અમુક સમયે લોકોના ખાવામાં કોઈ વાસી ખોરાક ખાઈ જવાથી કે કોઈ રોગના જીવાણું શરીરમાં દાખલ થવાથી પેટમા દુખાવો ઉત્પનન થાય છે. શરીરના દુખાવો થતા ખુબ જ દર્દ ઉત્પન્ન થાય છે, આ દર્દને દુર કરવા માટે દેશી આયુર્વેદિક ઉપચાર કરવાથી રાહત મળે છે અને દર્દ દુર થાય છે.
કાળું મીઠું: કાળું મીઠું, સુંઠ, હિંગ, યવક્ષાર, અજમા આ તમામ વસ્તુઓને ભેગી કરીને દરેકને મેળવીને ચૂર્ણ બનાવો. આ પછી 2-2 ગ્રામની માત્રામાં સવાર સાંજ જમ્યા પછી નવશેકા પાણીમાં સાથે સેવન કરવાથી પેટનું દર્દ દુર થાય છે.
સુંઠ: જમ્યા પછી કેટલાક 2 થી ૩ કલાકે પેટમાં સતત દુખાવો રહે છે તે માટે સૂંઠ, તલ અને ગોળ સરખા ભાગે લઈ દુધમાં નાખી સવાર સાંજ લેવાથી પેટના દુખાવો મટે છે. આદુનો રસ એક સમચી અને લીંબુનો રસ બે ચમસી મેળવી તેમાં થોડી સાકર નાખીને પીવાથી કોઇપણ જાતનો પેટનો દુખાવો દુર થાય છે.
આદુ: આદુ અને ફુદીનાના રસમાં સિંધવ મીઠું નાખીને પીવાથી પેટનો દુખાવો મટે છે. લીંબુના રસમાં થોડો પાપડખાર મેળવી પીવાથી પેટનો દુખાવો મટે છે. તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે લઈ, સહેજ ગરમ કરી પીવાથી પેટનો દુખાવો મટે છે.
અજમો: અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો, અજીર્ણ અને વાયુ મટે છે. આદુ અને લીંબુના રસમાં અડધી સમચી મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુખાવો મટે છે. અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુખાવો મટે છે. ગોળ અને ચૂનો ભેગો કરી ગરમ પાણીમાં સાથે લેવાથી પેટનો દુખાવો દુર થાય છે.
જાયફળ અને લીંબુ: જાયફળ અને લીંબુનો રસ ભેગો કરી પીવાથી પેટનો દુખાવો દુર થાય છે. જાયફળને વાટીને તેમાં એક લીબુંનો રસ કાઢી મિક્ષ કરીને જ્યુસ બનાવો અને આ જ્યુસ પી જવાથી પેટનું દર્દ થોડા સમયમાં નાશ પામે છે.
ફુદીના: ફુદીનાના રસમાં મધ ભેળવી લેવાથી પેટની દુખાવામાં રાહત થાય છે. લાંબા સમયથી થતો દુખાવો પણ દુર થાય છે. સાકરના દુધમાં એકથી બે ચમસી દીવેલ નાખી દિવસમાં બે વાર પીવાથી પેટના અનેક જાતના દર્દો મટે છે.
ડીકામારી: ડીકામારી જેવી દવાનું ચૂર્ણ 1 થી 2 ગ્રામ નવશેકા પાણી સાથે લેવું.અથવા એક લીંબુના ચાર ચીરા થાય તેમ કાપી તેમાં ડીકામારીની ભૂકી ભભરાવી લીંબુ આગમાં શેકી લઇ, ઠર્યા બાદ લેવાથી પેટનું દર્દ દુર થાય છે. જીરું, સંચળ, સુંઠ, હરડે 15-15 ગ્રામ તથા હિંગ 5 ગ્રામ લઈ, ચૂર્ણ બનાવી, તેમાં લીંબુનો રસ નાખી ચણા જેવડી ગોળીઓ બનાવી, બેથી 4 ગોળી રોજ ગરમ પાણી સાથે આપવાથી દરેક જાતનો પેટનો દુખાવો મટે છે.
રસ પીપર: આ દવા બાળકોની બીમારી માટે ખુબ જ ફાયદાકારક છે. આ દવાના ચૂર્ણ અથવા 1 થી 2 ગોળીને મધ સાથે અથવા જાયફળ સાથે પીસીને અથવા ઘુંટીને ખાલી પેટે અથવા તો ભર્યા પેટે 3-3 કલાકના અંતરમાં બે અથવા ત્રણ વખત દેવાથી બાળકોના પેટ દર્દ, ઉલ્ટી, ગેસ, તાવમાં ચમત્કારિક લાભ થાય ચ. આ દવાના સેવનથી બાળકોને કોઈ આડઅસર થતી નથી. આ દવા નાના બાળકો માટે રામબાણ ઈલાજનું કાર્ય કરે છે.
