નપુસંકતાએ પુરુષના શારરિક પ્રજનન ક્ષમતાને નાશ કરતો રોગ છે, જેના લીધે પુરુષનું પુરુષત્વ ઓછુ થઇ જાય છે. પુરુષની ઈચ્છાઓ ગાયબ થઇ જાય છે. આ સમસ્યાથી પુરુષ સુખી અને સંતોષકારક જીવન જીવી શકતો અને અને યુવાનીમાં હોય તો બાળકો ઉત્પનન કરવામાં પણ અનેક પરેશાની આવે છે. આમે આજે આ સમસ્યામાંટી બચવાના આયુર્વેદીક ઉપચાર બતાવીશું.
નપુસંકતાના લક્ષણ: પુરુષ સ્ત્રી સાથે સાજ રીતે સંભોગ ના કરી શકે, સંભોગ કરતી વખતે પરસેવે રેબઝેબ થઇ જાય, પુરુષ હાંફવા લાગે, પુરુષનું લિંગ સંભોગ માટે પૂર્ણ જાગૃત કડક અને તૈયાર ન થાય, પુરુષ સરળતાથી સંભોગ ના કરી શકે, મનથી સંભોગ કરવા તૈયાર ન થાય., સંભોગ દરમીયાન ગભરામણ થાય, અચાનક લિંગમાં કઠોરતા આવી જાય, પુરુષનું લિંગ નાનું થઇ જાય, જેના વ્યક્તિ સંભોગ કરવામાં અસમર્થ થઇ જાય, સ્ત્રીઓ સ્પર્શ કરે ત્યારે તરત જ આવેગ દુર થાય, ક્યારેય જલ્દી વીર્ય સ્ત્રાવ થઈ જાય, વગેરે નપુસંકતાના લક્ષણો છે.
નપુંસકતાના કારણો: વીર્યની ઉણપ અને ખામી, પુરુષમાં મનમાં ભય, અણગમો કે શંકા હોય છે, હોર્મોન્સની ઉણપ, ડાયાબિટીસ, વધારે બ્લડપ્રેસર, કોલેસ્ટેરોલ અને ધમનીઓની બીમારી, બીજા રોગની સારવારમાં થયેલી સર્જરી, ડીપ્રેશન, શરાબની આદત, ધુમ્રપાન, કેન્સર જેવી બીમારી, વધારે પડતું વજન, વધારે સ્વપ્ન દોષ, હોર્મોન્સમાં બદલાવ, વધારે હસ્તમૈથુન કરવાથી, સ્ટેરોઈડ લેવાથી વગેરે કારણે નપુસંકતા થાય છે.
હરડે: શુક્રકોષ સંબંધી સમસ્યામાં હરડે ખુબ જ ફાયદાકારક છે. 5 ગ્રામ હરડે તથા 1 ગ્રામ ચણાના લોટ અને 50 મિલી એરંડાના તેલમાં 50 મિલી ગૌમૂત્રમાં ગરમ કરો. જ્યારે તેલ થોડુક વધે ત્યારે ગાળીને ગરમ પાણી સાથે સવાર- સાંજ થોડી થોડી માત્રામાં લેવાથી શુક્રકોષમાં વધારો થાય છે.
ગળો: શારીરિક ઈચ્છાઓ અને યૌન સમસ્યા વગેરે ગળો દ્વારા જાગૃત કરી શકાય છે. જ્યારે મનુષ્યનું શરીર બીમાર રહે છે ત્યારે યૌન ઇચ્છાઓ અને હોર્મોન્સમાં ઉણપ સર્જાય છે. ગળોમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા તત્વને કારણે એફ્રડીજીએક પ્રભાવ હોવાને કારણે યૌન સંબંધી ઈચ્છાઓ વધે છે.
તુલસી: તુલસીના પાનનો રસ પુરુષોમાં થતી યોન સમસ્યા પણ દુર કરે છે. તુલસીના પાન દિવસ દરમિયાન 1 થી 21 વખત નિયમિત રિત એહાવી જવાથી શક્તિ વધે છે સાથે તુલસીના બીજ એટલે કે માંઝર પણ ખુબ જ ઉપયોગી છ. તેને પાણી સાથે ધોઈને કે દૂધ સાથે ધોઈને પીવાથી યોન સંબંધી સમસ્યાનું નિવારણ થાય છે અને પુરુષની પ્રજનન ક્ષમતામાં વધારો થાય છે.
