ઘણા લોકોને અવારનવાર પગની એડીમાં દુખાવો થતો હોય છે. જેના લીધે આ વ્યક્તિને ચાલવામાં તકલીફ પડે છે. દર્દીને અનેક મુશ્કેલીઓ પડે છે. દર્દીને ઉભા થવામાં અને કોઈ કામ કરવામાં પણ આ એડીના દુખાવાને લીધે તકલીફ થાય છે. જયારે સવારે જાગીને ઉભા થાય ત્યારે ઘણી વખત એટલું બધું દર્દ થતું હોય છે કે દર્દીને ઉભા થવાની હિમત પણ જતી રહે છે.
આ તકલીફ સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં જોવા મળે છે. પરંતુ સ્ત્રીઓમાં બહાર ફરવાની ઓછી આદત, વધારે શરીર અને ઊંચા એડીના ચંપલને લીધે આ દુખાવાની સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે. એડીઓમાં મુખ્ય દર્દનું કારણ પ્લાન્ટર ફૈસીટીસ હોય છે. આ પરિસ્થતિને હિલ પર સિન્ડ્રોમ પણ કહેવામાં આવે છે.
આ દુખાવાનો ઈલાજ આયુર્વેદિક ઉપચાર દ્વારા કરી શકાય છે. માટે અમે આ લેખમાં આ દુખાવાને કાયમી મટાડવાનો ઉપચાર બતાવીએ રહ્યા છીએ જે કરવાથી તમારો દુખાવો ગાયબ થઈ જશે. આ દુખાવાને દૂર કરવા માટે હળદર, મેથી અને ગળો લેવી.
આ ઈલાજ માટે મેથી લઈને તેને સાફ કરી લેવી અને તડકામાં સૂકવી દેવી. મેથી સુકાઈ જાય પછી મેથીને મિક્સરમાં નાખીને કે ખાંડીને પાવડર કરી લેવો. આ પાવડર બની જાય પછી પાવડરને છાળી લેવો. આ પ્રકારે હળદર લાવીને તેને ધોઈને સુકવીને તેના ટુકડા કરીને તેને પણ સુકવી દેવી. સુકાઈ ગયા બાદ તેનો પણ ખાંડીને કે મિક્સરમાં નાખીને પાવડર કરી લેવો. તૈયાર પાવડર પણ વાપરી શકાય છે.
આ પછી તમારા વિસ્તારમાં થતી લીમડા પરની ગળો લાવવી. આ ગળોને ટુકડા કરીને સુકવી નાખવી અને તેનો પાવડર કરી લેવો. જેનો તૈયાર પાવડર પણ મળે છે તે પણ વાપરી શકાય છે. જો લીલી ગળો લાવ્યા હોય તો તેને ખાંડીને પાવડર કરી લેવો અને આ પાવડરને છાળીને રાખી લેવો.
આ પછી આ ત્રણેય વસ્તુના પાવડરને અડધી અડધી ચમચી લઈને તેનું દૂધ સાથે સેવન કરવું. આ સેવન કરવાથી થોડા જ સમયમાં પગની એડીમાં થતો દુખાવો સાવ મટી જશે. આ એક પ્રકારે સેવન કરવાની ખુબ જ ઉપયોગી દવા છે. કફના પ્રકોપને દૂર કરીને દુખાવાને મટાડે છે.
આ સિવાય જો બહારથી પેસ્ટ બનાવીને લગાવવો હોય તો પણ દુખાવો મટાડી શકાય છે. જેમાં તમારે અડધી ચમચી મધ અને એક ચમચી ખાવાનો ચૂનો લેવો. સૌપ્રથમ જ્યાં પર એડીમાં દુખાવો થતો હોય ત્યાં એડી પર મધ લગાડવું અને તેના ઉપર ચૂનો નાખવો. આ બંને લગાવી દીધા બાદ મધ અને ચૂનાનો ત્યાં પર જ રગડીને પેસ્ટ તૈયાર કરવો. થોડીવાર આ પેસ્ટ તમે લગાવશો એટલે તમને ત્યાં પર ગરમી લાગવા માંડશે. આ પછી તેના પર કપાસના કોટન કપડાનો આ દુખાવો થતો એટલા માપનો ટુકડો કરીને ચોટાડી દેવો. આ કપડાનો ટુકડો ત્યાં પર જ ચોટી રહેશે. કપડાની જગ્યાએ આ જગ્યા પર તમે રૂ પણ લગાવી શકો છો.
