નાગરવેલને પાનની વેલ કહેવામાં આવે છે, જેની બે પ્રકારની જાતો આવે છે જેમાં એક કપૂરી અને બીજી મલબારી. કપૂરી પાન નાના, કોમળ અને શીતળ હોય છે. બંગાળી પાન મોટા કદના અને વધારે તીખા હોય છે. બંગાળી પાન ઝાડા સાફ કરવા માટે, પિત્ત ઉત્પન્ન કરનારા હોય છે. જે ગરમ અને કફને શાંત કરે છે. જે પણ પાકેલું હોય, તીખાશ વાળા, નાના, પાતળા અને સફેદી માટે હોય છે, તે પાન સૌથી શ્રેષ્ઠ હોય છે. લીલા કાચા પાનની જગ્યાએ પાકેલા પાન વધારે સ્વાદિષ્ટ અને લાભકારી હોય છે.
નાગરવેલના પાન ખાવાથી મોઢામાંથી દુર્ગંધ, બેસ્વાદ, ચીક્ણપણું, વધારે મધુરતા અને અરુચિ (ખાવાની ઈચ્છા ન થવી) દુર થાય છે. નાગર વેલના પાન લીંડી પીપર, કાળા મરી, પીપળાના મૂળ અને ચવક વગેરે ઔષધીઓની સમાન છે. પાનમાં એક વિશેષ પ્રકારનો તૈલીય પદાર્થ હોય છે. જે મોઢાની સફાઈ કરે છે. પાનનો રસ પેટમાં જવાથી પેટની સફાઈ કરે છે. અમે અહિયાં નાગરવેલના પાનથી થતા ફાયદાઓ વિશે જણાવીશું.
ખાંસી: નાગરવેલના પાનના મૂળ અને જેઠીમધને વાટીને મધ સાથે ચાટવાથી શરદી અને ઉધરસ તેમજ તાવ ઠીક થાય છે. શરદી ઉધરસમાં પાનના પાંદડા પર તેલ ચોપડીને ગરમ કરીને છાતી પર બાંધવાથી શરદી અને ઉધરસના દર્દથી રાહત મળે છે. આ પ્રયોગથી જઠરમાં અને જમા થયેલું લોહી પણ ઓગળી જાય છે. બાળકોને થતી સુકી ખાંસી નાગરવેલના પાંદડાના રસને મધ સાથે ચાટવાથી બાળકોની સુકી ખાંસી મટે છે.
શીળસ: નાગરવેલનું એક પાન લઈને તેમાં તેલ લગાવીને આગમાં ગરમ કરીને બાળકની છાતી પર રાખો, તેના પર 2 પાન વધારે રાખીને બાંધવાથી બાળકોના શ્વાસ રોગ, હ્રદયના રોગ, શરદી અને ઉધરસ, ખાંસી અને લીવર વગેરે સમસ્યાઓ ટીક થાય છે.
કફજન્ય રોગ: પાનનો ઉપયોગ કફજન્ય રોગોમાં મોટાભાગે કરવામાં આવે છે. તે શ્વાસ, ફૂસ્ફૂસ શીરાનો સોજો અને કફની સમસ્યામાં નાગરવેલના પાંદડાનો રસ કાઢીને પીવડાવવામાં આવે છે, સાથોસાથ નાગરવેલના પાનને ચાટી પર બાંધવાથી પણ લાભ મળે છે. બાળકોમાં શરદી લાગવા પર એરંડીનું તેલને પાનના પાંદડા પર લગાવીને તેને થોડા ગરમ કરીને છાતી પર બાંધવાથી આ રોગમા રાહત મળે છે. નાગરવેલના પાંદડા અને પાણીમાં ખાંડ નાખીને ઉકાળીને તેનું સેવન કરવાથી કફ મટે છે.
કફ: નાગરવેલના પાંદડામાં એરંડાનું તેલ લગાવીને ગરમ છાતી પર બાંધવાથી છાતીમાં રહેલો કફ મટે છે. 2 થી 3 નાગરવેલના પાનનો રસ કાઢીને નાકમાં નાખવાથી કફ ઠીક થાય છે. નાગરવેલના મૂળ અને જેઠીમધએ વાટીને મધ સાથે રોગીને ચાટવા માટે આપવાથી કફ દુર થઈ જાય છે.
