પાયોરિયા એટલે દાંતનો રોગ છે, જે પેઢાની બીમારી તરીકે પણ ઓળખાય છે. જે પેઢાનું વધારે સંક્રમણ છે. લોહીના દુષિત થવાથી દાંતના પેઢામાંથી લોહી અને પરુ નીકળ્યા કરે છે. મોઢામાંથી દુર્ગંધ ફેલાય છે. દાંતના પેઢા નબળા પડે છે, દાંત હલવા લાગે. અને ભોજન લેતી વખતે દાંતમાં પીડા થાય છે એ રોગને પાયોરિયા કહેવામાં આવે છે. આ રોગ દાંતનો સૌથી વધુ ખરાબ રોગ છે. જેની મૂળથી સારવાર ખાસ જરૂરી છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો તે પરું અને જીવાણુઓ શરીરમાં જાય છે અને બીજા રોગો ફેલાય છે.
આ પાયોરિયા રોગ બેક્ટેરિયાના લીધે ફેલાય છે. આ બેક્ટેરિયા ઝેરી પદાર્થ છોડવા માંડે છે જેથી પેઢામાં બળતરા થવા લાગે છે જે ઝેરીલા પદાર્થના કારણે બળતરા અને બીજી સડવાની પ્રક્રિયા શરૂ થાય છે જેના પરિણામે અનેક રીતે પેઢાઓ અને દાંત સડવા લાગે છે.
પાયોરીયાના પ્રકાર:
ટૂંકાગાળાનો પાયોરિયા: આ પેઢાની બીમારીનો સૌથી સામાન્ય પ્રકાર છે, જેમાં દાંતને બધી બાજુથી સહારો આપનારી નરમ પેશીઓમાં નુકશાની થવા લાગે છે. જેમાં દાંતોમાં નુકશાન થવાની સમસ્યા ખુબ જ આક્રમક પાયોરિયાના મુકાબલે ઓછી હોય છે.
બીજા રોગના સહાયક રોગ તરીકે: આં એક અન્ય કોઈ સ્વાસ્થ્ય સંબંધી બીમારીની સાથે સહાયક તરીકે હોય છે જેમાં ડાયાબીટીસમાં સાથે જોડાયેલો રોગ હોય છે. જેથી દર્દીને આ રોગની ખબર ઓછી પડે છે.
આક્રમક પાયોરિયા: નેક્રોટાઈઝિંગ પીરીયોડેન્ટલ રોગ કે જેમાં જેનું ગંભીર સ્વરૂપ હોય છે. જેના કારણે પેઢાના મૂળ, દાંતનું ઉપરનું પડા અને તેની પેશીઓ નાશ પામવા લાગે છે. જે લોકો કુપોષણથી પીડાય રહ્યા હોય અને એઈડ્સ જેવી બીમારી હોય તેવા લોકો આ રોગની ઝપટમાં જલ્દી આવી જાય છે.
પાયોરિયા થવાના લક્ષણો: મોઢામાંથી દુર્ગંધ ફેલાય, પેઢાનો રંગ લાલ રીગણા જેવો થઈ જાય, મોઢાનો સ્વાદ અલગ આવે, પેઢા અને દાંતમાંથી લોહી નીકળે, પેઢા પર હાથ લગાવાથી દુખાવો થાય અને હાથ ના લગાવો તો કોઈ દુખાવો ના થાય, દાંત ઢીલા પડી જાય, કોઈ વસ્તુ ચાવવાથી દુખાવો થાય, પેઢા ઉપર સોજો આવી જાય, દાંત પર પોપડી વળી જાય વગેરે પાયોરિયાનો રોગના લક્ષણ છે.
