Deshi Osadiya
No Result
View All Result
  • Login
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
  • Home
  • આયુર્વેદ
  • ઘરેલું ઉપચાર
  • આરોગ્ય
  • ઔષધી
  • ફિટનેસ
No Result
View All Result
Deshi Osadiya
No Result
View All Result
Home આરોગ્ય

એક એવી હોસ્પિટલ કે જ્યાં દવા, ઓપરેશન, જમવાનું અને સંભાળ છે સંપૂર્ણ મફત

Deshi Osadiya by Deshi Osadiya
March 22, 2022
0
નિર્દોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ

નિર્દોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ

0
SHARES
Share on FacebookShare on Twitter

આપણો દેશ સેવા અને સંસ્કૃતિનો દેશ છે, આ દેશમાં વર્ષોથી સેવાનું અને દાન મહત્વ રહ્યું છે. છેક મહાભારત જેવા પ્રાચીન કાળથી આપણે ત્યાં સેવામાં વખાણાય છે. દાનવીર કર્ણ, રાજા હરિચંદ્ર જેવા રાજાઓથી પ્રાચીન આપણી સંસ્કૃતિમાં દાનનું મહત્વ સમજાવે છે. હોસ્પિટલ સાથે સંપર્ક કરવા માટે ના નંબર નીચે આપવામાં આવ્યા છે.

RELATED POSTS

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

આ પાયા પર આપણા દેશમાં એવી ઘણી સંસ્થાઓ ચાલે છે, મેં મફતમાં ગરીબોની સેવા કરે છે. જે લોકો કે જેમની પાસે જરૂરીયાત કરતા પણ ઓછા પૈસા હોય અને તેમના માથે મુસીબત આવે તો આવા લોકો ભાંગી પડે છે. જેને હાથ ધોવા સિવાય કાય વધતું નથી. જયારે આવી સસ્થાઓ આપણે ત્યાં છે કે ગરીબોના મસીહા બનીને બેઠી છે.

Join Group

આવી જ એક ખુબ જ ખ્યાતનામ સંસ્થા ભાવનગરમાં આવેલી છે. આ હોસ્પિટલ ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના ટીબા ગામ આવેલી છે. આ સંસ્થાનું નામ છે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ. આ હોસ્પિટલ એક સેવા કીય પ્રવૃતિના ભાગ રૂપે ચાલે છે. આ હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે.

આ હોસ્પિટલમાં  દર્દીઓને સારવાર માટે એકપણ રૂપિયો લેવામાં આવતો નથી, સાથે આ  હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીની સાથે આવનાર પરીવાર જનોને પણ રહેવાની અને જમવાની ઉત્તમ સગવડ આપવામાં આવે છે.

સ્વામી નીર્દોષાનંદ સરસ્વતી આ વિસ્તારમાં નિશુલ્ક સારવાર માટે હોસ્પિટલ બનાવવાનું સ્વપ્ન ધરાવતા હતા તેથી તેમના શિષ્ય મનુબેન દ્વારા હોસ્પિટલના નિર્માણ માટે જમીન દાનમાં આપવામાં આવી હતી.  ત્યારથી આ હોસ્પિટલનું નિર્માણ થયું હતું.  આ હોસ્પિટલ બનાવવાનો વિચાર 2005 ના રોજ સ્વામી નિર્દોષાનંદજીને શિવરાત્રીના રોગ ઢસા ખાતે આવ્યા ત્યારે આવ્યો હતો.

આ હોસ્પિટલનું નામ નિર્દોષાનંદ સરસ્વતી મહારાજના નામ પરથી રખાયું છે. આ સંત આ વિસ્તારમાં આ સંત આ વિસ્તારમાં જુદા જુદા આશ્રમઅ વિહાર કરતા અને જુદા જુદા આશ્રમમાં ફરતા. તેમની ભાવના સેવા કરવાની હતી જેથી આ સંતના આદેશથી આ હોસ્પિટલનો પાયો નંખાયો. જયારે આ હોસ્પિટલ એટલી ખ્યાતનામ થઇ છે કે ત્યાં દરરોજના 700 થી 800 દર્દીઓને સારવાર આપવામાં આવે છે.