ગળાનો સોજો: જયારે શ્વાસ લેવામાં પરેશાની થઈને દર્દીને ખુબ જ દર્દ થાય ત્યારે નાગરવેલના પાનના રસનું સેવન કરવાથી ગળાનો સોજો ઓછો થઇ જાય કે અને કફ તુટવા લાગે છે. આ રોગમાં 2 થી 5 પાંદડાનો રસ મધ સાથે ચાટવાથી સુકી ખાંસી ઠીક થાય છે. નાગરવેલના પાનની ઉપરની દાંડી મધમાં ભેળવીને ચાટવાથી શરદી અને કફ ઠીક થાય છે.
પાચન ક્રિયા: પાન સુચવાથી લાળ વધારે માત્રામાં નીકળે છે, જેનાથી પાચન ક્રિયામાં મદદ મળે છે. તે પેટની બાદી મટાડવા માટે ઉપયોગી છે. તેમાં બાદી મટાડનાર ઉતેજક અને ગ્રાહી પાચન શક્તિવર્ધક તત્વો હોય છે. તેનાતી શ્વાદમાં મીઠાસ આવે છે અને અવાજ ચોખ્ખો થાય અને મોઢાની દુર્ગંધ પણ દુર થઈ જાય છે.
ગાંઠનો સોજો: ગાંઠનો સોજો આવવા પર પાનને ગરમ કરીને બાંધવાથી સોજો અને પીડાની ઉણપ થઈને ગાંઠ બેસી જાય છે. ઘાવ પર બાંધવાથી ઘાવ ઠીક થાય છે. તેનો રસ પ્રભાવશાળી પીબનાશક દ્રવ્ય છે. તે વધારે પરૂનો નાશ કરે છે. જેથી ગાંઠ અને ઘાવમાં ઉપયોગી થાય છે.
આંખની સમસ્યા અને રતંધાળાપણું: રતાંધળાની સમસ્યા હોય તો નાગરવેલના પાંદડાનો રસ કાઢીને આંખમાં નાખવાથી ફાયદો થાય છે. એનાથી આંખની રોશની પણ વધે છે. આંખમાં થનારા દર્દમાં નાગરવેલના અર્કના તીપડા આંખોમાં નાખવાથી આંખમાં થનારૂ દર્દ મટે છે. જો કોઈ કારણસર તમે રાત્રે જાગો છો તો તમને ક્યારેક કયારેક એકદમ સુકી લાલ થઇ જાય છે. તેના માટે તમે પાનના પાંદડાને ઉકાળીને તે પાણીના ઝાલખ આંખો પર મારો. એવું કરવાથી તમને આરામ મળશે.
અવાજ ઘોઘરો થવો: જો તમારો અવાજ મોટો અને ઘોઘરો થઇ રહ્યો છે તો તમે નાગરવેલના પાનનું સેવન કરી શકો છો. તેનાથી તમારો અવાજ પાતળો થશે. પાનનું પાણી પીવાથી ગળાની સમસ્યા ઠીક થઈ જાય છે.
દાંત રોગ: દાંતના પેઢામાંથી ઘણા લોકોને લોહી નીકળે છે. જો તમારે પણ એવી સમસ્યા છે તો તેના માટે પાનની સાથે નાગરવેલના પાણીને ઉકાળીને કોગળા કરવાથી રાહત મળી જાય છે. જેનાથી કોગળા કરવાથી લાભ થાય છે અને લોહી નીકળતું બંધ થઈ જાય છે.
બ્રોકાઈટીસ: જો તમને બ્રોકાઈટીસની સમસ્યા છે તેના માટે તમે પાનના 7 પાંદડાને 1 ગ્લાસ પાણી સાથે ખાંડ નાખીને ઉકાળો. જ્યારે તે ઉકાળતી વખતે 1 ગ્લાસ રહી જાય ત્યારે દિવસમાં ૩ વખત તેનું સેવન કરવાથી એવું કરવાથી બ્રોકાઈટીસમાં લાભ મળે છે.
