પથરીની સમસ્યા આજના સમયમાં ઘણા લોકોને થાય છે. જે ખાવા પીવાની સમસ્યાના લીધે થાય છે, આ રોગ કોઇપણ ઉમરની વ્યક્તિને થાય છે. આ રોગ મોટે ભાગે 30 થી 60 વર્ષની ઉમરના લોકોને વધુ જોવા મળે છે. જે આ રોગમાં કખુબ જ દુખાવો થાય છે. આ રોગની સારવાર સમયસર ન કરવામાં આવે તો ભયંકર બીમારીઓ થાય છે. પથરી એટલે કીડની અને મૂત્રમાર્ગમાં જમા થતો એક પ્રકારનો ક્ષર છે,. આ પથરી અતિ બારીકથી લઈને ટેનિસના બોલ જેવડી થઈ શકે છે. પથરી જ્યારે હલન અનુભવે ત્યારે દુખાવો થાય છે.
પથરીના રોગમાં જોવા મળતા લક્ષણો: નાભિમાં, મુત્રવાહિનીની નસોમાં અને પેટમાં ખુબ વેદના થાય, ઉબકા-ઉલ્ટી થાય, ભૂખ મરી જાય, પેટ, પડખા અને પેડુમાં દુખાવો થાય, કમર દુખે, પરસેવો થાય, તાવ આવે, પેશાબ અટકી જાય, મૂત્રમાં લોહી વહે, વારંવાર મૂત્રની ઈચ્છા પણ મૂત્ર નહી આવવું, પેશાબ વખતે દુખાવો થાય, પેશાબની માત્રામાં વધારો થાય, ઘેરા રંગનું પ્રવાહી નીકળે, પેશાબ કરવામાં બળ કરવું પડે, મૂત્ર માર્ગમાં સોજો આવી જાય, નબળાઈ અનુભવાય, થાક લાગે, ચક્કર આવે,ચામડીમાં ખંજવાળ આવે, હાંફ ચડી જાય, ઝાડા કે કબજિયાત થાય, પેશાબ વખતે બળતરા થાય વગેરે પથરીના રોગના લક્ષણો છે.
પથરી થવાના કારણો: પાણી અને ભોજનમાં રહેલા ખનીજ ક્ષારો લોહીના શુદ્ધિકરણ વખતે અને મૂત્ર છુટું પડે ત્યારે કિડનીમાં જમા થાય છે. જેથી તેનું પ્રમાણ વધતા પથરી બને છે. ખરાબ જીવનશૈલી, પાણીની ઉણપ, શારીરીક ક્રિયાઓનો અભાવ, વધારે પ્રમાણમાં ચા,કોફી અને તીખું, તળેલી અને મીઠી વસ્તુ ખાવાથી, શારીરિક ક્રિયાઓ મોદી કરવાથી, પાણી ઓછું પીવાથી, મૂત્રમાર્ગમાં ચેપ લાગવાથી, મૂત્રમાર્ગમાં અવરોધ ઉભો થવાથી, ખોરાકમાં વિટામીન સી અને કેલ્સીયમના વધુ પ્રમાણથી, ખાવામાં મીઠું વધારે લેવાથી, વારસાગત પથરી હોવાથી, માંસાહારી અને વધુ પ્રોટીન ધરાવતો ખોરાક ખાવાથી, ખોરાકમાં મીઠાનું પ્રમાણ વધુ હોવાથી, લાંબા સમય પથારી વશ રહેવાથી પથરી થાય છે.
દ્રાક્ષ: દ્રાક્ષ કિડનીમાં રહેલી પથરીને દુર કરવામાં મહત્વની ભુમીકા ભજવે છે. દ્રાક્ષ પ્રાકૃતિક રીતે મૂત્રને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે. દ્રાક્ષમાં પોટેશિયમ અને પાણી ભરપુર માત્રામાં હોય છે. તેમજ એલબ્યુમીન અને સોડીયમ ક્લોરાઈડ ખુબ જ ઓછું હોય છે. જેના લીધે દ્રાક્ષ પથરીના ઉપાય તરીકે ખુબ ફાયદાકારક છે.
ડુંગળી: ડુંગળીમાં ઘણા ઔષધીય ગુણો હોય છે, કિડનીમાં રહેલી પથરીને દુર કરવા માટે બે ડુંગળી લઈ તેની છાલ કાઢો. કોઈ વાસણમાં એક ગ્લાસ પાણી અને તેમાં બે ડુંગળી નાખી પાણીમાં ગરમ કરો. સારી રીતે પાકી ગયા બાદ તેમાં આ મિશ્રણને ઠંડુ પડવા દો. ડુંગળી ઠંડી પડ્યા બળદ તેને મિક્સરમાં નાખીને રસ કાઢી લો. આ રસને ગાળીને ત્રણ દિવસ સેવન કરવાથી પથરી મટે છે.