જયા સુધી દુખાવો દૂર નહિ થાય ત્યાં સુધી આ ટુકડો ત્યાં પર જ ચોટેલો રહેશે પરંતુ આ જગ્યા પર તમારે પાણી અડવા દેવું નહી. જયારે સ્નાન કરીએ ત્યારે ત્યાં પર પ્લાસ્ટિકથી પાટો બાંધી દેવો જેથી પાણી ન લાગે.
એક વાસણમાં એલોવેરાનના રસને ધીમી આંચ પર ગરમ કરો. હવે તેમા નવસાર (ખાર) અને હળદર મિક્સ કરી લો. જ્યારે તે પાણી શોષી દે તો ગેસ બંધ કરી દો અને નવશેકુ થાય એટલે એક કોટનના ટૂકડા પર રાખી દો.
હવે તેને એડી પર પટ્ટીની જેમ બાંધી દો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય તમે રાતના સમયે કરો. જેથી ચાલવું કે ફરવું ન પડે. સતત થોડાક આ દિવસ આરીતે કરવાથી રાહત મળશે.
આ સિવાય એડીમાં દર્દ અન્ય કારણથી પણ હોઈ શકે છે. જેવા કે વધારે તણાવ, ફ્રેકચર, ટેન્ડોનાઈટીસ, આર્થરાઈટીસ અને નસોને નુકશાન પહોંચે છે જેના કારણે પણ એડીઓમાં દર્દ થાય છે. ઘણી વખત પગની એડીમાં દર્દ ખુબ જ ગંભીર અને અસહનીય પણ બની જાય છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે કોઈ ખતરો ઉભો નથી કરતુ.
આ પગની એડીનો દુખાવો કોઇપણ ઋતુમાં થઈ શકે છે. પરંતુ કોઈ ઈજાને લીધે ત્યાં ઘા વાગેલો હોય તો શિયાળાની ઋતુમાં ત્યાં દુખાવો વધી જાય છે. કોઈ સમયે ટૂંક સમયે દર્દ થઈને મટી જાય છે તો કોઈ વખત વળી લાંબો સમય સુધી આ દુખાવો રહ્યા કરતો હોય છે.
આમ પગની એડીમાં થતો દુખાવો ખુબ જ હેરાન કરતો બની જાય છે અને બધા જ કાર્યમાં તેની અસર વર્તાય છે. ઘણી વખત અવારનવાર લોકો કોઈને કોઈ વખત આ દુખાવો મટાડવાના ઉપાયો કરે છે તો ઘણા આ દર્દ કાયમી સમજીને તેનો ઈલાજ કરવાનું માંડી વાળે છે. આયુર્વેદમાં આ રોગને વાતકંટક કહેવામાં આવ્યો છે.
આ રોગ મુખ્ય કફ દોષના પ્રકોપના કારણે થાય છે. વાત અને કફના દોષમાં વધારો કરનારી વસ્તુઓના સેવનથી આ સમસ્યા થઈ શકે છે. સ્ત્રીમાં ઉંચી એડીના પગરખા આ સમસ્યા માટે જવાબદાર છે. ખાસ કરીને સ્ત્રીઓમાં ઉંચી એડીના પગરખા પહેરવાનો ખાસ શોખ હોય છે. જને લીધે પગનો દુખાવો થવાની પૂરી સંભાવના છે. આ સિવાય બીજા કારણો જોઈએ તો અમુક સ્થિતિમાં વધારે સમય સુધી લાંબો સમય સુધી ઉભા રહેવાથી પણ પગની એડીનો દુખાવો થાય છે.
