આજે વાતાવરણમાં પ્રદુષણના અનેક રોગો થઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને વધારે પ્રમાણેનું સંક્રમણ ફેફસામાં ફેલાય છે. જેમાં કફ અને શરદીના સંક્રમણ વધારે પ્રમાણે અસર ફેફસાને કારણે થાય છે. કોરોના વાયરસનું સંક્રમણ ફેફસામાં ફેલાય છે, ફેફસામાં વધારે પ્રમાણમાં કફ જામે છે અને ફેફસાને નબળા પાડે છે. જેના પરિણામે આપણા શરીરમાં ઓક્સીજન લેવલ ઘટી જાય છે.
પ્રદુષણની વધારે અસર ફેફસામાં થાય છે. જેના લીધે આપણે અનેક શ્વાસ સંબંધી ટીબી,અસ્થમા અને દમ જેવી તકલીફોમાં સપડાઈ જઈએ છીએ. આ રોગ શરીરમાં આવ્યા બાદ ખુબ જ મુશ્કેલી ઉભી કરે છે. અને આજે ઓક્સીજન લેવલ વધારીને ફેફસાની સફાઈ કરવાના ઉપાયો બતાવીશું.
ફેફસાની સફાઈ કરવામાં આવે તો ઘણી બધી બીમારીઓથી બચી શકાય છે. ફેફસા પોતે સફાઈ કરે છે, પરંતુ જો વધારે પ્રમાણમાં રસાયણનો ઉપયોગ કરવામાં આવે તો તે ખરાબ થાય છે. જે તેમાં બળે છે.. જેના લીધે શરીર થાક અનુભવે છે. ઝેરી રજકણો, હવા, ધુમાડો વગેરે ફેફસામાં પ્રવેશ કરીને તકલીફો ઉભી કરે છે, માટે ફેફસાની સફાઈ કરવી જરૂરી છે.
ફેફસાની સફાઈ કરવાનો ઉત્તમ રસ્તો નાસ એવો એ છે, આપણા આયુર્વેદમાં આ નાસ લેવાનો નસ્ય પ્રયોગ વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે. ચરક, સુશ્રુત અને વાગ્ભટ્ટ જેવા ખ્યાતનામ આયુર્વેદાચાર્યોએ વર્ષોથી આ નસ્ય પ્રયોગથી ફેફસાની સફાઈનો ઉપય બતાવ્યો છે.
અજમો અને ગળો વગેરે પાણીમાં નાખીને પાણી ગરમ કરીને તેના દ્વારા નાસ લેવામાં આવે છે ત્યારે શરીરમાં રહેલા ફેફસામાં કફ સહીત અનેક ધુમાડાનો કચરો વગેરે સાફ થતો રહે છે. જયારે વરાળ શ્વાસમાં લેવામ આવે ત્યારે હવાનો માર્ગ ખુલે છે અને લાળ બહાર આવે છે. શિયાળાની ઋતુમાં પ્રદુષણ અને ધુમ્મસની સમસ્યા વધુ હોય છે, જેથી ત્યારે આ નાસ પદ્ધતિ ખુબ જ ઉપયોગી છે. આ પદ્ધતિને સ્ટીમ થેરાપી તરીકે ઓળખવામાં આવે છે.
કપૂરની ક્યુબ અને એક ચમચી અજમો અને લવિંગ રૂમાલ પોટલી બાંધીને 10 થી 15 વખત ઊંડા શ્વાસ લેવાથી અને દર બે કલાકે સુંઘવાથી ઓક્સીજન લેવલ 98-99 થઇ જશે.
ગ્રીન ટી: ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. વજન ઘટાડવું, પાચનક્રિયા વધારવા માટે અને ફેફસાને શુદ્ધ કરવા માટે ઉપયોગી છે. એન્ટી ઓક્સીડેન્ટ ગુણો ગ્રીન ટીમાં રહેલા છે. જેથી ગ્રીન ટી ફેફસામાં બળતરા અને ખંજવાળ દુર કરવામાં ઉપયોગી છે. જે ફેફસાની નાજુક પેશીન રક્ષણ કરવા માટે ઉપયોગી છે.
