સંતરા વિટામીન સી થી ભરપુર હોય છે અને સંતરા સ્વાસ્થ્યની દ્રષ્ટીએ અનેક રીતે ફાયદાકારક હોવા ઉપરાંત તેની છાલ પણ રોજીંદા જીવનમાં અનેક રીતે ફાયદાકારક છે. સંતરા શિયાળાની ઋતુમાં સરળતાથી મળી રહે છે અને દરેક વ્યક્તિ તેને ખુબ જ ઉત્સાહથી ખાવાનું પસંદ કરે છે. પણ શું તમે જાણો છો સંતરાની છાલ કેટલી ફાયદાકારક છે. તે શરીરના વિવિધ ભાગો જેવા કે ચામડી, વાળ માટે ખુબ જ ઉપયોગી છે. તો આવો જોઈએ સંતરાના કેટલાક ઉપયોગી નુસ્ખાઓ.
વાળ માટે: સંતરાની છાલમાં વિટામીન C અને એન્ટીઓક્સીડેન્ટ ભરપુર માત્રામાં હોય છે. જેનાથી વાળ કુદરતી રહે છ.આટલું જ નહિ તે વાળમાં શક્તિ પણ આપે છે. તે પ્રદુષણમાં વાળને સુરક્ષા આપવાનું કાર્ય કરે છે. મધ સાથે તેને મેળવીને પેક બનાવીને તેનો ઉપયોગ કરવાથી તે ખુબ જ ફાયદો કરે છે. આ સિવાય તેને દહીંમાં મિક્સ કરીને પેકની જેમ પણ લગાવી શકાય છે.
ખોડો: ડેન્ડ્ર્ફ એટલે કે ખોડાની તકલીફ ધરાવતા લોકો માટે સંતરાની છાલ ખુબ જ ઉપયોગી થાય છે. આ સમસ્યા ઘણા લોકોને થતી હોય છે અને ખોડો આસાનીથી માથામાંથી જતો નથી ત્યારે સંતરાની છાલમાં એવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વાળમાં લગાવ્યા બાદ ખોડો તરત જ દુર થઇ જશે. આ ઉપાયમાં 15 મિનીટ સુધી લગાવી રાખ્યા બાદ તેને ધોઈ લેવું. જેનાથી ચોક્કસ ફાયદો જોવા મળશે.
વાળ વધારવા: સંતરાની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ ઉપરાંત, તેમાં ઘણા પોષક તત્વો પણ હોય છે, જે વાળના સંપર્કમાં આવે છે અને તંદુરસ્ત ખોરાક પ્રદાન કરે છે, જેનાથી વાળનો વિકાસ થાય છે અને તેના ઝડપી વિકાસમાં મદદ કરે છે. એટલું જ નહિ આનાથી વાળ ખરતા પણ અટકે છે.
ચામડી માટે: સંતરાનું રસ જેટલું ગુણકારી અને લાભકારક છે એટલી જ લાભકારક સંતરાની છાલ પણ છે. સંતરાની છાલને પાવડર બનાવીને તેમાં થોડાક ટીપા લીંબુનો રસ નાખવો અને થોડું દહી નાખી અને ચહેરા પર લગાવવું. તેનાથી ચામડી કોમળ અને આકર્ષક બને છે. સાથે જ ત્વચા સંબંધી રોગો પણ દુર થશે.
લોહીના વિકારો: સંતરામાં વિટામીન એ ભરપુર માત્રામાં હોય છે. જેથી શરીરમાં લોહીનું પરિભ્રમણ પ્રક્રિયા યોગ્ય રીતે થયા કરે છે. સાથે લોહીના વિકારો પણ દુર થાય છે. જેથી નિયમિત રીતે સંતરાનું અથવા સંતરાની છાલના જ્યુસનું સેવન કરવું.
ખીલ મટાડે: જો તમને ચહેરા પર ડાઘ-ધબ્બા અને ખીલ કે ફોડલીઓની સમસ્યા હોય તો સંતરાની છાલને પીસીને લેપ લગાવવાથી અથવા છાલને ઘસવાથી થોડાક જ દિવસોમાં ખીલની સમસ્યા દુર થઈ જશે અને સાથે ચહેરો ખીલી ઉઠે છે તેમજ ચહેરામાં નીખાર આવે છે.
કાળા ડાઘ: સંતરાની છાલનો પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવાથી કાળા ડાઘ દુર થાય છે. સાથે ખીલની સમસ્યા પણ રહેતી નથી. દૂધ અને દહીંમાં તેનો પાવડર મિલાવીને ચહેરા પર લગાવ્યા બાદ થોડીવાર પછી ફરીથી ચહેરો સાફ કરવો.