કારેલા: કારેલા સ્વાદે કડવા હોય છે અને ઔષધી તરીકે કામ કરે છે, કારેલામાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જે પથરી બનતી રોકે છે. પથરી થાય ત્યારે બે નાની ચમચી કારેલાનો રસ સવાર અને સાંજે 8 થી 10 દિવસ પીવાથી પથરીના નાના નાના કણો થઈને તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
બીજોરું: બીજોરાનો રસ દર ત્રણ કલાકે પીવાથી પથરી ઓગળીને બહાર નીકળી જાય છે, બીજોરમાં એસીડીકતા રહેલી છે જે પીવાથી પથરીના કટકા કરીને શરીરની બહાર કાઢે છે. બીજોરામાં લોખંડને ઓગાળવા જેટલી તાકાત રહેલી હોય છે, બીજોરામાં આખી રાત સોય રાખવાથી સોય ઓગળી જાય છે.
અજમો: પથરી થાય ત્યારે અજમાનો ઉપયોગ કરવામાં પથરી દુર થાય છે, અજમાનું સેવન બમણો લાભ આપે છે, અજમાથી પેશાબ વધુ આવે છે અને પથરીનો નાશ કરે છે, અજમાના સેવનથી પથરી ફરીવખત બનતી નથી. રોજ સવારે એક ચમચી અજમાને ગરમ કરીને પાણી સાથે લેવાથી, એક મહિનામાં પથરી નાશ પામે છે.
તુલસી: શુદ્ધ તુલસીનો રસ પથરીને યુરીન દ્વારા બહાર કાઢે છે. એક મહિના સુધી તુલસીના પાંદડાનો રસ અને મધ લેવાથી તેમજ દરરોજ તુલસીના પાંદડા ચાવવાથી પથરી ગાયબ થાય છે. તુલસીમાં વિટામીન બી સારા પ્રમાણમાં હોય છે વિટામીન બી પથરીની સમસ્યા દુર કરે છે.
બીલીપત્રનું ફળ: બીલીના વૃક્ષનું ફળમાં થોડું પાણીને વાટીને રસ બનાવો. જેમાં એક કાળો તીખો, બીજા દિવસે બે, ત્રીજા દિવસે ત્રણ એમ અઠવાડિયા સુધી વધતા અને ત્યારપછી ઘટાડતા જતા એક સુધી એમ પંદર દિવસ સુધી સેવન કરો. આવી રીતે 15 દિવસમાં બીલીના ફળથી પથરી સંપૂર્ણ નાશ પામશે.
કેળનો છોડ: ક્યારેક પથરીના લીધે મૂત્ર માર્ગમાં પેશાબ છૂટથી આવતો નથી, આ સમયે કેળના રોપાનો રસ 50 ગ્રામ અને ગરમ ઘી 50 ગ્રામ લઇ મિક્સ કરીને પીવાથી બંધ થયેલો પેશાબ છૂટો પડે છે. આ રીતે થયેલો પીધેલું ઘી પણ બહાર આવે છે અને પેશાબ સાથે પથરીને પણ છૂટી પાડે છે.
કળથી: કળથીનો સૂપ બનાવી તેમાં ચપટી સોડાખાર મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે અને રાત્રે પથરીના કારણે થતી પીડા દુર થાય છે, કળથીના 50 ગ્રામ રાત્રે પલાળી રાખી સવારે અને સાંજે વાટીને તેમજ ગાળીને પીવાથી પથરી મટે છે.
મૂળો: મૂળાના બી ચાર 40 ગ્રામ 500 ml પાણીમાં ઉકાળીને, જેમાં પાણી બ્લ્તાબ બળતા અડધું બચે ત્યાં સુધી ગરમ કરીને સવાર અને સાંજે પીવાથી પથરી મટે છે. મૂળાનો શાકભાજીમાં કે અથાણામાં ઉપયોગ કરવાથી પથરીનો રોગ થતો નથી.
ગોખરું: ચાર ગ્રામ ગોખરુનું ચૂર્ણ મધમાં ભેળવીને સવાર, બપોર અને સાંજ એમ ત્રણેય ટાઈમ ચાટવાથી પથરીનો રોગ દુર થાય છે, આ ઉપાયમાં ગોખરુનું ચૂર્ણ ખાધા પછી એક કપ ઘેટીનું દૂધ પીવાથી એક અઠવાડિયામાં પથરી તૂટી જાય છે, અને પેશાબ વાટે બહાર આવે છે.
મકાઇ: મકાઈના દાણા કાઢી લીધા બાદ તેના ડોડાને બાળી, તેની રાખ બનાવી 1 ગ્રામ જેટલું ચૂર્ણ સવાર અને સાંજે પાણી સાથે લેવાથી પથરીનું દર્દ અને પેશાબની અટકાયત દુર થાય છે.