શ્વાસ લેવાના યોગ ફેફસાની સફાઈ માટે ઉપયોગી છે, શ્વાસના અનુલોમ, વિલોમ અને અને પ્રાણાયામ કરવામાં આવે તો શરીરમાં સફાઈ થાય છે. જેથી શ્વાસ સાથે જોડાયેલી તમામ પદ્ધતિઓ અપનાવીને તમે ફેફસાની સફાઈ કરી શકો છો. જો તમારે ધૂમ્રપાનની આદત હોય તો આ યોગ તમને ફેફસાની કાર્ય ક્ષમતા વધારીને ફેફસાની સફાઈમાં ઉપયોગી છે.
ઘણા લોકોને માટે ફેફસાં માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ છે. ઘણા લોકોએ ગ્રીન ટીનું સેવન કર્યું તેનું સ્વાસ્થ્ય સારું જોવા મળ્યું છે. માટે ફેફસાની સફાઈ માટે દરરોજ બે કપ ગ્રીન ટીનું સેવન કરવું.
આ સિવાય ઘણી બધી બધી એવી ચીજો છે જે ફેફસાની સફાઈ માટે ઉપયોગી છે. ફેફસાની સફાઈમાં મધ પણ ખુબ જ ઉપયોગી છે. મધ ખુબ જ સારું એન્ટી ઓક્સીડેંટ ધરાવે છે. તે બળતરા દુર કરવામાં ઉપયોગી છે. મધનું સવારે નયણા કોઠે સેવન કરવામાં આવે તો તે ફેફસાની બળતરા અને ફેફસાનો કચરો સાફ કરવામાં ઉપયોગી થાય છે. આ સિવાય મધ અસ્થમા, ટીબી, ગળાનો શ્વાસનો રોગ અને ફેફસાના ચેપને અટકાવવામાં ઉપયોગી થાય છે.
હળદર, આદુ અને લસણ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપુર છે, જે ફેફસાને આરોગ્યપ્રદ રાખે છે. 1 લીટર પાણી, 2 ચમચી હળદર, 1 આદુનો પાવડર અને લસણનો રસ તેમજ એક નાનો ટુકડો ગોળ વગેરે લઈને તેને પાણીમાં ગરમ કરીને તેને પીવાથી ફેફસાં સાફ થાય છે.
આ મિશ્રણ દિવસમાં બે વખત પી શકાય છે. આ મિશ્રણ ઉકાળો બે ચમચી જેટલી માત્રામાં સેવન કરવું. આ એક પ્રકારે શરીરની સફાઈ કરવામાં, ફેફસાની સફાઈ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખુબ જ ઉપયોગી છે. આ મિશ્રણને ફ્રીજમાં રાખીને વારંવાર સેવન કરી શકાય છે.
ફેફસાની સફાઈ માટે ખોરાકમાં ફેફસાની સફાઈ કરે ફળોનું સેવન કરવું જોઈએ. જેમાં હળદર, ચેરી, બ્રોકલી, અખરોટ, કઠોળ, તેમજ પાંદડાવાળા શાકભાજી વગેરે ખાવા જોઈએ. આ બધી જ વસ્તુઓ શરીરમાં કફ સહીત કચરાને દુર કરવાના ગુણ ધરાવે છે.
ફેફસાની સફાઈ માટે કલ્હારના પાંદડા પણ ઉપયોગી છે. આ પાંદડા ઉકાળીને તેમાં ફુદીનો તેમજ મધ નાખીને તેનો ઉકાળો કરી ચા બનાવવી. આ ચા નું નિયમિત સેવન ફેફસાને લગતી તમામ સમસ્યા ઠીક કરવા માટે ઉપયોગી છે. જે ફેફસાને સ્વસ્થ કર્વાનું ઉત્તમ કાર્ય કરે છે.
આમ, આ ઉપરોક્ત તમામ ઉપચારો ફેફસાની સફાઈ કરીને શરીરમાં ઓક્સીજન લેવલ વધારવા માટે ઉપયોગી છે. આ તમામ પ્રયોગો કફનો નિકાલ કરે છે. સાથે ફેફસામાં રોગના સંક્રમણ અને જીવાણુંઓનો પણ નિકાલ કરે છે.સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું પણ કાર્ય કરે છે. આશા રાખીએ કે આ માહિતી ઓક્સીજન લેવલ વધારવા માટે ખુબ જ ઉપયોગી થાય.