પાયોરિયા થવાના કારણો: આક્રમક સમયમાં પેઢામાં સોજો આવે ત્યારે ઈલાજ નહિ કરાવવાથી પાયોરિયા રૂપ લે છે, દાંત અને દાંતોને સહારો આપનારી હાડપેશીઓમાં સંક્રમણ પેઢાઓથી ફેલાય છે. પાયોરિયાના દર્દીના દાંત દુર ખસવા લાગે છે ત્યારે ત્યારે પેઢા વચ્ચે જગ્યા રહે છે તે જગ્યામાં મેલ અને કચરો ભરાવા લાગે છે, પેઢાઓમાં સોજા આવતા કચરો ત્યાંજ ફસાઈ જાય છે, સતત થઈ રહેલા સોજા અને લાલીંમાં ધીરે ધીરે દાંતની બધી જ તરફના હાડપેશીઓ સડવા લાગે છે. તે સડામાં બેક્ટેરિયા હોય છે જેના લીધે સંક્રમણ વધવાની સંભાવના વધી જાય છે અને દાંતમાં રોગ પણ વધવા લાગે છે.
મુખ્ય કારણ એજ છે કે દાંત અને પેઢામાં મેલ જમા થવાથી આ રોગ ફેલાય છે. દાંતની વ્યવસ્થિત સફાઈ નહિ કરવાથી, અનિયમિત રીતે કોઈ ન કોઈ ખોરાક ખાવાથી, ભોજન ઠીકથી નહિ પચવાથી, લીવરમાં ખરાબી આવવાથી, દુષિત લોહીથી ચામડીના રોગ તરીકે, વ્યસન કરવાથી, બરાબર નહી ચાવવાથી અને કબજિયાત રહેવાથી, હોર્મોન્સમાં ઉતાર ચઢાવ, વિટામીન સી અનેં ડીની ઉણપ, બ્રશ ખુબ્જોર જોર જોરથી કરવાથી પાયોરિયા થઇ શકે છે.
અમે પાયોરિયા રોગને નાબુદ કરવાના આયુર્વેદિક ઉપચાર બતાવીશું કે જેના લીધે પાયોરિયા અને બીજી દાંત સાથે જોડાયેલી સમસ્યા પણ દુર થાય છે. જેમાં આ ઘરેલું ઉપચાર દ્વારા પાયોરિયાને જડમૂળમાંથી નાબુદ કરી શકશો.
મીઠું: પાયોરિયાના ઇલાજમાં મીઠું ખબ જ ઉપયોગી છે. મીઠું એન્ટીબેક્ટેરિયલ છે જેના લીધે તે પાયોરીયાના બેકટેરિયાનો નાશ કરે છે. પાયોરિયામાં મીઠાનો ઉપયોગ કરવાથી સોજો, દુખાવો અને લોહી નીકળતું હોય તો તે બંધ થાય છે. પાયોરિયામાં તમે એક ગ્લાસ પાણીમાં બે ચમચી મીઠું નાખીને એવું દ્રાવણ તૈયાર કરીને તેનાથી દિવસમાં બે થી ત્રણ વખત કોગળા કરો કે જેનાથી થોડા જ દિવસમાં આ બીમારી નાબુદ થઇ જાય છે.
હળદર: હળદર સૌથી વધુ ગુણકારી છે, જે પાયોરિયામાં ખુબ જ પ્રભાવી અસર કરે છે. પેઢા પર સોજો થોડાક સમયમાં જ દુર કરે છે. હળદરનો દંત મંજન તરીકે ઉપયોગ કરવાથી આ રોગ દુર કરી શકાય છે. આ ઉપાય એક અઠવાડિયા સુધી કરવાથી સોજો અને લોહી નીકળવું વગેરે દુર થાય છે.
વડ: વડ પાયોરિયામાં પેઢાનો સોજો અને દુખાવો ઓછો કરે છે. વડના પાંદડાઓ ગુણકારી હોય છે, વડના તાજા પાંદડાઓ સારી રીતે ચાવીને અને તેમાંથી નીકળતા રસને મોઢાની બધી બાજુ ફેલાવીને ફેરવો. આમ કાર્ય બાદ તાજા પાણીથી કોગળા કરો અને આમ કરવાથી લોહી અને પરું નીકળવાનું બંધ થઈ જાય છે.