વજન ઘટાડે: સંતરાનું જ્યુસ અને છાલનો ઉપયોગ કરવાથી વજન નિયંત્રણમાં રહે છે અને વજન વધતું નથી. સાથે સંતરાની છાલ કેન્સર જેવા જીવલેણ રોગો સામે પણ રક્ષણ પ્રદાન કરે છે. દરરોજ સંતરાનું જ્યુસ પીવું પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ડાયાબીટીસ: ડાયાબીટીસ સાથે, તમે સંતરાની છાલનો ઉકાળો પી શકો છો. તે સ્વાસ્થ્ય માટે જ સલામત નથી, પણ ઉપયોગી પણ છે. હકીકત એ છે કે ઉકાળો તે જ ઉપયોગી પદાર્થો છેજે આખા ફળની જેમ હોય છે. જો તમે નિયમિત રૂપેસૂપ પીતા હો તો પછી તમે વિટામિન્સ અને અન્ય પદાર્થોની શરીરમાં લઈ શકો છો. સંતરાની છાલનો ઉકાળો તૈયાર કરવો પણ ખુબ જ સરળ છે. આ કરવા માટે ત્રણ ફળોની છાલ કાઢીને તેમને એક લીટર પાણીથી રેડવું. સ્ટોવ પર મુકવું અને 10 થી 15 મિનીટ માટે રાંધવા. ઠંડું થવા દેવું. તમે એક સમયે એક ચમચી લગભગ આખો દિવસ આ દવા પી શકો છો. આ ડાયાબીટીસના દર્દીઓ માટે ખુબ જ ઉપયોગી છે.
પાચન તંત્ર: પાચનતંત્ર સહેલાઈથી સુપાચ્ય થાય તે ઉપરાંત, સંતરામાં એવા પદાર્થો હોય છે જે પાચનમાં સરળતા આપે છે. આ કારણોસર, સંતરા, જે પાચક તંત્રના નિયમિત કાર્યમાં ફાળો આપે છે, તે લોકોને બચાવવા માટે આવે છે જેમને પાચનની સમસ્યા હોય છે. સંતરાના નિયમિત સેવનથી પાચન સમસ્યા દુર થાય છે અને ના હોય તો થતી પણ નથી.
શરદી: સામાન્ય શરદી શિયાળામાં ઠંડા હવામાનમાં થતા રોગોથી બચાવવું મુશ્કેલ બની જાય છે. પરિણામે, શરદી, ફ્લુ જેવા રોગો દેખાવા લાગે છે. આ સમયે સંતરા લોકોને બચાવે છે. સંપૂર્ણ રીતે સંતરા વિટામીન સી ધરાવતી હોવાથી તે આવા આરોગો માટે ફાયદો કરે છે અને શરદીને મટાડે છે.
હ્રદય સ્વાસ્થ્ય: સંતરાના ફાયદાઓ અનેક છે અને આ ફળ ખાવાથી હ્રદય પર સારી અસર પડે છે. સંતરાની અંદર પોટેશિયમ અને ક્લોલીન જેવા તત્વો જોવા મળે છે, જે હ્રદયને સ્વસ્થ રાખવા કાર્ય કરે છે. આ સિવાય આ ફળની અંદર ફોલેટ જોવા મળે છે, જે હોમોસ્ટીનને નિયંત્રણમાં રાખે છે અને આમ કરવાથી હ્રદય યોગ્ય રીતે કાર્ય કરે છે.
આંખો માટે: સંતરાનો ફાયદાઓ આંખોની દ્રષ્ટિને ઝડપી કરવામાં અસરકારક સાબિત થાય છે. સંતરામાં વિટામીન એ વધુ માત્રામાં જોવા મળે છે અને વિટામીન એ આંખો માટે સારું માનવામાં આવે છે. વિટામીન એ વાળી વસ્તુ ખાવાર્હી આંખોની રોશની બરાબર રહે છે. આ સિવાય સંતરા ખાવાથી મોતીયોનું જોખમ પણ ઓછું થઈ જાય છે જે લોકોની આંખો નબળી છે તે લોકોએ આ ફળ ખાવું જોઈએ.
આમ, સંતરા તેમજ સંતરાની છાલ સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. સંતરાની છાલનો ઉપરોક્ત રીતે પેસ્ટ કે રસ અથવા ઉકાળો બનાવીને ઉપયોગી કરવાથી ખુબ જ ફાયદો કરે છે. આશા રાખીએ કે આ સંતરાના ઉપયોગી ગુણો વિશેની માહિતી તમારા માટે ઉપયોગી થાય અને તમે નિયમિત સંતરાનું સેવન કરો.
નોંધ: આયુર્વેદ અને આરોગ્યને લગતી સચોટ માહિતી મેળવવા માટે નીચે આપેલું બ્લુ કલરનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી લેજો. જેથી દરરોજ તમને આરોગ્યને લગતી માહિતી મળતી રહે.