આ રીતે હોસ્પિટલ બનાવીને તેને ટ્રસ્ટને માનવસેવા માટે સોંપવામાં આવી હતી. આ હોસ્પિટલના સંચાલન માટે 8 વ્યક્તિઓનું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. આ હોસ્પિટલ 9 જાન્યુઆરી 2011ના રોજ બન્યું હતું. આ સમયે આ હોસ્પિટલ બનાવવાનો ખર્ચ 5 કરોડ રૂપિયા થયો હતો.  અત્યારે આ હોસ્પિટલમાં સેવાનો લાભ લેવા માટે દેશ ભરમાંથી દર્દીઓ આવે છે. આ હોસ્પિટલના સંચાલન માટે લગભગ દર મહીને 50 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

આ હોસ્પિટલની નામના દેશમાં મીડિયા અને સોશિયલ મીડિયા તેમજ લોકોના અનુભવને લીધે આખા દેશમાં ફેલાયેલી છે.

આ હોસ્પીટલમાં એક ગૌશાળા પણ બનાવવામાં આવેલી છે. જે ગૌશાળામાં દેશી ગીર ગાયો રાખવામાં આવે છે અને તે ગૌમાતાનું દૂધ બીમાર દર્દીઓને પીવા આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં સગર્ભા બહેનોને સુખડી તેમજ શીરો પણ આપવામાં આવે છે અને આ હોસ્પિટલમાંથી સેવા લઈને લોકો સેવા લઈને જાય છે સાથે આશીર્વાદ આપતા જાય છે.

અહિયાં આવનાર તમામ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં કોઈ કેશ કાઉન્ટર જ નથી. આ હોસ્પિટલમાં નાના- મોટા નહિ પરંતુ ગંભીર બીમારીઓના મોટા મોટા ઓપરેશનો પણ કોઇપણ પ્રકારની ફી લીધા વિના કરી આપવામાં આવે છે. જેમાં દવાઓ અને લેબોરેટરી પણ મફતમાં કરી દેવામાં આવે છે. આ હોસ્પીટલમાં દર્દીઓની તપાસ, નિદાન, સોનોગ્રાફી, એક્સ-રે, કાર્ડિયોગ્રામ, લેબોરેટરી અને તમામ પ્રકારની દવાઓ કોઇપણ ચાર્જ લીધા વિના તદ્દન નિશુલ્ક આપવામાં આવે છે.

આ હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાને એક કીટ અપાય છે. જેમાં ચોખ્ખું ઘી-ગોળ અને લોટ તેમજ શીરો કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણ પણ હોય છે. આ સિવાય પ્રસુતાને રજા આપતી વેળા શુદ્ધ ઘી ની ઔષધિયુક્ત દોઢ કિલો સુખડીનું બોક્સ પણ આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગમાં નોર્મલ ડીલીવરી, સિઝેરિયનનું ઓપરેશન, ગર્ભાશય કોથળીનું ઓપરેશન, માટી ખસી ગઈ હોય તેનું ઓપરેશન, સ્ત્રી નસબંધીનું ઓપરેશન, ગર્ભાશયની ગાંઠ અને અંડપીંડની ગાંઠ સહિતના ઓપરેશન સુવિધા અને સેવા આપવામાં આવે છે.

24 કલાક ઈમરજન્સી સારવારમાં અધ્યતન લેબોરેટરી, ફીઝિયોથેરાપી, ફેકો મશીન, ફિટલ ડોપ્લર, ઓટો રીફેક્ટોમીટર, લેસર મશીન, નવજાત બાળકો માટે વોર્મર, ડિજિટલ એક્સ-રે, ડેન્ટલ એક્સ-રે, ટોનીમીટર, કલર ડોપ્લર, ઈકોકાર્ડિયોગ્રામ, TMT (ટ્રેડમિલ ટેસ્ટ), હાર્ટએટેક માટેની થ્રોમ્બોલિસિસ – ડીફ્રિબ્રીલેશન, મોનિટરિંગ વગેરેની સુવિધા આપવામાં આવે છે

આ સિવાય આ નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં પ્રોસ્ટેટ, થાઈરોઈડ, એપેન્ડિક્સ, આંતરડા, નાક, કાન, ગળા, સીઝેરિયન, મોતિયા, ઝામર, ઓર્થોપેડિક, મણકા, ફેફસા, ગર્ભાશયની કોથળી, સારણગાંઠ, એપેન્ડીકસમ થાઈરોઈડ, ગર્ભાશય, સ્તન કેન્સર, નાક-કાન ગળાના ઓપરેશનો તથા સરકમસિઝન સર્જરી વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં સારવાર સુવિધાઓ  ઉપરાંત દર્દીઓને લાવવા-લઈ જવા માટે તદ્દન રાહતદરે એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવામાં આવે છે તેમજ ઉનાળામાં સમયમાં આજુબાજુના વિસ્તારના લોકોના આરોગ્યના રક્ષણ માટે છાશ કેંદ્ર ચલાવવામાં આવે છે. શિયાળામાં ઉકાળા કેન્દ્ર ચલાવાય છે.