લીમડો: લીમડો એક ઔષધીય વનસ્પતિ છે, જેના અનેક ફાયદો છે જેમાં પાયોરીયાનો ઈલાજ પણ થઇ શકે છે. અન્ય રોગની જેમ પાયોરિયાનો પણ એ ખાત્મો બોલાવે છે. લીમડો પાયોરીયાને મૂળમાંથી નાબુદ કરી શકે છે. પાયોરીયાના ઇલાજમાં લીમડાના પાંદડાનો રસ કાઢીને પેઢા પર દુખાવો થતો હોય તે જગ્યા પર લગાવવાથી અને તે મોઢામાં દાંત પર 5 મિનીટ સુધી રાખીને ગરમ પાણીથી કોગળા કરવાથી પાયોરિયા દુર થાય છે. દિવસમાં આ ઉપાય બે વખત કરવાથી પાયોરિયા મટે છે.
લીંબુ: લીંબુના રસના ઉપયોગથી પાયોરિયા મટાડી શકાય છે. લીંબુના રસમાં એન્ટીબેક્ટેરીયલ અને એન્ટીફ્લેમેન્ટરી ગુણ હોય છે જેના લીધે પાયોરિયાના નાશ માટે તેનો ઉપયોગ કરી શકાય છે. લીંબુ એન્ટીબેકટેરીયલ ગુણના કારણે દાંતોમાં સંક્રમણ ફેલાવા દેતું નથી અને થયેલા ફેલાવાનો નાશ કરે છે.
ડુંગળી: ડુંગળીના ટુકડા તવા પર શેકીને દાંતોની નીચે દબાવીને મોઢું બંધ કરી લેવાથી પાયોરિયાના દર્દમાં રાહત થાય છે. આ પ્રકારે 10 થી 12 મીમીતમાં લાળ મોઢામાં ભેગી થઇ જશે. આ લાળને મોઢામાં બધી બાજુ ફેરવો અને પછી તેને બહાર થૂંકી નાખો. દિવસમાં 4 થી 5 વખત અને 8 થી 10 દિવસ કરવાથી પાયોરિયા જડમૂળમાંથી ખતમ થઈ જશે અને તમે આ બીમારીથી છુટકારો મેળવી શકશો.
બાવળ: બાવળના લાકડાના કોલસા 20 ગ્રામ વાટીને કપડાંથી ચાલીને મૂકી રાખો, 10 ગ્રામ ફટકડીને તાવડી ઉપર શેકી લો. તે બિલકુલ ચૂર્ણ બની જશે. 20 ગ્રામ હળદર આ બધી વસ્તુઓને મિક્ષ કરો અને દાતણ કે બ્રશ કરતી વખતે આ ચૂર્ણમાં બે ટીપા લવિંગનું તેલ અને સારી રીતે દાંત પર ઘસો. જરૂર જણાય તો આ મિશ્રણ દાંત પર રહેવા દો. જ્યાં દાંતોમાં ખાડા છે તો આં ખાડામાં મિશ્રણ ભરી દેવાથી અને 10 મિનીટ સુધી રહેવા દેવાથી પાયોરિયા મટાડવામાં ખુબ જ ફાયદો થાય છે.
લવિંગ: લવિંગ ઇન્ફેક્શના રોકવામાં સહાયક હોય છે તથા દાંતોના દર્દમાં અને પેઢાની બીમારીનો સારો ઉપચાર છે. થોડું લવિંગનું તેલ લો તથા આ તેલથી ધીરે ધીરે બ્રશ કરો. આ તેલને ઇન્ફેકશનવાળા વિસ્તારમાં લગાવતી વખતે વધારે સાવધાની રાખો, વધારે દબાણ પૂર્વક તેલ ણા લગાવો. અને પેઢા પર હળવા હાથે માલીશ કરો. પેઢા પર લવિંગનું તેલ થોડી જ માત્રામાં લગાવવાથી પાયોરિયામાં રાહત મળશે.
એરંડી તેલ: એરંડાનું તેલ, કપૂર અને મધ ભેળવીને તેનો પેસ્ટ બનાવી સેવન કરવાથી દાંતોની મજબૂતી આવે છે. દરરોજ લીમડાના દાતણ સાથે આ પેસ્ટને વાપરીને થોડા દિવસ સુધી આ ઈલાજ કરવાથી પાયોરિયા નાશ પામે છે. લીમડો પણ જીવાત અને બેક્ટેરિયાનો નાશ કરે છે જયારે એરંડાનું તેલ તેમજ કપૂર પણ એન્ટી બેક્ટેરીયલ છે તેમજ એરંડી તેલ સડો નાબુદ કરે છે આમ અ ઈલાજ દ્વારા પાયોરિયાને નાબુદ કરી શકાય છે.
