હિમેજ પાચન તંત્ર માટે રામબાણની જેમ કાર્ય કરે છે. તમે હિમેજનું સેવન કરીને ગરમ પાણી સાથે ભેળવીને સેવન કરો તો તો અપચાની સમસ્યાથી રાહત મળે છે. જ્યારે હિમેજનું ચૂર્ણ ખાધા બાદ અને સુતા પહેલા લેવાથી કબજિયાતથી છુટકારો મળે છે.
હિમેજના ઔષધીય ગુણોને કારણે તેનો ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. હિમેજ ત્રિફળા જેવા જેવી ઔષધીમાં પણ તેનો ઉપયોગ થાય છે. ભારતમા હિમેજના વૃક્ષ હિમાલય ક્ષેત્રમાં રાવી નદીના કિનારાથી લઈને પૂર્વ બંગાળ અને અસમ સુધી મળી આવે છે.
આ હિમેજ જેના વૃક્ષ પરથી જેમાં ઠળીયો આવે તે પહેલા જ પડી જાય છે અથવા તો તેમાં ઠળીયો બેસ્યા પહેલા જ તેને તોડીને સુકવી લેવામાં આવે છે. આ રીતે સુકવેલા મળતા ઔષધીય ફળને આપણે હરડે તરીકે ઓળખીએ છીએ. આનાથી સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારના લાભ થાય છે, આપણા શરીરમાં આ હિમેજ એલર્જીમાં બહેદ પ્રભાવી રૂપથી કાર્ય કરે છે. જેનો તમે પાણીમાં ઉકાળીને તેનો ઉકાળો બનાવીને પી શકો છો, જે પીવાથી અને પાણીનો ઉપયોગ કરવાથી ઘણો જ લાભ મળે છે.
મોઢામાં ચાંદી પડવાની સમસ્યામાં આ હિમેજને પાણીમાં ઘસીને ચાંદી પર લગાવવી જોઈએ. મોઢામાં ચાંદી પડવાની સમસ્યામાં આ હિમેજને પાણીમાં ઘસીને લગાવવાથી થોડા જ સમયમાં આરામ મળે છે. આ એક ખુબ જ પ્રભાવશાળી ઔષધી છે.
હિમેજને પાચન તંત્ર માટે ખુબ જ રામબાણ ઔષધી માનવામાં આવે છે. આ માટે હિમેજને ગરમ પાણીમાં ભેળવીને અસેવન કરવાથી અપચાથી રાહત મળે છે. જ્યારે આ હિમેજનું ચૂર્ણ રાત્રે ખાધા બાદ સુતા પહેલા કબજીયાતથી છુટકારો આપવામા ખુબ જ ઉપયોગી થાય છે.
હિમેજ આંખો માટે પણ ખુબ જ ઉપયોગી છે. હિમેજને વાટીને આંખોની આસપાસ લગાવવાથી આંખોના રોગોથી છુટકારો મેળવી શકાય છે. ભોજન બાદ જો પેટમાં ભારીપન મહેસૂસ થાય તો હિમેજનું સેવન કરવાથી રાહત મળે છે.
હિમેજનું સેવન સતત કરતા રહેવાથી શરીરમાંથી થાક દૂર થાય છે અને શરીરમાં સ્ફૃતિ બની રહે છે. આજે માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ માથાના દુખાવાની સમસ્યામાં હિમેજને તેના ઠળિયા સાથે વાટીને માથામાં લેપ કરવાથી માથાના દુખાવાની સમસ્યાથી રાહત મળે છે.
જયારે માથામાં ખોડાની સમસ્યા હોય અને જેના લીધે વાળ ખરવા લાગ્યા હોય તો આ હિમેજ નો પ્રયોગ કરવાથી ખોડાની સમસ્યા મટી જાય છે. કેરીની ગોટલીનું ચૂર્ણ અને નાની હીમેજનું ચૂર્ણ સમાન માત્રામાં લઈને દુધમાં વાટીને દુધમાં પીસીને માથામાં લગાવવાથી ખોડો મટી જાય છે.
જો લાંબા સમયથી કફની સમસ્યા હોય તો કફને દૂર કરવા માટે પણ હિમેજ ખુબ જ ઉપયોગી છે. હિમેજનું ચૂર્ણ દરરોજ 2 થી 5 ગ્રામની માત્રામાં સેવન કરવાથી ફાયદો થાય છે. હિમેજ, અરડૂસીના પાન, નાની ઈલાયચી અને તેનાથી બનાવવામાં આવેલા ઉકાળાની 10 થી 30 મિલી ઉકાળામાં મધ અને ખાંડ ભેળવીને દિવસમાં ત્રણ વખત પીવાથી શ્વાસ ફૂલી જવો, ખાંસી અને નસ ખોરી ફૂટવી જેવી સમસ્યામાં રાહત મળે છે. હરડે અને સુંઠ સમાન ભાગમાં લઈને ચૂર્ણ બનાવીને, ગરમ પાણી સાથે 2 થી 5 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે સેવન કરવાથી ખાંસી મટી જાય છે.
આંખોમાં કોઈ વિકાર થાય અને આંખોમાં નંબર જેવી સમસ્યામાં હિમેજનો ઉપયોગ કરવાથી આંખોમાં આરામ મળે છે. હરડે નએન રાત્રી ભર પાણીમાં પલાળીને ગાળીને આંખોને ધોવાથી આંખોને શીતળતા મળે છે આંખ સંબંધી બીમારીઓથી રાહત મળે છે.
જો મોતિયાની સમસ્યામાં હિમેજના ગર્ભને 10 કલાક સુધી પાણીમાં પલાળીને ઘસીને આંખમાં લગાવવાથી મોતિયાની સમસ્યામાં લાભ થાય છે. આ સિવાય બધા જ પ્રકારના આંખોના રોગોમાં હિમેજને વાટીને આંખોની બધી જ બાજુએ લગાવવાથી આંખોની સમસ્યા ઠીક થાય છે.
આમ, હિમેજ ખુબ જ ઉપયોગી ઔષધી છે. જેનો ઉપયોગ પાચન સંબંધી સમસ્યાઓ સાથે અનેક બીજી સમસ્યાઓમાં પણ ઉપયોગી થાય છે. જેથી આ હિમેજના ઉપયોગથી ખુબ ફાયદો મેળવી શકાય છે અને જેની શરીરમાં કોઈ આડઅસર પણ થતી નથી, અમે આશા રાખીએ કે આ માહિતી તમારા મમાટે ખુબ જ ઉપયોગી થાય.