આ હોસ્પિટલમાં ઈ.એન. ટી. યુરોલોજીસ્ટ, ફીઝીસીયન, રેડિયોલોજીસ્ટચેસ્ટ, ફિઝીશિયન, પેથોલોજીસ્ટ, ઓર્થોપેડિક, પીડિયાટ્રીક, એનેસ્થેટીક, ઓપ્થાલ્મો, આયુર્વેદીક, ઓડિયોમેટ્રી જેવા વિષયના ખ્યાતનામ અને સ્પેશીયાલીસ્ટ ડોક્ટર્સ સેવા આપે છે.

આ હોસ્પીટલમાં દરરોજના 1000 થી વધુ OPD થાય છે, દરરોજના 25 થી વધુ ઓપરેશનો થાય છે. આ હોસ્પિટલમાં દર મહીને સરેરાશ 75 થી 80 જેટલી પ્રસૂતિ થાય છે. આ હોસ્પિટલમાં જાન્યુઆરી 2011 થી ઓકટોબર 2019 સુધીમાં સવા આઠ વર્ષમાં કુલ 1436257 દર્દીઓની નિદાન સારવાર વિનામૂલ્યે આપવામાં આવી છે.

આ જગ્યામાં બધા જ પ્રકારના 37453 ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવ્યા છે.  આ સાથે અન્ય વિભાગોમાં પણ કુલ 584437 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.  6418 પ્રસૂતિઓ તેમજ 7381 મોતિયા, ઝામર અને વેલના ઓપરેશન કરવામાં આવ્યા છે. આ જગ્યામાં આવેલું ગૃરુકૃપા અન્નક્ષેત્ર કુલ 2102800 ભોજનાર્થીઓનેને વિનામુલ્યે ભોજન આપવામાં આવ્યું છે.

આવી તદ્દન વિનામૂલ્યે સેવા આપતી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ખરેખર લોકોને આ બધી જ સેવાઓ આપીને વાસ્તવમાં માનવસેવા કરી રહી છે. આ નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલમાં સુરતમાં 500 કરોડ કરતા વધુ ખર્ચથી બનેલી કિરણ હોસ્પિટલ કરતા પણ વધુ OPD થાય છે. અહિયાં પર રોજની 1000 કરતા પણ વધારે OPD થાય છે. સુરતના દરરોજના સંખ્ય દર્દીઓ પણ આ હોસ્પીટલમાં સારવાર લેવા માટે આવે છે.

આ હોસ્પિટલમાં 2011 ખીમજીભાઈ દેવાની દર મહીને 5 લાખ રૂપિયા આપે છે. આ હોસ્પીટલમ 13 આજીવન દાતાઓ છે જે દર મહીને 1 લાખ રૂપિયા આપે છે. આ હોસ્પિટલમાં 31 ઓક્ટોબર 2019 ના રોજ દાતાશ્રી ધનસુખ ભાઈ દેવાણીના ખર્ચે ભોજનાલયનું ખાતમુહુર્ત થયું હતું જેનો ખર્ચ થયો હતો 4 કરોડ રૂપિયા. જેનો સમગ્ર ખર્ચ ધનસુખભાઈ દેવાણીએ ઉઠાવી લીધો હતો.

આ રીતે નોંધારાનો આધાર, સંકટ સમય સહારો બનીને નિરંતર દર્દી દેવો ભવની ભાવના સાથે છેલ્લા એક દાયકાથી આ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ વિનામૂલ્યે લોકોની સેવા કરી રહી છે. આ સાથે તે દર્દીના સંબંધીઓને પણ સહારો આપે છે. અમે આશા રાખીએ કે આ માહિતી અન્ય ગરીબ લોકો સુધી આપ પહોચાડશો કે જેથી નિસહાય થયેલા લોકોને સેવાનો યોગ્ય લાભ મળી શકે.