આ સિવાય અમુક લોકો ઊંઘની ગોળીઓ લેતા હોય છે, અમુક પ્રકારની એવી દવાઓનું સેવન કરતા હોય છે, દાત. માથાના દુખાવાની ટીકડી. ઘણા લોકોને એવી આદત પડી જાય છે કે અવારનવાર માથાના દુખાવાની ટીકડીઓ લેતા હોય છે. આવા લોકોને પણ પગની એડીનો દુખાવો થવાની શક્યતા રહે છે. અથવા બીજી ઘણી બધી સમસ્યાઓ શરીરમાં થઈ શકે છે. વારંવાર આવી દવા કે ટીકડીઓ લેવાથી આ બધી સમસ્યાઓ થઈ શકે છે.
નવા પ્રકારના ટાઈટ પગરખા કે ટાઈટ ચંપલ પહેરવાથી પણ પગની એડીનો દુખાવો થઈ શકે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. જે લોકોનું વધારે વજન પણ આ સમસ્યાનું કારણ બની શકે છે.
આ સિવાય મોચ કે ઈજા થવાથી એડીમાં દુખાવો થાય છે, ફ્રેકચરથી એડીમાં દુખાવો થાય, વાની બીમારીને કારણે, માંસપેશીઓ નબળી પડી જવાથી, સંધિવાની તકલીફ વગેરે જેવી સમસ્યાઓને એડીમાં દુખાવો થઈ શકે છે.
ઘણી વખત ભાગ દોડ, ખેલકૂદ અને વધારે કસરતોના પરિણામે પણ આ દુખાવો ઉદ્ભવે છે. મોટા ભાગના લોકોને આ દુખાવો સવારના સમયે વધારે પ્રમાણમાં રહે છે અને થોડા સમય કામ કરવાથી દુખાવો દુર થઇ જાય છે. જેથી ઘણા લોકો આ સામાન્ય સમસ્યા સમજી બેસીને ઈલાજ કરતા નથી હોતા.
જયારે પગની એડીમાં દુખાવો થાય છે ત્યારે ઘણા બધા જ લક્ષણો જોવા મળે છે. આ એક પગના સ્નાયુઓનો દુખાવો હોવાથી દુખાવાની સાથે અન્ય લક્ષણો પણ જોવા મળે છે. જેમાં પગના નીચેના ભાગમા દુખાવાની સાથે બળતરા થાય છે ઘણી વખત તો પગ એડીની બહાર નીકળી ગયો હોય એવું લાગે છે.
પગની પાનીમાં દુખાવાની સાથે જકડાટ આવી જાય છે. જયારે ઊંઘ કરીને ઉઠવામાં આવે ત્યારે તો અસહ્ય દુખાવો થાય છે. વધારે સમય સુધી ઉભા રહેવાથી વધારે દુખાવો થાય છે. પગના તળિયા અને એડી ઉઠેલી અનુભવાય છે. પગમાં હળવો સોજો અને લાલ થયેલો દેખાય, પગના તળિયામાં જકડાટ આવે તેમજ કડક થઈ જાય છે.
આમ, આ રીતે આ બે ઉપાય માત્ર 5 દિવસ સુધી કરવાથી પગની એડીનો દુખાવો સાવ દૂર થઇ જાય છે. આ બધી જ ઔષધિઓ કફ અને વાયુના પ્રકોપને દુર કરવાના ગુણ ધરાવે છે. જેથી આ એડીના દુખાવામાં ખુબ જ ઉપયોગી થાય છે. અમે આશા રાખીએ કે આ ઉપાય તમને થતા એડીના દુખાવામાં ખુબ જ ઉપયોગી થાય અને તમે આ સહનિય દુખાવાથી રાહત મેળવી શકો.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.