નિરંજન ફળ, વિવિધ આયુર્વેદિક ઔષધિઓ માંથી એક છે. તે સમ્પૂર્ણ રીતે કાચી જડીબુટ્ટી છે જે પ્રાકૃતિક અવસ્થામાં છે. તેનો ઉપયોગ કરતા પહેલા તેને સરખી રીતે ધોઈને સુકવી લેવી લેવી વધારે હિતાવહ છે. જો તમે તેને ધોઈ લીધી હોય તો એક વાતનું એ ધ્યાન રાખવું જરૂરી છે કે ધોયા બાદ તેને એકદમ સારી રીતે સુકાવી જ લેવું જો તેને બરાબર સુક્યું હો તો તેમાં ખામી રહી ગઈ હોય તો તે ખરાબ થઇ શકે છે કારણ કે તે ક્વક પ્રત્યે ખુબ જ સંવેદનશીલ છે.
જો તમે બજારથી ખરીદયુ હોય તો ખાસ કરીને સાફ ચોખ્ખું મળે છે. દુકાનેથી ખરીદેલા નિરંજન ફળની છેલ્લી વપરાશની તારીખ એક વર્ષની હોય છે પરંતુ આપણે તેને લીધા પછી 6 મહિના સુધી ઉપયોગમાં લેવું જોઈએ. જો તમે નિરંજનફળ ખરીદીને લાવ્યા હોય તોં તેને શીશા અથવા સ્ટીલના એક હવા ભેજવિહીન શીશામાં રાખવું જોઈએ જેથી કરીને ખરાબ ન થઇ જાય.
આ ફળની આયુર્વેદિક દવા પાવડર સ્વરૂપમાં પણ મળી રહે છે. અહિયાં અમે નિરંજન ફળના ફાયદાઓ જણાવીશું. નિરંજનફળ મલેશિયામાં વધુ પ્રમાણમાં પાકે છે. આ ફળને મલેશિયન પીનાંગ શહેરમાં માસ બંકુસ કહેવામાં આવે છે. જ્યારે ભારતમાં માલવા ફળ પણ કહેવામાં આવે છે. આયુર્વેદના રસકવેદમાં પણ નિરંજન ફળનો ઉલ્લેખ મળે છે.
આ ફળનું નામ Malva Nut Tree છે. જેનું વાનસ્પતિક નામ Scaphium Affine છે. The Meaning of Niranjan Phal in English is Malva Nut Tree.
હરસમસા: આ ફળને રાત્રે પાણીમાં પલાળીને પછી સવારે ઉપરની છાલ ઉતારીને રોજ એક ફળ ખાવાથી હરસ સાવ મટી જાય છે. ઘણા લોકો ખાસ કરીને હરસમસાની તકલીફથી પરેશાન રહેતા હોય છે. હરસમસાથી પરેશાન લોકો સવારે ખાલી પેટ આ ફળને પાણીમાં મસળીને આ પાણીને પી શકે છે. આવું કરવાથી ખુબ જ જલ્દી હરસમસા મટી જાય છે. આ ફળ બજારમાં સાવ મામૂલી કીમતે મળી રહેતું હોય છે.
માસિક સમસ્યા: સ્ત્રીઓને માસિકની સમસ્યા તથા યોનિને લગતી કોઇપણ સમસ્યા હોય તો નિરંજન ફળ રામબાણ ઈલાજ સમાન છે. જ્યારે ગર્ભાશયથી ખુબ જ વધારે લોહીનો સ્ત્રાવ થઇ રહ્યો હોય તો રાત્રે એક નિરંજન ફળને રાત્રે એક કપ પાણીમાં પલાળી લો. સવારમાં ખાલી પેટે આ ફળને પાણીમાં મસળીને પી લેવું. આ ઉપચાર દર્દ અને લોહીના સ્ત્રાવને રોકવામાં સહાયક સાબિત થઇ શકે છે.
ઘણી છોકરીઓમાં માસિક 6 થી 7 દિવસ ચાલે છે અને તેમાં લોહીનો સ્ત્રાવ ખુબ જ વધારે હોવાના કારણે નબળાઈ આવી જતી હોય છે. આ સમસ્યામાં નિરંજન ફળ ખબૂ જ ઉપયોગી સાબિત થાય છે. આ ફળને દોઢથી બે કલાક પલાળી રાખવાથી તે લીંબુના કદનું થઇ જાય છે. ત્યારબાદ તેને મસળી, નીચોવીને એ પાણીમાં સાકર નાખીને પીવાથી રક્તસ્ત્રાવ નિયંત્રણમાં આવી જાય છે. ઘણી વખત આ સમસ્યા વકરી જાય તો સ્ત્રીઓને ગર્ભાશય કાઢી નાખવાની સલાહ ડોકટરો આપતા હોય છે ત્યારે આ ફળ જાદુઈ પરિણામ આપે છે.
અલ્સર: નિરંજન ફળને ઘણા પ્રકારની બીમારીઓથી પરેશાન લોકો માટે ખાસ જરૂરી છે. અલ્સરથી પરેશાન લોકોએ તેના સેવનથી પોતાની પરેશાનીઓથી ઘણી હદ સુધી ઓછી કરી શકે છે. તેના સેવનથી તે ધીમું પડી શકે છે અને નાબુદ થાય છે. એટલા માટે અલ્સરમાં નિરંજન ફળ ખુબ જ ઉપયોગી છે.
ગર્ભધારણ: બે-ત્રણ નિરંજન ફળને રાત્રે પાણીમાં પલાળીને સવારે સાકર સાથે પતિ-પત્ની બંનેએ ખાવાથી ઝડપથી ગર્ભ રહી જાય છે. આ ઉપાય સ્ત્રી અને પુરુષ બન્નેમાં વીર્ય અને રજમાં વિકાર આવી ગયો ત્યારે ઉપયોગી થાય છે. તે વીર્યનું ઉત્પાદન પણ વધારે છે.
સંતાન પ્રાપ્તિ: આ ફળ ખાવાથી સંતાન પ્રાપ્તિ થાય છે તથા સ્વપ્ન દોષની સમસ્યામાંથી છુટકારો થાય છે. ઉષ્ણવિર્યતાના પરિણામે મોટાભાગે પુરુષના લીધે સંતાન પ્રાપ્તિ થતી નથી. પુરુષ એક મહિના સુધી તેની ઉપરના કડક ફોતરા કાઢીને એક અઠવાડિયા સુધી સાકર સાથે ખાવાથી સ્ત્રીઓને ગર્ભ રહી જાય છે. વીર્યને ઠંડું પાડવા માટે આ ફળ ખુબ જ ઉપયોગી છે.
આમ, નિરંજન ફળ ખુબ જ ઉપયોગી ફળ છે અને ખુબ જ ચમત્કારિક ફાયદાઓ આપે છે, જેના લીધે તેની માંગ પણ વધવા લાગી છે, આ ફળ તમને નજીકની ગાંધીની દુકાને કે દેશી ઓસડિયાની દુકાનેથી મળી રહેશે. આશા રાખીએ કે આ ચમત્કારિક નિરંજન ફળ વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તેના લીધે તમારી આ ગંભીર સમસ્યાઓને ઠીક કરી શકો.
આવી બીજી 🥑 આયુર્વેદિક માહિતી અને ટીપ્સ 👌 માટે 🍎 “દેશી ઓસડીયા” ફેસબુક પેજ ને લાઈક કરો. દરરોજ ઘરેલું ઉપચાર તમારા ફોનમાં મેળવવા 👉 અહી ક્લિક કરી પેજ લાઈક કરો.