નાકમાંથી સુતા પછી અવાજ આવવાની સમસ્યા મોટાભાગના લોકોને થતી સામાન્ય સમસ્યા છે, પરંતુ આ અવાજના પરિણામે બાજુમાં સુતેલી વ્યક્તિઓની ઊંઘમાં પરેશાની આવે છે, જેને ઊંઘ બરાબર આવતી નથી અને તે હેરાન થાય છે. આ નાકમાંથી અવાજની સમસ્યાને લોકો ઘરાટા, નસકોરા ગાંજવા અને નસકોરા ગાંજવા વગેરે અલગ અલગ ઓળખે છે. આ સમસ્યા ઊંઘને ખરાબ કરે છે. જ્યારે આ નસકોરાનો અવાજ આવે છે ત્યારે ગળાના ઝડબા ગાંજવા લાગે છે જેથી ગળામાંથી અવાજ નીકળવાનું શરુ થાય છે. આને ઊંઘની સમસ્યા માનવામાં આવે છે.
આ અવાજનું કારણ શરીરની પરેશાની હોય છે. ઊંઘ આવવાની સાથે મોઢામાંથી, નાકમાંથી અવાજ આવવાની શરુ થઇ જાય છે. આ નસકોરાથી પરેશાન વ્યક્તિને શ્વાસ અંદર લેતી અને બહાર કાઢતી વખતે અવાજ આવે છે. આ વ્યક્તિ ઊંઘમાંથી જાગી જાય તો તેને ગળામાં બળવાની સમસ્યા રહે છે. મોટા ભાગના લોકો એમ મને છે કે આ નસકોરાનો કોઈ ઈલાજ નથી, પરંતુ તેને રોકવા માટેના ઘણા ઉપાયો છે પરંતુ એ ઉપાયો કરતા પહેલા જાણવું જરૂરી છે કે આ અવાજ ક્યાંથી આવે છે.
નસકોરાની સમસ્યા ઊંઘ દરમિયાન સ્વસન તંત્ર બરાબર નાકમાંથી શ્વાસ ના લઇ શકે ત્યારે થાય છે. શ્વાસનું વાહન ગળામાં કંપન ઉત્પન્ન કરે છે. જ્યારે પણ શ્વાસ લેતા અટકાય છે ત્યારે નાક અને ગળામાં પણ કંપન આવે છે. જયારે ક્યારેક જીભ પણ શ્વાસમાં તકલીફ ઉત્પન્ન કરે છે. જેના કારણે નસકોરાની સમસ્યા થાય છે. ઊંઘમાં નસકોરા બોલવા કે ગાંજવાએ વિશ્વના અનેક લોકોની સમસ્યા છે. નસકોરા બોલાવનાર વ્યક્તિ પોતે શાંતિથી ઊંઘે છે.
નસકોરાની સમસ્યાના કારણો: જેમને કાયમી શરદી રહેતી હોય, શરીર જાડું હોય, કફ્વાળા ઠંડાપીણાનું સેવન કરતા હોય, બેઠાડું જીવન જીવતા હોય, કસરત કે પરિશ્રમ ન કરતા હોય, વધુ ઊંઘતા લોકો ને નાકમાં સોજો કે મસો થયો હોય તેને કે ગળાના તાળવાનો કાકડો મોટો થઈ ગયો હોય ત્યારે નસકોરા બોલે છે. આ એક કફ કે શરદીનો રોગ છે. ખુલીને શ્વાસ નહી લઈ શકવાથી, એલર્જીના કારણે, સાયનસની તકલીફથી, આલ્કોહોલ અને ધુમ્રપાન કરવાથી, ખાંસી અને શરદી જેવી સમસ્યાના કારણે. માંસપેશીઓમાં કમજોરી આવવાથી, લોહીના વધારે દબાણથી, આનુવંશીક કારણે, સુવાની ખોટી રીતથી વગેરે કારણે આ સમસ્યા ઉત્પન્ન થાય છે.
નસકોરા બોલવાના લક્ષણો: વધુ અવાજ સાથે શ્વાસ લેવો અને છોડવો. થોડા થોડા સેકન્ડોમાં શ્વાસ રોકાઈ જવો, ધીરે ધીરે શ્વાસ રોકવાની ઝડપ અને સમય વધવો. સુતા સુતા શ્વાસ લેવો અને એક સામડું હડપ દઈને જાગી જવું, દિવસ ભર સુસ્તી અને આળસ રહેવી, ઊંઘ પૂરી થવા છતાં ઊંઘ આવે. થાક મહેસુસ કરવો.
તો ચાલો જાણીએ નાકના નસકોરા રોકવાના આયુર્વેદિક ઉપચાર, મિત્રો આમાંથી તમે કોઈપણ એક ઉપચાર અજમાવી જુવો. બધા ઉપચાર એક સાથે કરવા નહિ.