હરડે: હરડેમાં પલાળેલી હરડે 2 નંગ, કાળું મીઠું 1 ગ્રામ, પીપળી 1 નંગ ,અજમા 1 ગ્રામ. આ દરેક ચીજોને પીસીને ગરમ પાણીમાં દરરોજ સવાર સાંજ લેવાથી લેવાથી પેટનો દુખાવો અને પેટની કાયમી બીમારી દુર થાય છે. આ પાવડરથી ગેસ સંબંધી સમસ્યા પણ દુર થાય છે. અને પેટ સાફ થઇ જાય છે.
દશમૂળારિષ્ટ: દશમૂળારિષ્ટની 4 ચમસી દવા 4 ચમસી પાણીમાં સાથે મેળવીને સવાર સાંજ ભોજન બાદ ખાવાથી પેટના દુખાવામાં ફાયદો થાય છે. આ દવા દરેક આયુર્વેદિક સ્ટોર પર મળી રહે છે. આ દવા પેટના રોગો તેમજ કબજીયાતને લગતી સમસ્યામાં પણ રાહત આપે છે.
અજમા: અજમાના ચૂર્ણ માટે અજમાના 1 અથવા 2 ગ્રામ , સુંઠ 1 ગ્રામ અને આ બંનેને એક સાથે પસીને નવશેકા પાણીમાં ખાલી પેટ તેમજ જમ્યા બાદ પણ લઇ શકાય છે. અજમા પેટના દર્દમાં રાહત આપે છે અને ભૂખ વધારે છે. આ પાવડર દિવસમાં બે વખત સવાર સાંજ લેવામાં લેવાથી ફાયદો થાય છે.
વરીયાળી: વરિયાળીમાં પોષક તત્વ અને દર્દને દુર કરનારા તત્વો હોય છે. અપચો અને તેના કારણે થનારા દુખાવામાં વરીયાળી સહાયક થાય છે. આ સિવાય વરીયાળીથી ગેસ અને સોજા બાબતની સમસ્યા પણ દુર થાય છે. એક કપ પાણીમાં એક ચમસી વરીયાળી નાખીને તેને 10 મીનીટ સુધી ઉકાળો. આ પછી ઠંડી થયા બાદ તેને ગાળીને તેમાં મધ ભેળવીને પીવાથી પેટ દુખાવા સંબંધી સમસ્યા દુર થાય છે.
દહીં: દહીં પેટના સમગ્ર સ્વાસ્થ્ય માટે શ્રેષ્ટ છે. દહીંમાં સારી ગુણવત્તા વાળા બેક્ટેરિયા હોય છે જેનાથી પાચન સંબંધી સમસ્યામાં સુધારો થાય છે,. એક કપ કપ પાણીમાં દહીં અને તેમાં મીઠું નાખ્યા બાદ તેમાં ત્રણ ચમચી કોથમીર નાખો. સાથે તેમાં એલચીનો પાવડર અડધી ચમસી નાખવો. જમતા પહેલા 1 કલાકમાં આ મિશ્રણને પીવાથી પેટનો દુખાવો અને બીમારી દુર થાય છે.
કેળા: પેટના લુઝ મોશન સંબધી દર્દ થતું હોય તો કેળા ફાયદાકારક છે. કેળામાં પોટેશિયમની માત્રા ખુબ જ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને આ સિવાય તેમાં પેક્ટીન નામનું પણ એક તત્વ હોય છે છે પેટના બાંધા માટે કામ કરે છે. આથી ૩ થી 4 કેળા દિવસમાં ખાવાથી પેટની સમસ્યા દુર કરે છે.
હિંગ: અડધી ચમસી હિંગને પાણી સાથે મેળવીને તેનો પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને બાળકોની નાભી ઉપર કિનારે કિનારે લગાવી દેવાથી બાળકોના પેટનો દુખાવો દુર થાય છે.
તુલસી: તુલસીના પાન અનેક રોગોમાં ફાયદો આપે છે, જેમાં પેટ ના દર્દનો પણ સમાવેશ થાય છે. સાત થી આઠ તુલસીના પાન એક કપ પાણીમાં ગરમ પાણીમાં નાખીને પીવાથી ફાયદો કરે છે. તુલસીમાં એન્ટી અલ્સર અને અલ્સરને ભરનારા ગુણ હોય છે. આ કારણે અલ્સર પર સકારાત્મક પ્રભાવ રાખીને પેટના દર્દમાં તુલસી મદદ કરે છે.
🙏 વિનંતી: મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો બીજા માટે શેર કરવા વિનંતી છે.