તુલસીના બી અને ગોળ મેળવીને નાની બોર જેવડી ગોળી કરીને સવારે અને સાંજે લેવાથી અને ઉપર એક ગાયનું દૂધ પીવાથી ચારથી પાંચ માસમાં નપુંસકતા દુર થાય છે. વીર્ય વધે છે અને પાચનશક્તિ સુધરે છે અને નિરાશ પુરુષ સશક્ત બને છે. તુલસીના બીજ અને પાંદડાનું ચૂર્ણ સરખા પ્રમાણમાં લઈને તેમાં ગોળ ભેળવીને 1-3 ગ્રામની માત્રામાં ગાયના દૂધ સાથે સતત 1 થી 6 મહિના સુધ લેવાથી નપુસંકતા દુર થાય છે.
ગોખરું: ગોખરું એક ઉત્તેજક ઔષધી તરીકે કામ કરે છે જેના લીધે સેક્સ ઈચ્છા વધે છે. જેના લીધે વીર્યની માત્રા પણ વધે છે અને તેની ગુણવતામાં પણ સુધારો થાય છે. આ જડીબુટ્ટી તરીકે યૌન અંગમાં પણ લોહીના પ્રવાહનો સંચાલિત કરે છે. જેનાથી શરીરમાં હોર્મોન્સમાં પણ વધારો થાય છે અને હોર્મોન્સ નિર્માણ કરતા અંગોને પણ સક્રિય કરે છે. આ સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં સરખી રીતે લાભ આઈ છે જેના લીધે ગર્ભ રહેવાની શક્યતાઓ ખુબ જ વધી જાય છે.
મોટા ગોખરૂના ચૂર્ણ બે-બે ગ્રામ ચૂર્ણ ઘી સાકર સાથે લઈને તેને પીવાથી સ્વપ્નમાં થતો વીર્યસ્ત્રાવ થવો, પેશાબ થઇ જવો અને કામોત્તેજના ઓછી થવી વગેરે સમસ્યા દુર થાય છે. ગોખરું, શતાવરી તેમજ એખરાનું ચૂર્ણ સરખે ભાગે લઈને તેમાં સાકર તેમજ દૂધ ભેળવીને પીવાથી વીર્યસ્ત્રાવ તેમજ નપુંસકતા દુર થાય છે. ગોખરૂના અને શતાવરીના ચૂર્ણને દુધમાં ઉકાળીને પીવાથી વૃદ્ધાવસ્થા દુર થાય છે અને શરીર સુદ્રઢ થાય છે તેમજ સુજાક પરમિયાજન્ય લોહીના વિકારો તથા ધાતુની નબળાઈ દુર થાય છે.
ચણોઠી: ચણોઠીના મૂળ દુધમાં બાફીને સાકર સાથે ખાવાથી વીર્ય વૃદ્ધિ થાય છે. વીર્ય પાતળું થઈ ગયું હોય અને જલ્દીથી સ્ખલન થઈ જતું હોય તો ચણોઠીના મૂળ દુધમા ગરમ કરીને 2 મહિના સુધી સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. ભેસના દુધમાં ચણોઠીને ચંદન ઘસે તેવી રીતે ઘસવાથી વીર્ય સ્ત્રાવ થતો અટકે છે.
આદું: દરરોજ સુતા પહેલા અડધી ચમચી આદુંનો પેસ્ટ બનાવીને તેમાં અડધી ચમચી મધ ભેળવીને ખાવાથી શરીરમાંથી ગરમી આવે છે. આ ઉપાયથી લોહીનું પરિભ્રમણ પણ વધે છે. જેના લોહીના પરિભ્રમણ ઠીક થતા શરીરના ગુપ્ત અંગોં સુધી પણ તે યોગ્ય માત્રામાં કાર્ય કરે છે.
ભીંડી: ભીંડી દ્વારા પણ નપુસંકતાની સમસ્યા દુર કરી શકાય છે. દરરોજ સુતા પહેલા એક કલાક અગાઉ એક ચમચી ભીંડીના પાવડરને દૂધ સાથે ભેળવીને સેવન કરવાથી વીર્ય સ્ત્રાવ રોકવાની અને આવેગ સક્રિય થવાની સમસ્યા દુર થાય છે.