નાકના રોગ અને કૃમિ: નાગરવેલના પાંદડામાંથી કાઢેલા તેલને નાકમાંથી પાણી પડવાની સમસ્યામાં નાકમાં નાખવાથી લાભ મળે છે. તે તેલ કૃમિની સમસ્યામાં ઉત્તમ રહે છે. નસકોરી ફૂટવાની સમસ્યામાં નાગર વેલના પાંદડાને સુઘવાની પ્રક્રિયા ચાલુ રાખવાથી નસખોરી ફૂટવાની બંધ થઇ જશે.
સ્તનમાં સમસ્યા: સ્તનમાં દુધનો વહાવ હોય છે અને સ્તનની ગ્રંથીઓંમાં સોજો આવેલો હોય તો નાગરવેલના પાંદડાને ગરમ કરીને બાંધવાથી આ સમસ્યાથી રાહત મળે છે. મોટાભાગની મહિલાઓ સ્તનપાન કરાવે છે તેમને સ્તનમાં સોજો આવવાની સમસ્યા રહેતી હોય છે. તે સમસ્યામાં નગર વેલના પાનમાં નારિયેળનું તેલ લગાવીને હળવું ગરમ કરીને સ્તન પર રાખવાથી આરામ મળે છે.
સ્ત્રીઓને સ્તન પર પાન્ન રસથી માલીશ કરીને શેક કરવાથી સ્તન પરનો સોજો ઉતરે છે અને દૂધ સાફ આવે છે. જે સ્ત્રીઓને બાળક મૃત્યુ પામ્યું હોય તેઓને સ્તનમાં દૂધ વધારે પ્રમાણમાં ભેગુ થવાથી સોજો આવે છે ત્યારે આ મહિલાને સ્તન પર બાંધવાથી સ્તનનો સોજો ઓછો થાય છે અને તેમાં જમા થયેલું દૂધ નીકળી જાય છે.
ખંજવાળ: તો તમને ખંજવાળ છે તો તમારે પાનના પાંદડાને ઉકાળીને એ પાણીથી ન્હાવાથી ખંજવાળ મટે છે. નાગરવેલના પાંદડા પાણીમાં ગરમ કરીને તેને તેનાથી ન્હાવાથી ખંજવાળની સમસ્યા ઠીક થાય છે. આ સિવાય મોઢામાંથી દુર્ગંધ માટે પણ નાગર વેલના પાંદડા ચાવી શકાય છે.
મોઢાની ચાંદી: પાનના પાંદડાનો રસ મધમાં ભેળવીને ચાંદી પર દરરોજ 2 થી 3 વખત લ્ગાવ્વતી લગાવવાથી મોઢાના ચાંદા મટે છે. મોઢાની ચાંદીમાં પાનના પાંદડા સુકાવીને ચાવવાથી ચાંદા મટી જાય છે. નાગરવેલના પાંદડા એન્ટીવાયરલ ગુણ હોવાથી ચાંદાના વાયરસનો નાશ કરે છે.
ઈજા: નાગરવેલના પાંદડા પર ચૂનો અને કાથો લગાવીને તેમાં થોડીક તમ્બાકુ નાખીને તેને વાટી લો અને પછી તેને ગરમ કરીને ઈજા વાળા સ્થાન પર બાંધી, જેનાથી દર્દ ઠીક થાય છે અને જખમ જલ્દી ભરાઈ જાય છે. પાનના રસમાં થોડો ચૂનો લગાવીને સોજા પર પટ્ટી બાંધવાથી સોજો ઓછો થઇ જાય છે. પાનના પાંદડા ઈજા વાળા સ્થાન પર લગાવવાથી સોજો ઓછો થઇ જાય છે.
તાવ: નાગરવેલના રસને ગરમ કરીને 1 ચમચીની માત્રામાં દિવસમાં 3 વખત પીવાથી તાવ ઉતરે છે. લગભગ 3 મિલીલીટર રસ ગરમ કરીને દિવસમાં 2 થી 3 વખત પીવાથી તાવ આવવાનો બંધ થઇ જાય છે. 6 મિલીની માત્રામાં નાગરવેલ પાનનો રસ, આદુનો રસ અને મધને ભેળવીને સવારે અને સાંજે પીવાથી તાવ મટી જાય છે.
