવાથી ન્યુમોનિયા મટે છે.
સંચળ 10 ગ્રામ, શીંગડાની રાખ અને ફુલાવેલો ટંકણખાર 2-2 ગ્રામ ખરલમાં લઈમ ઘૂંટી લઈ, થોડું પાણી મેળવીને વટાણા જેવડી ગોળીઓ બનાવી લો. 1-1 ગ્રામ ગોળી ગ્રામ પાણીમાં દેવાથી દર્દીનું પડખાનું શૂળ અને ફેફસાનો કફ દૂર થાય છે.
મગના દાણા જેવડી હિંગ મધ કે પાણીમાં ઘૂંટીને આપવાથી ફેફસાનો કફ દુર થશે. બાળ- દર્દીને દિવસમાં 2 વખત આ હિંગ આપવી. લસણના રસના 5-10 ટીપામાં મધ ભેળવીને પાવાથી બાળકોનો ન્યુમોનિયા મટે છે.
એક કપ પાણીમાં મેથીના દાણા, એક ચમચી આદુંનો પેસ્ટ, એક લસણની કળી અને થોડાક કાળા મરી નાખો. તેને પાંચ મિનીટ સુધી ઉકાળી લો. તેમાં અડધી ચમચી મધ મધ પણ ભેળવી દો. દિવસમાં 3 થી 4 વખત તેનું સેવન કરો. આમ કરવાથી ન્યુમોનિયા મટે છે.
ગાજરના જ્યુસમાં થોડુક લાલ મરચું નાખીને તને પી શકાય છે. આ બંનેમાં ન્યુમોનિયાના ઈલાજ માટેના ગુણ હોય છે. સારા લાભ માટે ગાજરનું જ્યુસ પણ પી શકાય છે. ગાજરનું જ્યુસ પીવાથી ખુબ જ જલ્દીથી ન્યુમોનિયામાંથી છુટકારો મેળવી શકાય છે.
હળદર શ્વાસના રોગો અને શ્વાસની તકલીફ દુર કરવા માટે ખુબ જ ઉપયોગી છે. તે કફને ઓછો કરે છે. દિવસમાં 2 વખતગરમ દુધમાં હળદરનો પાવડર નાખીને તેનું સેવન કરી શકાય છે. અડધી ચમચી હળદર અને ચોથા ભાગની ચમચી કાળા મરી પાવડરને 1 ગ્લાસ ગરમ પાણીમાં ભેળવીને પી લો. દિવસમાં એક વખત તેનું સેવન કરવાથી થોડાક દિવસમાં ન્યુમોનિયા મટે છે.
1 કપ દુધમાં 4 કપ પાણી નાખો. તેમાં અડધી ચમચી લસણ નાખીને તેને ઉકાળો. ઉકાળ્યા બાદ તેમાં ચોથા ભાગનું રહી જાય ત્યારે દિવસમાં બે વખત સેવન કરવાથી ન્યુમોનિયા મટે છે.
સરસવના ગરમ તેલમાં હળદર પાવડર ભેળવીને તેને છાતી પર મસાજ કરવાથી ન્યુમોનિયા મટે છે. ફુદીનો દાહ, બળતરા, ગળામાં બળવું અને કફને ઓછો કરે છે. ફુદીનાનાં તાજા પાંદડા લઈને ચા બનાવો અને તેનો ઉપયોગ કરવાથી ન્યુમોનીયાની દવા રૂપે કાર્ય કરે છે.
એક કપ પાણીમાં એક ચમચી મધ ભેળવીને ન્યુમોનીયાના દર્દીને પીવડાવો. મધમાં એન્ટીબેકટેરીયલ અને એન્ટીફંગલ તત્વ હોય છે. આ સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ ખુબ જ વધારે માત્રામાં મળી આવે છે. તે ન્યુમોનિયામાં થનારી ખાંસીને ઠીક કરે છે.
લવિંગને શેકીને વાટી લો. દરરોજ ૩ વખત 1 ગ્રામ મધ સાથે ચાટો. તેનાથી ચમત્કારિક લાભ થશે. એક કપ પાણીમાં એક ચમચી તેલ ઉકાળો. તેને છાળીને 1 ચમચી મધ મધ ભેળવીને આ મિશ્રણનું દરરોજ સેવન કરવાથી ન્યુમોનિયામાં ફાયદો થશે. ન્યુમોનિયાના દર્દીને સંતરાનો રસ બે વખત પીવો જોઈએ. જેનાથી ન્યુમોનિયા તાવ જલ્દી ઠીક થાય છે.
આ સિવાય ન્યુમોનિયાના દર્દીએ માથે ભીની પટ્ટી બાંધવી જોઈએ અને શરીર પર છાદર લપેટવી જોઈએ અને બાદમાં સ્નાન કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી ન્યુમોનિયા જલ્દી ઠીક થાય છે. ન્યુમોનિયાના દર્દીને ઘર્ષણ ક્રિયા કરવાથી ન્યુમોનિયા જલ્દી ઠીક થઇ જાય છે.
ન્યુમોનિયાના દર્દીએ શીતકારી પ્રાણાયામ, શવાસન તથા યોગધ્યાન કરવાથી ન્યુમોનિયા જલ્દી મટે છે. દર્દીને મણકાની ઉપર શરીરની પીઠમાં બરફની માલીશ કરવી જોઈએ જેથી ન્યુમોનિયા રોગ ઠીક થાય છે. ન્યુમોનિયા દર્દીએ ખુલ્લા વાતાવરણમાં બની શકે તો આરામ કરવો, ઘરમાં જરૂરી નાના નાના વૃક્ષો લગાવવા જેથી હવા શુદ્ધ થાય અને શ્વાસમાં કોઈ તકલીફ ન આવે, બારીબારણાં ખુલ્લા રાખવા. આમ કરવાથી ન્યુમોનિયા જલ્દી મટશે.
ન્યુમોનિયા રોગથી પીડિત રોગીને સંતરાનો રસ દિવસમાં બે વખત પીવો જોઈએ. જેનાથી ન્યુમોનિયા જલ્દી ઠીક થાય છે.
આમ, આ ઉપરોક્ત તમામ ઉપચારો ન્યુમોનિયાની સારવારમાં અને કફને દુર કરવામાં ખુબ જ ઉપયોગી છે. આ ઈલાજ કરવાથી ન્યુમોનિયા મટે છે. આ ઉપચારો કરવાથી ફેફસા સ્વચ્છ થાય છે અને શ્વસન ક્રિયા પણ ઝડપથી ઠીક થાય છે જના પરિણામે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતા વધે છે અને ન્યુમોનિયા ઠીક થાય છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.