નગોડ: 40 ગ્રામ નગોડ અને 20 ગ્રામ સુંઠ એકસાથે વાટીને ગોળીઓ બનાવી લીધા બાદ દરરોજ દૂધ સાથે આ ગોળીઓનું સેવન કરવાથી મનુષ્યની કામ ઈચ્છા વધે છે. નગોડના મૂળને ઘસીને શિશ્ન પર લેપ કરવાથી લિંગનું ઢીલાપણું દુર થાય છે
શતાવરી: ઘણા લોકોને પુરુષતવની ઉણપ અને શારીરિક આવેગોની ઉણપ જોવા મળે છે, જે પરેશાનીથી તેઓ કંટાળી જાય છે પરંતુ તેની આ સમસ્યાના ઈલાજ તરીકે શતાવરી ખુબ જ ઉપયોગી છે. જે લોકોને શરીર સુખ માણવાની ઈચ્છા ન થતી હોય તેવા લોકોએ શતાવરીને પકાવીને તેનું સેવન કરવાથી આ સમસ્યામાંથી છુટકારો મળે છે. આ સીવાય શતાવરીના ચૂર્ણની ખીર બનાવીને દૂધ સાથે ખાવાથી પણ આ સમસ્યા દુર થાય છે. વીર્ય દોષની સમસ્યામાં ઘણા પુરુષોને શુક્રકોષોની સંખ્યા ઓછી હોય છે અથવા હોતી જ નથી ત્યારે તેઓ પ્રજજન સમસ્યાથી બાળકથી વંચિત હોય છે. આ લોકોએ 15 થી 20 મિલી માત્રામાં શતાવરીના મૂળનો ઉકાળો બનાવીને પીવાથી વીર્યમાં વધારો થાય છે.
લસણ: નપુસંકતાની સમસ્યાથી છુટકારો મેળવવા લસણ અનેં મધનો પ્રયોગ પણ ખુબ જ ઉપયોગી છે. 400 ગ્રામ લસણ અને 800 ગ્રામ મધ લઈને, લસણ વાટીને મધમાં ભેળવી નાખો. આ મિશ્રણ એક વાસણમાં ભરીને ઘઉંના કોથળામાં એક મહિના સુધી રહેવા દેવું, 30 દિવસ પછી તેને ઘઉંના કોથળામાંથી કાઢીને 40 થી 50 દિવસ સુધી સતત સેવન કરવાથી નપુસંકતા દુર થાય છે.
બીલીપત્ર : નપુંસકતા દુર કરવા માટે બીલીના પાન બીલીપત્ર ખુબ જ ઉપયોગી છે. બીલીના પાંદડા અને બદામનો ગર્ભ લઈને આ પ્રયોગ કરવામાં આવે છે. જેમાં 20 થી 25 બીલીના પાન લો અને 4 બદામનો ગર્ભ લીધા પછી તેમાં 200 ગ્રામ સાકર નાખીને બરાબર ખાંડી નાખો. આ પછી એક વાસણમાં પાણી લઈને તેમાં આ ચૂર્ણ નાખીને ધીમા હળવા અગ્નિ પર આ દ્રાવણ ગરમ કરીને તેનું સેવન કરવાથી નપુસંકતા દુર થાય છે.
ડુંગળીનો રસ: નપુસંકતા દુર કરવામાં ડુંગળી જેટલું શ્રેષ્ઠ બીજું ઔષધ નથી, ડુંગળીનો રસ અને મધ તથા ઘી વગેરે લઈને આ ઉપચાર કરવાથી નપુસંકતા દુર થાય છે.આ ચારેય ભેગા કરીને તેનું સેવન કરવાથી અને આ ઉપચાર 30 થી 35 દિવસ સુધી કરવાથી પુરુષ નપુસંકતાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકે છે.
વડનું દૂધ થેર: નપુસંકતાની સમસ્યામથી છુટકારો મેળવવા માટે વડનું દૂધ, નારિયેળના કોપરા એન મધ તથા ખાંડ વગેરેનો પ્રયોગ ખુબ અસરકારક છે. આ માટે નારિયેળના કોપરા લઈને તેમાં 6 થી 7 ટીપા વડના ઝાડના પાન વગેરે અંગમાંથી થેર નાખો. આ મિશ્રણમાં ૩ થી 4 ચમચી મધ નાખીને સારી રીતે મેળવીને આ મિશ્રણનું સેવન કરવાથી પુરુષની નપુંસકતા દુર થાય છે. આ સિવાય નપુસંકતા દુર કરવા માટે 200 ગ્રામ પાલકના બીજનો ઉપયોગ કરીને ચૂર્ણ બનાવીને દૂધ સાથે પીવાથી ફાયદો થાય છે.
આમ, અમે બતાવેલી વસ્તુઓને ઔષધી તરીકે ઉપયોગ કરીને નપુંસકતાની પરેશાની દુર કરી શકો છે, આજના સમયે ઘણા લોકોને આવી સમસ્યા ખુબ જ રહેતી હોય છે, તેમના શારીરક સુખનો સંતોષ માણવા માટે તેને સક્રિય બનાવવા માટે અને અહિયા માહિતી આપી છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે સંતોષકારક જીવન જીવી શકો.
🙏 દોસ્તો તમે આયુર્વેદિક ટીપ્સ અને માહિતી મેળવવા માંગતા હોવ તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન ઉપર ક્લિક કરો.