હાથીપગો: 7 નાગર વેલના પાંદડાને ઘૂંટીને થોડા દિવસો સુધી સેવન કરવાથી હાથીપગો મટે છે. નાગરવેલના પાનના 7 પાંદડાનું ચૂર્ણ ગરમ પાણી અને સિંધવ મીઠામાં દિવસમાં 3 વખત લેવાથી હાથીપગાનો રોગ ઠીક થાય છે.
નપુસંકતા: પુરુષના શિશ્ન પર નાગરવેલના પાંદડા બાંધવાથી અને નાગરવેલના પાનને માલકાંગણીનું તેલ 10 ટીપા લગાવીને દિવસમાં 2 થી 3 વખત થોડા દિવસો સુધી ખાવાથી નપુંસકતા દુર થઈ જાય છે. આ પ્રયોગ દરમિયાન દુધ અને ઘીનું વધારે માત્રામાં સેવન કરી શકો છો.
તરસ: વધારે તરસ લાગવાની સમસ્યામાં નાગરવેલના રસમાં થોડો ફુદીનો ભેળવીને સેવન કરવાથી તરસ મટે છે. નાગરવેલના પણ ખાવાથી તરસ ઓછી લાગે છે. માટે જે લોકોને વાંરવાર તરસ લાગવાની સમસ્યા રહે છે તેમને નાગરના વેલ પાન ખાવા જોઈએ.
બાળકોમાં જો કબજીયાત અને બાદીની સમસ્યા હોય તો પાન પર તેલ ચોપડીને બાળકોની મળદ્વાર પર રાખવાથી કબજિયાત તૂટી જાય છે. લગભગ 4 ગ્રામ નાગરવેલ ના પાંદડાનો રસ કાઢીને ગરમ કરીને 2 થી ૩ વખત પીવાથી તાવ રોકાઈ જાય છે. નાગરવેલનો અર્ક પીવડાવવાથી તાવ જલ્દી ઉતરી જાય છે. નાગર વેલના કોમળ મુળિયાને કાળા મરી સાથે ખાવાથી ગર્ભ ધારણ થતું અટકે છે.
હજમ થવામાં પરેશાની અથવા અપચોમાં નાગરવેલના પાનનું સરબત પીવાથી કફ અને મંદાગ્નીમાં લાભ થાય છે. નાગરવેલના પાનનું સરબત બનાવીને પીવાથી શરીરમાં મજબૂતાઈ આવે છે અને તાકાતમાં વધારો થાય છે.
નાગરવેલના પાનના રસમાં સુંઠ ઘસીને વીંછીના ડંખ વાળા સ્થાન પર લગાવવાથી બળતરા અને સોજો તેમજ ઝેર ઉતરે છે. નાગર વેલના પાંદડાને ગરમ કરીને શરીર પર નીકળતા ફોડલા પર લગાવવાથી ફોડલા મટે છે.
પાનના સરબતમાં સોજો અને ચટપટી ચીજો અને ગરમ ચીજો ભેળવીને 25-25 મીલીલીટર દિવસમાં દિવસમાં 3 વખત પીવાથી કમજોરી દુર થાય છે. શરીરમાં સોજો થવા પર પાનને ગરમ કરીને બાંધવાથી સોજો અને અને પીડા દુર થઈને ગાંઠ બેસી જાય છે.
પ્રસુતા સ્ત્રીને પ્રજનન સ્થાન પર રાખવાથી તથા પાનનો શેક અને લેપ કરવાથી સોજો દુર થાય છે પીડા થતી મટે છે.
આમ, નાગરવેલ ખુબ ખુબ જ ઉપયોગી વનસ્પતિ છે. આ ઉપરોક્ત સમસ્યાને ઠીક કરવા માટે નાગરવેલ ખુબ જ ઉપયોગી છે. આ માહિતી તમારા ફાયદા માટે ખુબ જ ઉપયોગી છે. જેથી તેના વિશેની આ મહિતી અહિયાં રજૂ કરી છે. આશા રાખીએ કે આ માહિતીના માધ્યમ દ્વારા તમે ઘણી સમસ્યાને નાબુદ કરી શકો.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.