સુરજમુખી: સુરજમુખીના તેલને થોડું ગરમ કરું નાકમાં તેના 4-4 ટીપા મુકીને સુવાથી નાકમાંથી અવાજ આવવાનો બંધ થાય છે. સુરજ મુખીનું તેલ નાકમાં જમા કચરાને રાખે છે અને ગળામાં સોજાને શાંત કરે છે. સાથે શ્વાસનળીમાં જમા કફ અને કળામાં અડચણ ઉભી કરતા ચીકણા દ્રવ્યને સાફ કરે છે.
નીલગીરીનું તેલ: નીલગીરીના તેલમાં એન્ટીબેક્ટેરીયલ ગુણ મળી આવે છે. જે નાકના દબાણ અને સોજાને ઘટાડે છે. જેનાથી નસકોરાની સમસ્યામાં રાહત મળે છે. આ તેલની સુગંધ પણ મસ્ત આવે છે. આ શરીરના બેક્ટેરિયા અને જીવાણુઓને નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. આ તેલના કારણે શરીરમાં આડઅસર થતી નથી. આ તેલની નાકના ટેરવા પર મસાજ કરવાથી રાહત મળે છે.
દીવેલ: દરરોજ સુતા પહેલા નાકના બંને નસકોરામાં ગરમ દિવેલના ૩ થી 4 ટીપા નાખીને સુવાથી નાકમાંથી અવાજ આવવાની સમસ્યા દુર થાય છે. ખોરાકમાં રોજ આદું, હળદરની મીઠું ભભરાવેલી કચુંબર ખાવાથી અને ભોજન સાથે 8 થી 9 કેરડાના અથાણા ખાવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે. દીવેલ એરંડાનું તેલ પણ નાકની નસકોરાની સમસ્યામાં ઘટાડો ફાયદો આપે છે.
ફુદીના: ફૂદીનામાં ઘણાબધા એવા તત્વો હોય છે જે ગાળામાં અને નાકમાં આવેલા છેદમાં સોજા ઓછા કરવાનું કાર્ય કરે છે, જેનાથી શ્વાસ લેવાનું આસાન થાય છે, સુતા પહેલા પીપરમીટ ઓયલના થોડા ટીપા પાણીમાં નાખીને કોગળા કરવાથી આ સમસ્યામાં રાહત થાય છે આ ઉપાય થોડાક દિવસો સુધી કરવાથી નસકોરામાં ફાયદો થાય છે. એક કપ ઉકળતા પાણીમાં 10 ફુદીનાના પાંદડા નાખીને તેમાં ગરમ થવા દીધા બાદ આ ગરમ પાણીને થોડું પીવા લાયક થાય ત્યારે ગાળીને પીવાથી અમુક દિવસોમાં જ આ સમસ્યા દુર થાય છે.
લસણ: લસણ, નાકમાં માર્ગમાં જમા કચરાને અને કફને સાફ કરે છે. આ સાથે જ લસણ સોજાને ઓછા કરવામાં પણ મદદ કરે છે. જો વ્યક્તિને પ્રાકૃતિક વાતાવરણના પરિણામે નસકોરામાંથી અવાજ આવે છે એવા સમયે લસણ રાહત આપવાનું કાર્ય કરે છે. લસણ ઘા ભરવાનું પણ કાર્ય કરે છે. લસણ બ્લોક થયેલી નળીઓને સાફ કરે છે અને સ્વસન તંત્રને ઠીક કરે છે. સારી અને શાંતિથી ઊંઘ લેવા માટે લસણનો ઉપયોગ કરવો જોઈએ. એક થી બે લસણની કળીઓ પાણી સાથે લેવાથી સુતા સમયે નસકોરામાં રાહત આપે છે અને શાંતિથી ઊંઘ લઇ શકો છો.
હળદર: હળદરમાં એન્ટીસેપ્ટિક અને એન્ટી બાયોટીક ગુણ હોય છે. હળદરના ઉપયોગથી નાક સાફ થઇ જાય છે જયારે શરીરમાં શ્વાસ લેવાનું પણ સરળ બની જાય છે. હળદર એન્ટી બાયોટિક ગુણના કારણે શરીરમાં ઝેરી જીવાનુઓનું મારણ પણ કરે છે. સાથે શરીરના કચરાને સાફ કરે છે. રોજ રાત્રે નસકોરામાંથી અવાજ આવવાની તકલીફ રહેતી હોય તેવા લોકોએ દૂધ સાથે પીવાથી રાહત મળે છે.
જૈતુનનું તેલ: જૈતુનનું તેલ એક ખુબ જ ઉપયોગી નાકના નસકોરા બંધ કરવાનો ઉપચાર છે. જૈતુંનમાં એન્ટી ઇન્ફલેમેન્ટરી ગુણ મળી આવે છે. જેનાથી શ્વસન તંત્રની પ્રક્રિયા યોગ્ય રીતે કાર્ય કરે છે. અને જૈતુન આ પ્રક્રિયા માટે ખુબજ લાભ આપવામાં ફાયદાકારક છે. આ નાકના નસકોરાને બંધ કરવા માટે એક ચમચી જૈતુનનું ટેલ સરખી માત્રામાં ગરમ કરીને તેમાં મધ ભેળવીને સુતા પહેલા નિયમિત લેવાથી નાકની સમસ્યા દુર થાય છે અને નસકોરાનો અવાજ રોકવામાં ફાયદો કરે છે.