સિંધવ મીઠું: લીંબુના રસમાં સિંધવ મીઠું ભેળવીને ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે, ગાયના દુધમાં સિંધવ મીઠી નાખીને રોગ ઉભા ઉભા સવારે 12 દિવસ સુધી પીવાથી પથરી પેશાબની સાથે શરીરની બહાર નીકળી જાય છે અને પથરીના રોગથી થતી પીડા દુર થાય છે જેથી તેમાં રાહત મળે છે.
પપૈયું: પથરીના રોગમાં દર્દીને પપૈયાના થડની 20 ગ્રામ છાલને 200 ગ્રામ પાણીમાં ભેળવી, વાટીને પીવાથી, દર્દીને જયારે તરસ લાગે ત્યારે આ પાણી પીવાથી પથરી મટે છે, આ પ્રયોગ 21 દિવસ સુધી કરવાથી પથરીના દર્દને નાબુદ કરે છે.
ઘઉંનો લોટ: ઘઉંના લોટ સાથે ચણાના લોટને ઉકાળીને આ ઉકાળામાં ચપટી સુરોકાહાર નાખીને પીવાથી પથરીનો ભુક્કો થાય છે અને પથરી પેશાબની સાથે બહાર આવે છે, પથરીના ઈલાજના ઉપાયમાં ઘઉમાં રહેલા ઓક્સીડેન્ટ પથરી ઓગાળવામાં મદદ કરે છે.
નારિયેળ પાણી: નારીયેળના પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી પથરીની તકલીફ દુર થાય છે, નારિયેળનું પાણી પીવાથી પથરી ઓગળી જાય છે. જે વ્યક્તિને હોય તે વ્યક્તિએ નારિયેળનું પાણી પીવું.
અશ્વગંધા: અશ્વગંધાના મૂળનો ગરમાગરમ રસ પીવાથી પથરીનું દર્દ ઓછું થાય છે. અશ્વગંધાના મુળીયાનો રસ અને આમળાના ફળનો રસ સમાન માત્રામાં અડધો અડધો કપ લેવામાં આવે તો મૂત્રાશય અને મૂત્ર માર્ગમાં પેશાબ કરતા સમયે થતી બળતરા દુર થાય છે. અશ્વગંધા પથરીને ગાળીને બહાર કાઢે છે. સારા પરિણામો માટે બે માસ સુધી અશ્વગંધાનો ઉપયોગ કરવાથી પથરી સાવ નાબુદ થાય છે.
આમળા: પેશાબ કરતા સમયે બળતરા અથવા ઓછું પેશાબ આવે ત્યારે આમળા શ્રેષ્ઠ ઉપાય છે, આમળાના ફળનો રસ, સાકર અને ઘીનું મિશ્રણ ખુબજ ફાયદા કારક છે, આમળાના રસની સાથે, ઈલાયચીના દાણાને ભેળવીને હળવું ગરમ કરીને પાણી પીવાથી, ઉલ્ટી, ચક્કર અને પેટની સમસ્યાઓમાં રાહત મળે છે. દારુ, હળદર અને આમળાના ફળના ચૂર્ણને સમાન માત્રામાં લઈને ખાવાથી પેશાબ સંબંધી સમસ્યા દુર થાય છે.
વરીયાળી: વરીયાળી પથરીના ઈલાજના શ્રેષ્ઠ ઉપાય છે. વરીયાળીની ચા બનાવીને અડધી ચમચી વરીયાળીનો સુંદો કરીને બે કપ પાણીમાં 5 મિનીટ સુધી ઉકાળવામાં આવે છે, જ્યારે ગરમ પાણીમાં પીવાથી પથરીમાં રાહત થાય છે. આવું દિવસમાં બે થી ત્રણ વખત ઉપયોગ કરવાથી પેટનો દુખાવો દુર થાય છે અને પથરીના દર્દમાં રાહત થાય છે. 25 દિવસ સુધી દિવસમાં ત્રણ વખત પીવાથી પથરી મટે છે.
આમ, અમે બતાવેલી આ ઔષધિઓ પથરીની સમસ્યાને દુર કરવામાં ખુબ જ લાભદાયી છે, આ ઉપચારનો ઉપયોગ કરવાથી પથરી ઓગળીને મૂત્ર દ્વારા શરીરની બહાર નીકળે છે. આ માહિતી પથરીની સમસ્યાને દુર કરવામાં તમને અને તમારા પરિવારમાં પથરીથી પીડિત કોઈ વ્યક્તિને માટે ખુબ ઉપયોગી સાબિત થશે.
આવી બીજી 🥑 આયુર્વેદિક માહિતી અને ટીપ્સ 👌 માટે 🍎 “દેશી ઓસડીયા” ફેસબુક પેજ ને લાઈક કરો. દરરોજ ઘરેલું ઉપચાર તમારા ફોનમાં મેળવવા 👉 અહી ક્લિક કરી પેજ લાઈક કરો.
પથરી વિષે ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી છે.