ઘણીવખત લોકો કીડનીના દર્દને પીઠનું દર્દ સમજી બેસે છે કારણ કે કીડનીની સમસ્યાના લીધે થતી પીડા શરીરના પીઠની જગ્યાએ પાછળના ભાગમાં થાય છે. પરંતુ આ બંને દર્દ વચ્ચે ઘણો તફાવત છે. કીડનીનો દુખાવો અસહ્ય અને ગંભીર હોય છે. શરીરમાં બે કીડની હોય છે અને તેનું કાર્ય શરીરના ગંદા તરલ પદાર્થોને શરીરમાંથી ગાળણ કરીને બહાર કાઢવાનું છે. સાથે હાર્મોનનું ઉત્પાદન પણ કરે છે જે બ્લડ પ્રેસર, રેડ બ્લડ સેલનું નિર્માણ, એસિડ રેગ્યુલેશનનું નિયંત્રણ કરવાનું છે.
આ સિવાય કીડની કેલ્સિયમ, સોડીયમ, પોટેશિયમ અને અન્ય ઇલેક્ટ્રોલાઈટના ચયાપચયને પ્રભાવિત કરે છે. જ્યારે કીડનીનુ દર્દ થાય ત્યારે અસહ્ય દુખાવો થાય છે જેથી કિડનીના દર્દ માટે ઉપાયો કરવા જરૂરી છે. જે ઉપાયો કરવાથી દુખાવામાં રાહત આપે છે.
તુલસી: કિડનીમાં પથરી દરમિયાન પણ દુખાવો થાય છે આ સમયે તુલસી પણ રાહત આપી શકે છે. તુલસીનો ઉપયોગ એક મોટી સમચી તુલસીનો જ્યુસ અને મધ એક ગ્લાસ પાણીમાં ભેળવીને પી શકાય છે.
પાણી: કીડનીમાં પથરીની સમસ્યાથી થનારા દર્દ સામે રાહત આપે છે. પાણી કિડનીમાં પ્રભાવી ઉપચાર છે. આ પાણી કિડનીમાં પથરીને પાણીમાં ગળવામાં મદદ કરે છે.અને જેથી તે પાણી સાથે બહાર નીકળી જાય છે,. જેથી દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ.
ગ્રીન ટી: એક ચમસી ગ્રીન ટી ને એક કપ પાણીમાં ઉકાળીને ગાળી લો અને ત્યારબાદ તેનું સેવન કરો. દિવસમાં 2 કપ ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ, ગ્રીન ટી માં ડયુરેટીક પ્રોપર્ટીઝ હોય છે જે પથરીના ગાલણ માં મદદ કરે છે અને જેનાથી કિડનીના દર્દમાં રાહત આપે છે.
લીંબુ પાણી: એક ગ્લાસ પાણીમાં અડધુ લીંબુ નીચવીને તેમાં થોડું મધ મેળવો. આ સેવન દિવસમાં બે વખત કરવું જોઈએ. સવારમાં ખાલી પેટે સેવન કરવાથી ફાયદા થાય છે. લીંબુમાં સીટ્ર્સ અને એન્ટી ઓક્સીડેંટ હોય છે જે કિડનીમાં હાજર પથરીને દુર કરે છે. લીંબુ પાણી શરીરને ડીટોકસીફાઈ કરે છે.
ગરમ શેક : જો કોઈ વ્યક્તિને કમરની નીચે ખુબ જ પીડા થાય તો તેના પ્રભાવિત વિસ્તારમાં ગરમ શેક આપી શકો છો. આ સમય દરમિયાન શરીરના અંગના દબાણમાં ધ્યાન રાખવું જરૂરી છે. જેથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થઇ શકે છે. આ સિવાય હોટ બાથ પણ કિડનીના દર્દ સામે રક્ષણ આપે છે.
દાડમ: દાડમનું જ્યુસ અને તેના બીજ બંનેમાં એસટ્રીજેન્ટના ગુણ હોય છે જે કિડનીના સ્ટોનના ઈલાજમાં મદદ કરે છે. કિડનીમાં પથરી હોય તો પ્રતિદિન એક દાડમ અથવા તેનો જ્યુસ ફાયદો કરે છે. દાડમને ફ્રુટ સલાડ સાથે મિક્સ કરીને પણ ખાઈ શકાય.
દ્રાક્ષ: કીડનીમાં રહેલી પથરીને દુર કરવા માટે દ્રાક્ષ ખુબ જ ફાયદાકારક છે. કિડનીમાં પથરીના કારણે થતા દુખાવામાં દ્રાક્ષમાં રહેલા પોટેશિયમ, મીઠું અને પાણીનું પ્રમાણ પુષ્કળ માત્રામાં હોય છે. તેમજ અલ્બુમીન અને સોડીયમ ક્લોરાઈડ ખુબ ઓછી માત્રામાં હોય છે. આ કારણે પથરીના ઇલાજમાં દ્રાક્ષ ખુબ જ ફાયદો કરે છે.
તરબૂચ: મેગ્નેશિયમ, ફોસ્ફેટ, કાર્બોનેટ અને કેલ્શિયમથી બનેલી પથરીના ઈલાજ માટે તરબૂચ ફાયદાકારક છે. તરબુચમાં આવશ્યક માત્રામાં પોટેશિયમ હોય છે. જે કિડનીના સ્વસ્થ થવા માટેનું મુખ્ય તત્વ છે. પોટેશિયમ યુરીનમાં એસિડ લેવલને મેન્ટેન રાખવામાં મદદ કરે છે. પોટેશિયમ સાથે પાણીમાં ભરપુર માત્રામાં હોય છે જે પથરીને શરીરની બહાર કાઢે છે.