નોંધ: આંગળી ચીંધીએ એનુ પણ પુણ્ય છે, સામાન્ય વર્ગ લાખો રૂપિયા ખર્ચી શકતો નથી, તમના માટે આ હોસ્પિટલ સ્વર્ગ સમાન છે. મિત્રો દરે સુધી આ માહિતી પહોચાડો એવી વિનંતી છે. દરેક સાથે SHARE કરો એવી વિનંતી.

આપેલા નંબર દ્વારા તમે હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો. (02843) 242444,(02843) 242044, 8758234744

ShareTweetSend
Deshi Osadiya

Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

Related Posts

હિંગ
ઔષધી

જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે

August 26, 2022
ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

August 20, 2022
ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે
ઘરેલું ઉપચાર

ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

August 8, 2022
લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત
આરોગ્ય

લમ્પી વાઇરસથી પીડિત પશુનું દૂધ પીવું જોઈએ કે નહિ જાણો શું કહે છે નિષ્ણાંત

July 27, 2022
અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો
ઘરેલું ઉપચાર

અષ્ટાંગ આયુર્વેદ દ્વારા ચોમાસાની ઋતુમાં રોગો થી બચવા માટે સ્પેશ્યલ આયુર્વેદ ઉકાળો

July 24, 2022
ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ
આરોગ્ય

ચોમાસાની ઋતુમાં આ 6 વસ્તુઓનું ભૂલથી પણ સેવન કરવું નહિ

July 6, 2022
Next Post
પેટમાં દુખાવા નો ઈલાજ

ઘરમાં કોઈને પણ પેટમાં દુખાવો થાય તો માત્ર 3 જ મિનીટમાં મટી જશે

લોહીની ઉણપને દુર કરવાના ઉપાય

ઝડપથી લોહીની ઉણપને દુર કરશે આ એક આયુર્વેદિક ઉપાય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મીઠો લીમડા ના ફાયદા

રોજ આ પાંચ પાન ખાઈ લ્યો એટલે આ 10 રોગો દુર થઇ જશે

March 22, 2022
કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

કમળા માટે 10 ઘરેલું રામબાણ ઉપચાર, ગમે તેવો કમળો થઇ જશે સારો

February 25, 2022
પેટમાં દુખાવા નો ઈલાજ

ઘરમાં કોઈને પણ પેટમાં દુખાવો થાય તો માત્ર 3 જ મિનીટમાં મટી જશે

March 22, 2022

Popular Stories

  • ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

    0 shares
    Share 0 Tweet 0
  • ધાધર,ખરજવું અને ચામડીના રોગોને કાયમી અને જડમૂળથી દુર કરી દેશે આ ઘરેલું ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
  • વિટામીન B-12 ની ઉણપ હોય તો ઘરે જ બનાવો આ દેશી દવા આજીવન તકલીફ નહિ થાય

    0 shares
    Share 0 Tweet 0
  • ગમે તેવી જૂની ધાધરને ખાલી 10 જ દિવસમાં કાયમી દુર કરી શકાય છે

    0 shares
    Share 0 Tweet 0
  • વગર દવાએ પેશાબમાં થતી તીવ્ર બળતરા અને ઉનવા માટે 100% અસરકારક ઉપચાર

    1 shares
    Share 0 Tweet 0
Deshi Osadiya

DeshiOsadiya.com માં તમારું સ્વાગત છે. ભારત એ આયુર્વેદ અને યોગા નો દેશ છે. પ્રાચીન સમયથી ભારતમાં આયુર્વેદ ઘણું જ પ્રચલિત છે તેથી અમારો મુખ્ય ઉદ્ધેશ આયુર્વેદ દ્વારા વિવિધ રોગો ને કઈ રીતે મટાડી શકાય તે લોકોને સમજવાનું છે.

More About Us»

Recent Posts

  • જાણો દરેકના રસોડામાં વપરાતી હિંગ શેમાંથી અને કઈ રીતે બને છે
  • વૈધ રામેશ્વર દાસે બતાવ્યો કબજિયાતનો સૌથી અસરકારક ઘરેલું ઉપાય
  • ચોમાસાની ઋતુમાં અમૃત અને સોના સમાન જો કોઈ શાકભાજી ખાવું હોય તો આ ખવાય

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઉપયોગી માહિતી
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

Important Link

  • About US
  • Contact
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

No Result
View All Result
  • Home
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઔષધી
  • ઘરેલું ઉપચાર
  • ફિટનેસ

© 2021 DeshiOsadiya.com - Ayurveda Blog by iliptam.com

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In