શરીરને તંદુરસ્ત રાખવા માટે ખાણીપીણી સંતુલિત હોવી ખુબ જ જરૂરી છે, પરંતુ ખાવા પીવાના યોગ્ય નિયમો હોય છે જેના વિરુદ્ધ ખાવાથી શરીર પર ગંભીર અસર પડે છે. ખોરાક ખાવાની અને પીવાની સીધી અસર આપણા આરોગ્ય પર પડે છે. ખરાબ ખોરાક ખાવા- પીવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય છે. જેમાં અનેક ઈલાજો કરવા છતાં અમુક એવા રોગો કે જે જિંદગીભર ના મટે તેવા રોગો થઈ જાય તો ખુબ જ મુશ્કેલી સર્જાય છે.
અમે અહિયાં એવી ચીજો વિશે અહિયાં જણાવી રહ્યા છીએ કે જેના દ્વારા અનેક બીમારી આવે છે અને તે વિરુદ્ધ આહાર છે. શિયાળાની ઋતુમાં ઘણા લોકો ખાવા પીવામાં ખુબ બેદરકાર બની જાય છે. અને જોયા વિનાજ એવો ખોરાક ખાઈ લે છે કે તે વિરુદ્ધ આહાર હોય. જેના લીધે જીવલેણ બીમારી પણ થાય છે.
દહી : દહી સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી ચીજ છે. જેનાથી શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. શરીરની સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાના ઈલાજ તરીકે દહી વાપરવામાં આવે છે. પરંતુ અમુક એવો ખોર્ક એવો છે કે તે દહી સાથે ખાવાથી ખુબ જ ગંભીર અસર કરે છે. દહી સાથે ખાટા ફળોનું સેવન કરવું ના જોઈએ. બંનેમાં અલગ અલગ એન્જાઈમ હોય છે જેના લીધે બંને ચીજોના એક સાથે સેવન કરવાથી પચાવવામાં ખુબ જ મુશ્કેલી પડે છે.
દહી સાથે ક્યારેય ગરમ ખોરાક જેમકે માછલી વગેરેનું સેવન ના કરવું જોઈએ. આમ તમે કરશો તો અનેક રીતે તબિયત ખરાબ થવાની શક્યતાઓ રહેલી છે. સાથે પેટમાં દુખાવો પણ થઇ શકે છે.
દૂધ: દૂધ સાથે લીલા શાકભાજી અને મૂળો ખાવો ખુબ જ હાનિકારક છે. આ સિવાય અડડ દાળ સાથે દૂધ પીવાથી પણ તેની ખરાબ અસર થાય છે. સાથે માંસ, ઈંડા અને પનીર વાળી ચીજો ખાધા બાદ દૂધ ના પીવું જોઈએ. આનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આમ આ વિરુદ્ધ આહાર બને છે અને તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે અને બીમાર પણ પડી શકે છે.
મધ: મધ ખુબ જ ઉપયોગી પદાર્થ છે અને જેના લીધે અનેક બીમારી મટાડી શકાય છે. મધ શ્વાસ અને પાચન સંબંધી અનેક બીમારીઓને ગાયબ કરે છે, અનેક દવાઓમાં અને રોગોના ઇલાજમાં મધ વાપરવામાં આવે છે. મધ સાથે વિરુદ્ધ હોય તેવો ખોરાક ખવાઈ ગયો હોય તો તેની ગંભીર અસર પડે છે. જેમાં મધ સાથે માખણનું ક્યારેય પણ સેવન ન કરવું જોઈએ, જેમાં બટરનો સમાવેશ થાય છે.
જયારે મધ સાથે ઘીનું પણ સેવન કરવાથી તેની આડ અસર થાય છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે. આ સિવાય તાવ આવે ત્યારે પણ મધનું સેવન ન કરવું જોઈએ. નહિ તો તેની વિપરીત અસર થાય છે.
આ સિવાય તરબૂચ સથે ઠંડું પાણી, ફુદીનો, ચોખા સાથે વિનેગાર, અડદ દાળ સાથે મૂળો, કેળા સાથે મઠ્ઠો વગેરે ચીજો ખાવી હાનીકારક છે. આમ આ વિરુદ્ધ આહાર કરવાથી, ચામડીનો રોગ, ફૂડ પોઈઝીંગ, નપુંસકતા, પેટમાં પાણી ભરાવું જળોદર, મોટા ફોડલા, ભગંદર, ડાયાબીટીસ, પેટની અનેક બીમારી, હરસ મસા, કોઢ રોગ, સફેદ દાગ, ટીબી, તાવ વગેરે જેવા રોગો થઇ શકે છે.
આમ, આહારમાં આ ચીજોનો ઉપયોગ કરતી વખતે આ ચીજોનો ક્યારેય ઉપયોગ ના કરવો જોઈએ, જેથી શરીરમાં વિરુદ્ધ આહાર ન બને આ બીમારીમાંથી બચી શકાય. આશા રાખીએ કે આ માહિતી દ્વારા તમને વિરુદ્ધ આહારથી જાણકાર બનશો અને જેના લીધે થતી ગંભીર સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકો.
🙏 દોસ્તો તમે આયુર્વેદિક ટીપ્સ અને માહિતી મેળવવા માંગતા હોવ તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન ઉપર ક્લિક કરો.