રાજમા: રાજમામાં ભરપુર ફાયબર હોય છે. જેને કીડની બીન્સ કહેવામાં આવે છે. કીડની બીન્સ કીડની અને બ્લેડર સાથે જોડાયેલી દરેક દરેક સમસ્યામાં રાહત આપે છે. રાજમાને પાણીમાં પલાળીને પીવામાં આવે છે.
બીલીપત્ર: 2 થી 3 બીલી પત્ર પાણી સાથે પીસીને તેમાં એક ગ્લાસ કાળા મરી મેળવીને ખાઓ. બે અઠવાડિયા સુધી આ મિશ્રણ સુધી સેવન કરવાથી કિડનીનું દર્દ દુર થાય છે.
ડુંગળી: 2 ડુંગળીને એક ગ્લાસ પાણીમાં નાખીને ધીમા તાપે ગરમ કરો. ગરમ કર્યા બાદ તેને ઠંડી પડવા દો. જ્યારે ડુંગળી ઠંડી પડ્યા બાદ તેનો છુંદો કરો અને તેને ગાળીને 1 થી 2 દિવસ પીવો. આમ સેવન કરવાથી કિડનીમાં દુખાવામાં રાહત મળશે.
ખજુર: ખજૂરને આખીરાત પાણીમાં પલળવા મૂકી દો. સવારે ઉઠીને આ ખજૂરનું સેવન કરો. ખજુરમાં પુષ્કળ માત્રામાં ફાઈબર હોય છે. જે કિડનીના દુખાવામાં રાહત આપે છે.
મકાઈ: મકાઈમાં કિડનીમાં રહેલી પથરીને બહાર કાઢવાના ગુણધર્મો હોય છે. મકાઈના સેવનથી યુરીન વધારે પ્રમાણમાં આવે છે. અને સાથોસાથ પથરીના નાના નાના કણો બનાવીને બહાર કાઢે છે.
આમળા: મૂળીની સાથે આમળાના ચૂર્ણનું સેવન કરવાથી પથરી દુર થાય છે. જેમાં અલબુમીન અને સોડીયમ ક્લોરાઈડ ખુબ ઓછી માત્રામાં હોય છે. જેના લીધે પથરીના ઈલાજ માટે અને કિડનીના દર્દમાં રાહત મળે છે.
જીરું: જીરું અને ખાંડ સમાન માત્રામાં લઈને પીસી લો. અને એના ચૂર્ણને એક એક ચમસી ઠંડા પાણીની સાથે રોજ ૩ ટાઈમ સેવન કરવું. જેનાથી પથરીમાં રાહત મળે છે.
ગાયનું દૂધ: ગાયના દુધની છાશમાં સિંધવ- મીઠું નાખીને ઉભા ઉભા રોજ 21 દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે.
ગોખરું: ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે અને કિડનીના દુખાવામાં રાહત મળે છે. કળથી: કળથીનો સૂપ બનાવીને તેમાં ચપટી સૂરોખાર મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટી જાય છે. કળથી 50 ગ્રામ પલાળી રાખી સવારે મસળી અને આમ રોજ પીવાથી પથરી દૂર થાય છે.
નારીયેળ પાણી: નારિયેળના પાણીમાં લીંબુનો રસ મેળવીને રોજ સવારે પીવાથી પથરી દુર થાય છે.
મૂળો: મૂળાના બીજ 40થી 50 ગ્રામ 500 ml પાણીમાં ઉકાળવા. અર્ધું પાણી બાકી રહે ત્યારે તે ઉતારી તે પાણી પીવાથી પથરી ઓગળી જાય છે. મમૂળાના પાનનો રસ કાઢી, તેમાં સૂરોખાર રોજ પીવાથી પથરી મટે છે.
દુધેલી: દુધેલીના પાન પાંચ તોલા થતા મહેંદીના પણ પાંચ તોલા લઈને બંનેને અલગ અલગ વાટી રસ કાઢો, અને બંને રસ એક કાંસાના વાસણમાં નાખી દોઢ તોલા ગોળ ઉમેરો. રસ ઠંડો થયા પછી બે ભાગ કરીને એક સવારે અને બીજો સાંજે આમ ત્રણ દિવસ સુધી પીવો. ત્રીજા દિવસે પથરી શરીરમાંથી બહાર નીકળી જશે.
મહેંદી: મહેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટી જાય છે.
ઘઉં: ઘઉંના કાચા છોડને પાણીમાં ઉકાળીને ગરમ કરો. તેમાં લીંબુનો રસ નાખીને તેનું સેવન કરો. જેનાથી પથરી મૂત્ર માર્ગ વાટે બહાર નીકળી જાય છે.
કારેલા: કારેલાનો રસ છાશ સાથે પીવાથી કિડનીમાં રહેલી પથરી દુર થાય છે, અને કિડનીના દર્દ પીડામાં રાહત મળે છે.
🙏 વિનંતી: મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો બીજા માટે શેર કરવા વિનંતી છે.