આપણા શરીરના એક એક અંગો આપણા માટે ખુબ જ ઉપયોગી છે. આપણા દરેક અંગોનું મહત્વ ખુબ જ અગત્યનું હોય છે. જો આપણા શરીરમાં રહેલા અંગોમાંથી કોઈ અંગને તકલીફ થાય તો શરીરમાં તેની અસર વર્તાય છે અને આપણે આ અંગના વિકલાંગ ગણાઈએ છીએ. જો કોઈ અંગ નુકશાન પામે તો શરીર પુરતા પ્રમાણમાં કાર્ય કરી શકતું નથી.
જો શરીરને યોગ્ય પ્રમાણમાં કાર્યરત રાખવું હોય તો શરીરના બધા જ અંગો સુરક્ષિત અને કાર્યરત રહેવા જોઈએ. આપણે જાણીએ છીએ કે દરેક અંગ કીમતી અને મુલ્યવાન છે. પરંતુ આ બધા જ અંગોમાં જો આંખની વાત કરવામાં આવે તો તે અતિ મુલ્યવાન છે. જે લોકોને આંખ નથી કે જેને આંખનું તકલીફ છે તેવા લોકોને જ આંખની કિંમત સમજાય છે.
આંખ ચહેરાનો આકર્ષક ભાગ છે અને ચહેરાની સુંદરતા વધારે છે. જો ચહેરા પરથી આંખ દૂર કરવામાં આવે તો ચહેરાની શોભા સાવ જતી રહે છે અને ચહેરાનું કોઈ મુલ્ય રહેતું નથી. મનુષ્ય આંખ વડે જ રંગબેરંગી દુનિયાને જોઈ શકે છે. આપણે જાણીએ છીએ કે આંખ વિના સર્વત્ર અંધારું જ છે. માટે આંખોને આપણે સ્વસ્થ રાખવી જોઈએ, તંદુરસ્ત અને નીરોગી રાખવી જોઈએ.
આંખો માટે અમે આ આર્ટીકલમાં આંખોના ઈલાજ માટે ખુબ જ ઉપયોગી એવા બે ઈલાજ બતાવી રહ્યા છીએ કે જે આંખોના જે લોકોને નંબર છે તેમના માટે ખુબ જ અકસીર ઉપાય છે. આંખોને આ ઉપાય કરવાથી લાંબો સમય સુધી કાંઈજ થતું નથી અને આંખોની જે સમસ્યા હોય તે દૂર થઈ જાય છે. આંખોનાં નંબર પણ આ ઉપાય કરવાથી ઘટી જાય છે.
જે લોકોને ઓછા નંબર હોય તેના નંબર પણ આ ઉપાય કરવાથી જતા રહે છે. આ સહીત બીજો એક એવો ઉપાય છે કે જેનું તમે નિયમિત પાલન કરો, નિયમિત અનુસરવામાં આવે તો લાંબા સમય સુધી તમારી આંખોમાં નમ્બર આવતા નથી. આંખોમાં મોતિયા આવતા નથી. જેનાથી આંખો એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત અને નીરોગી રહે છે.
આજના ટેકનોલોજીનાં યુગમાં સૌ બધા મોબાઈલ, ટીવી, કમ્પ્યુટર વાપરતા હોય છે. ખાસ કરીને રાત્રીને સમયે અને રાત્રીના અંધારામાં ઘણા લોકો આવી વસ્તુઓ વધારે પ્રમાણમાં વાપરતા હોય છે જે આંખોની તકલીફ કરે છે. મોબાઈલ કે કમ્પ્યુટરની ડિસ્પ્લે હોય છે જે આંખોને ઘણું બધું નુકશાન પહોંચાડે છે. જેથી બને ત્યાં સુધી આ સ્ક્રીન આપણી આંખ સામે ન આવે એ મુજબ આપણે આયોજન કરવું જોઈએ. જેનો મતલબ કે મોબાઈલનો ઉપયોગ રાત્રે ઓછો કરવો જોઈએ. જેથી આપણી આંખો છે તે સ્વસ્થ અને તંદુરસ્ત રહે.