લસણ: લસણ બેક્ટેરિયાને મારવા માટે ખુબ જ પ્રાકૃતિક ઔષધ છે. કાચા લસણનો રસ ઈન્ફેકશન દુર કરવામાં મદદ કરે છે. જો ખરેખર તમારા દાંતમાં વધારે પીડા કે દુખાવો થઈ રહ્યો હોય તો તમે આ ઉપચાર કરી શકો છો. કાચા લસણની એક કળી લઈને તેને વાટીને કે છોળીને રસ કાઢો. આ રસને ઇન્ફેક્શના વાળા ભાગ પર લગાવવાથી દાંતના દર્દમાં અને પાયોરીયાને દુર કરવામાં ખુબ જ ઉપયોગી થાય છે.
આ સિવાય પાયોરીયાના ઇલાજમાં જીરું, સિંધવ મીઠું, હરડે, તજ, દક્ષિણી સોપારી લઈને તેને બંધ વાસણમાં બાળીને તેનું દંત મંજન કરવાથી પાયોરિયા નાબુદ થાય છે. આમળા બાળીને સરસિયાના તેલમાં ભેળવીને પેઢા પર ધીરે ધીરે ઘસવાથી પાયોરિયા મટે છે. કાળા તીખાના પાવડરમાં મીઠું નાખીને દાંત પર ઘસવાથી પાયોરિયામાં છુટકારો મળે છે. ઘી અને કપૂર ભેળવીને દાંતો પર લગાવવાથી પાયોરિયામાં સહાયતા મળે છે. ઘઉંના દાણાને પાણીમાં પલાળીને કોગળા કરવાથી અને કોગળા કર્યા બાદ તે પાણીને પી જવાથી તે પાણી મોઢામાં આવેલા બધાં બેક્ટેરિયાનો નાશ કરે છે.
લવિગને ગરમ પાણીમાં મેળવીને એ એક અઠવાડિયા સુધી કોગળા કરવાથી પાયોરીયાની સમસ્યા દુર થાય છે. રાઈનું તેલ બ્રશ કર્યા બાદ તેમાં મીઠું નાખીને પેઢા પર અને દાંત પર માલીશ કરવાથી અને 15 મિનીટ માલીશ કર્યા બાદ તે એ એમ જ રહેવા દેવું અને કોગળા કરવાથી પાયોરિયા દુર થાય છે. આ ઉપાય 1 અઠવાડિયા સુધી કરવાથી પાયોરિયા નાબુદ થાય છે. સોપારીને બાળીને તેનું ચૂર્ણ બનાવીને દિવસમાં આ ચૂર્ણ દ્વારા દાંતણના સહારે મંજન કરવાથી પાયોરિયા ખતમ થાય છે. ગાજર અને પાલકનું જ્યુસ પીવાથી પાયોરિયા મટે છે.
આમ, આ જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને પાયોરિયાને મટાડી શકાય છે, અમે આ બતાવેલી કુદરતી આયુર્વેદિક જડીબુડ્ડીઓ કોઈ પણ પ્રકારની આડઅસર વગર અને કોઈ પ્રકારની સમસ્યા વગર આસાનીથી પાયોરિયાનો નાશ કરવા માટે સક્ષમ છે. પાયોરિયા એક દાંતનો સડો અને પરું ભરાઈ રહેવાથી થતા ભાગને મોટા ભાગે આ જડીબુટ્ટીઓને દંત મંજન દ્વારા નાબુદ કરી શકાય છે. જેથી અમે તમારી સહાયતા માટે આવી જડીબુટ્ટીઓ દ્વારા પયોરીયાને નાબુદ કરવાના ઉપાયો અહિયાં રજૂ કરી રહ્યા છીએ. આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને પાયોરીયાની સમસ્યામાથી છુટકારો મેળવી શકો.
બહુ સરસ માહીતી છે.પાયોરયા ના દરદી માટે આ ખાસ ઊપયોગી છે.ધન્યવાદ
અભિપ્રાય બદલ તમારો ખુબ ખુબ આભાર