ઈલાયચી: ઈલાયચી એક આયુર્વેદિક જડીબુટ્ટીના રૂપમાં લઇ શકાય છે, લોકો ચામાં અને દુધમાં તથા શાકમાં નાખીને ઈલાયચીનો ઉપયોગ કરી શકે છે. ઈલાયચીનો શરદી- ઉધરસની આયુર્વેદિક દવા તરીકે ઉપયોગ કરી શકાય છે. શ્વસન તંત્રને ખોલવામાં અને શ્વાસ લેવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. રાત્રે સુતા પહેલા ઈલાયચીના થોડા દાણા હળવા ગરમ પાણીમાં મેળવીને પીવાથી નાકના નસકોરાની સમસ્યામાં રાહત મળે છે. સુતા પહેલા અડધી કલાકમાં આ ઈલાજ કરવો ફાયદો આપે છે.
મધ: એક ગ્લાસ પાણીમાં બે ચમચી મધ ભેળવીને સુવાના અડધો કલાક પહેલા લેવાથી ફાયદો થાય છે. મધમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટ્રી ગુણ મળી આવે છે. જે ગળું અને નાકમાં સોજાને રોકે છે. જેથી શ્વાસ લેવામાં રાહત મળે છે અને કોઈ પરેશાની આવતી નથી. દૂધ પણ ઘણી બીમારીઓનો ઈલાજ છે. રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ પીવાથી ફાયદો થાય છે. દુધમાં કેલ્શિયમ હોય છે જે શરદી-ઉધરસ અને કફ જેવી સમસ્યા દુર કરે છે.
ઘી: વનસ્પતિ ઘીને પણ ઘી તરીકે જ ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઘી ક્લેરીફાઈડ ઘી હોય છે જેમાં ઔષધીય ગુણ મળી આવે છે. જે નાકના ભરવાને ઓછો કરવામાં મદદ કરે છે. આ ઘીના ઉપયોગથી ગભરાટ દુર થાય છે અને સારી ઊંઘ લેવામાં મદદ મળે છે. ઓવનમાં આ ઘીને ગરમ કરી લો.જો ઓવન ના હોય તો તવા પર પણ ગરમ કરી શકાય છે. આ તેલને હળવું ગરમ કર્યા પછી તેના એક એક ટીપા નાકના બંને નસકોરામાં નાખવાથી સારી ઊંઘ આવે છે અને થાક દુર થાય છે. રાત્રે સુતી વખતે અને સવારમાં જાગ્યા બાદ આ પ્રક્રિયા કરી શકાય છે.
મેથી પાવડર: મેથીમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીવાયરલ ગુણ હોય છે. જે નાકમાંથી આવતા અવાજને રોકવામાં મદદ કરે છે. ઘણા લોકોને પાચનતંત્ર બરાબર કામ નહિ કરવાના લીધે નસકોરામાંથી અવાજ આવે છે. આવા લોકોએ મેથીનો પાવડર હલકા ગરમ કરેલા પાણી સાથે રાત્રે સુતા પહેલા લેવાથી નાકની સમસ્યામાં રાહત મળે છે. મેથીનો પાવડર દૂધ સાથે અને મધ સાથે પણ લઇ શકાય છે જેના કારણે ટેસ્ટી બનવાથી ખાવામાં સરળતા રહે છે.
નાકમાંથી આવતા અવાજ નસકોરા દુર કરવા માટે આપવામાં આવેલા આ આયુર્વેદિક ઘરેલું ઉપચાર ખુબ જ લાભદાયી સાબિત થશે. જ્યારે નાકમાં અવાજ નીકળવાની સમસ્યા સર્જાય ત્યારે અહીં બતાવેલા કોઇપણ અનુકૂળ ઉપચાર અપનાવવાથી આ સમસ્યાનું નિવારણ આવશે અને સાથે આજુબાજુ સુતેલી વ્યક્તિની ઊંઘ પણ ખરાબ નહિ થાય. આ ઉપચાર સંપૂર્ણ આયુર્વેદિક જડીબુટ્ટીઓ પર આધારિત હોવાથી શરીરના બીજા રોગોમાં પણ લાભદાયી સાબિત થશે.
આવી બીજી 🥑 આયુર્વેદિક માહિતી અને ટીપ્સ 👌 માટે 🍎 “દેશી ઓસડીયા” ફેસબુક પેજ ને લાઈક કરો. દરરોજ ઘરેલું ઉપચાર તમારા ફોનમાં મેળવવા 👉 અહી ક્લિક કરી પેજ લાઈક કરો.
🙏 Request: મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.