માટે જે લોકોને આંખની કોઈને કોઈ સમસ્યા છે, આંખમાં બળતરા હોય, આંખ લાલ હોય, આંખ,માં દુખાવો રહેતો હોય, વવારંવાર આંખમાંથી પાણી આવતું હોય તો જેના માટે આં ખુબ જ સારો ઉપાય છે. આ એક આયુર્વેદનો ખુબ જ સારો ઉપાય છે અને તેનું ખુબ જ સારું પરિણામ મળે છે.
આ ઉપાય માટે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી લેવું. આ એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી ત્રિફળાનો પાવડર અંદર નાખી દેવો. જે ત્રિફળામાં આમળા, હરડે અને બહેડાનું મિશ્રણ આવે છે. આ ઔષધિને એક અદભૂત ઔષધી ગણવામાં આવે છે. આ ઔષધી શરીરની ઘણી બધી સમસ્યાઓને દૂર કરી દે છે.
આ ત્રિફળાનો એક ચમચી પાવડર એક ગ્લાસ પાણીમાં નાખીને આ પાણીને ઢાંકીને રાખી મુકવું. આ પછી રાખી સવારે તેને રાખી મુક્યા બાદ આ પાણીને લઈને આ પાણીને ગાળીને તેનાથી તમારી આંખોને ધોઈ લેવી. જેમાં હથેળીમાં પાણી લઈને આંખો પર ઝાલખ મારીને આંખોને ધોઈ લેવી. આ એક પ્રથમ ઉપચાર કરવો.
આ પછી ગાયના દૂધમાંથી બનાવેલું માખણ કે જેમાંથી એક ચમચી જેટલું માખણ લેવું. આ એક ચમચી માખણની અંદર ત્રણથી ચાર કાળા મરી લઈને તેને વાટીને પાવડર આ માખણમાં નાખવો અને એક ચમચી સાકર નાખવી અને આ માખણને બરાબર મિક્સ કરી, હલાવીને તમારે ખાલી પેટે, એટલે કે સવારે ભૂખ્યા પેટે આનું સેવન કરી લેવું. આને ભૂખ્યા પેટે મિક્સ કરીને તેને ખાઈ જવું.
ત્યારબાદ રાત્રે સુતી વખતે ગાયનું દૂધ એક ગ્લાસ અને તેની અંદર એક ચમચી વરીયાળી તેમજ એક ચમચી સાકર નાંખી અને ગાયનું દૂધ બરાબર ગરમ કરવું. બરાબર ગરમ કરી ઉકાળીને બરાબર સુતી વખતે આ દૂધ પી જવું. તમે માત્ર આટલો જ ઉપાય કરશો તો આંખોને લગતી જે કાઈ સમસ્યા હશે તે જે કાઈ બીમારી હશે તે દૂર થવા લાગશે. જેનાથી આંખોના નંબર પણ દૂર થવા લાગે છે.
આ સિવાય જે લોકોને આંખોની કોઈ જ તકલીફ નથી. આંખો હજુ સુધી સ્વસ્થ અને તંદુરસ્ત છે, તો તેવા લોકોને આંખો લાંબો સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે સવારે જાગીને પ્રથમ આંખો ધોતી વખતે મોઢાની અંદર એક કોગળો પાણીનો ભરી લેવો. આ રીતે મોઢામાં જ ભરી લઈને પાણીને મોઢામાં જ રાખી બંને આંખો પર પાણીની ઝાલખ મારવી. આ રીતે પાણીની ઝાલખ મારીને આંખોને ધોઈ લેવી. માટે આટલો જ ઉપાય કરવાથી આંખો સ્વસ્થ, તંદુરસ્ત અને નીરોગી રહે છે.
આમ, જે લોકોને આંખની કોઇપણ તકલીફ હોય તેવો આ ઉપાય કરી શકે છે. જેનાથી આંખોને ખુબ જ ફાયદો થાય છે. આંખો સ્વસ્થ અને નીરોગી રહે છે. આંખોમાં આવનારી બીમારીઓ પણ આવતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માતે ખુબ જ ઉપયોગી થાય.